ek padchhay - 2 books and stories free download online pdf in Gujarati

એક પડછાય - ૨

બીજે દિવસે તૃપ્તિ ઉઠી અને પાર્થવી જોડે બજાર ગય , ત્યારે તો તૃપ્તિ એ તેને કઈ ન કીધું પછી બંને પાછા ઘરે આવી ગયા અને દરરોજ ની જેમ સાંજે બન્ને ગાર્ડનમાં જાય છે .
તૃપ્તિ : તારી મિત્ર સીમા ની થોડીક વધારે કહાની સંભડાવ ને.
પાર્થવી : કેમ? તને આ ભૂત પ્રેત ની વાતો માં રસ ક્યારથી આવવા લાગ્યો.
ચલ કવ છું
તૃપ્તિ : હા
પાર્થવી : સીમા એક નીડર છોકરી હતી તારી જેમ , લોકો કહે છે કે સીમા એ આત્મહત્યા કરી લીધી છે પણ મારું માનવું છે કે એને પેલા ભૂત એ જ મારી નાખી છે.
તૃપ્તિ : એ ભૂત એ કેમ સીમા ને જ હેરાન કરી તને કેમ નઈ?
પાર્થવી : ગુસ્સામાં, હવે તું મારા ઉપર સંદેહ કરે છે.
આ બધી વાતો ના જવાબ ન હોય મારી પાસે એ જાણવું હોય તો તું ભૂત ને જ મળી લે.
તૃપ્તિ : અરે મજાક કરું છું, એટલું કહી હસવા લાગી.
પાર્થવી : તારી મજાક ક્યારેક તારી જાન પણ લઈ શકે છે.
તૃપ્તિ : અરે ભૂલ થઈ બેન મારી, ચલો ઘરે જય.
પછી બંને ઘરે જાય છે, તૃપ્તિ જમી અને પોતાના કક્ષ માં સુવા જાય છે અને કાલ રાતની ઘટના વિશે વિચારતી વિચારતી સૂઈ જાય છે.
દરરોજ ની જેમ રાતનાં બે વાગ્યા એટલે તૃપ્તિ ની આંખ ઉઘડી, તેની ઉંઘ ઉડી ગય અને તૃપ્તિ ને તેજ અવાજ સંભડાયો, પાછું કોઈ એને બોલાવી રહ્યું હતું પણ તૃપ્તિ ઉભી ન થઈ અને પોતાના કાન માં ઈયરફોન નાંખી સૂઈ ગઈ.
જોરજોરથી તૃપ્તિ નાં રૂમનો દરવાજો કોઈ ખટકાવવાં માંડ્યું , તૃપ્તિ એ કોણ પૂછ્યું તો પાછો તે જ અવાજ આવ્યો, તૃપ્તિ ડરી ગય હતી તેના ચહેરા પર પરસેવા ના ટીપાં ચીનહાય ગયા હતાં.
પણ તૃપ્તિ ચૂપચાપ બેસી રહી થોડીક વાર પછી એ અવાજ બંધ થઈ ગયો, તૃપ્તિ ને થયું જતું રહ્યું પણ
થોડીક વાર પછી પાછો દરવાજો જોરજોરથી ખટકાવવાં માંડ્યું આ વખતે તૃપ્તિ એ હિંમત ભેગી કરી અને ભૂત સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.
તૃપ્તિ : કોણ છે તું અને શું કામ મારી પાછડ જ પડ્યું છે.
થોડીક વાર પછી
હું મિલ્લુ બીલ્લું છું એટલો જ જવાબ મળ્યો અને અવાજ બંધ થઈ ગયો.
સવાર ના ચાર વાગી ગયા હતા તૃપ્તિ એ થોડી રાહ જોય ત્યાંતો સવાર પડી ગય અને સવાર મમી પાપા ઉઠયા એટલે તૃપ્તિ એ રાત વાળી આખી વાત કહી દીધી.
એમના પરિવારનાં સભ્યો ને તો હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ નતો બેસતો એટલે તૃપ્તિ બજાર જવા નીકડી ગય પોતાની મિત્ર પાર્થવી જોડે , બન્ને મોજ મસ્તી કરતા કરતા ઘરે આવ્યા અને દરરોજ ની જેમ સાંજે બન્ને ગાર્ડન માં ચાલવા જાય છે.
પાર્થવી : તૃપ્તિ તને તો કઈ ભૂત નો અનુભવ નઈ થયો ને સવાર ની અપસેટ લાગે છે.
તૃપ્તિ : ના એવું કાંઈ નથી. ( વાત ને સંતાડે છે)
પાર્થવી : સારુ તો તા , એવું કાંઈ હોય તો કેજે પછી ઓચિંતાનું એકાદ દિવસ મારે તારી લાસ જોવાનો દિવસ ન આવી જાય એટલું કહી હસવા લાગે છે .
તૃપ્તિ : ગુસ્સામાં , કઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે અને પોતાના કક્ષ માં જય ને બેસે છે અને વિચારોમાં ખોવાય જાય છે
ત્યાંતો મમી આવાજ આપે છે તૃપ્તિ બેટા જમી લે, એટલે તૃપ્તિ જમવા માટે જાય છે જમી અને પછી એને પાર્થવી યાદ આવે છે, એને એવો એહસાસ થાઈ છે કે તેણે ભૂલ કરી પાર્થવી ઉપર ગુસ્સો કરી ને એટલે તે પાર્થવી પાસે માફી માંગવા તેના ઘરે જાય છે ,
ત્યાં જય ને જોવે કે પાર્થવી નાં ઘર નો દરવાજો ખુલ્લો છે તૃપ્તિ અંદર જતી રે છે અને ઘર અંદરનું દ્રશ્ય જોવે ત્યાંતો તૃપ્તિ ડઘાય જાય છે તેની આંખો ચોંટેલી ને ચોંટેલી જ રય જાય છે .