Ek paadchhay - 3 books and stories free download online pdf in Gujarati

એક પડછાય - ૩

તૃપ્તિ જોવે છે કે પાર્થવી નાં ઘરની હાલત કોઈ ભંગારની દુકાન જેવી થય ગય છે, બધો સામાન વેર વિખેર પડયો છે, તુટેલા કાચ ના ગ્લાસ, કબાટમાંથી નીચે પડેલા કપડા, લાઇટ નું જગમગ થવું આ બધું જોય તૃપ્તિ ચોકી ગય અને એવામાં એના પગને પાણી નો સ્પર્શ થયો, બાથરૂમ નો નળ ચાલુ હતો, તૃપ્તિ ડરતી ડરતી પાર્થવી ને ગોતવા માંડી અને છેવટે એ બાથરૂમમાં લોહી વાળી હાલત માં જોવા મળી આ જોય તૃપ્તિનાં મોં એ થી ચીસ નીકડી ગય એ દોડી ને સીધી પોતાના ઘરે જતી રય અને પોતાના મમી પાપા સાથે પાછા પાર્થવી ના ઘરે આવ્યા, પાર્થવી ને ઉઠાવી અને તૃપ્તિનાં ઘરે લઈ ગયા પછી ડોક્ટર બોલાવ્યો અને પાર્થવી નો ઇલાજ ચાલુ કર્યો.
ડોક્ટર નાં કેવા પ્રમાણે પાર્થવીને માથા માં વાગ્યું હતું અને એ કોમાં મા જતી રહી હતી અને એ કઈ ન શકાય કે ક્યારે ભાનમાં આવશે,
આ બધું પૂરું થયું ત્યાં સુધીમાં તો રાતના બાર વાગી ગયા હતા, એટલે પાર્થવી ને તૃપ્તિના રૂમમાં સુવડાવી અને બધા સૂવા જતા રહ્યા અને તૃપ્તિ તેની મિત્રની સારવાર કરતી હતી, એટલા મા તૃપ્તિની નજર પાર્થવી ની બંધ મૂઠીમાં પકડેલ એક કાગળની ચબખરી ઉપર પડી, તૃપ્તિ એ ધીમેથી એ કાગળ કાઢી વાંચ્યું એમાં લખ્યું હતું "તું ડરતી નઈ તૃપ્તિ હું તારી સાથે છું".
તૃપ્તિ કઈ સમજી નઈ અને એ કાગળ લોકર માં મૂકી દીધો પછી તૃપ્તિને પણ થાક નાં કારણે ઊંઘ આવી ગય રાતનો બે વાગ્યા નો ટકોરો પડ્યો અને તૃપ્તિ ની ઉંઘ ઉડી ગય દરરોજની જેમ તૃપ્તિને કોઈ બોલાવી રહ્યું હોય તેવો અવાજ આવવા માંડ્યો, દરવાજા, બારીયો જોરજોરથી અથડાવા માંડયા, તૃપ્તિ પાર્થવી ને માથે ચાદર ઓઢાડી અને હિંમત કરી અને ઉભી થય અને ધીમે ધીમે છાના પગે દરવાજા તરફ આગળ વધી પોતાના સંપૂર્ણ સાહસ ને એકત્ર કરી તૃપ્તિ એ દરવાજો ખોલ્યો પણ બહાર કોઈ નથી, એને ખાલી એક પડછાય જતી દેખાય તૃપ્તિ એ એનો પીછો કરવાનું વિચાર્યું પણ પાર્થવી એકલી હતી એટલે તે પાછી પોતાના રૂમમાં જતી રય, દરવાજો બંધ કરી સૂઈ ગય એ રાતે તો પાછું કઈ ન થયું.
સવારે તૃપ્તિ ઉઠી દરરોજ ની જેમ બજારે જાય છે પણ એ એકલી એની મિત્ર પાર્થવી એની જોડે નથી એની હસી છીનવાય ગય હોય એવું લાગી રહ્યું હતું, સાંજે ગાર્ડનમાં તૃપ્તિ ને પાર્થવી ની એ ભૂતો ની વાતો યાદ આવવા માંડી પણ અફસોસ કે એ એકલી જ હતી,
રાત પડે અને બે વાગે એટલે કાયમ ની જેમ અવાજ આવે અને દરવાજા બારી અથડાવા માંડે, તૃપ્તિ હિંમત કરી દરવાજો ખોલે એટલે બધું બંધ થઈ જાય આ હવે તૃપ્તિ નો નિત્ય ક્રમ થઈ ગયો હતો.
