Ek paadchhay - 6 books and stories free download online pdf in Gujarati

એક પડછાય - ૬

રાત ના બે વાગ્યા અને ફરીથી એ જ ઘટના નું પુનરાવર્તન થયું, તૃપ્તિ ને કોઈ બોલાવી રહ્યું હોય એવો અવાજ આવ્યો, તૃપ્તિ એ દરવાજો ખોલ્યો અને પેલી પડછાય ભાગતી દેખાય.
તૃપ્તિ ગભરાય ગય એને કઈ ન સમજાનું એ આખી રાત વિચારે છે કે એ અહીંયા કઈ રીતે પોચ્યું?
શું કારણ હશે?
શું કામ એ મારી પાછળ જ પડ્યું છે?
ગભરાયલ તૃપ્તિ બીજે દિવસે મિરાલી ને મળે છે પણ એ વાત નો જીક્ર નથી કરતી પણ તૃપ્તિ ને મિરાલી ઉપર શક જવા માંડ્યો કારણ કે આ બધું મિરાલી ને મળ્યા પછી જ થયું હતું,છતાં પણ તૃપ્તિ હસતા મોઢે જ વાતો કરે છે અને એ રાતે પણ બે વાગ્યા અને દરવાજો જોરજોરથી ખખડ્યો, વિંડોઝ અથડાણી અને કોઈ બોલાવતું હોય એવો અવાજ આવવા માંડ્યો, મિરાલી હિંમત કરી દરવાજો ખોલવા ગય અને જેવો તેને દરવાજો ખોલ્યો એક પડછાય એ તૃપ્તિ ને જકડી લીધી, તૃપ્તિ ગભરાય ગય એ જગ્યા એ થી સેજ પણ હલી શકે તેમ નથી અને પોતાના મુખ માંથી શબ્દ પણ ઉચ્ચારી શકે એવી હાલત માં ન હતી. એ પડછાય તૃપ્તિ ને આ હાલત માં રાખી જતી રહી અને તૃપ્તિ સવારે એના મમી ઉઠયા ત્યાં સુધી આ જ હાલત માં રહી.
તૃપ્તિ આ ઘટનાથી ડઘાય ગઈ, એને કઈ પણ નથી સમજાતું બપોર સુધી તો પોતે ઊંઘતી રહી અને રોંઢે ચોપાટી એ ગય ત્યાં જય એ મીરાલી ને મળી, તૃપ્તિ ને મીરાલી ઉપર શક તો હતો જ અને મીરાલી એ તૃપ્તિ ને પોતાના ઘરે જમવા માટે ઇન્વાઇટ કરી, તૃપ્તિ જવા તો નતી માંગતી પણ કાંઈ જાણવા મળે એ બાને જમવાની હા પાડી.
આશરે રાત ના આઠ વાગ્યા હશે અને તૃપ્તિ પોતાના ઘરે થી રજા લઈ મિરાલી ના ઘરે પોચી પણ ત્યાંનો માહોલ જોય એ ડઘાય ગય કારણ કે પાર્થવી ના ઘર જેવું જ મિરાલી નું ઘર હતું.
તૃપ્તિ ને આવકારો આપી, અને મિરાલી એ તૃપ્તિ ને જમાડી અને પછી મિરાલી એ તૃપ્તિ ને એક રૂમ માં લઈ ગય.
તૃપ્તિ ને કઈ સુંઘાડી અર્ધભાન હાલતમાં લાવી દીધી પછી પોતાના હવન ની સામે તૃપ્તિ ને બેસાડી મંત્રો નો ઉચ્ચાર કરવા માંડી, તૃપ્તિ એ ત્યાંથી નીકડવાનો પ્રયત્ન કર્યો પણ એ નીકડી ન શકી, તૃપ્તિ ને કઈ સુજતું નથી, મિરાલી પોતાના વાળ ખુલ્લા કરી, અને ડરાવની લાગતી હતી જાણે કોઈ ચુડૅલ કે ડાકણ હોય એવું લાગતું હતું, તૃપ્તિ ને એમ કે એનું મોત નિશ્ચિત છે, પણ
તૃપ્તિ ની આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતી અને પોતાનો આખો પરિવાર એને ઘેરી ને ઊભો હતો પછી તૃપ્તિ પોતાના પાપા ને આખી વાત પૂછે છે કે શું થયું તું?
તેના પાપા જણાવે છે કે હું ડ્યૂટી ઉપર થી આવતો હતો અને તારી મમી એ કીધું કે તૃપ્તિ ને લેતા આવજો એટકે હું તને મિરાલી ના ઘરે લેવા આવ્યો પણ મેં ત્યાં કઈ અલગ જ દ્રશ્ય જોયું એટલે મેં મિરાલી ને કાને પિસ્તોલ રાખી અને પોલિસ હેડ કવાર્ટર માં ફોન કરી પોલિસ ની ટીમ બોલાવી ગિરફતાર કરી અને બેટા પૂછ પરછ થી ખબર પડી કે એ એક ડાકણ છે અને તારું રૂપ એને ગમી ગ્યું તું બેટા એટલે એ તારી પાછળ પડી હતી.
પાર્થવી નામની કોઈ છોકરી હતી જ નઈ એ આ ડાકણ જ હતી અને એ એની કાળી વિધ્યા થી આ બધું કરી રહી હતી પણ દીકરા હવે તું બેફિકર થઈ જા હવે એ અરેસ્ટ છે તું મૂકત રીતે સ્વાસ લઈ શકે છે.
તૃપ્તિ ને ખૂબ દુખ થયું પણ પોતે આ મગજમારી માંથી છૂટી ગય છે એનો રાજીપો પણ હતો.