એક મહિનો વીતી ગયો પાર્થવી હજુ કૉમાં માં જ હતી દરરોજ ની જેમ રાતના બે વાગ્યા અને અવાજ આવ્યો, દરવાજા બારી અથડાવા માંડયા પણ આજે તૃપ્તિ એ વિચારી લીધું હતું કે ગમે એમ થઈ જાય આજે તો હું પીછો કરીશ, તૃપ્તિ દરવાજો ખોલ્યો એટલે પડછાય જતી દેખાય તૃપ્તિ હિંમત કરી અને એ પડછાય પાછડ ગય પણ તેના પગને કોઈ રોકી રહ્યું હોય એવું એને લાગ્યું પણ તૃપ્તિ હિંમત હાર્યા વગર પરિસ્થિતિનો સામનો કરી અને એ પડછાય પાછળ ગય.
એ પડછાય તૃપ્તિ ને ગાર્ડન માં લઈ ગય અને ત્યાંથી પાછી પોતાની બિલ્ડીંગ માં પણ તૃપ્તિ એ પીછો ન છોડ્યો અને છેવટે એ પડછાય પાર્થવી ના ઘર માં જતી રહી.
તૃપ્તિ એ ડરતા ડરતા પાર્થવી નું ઘર ઉઘાડ્યું અને તૃપ્તિ પેલી વાર પાર્થવી ના ઘર માં આવી હતી અને જે દ્રશ્ય જોયું હતું એ જ પાછું જોવે છે તૃપ્તિ ડરતી ડરતી અંદર જાય છે તુટેલા કાચ નાં ગ્લાસ, કબાટ માંથી નીચે પડેલા કપડા, લાઈટ નું જગમગવું આ બધું જોય તૃપ્તિ ડઘાય ગય, પણ એ સીધી બાથરૂમ માં ગય અને ત્યાં જય ને જોવે છે કે કોઈ છોકરી લોઈ લુહાણ પડી છે, તૃપ્તિ દોડતી દોડતી પોતાના ઘરે ગય અને મમી પાપા ને બોલાવી ને આવી, બધા આવી જાય છે અને તૃપ્તિ ના પાપા છોકરી નું મોઢું જોવે તો તા પાર્થવી, તૃપ્તિ ને એવું થયું કે પેલી પડછાય એ પાર્થવી ને પાછી અહીંયા ફેંકી દીધી એટલે એ દોડતી દોડતી પોતાના રૂમમાં જોવા આવે છે પણ પાર્થવી તો હજુ ત્યાંને ત્યાં જ છે, તૃપ્તિ દોડતી દોડતી પાર્થવી ના ઘરે આવે છે અને આ બધું પાપા ને કહે છે કોઇ ને કઈ સમજાતું નથી પણ માનવતા ને કારણે તૃપ્તિના પાપા છોકરી ને પોતાના ઘરે લઈ ગયા અને ડોક્ટર ને બોલાવી ઈલાજ કરાવ્યો, ડોક્ટર એ પણ એ જ કીધું કે આ કોમાં માં છે, અને ક્યારે ભાનમાં આવશે કઈ ન શકાય, અને એના હાથમાં પણ એક કાગળ હતો અને લખ્યું હતું " તૃપ્તિ તું ડરતી નઈ હું તારી સાથે છું".
હવે આ બંને છોકરી જે પાર્થવી જેવી દેખાતી હતી તૃપ્તિ નક્કી નોહતી કરી શકતી કે કોણ એની મિત્ર છે અને આ બીજું કોણ છે,
તૃપ્તિનાં મનમાં એનેકો પ્રશ્ન ઉદભવતા હતા, તૃપ્તિનાં ઘરમાં પણ હવે બધા ચિંતિત હતા .
તૃપ્તિ નાં પાપા એ હેડ ક્વાર્ટર માં તપાસ કરાવી તો ખબર પડી કે આ પાર્થવી નું ઘર એટલે કે એ ક્વાર્ટર તો છેલાં બે મહિનાથી ખાલી છે આ વાત થી તૃપ્તિ વધારે ડરી ગય અને એ હવે આ બધા પ્રશ્નોનું સમાધાન શોધવામાં લાગી ગય .