re jindagi - 2 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી.... - 2



આટલા સમય પછી લખવા બદલ ક્ષમા કરશો.


આગળના ભાગ અનુસાર મિશાલીની નામની છોકરી જે 15 વર્ષની હોય છે તેમ છતા તેના મોટા પપ્પા અને તેના દાદા તેનુ લગ્ન કરાવવા માગતા હતા. તેના મમ્મી પપ્પાને આ નથી ગમતુ તેમ છતા તેઓ સહન કરે છે. મિશાલીનીને તેના મોટા પપ્પાની દિકરી અને તેની બહેન એવી મીરાને પણ જબરજસ્તી પરણાવી દીધી હતી. મિશાલીનીએ કેવા કાંડ કર્યા હતા?? જેની સજા એ આ લગ્નને માનતી હતી.એના નાનપણમા કઇ ઘટના થઈ હ્તી??


જાણવા વાંચો હવે પછીના ભાગ.....


મિશાલીની ના મમ્મી વિરિમાબેન એના પપ્પા વિરાજભાઈને ભૂતકાળની ઝાંખી યાદ કરાવી રહ્યા હતા. મિશાલીની એ બન્ને દંપતિનું બીજુ સંતાન હ્તી. એ પહેલા એમને એક દિકરી હ્તી રોમા , પરંતુ એને નાનપણમા જ પોલિયો થયો હતો , એ વખતે રસીની શોધ થઇ હ્તી પરંતુ ગામડા સુધી આવી નોહ્તી જેથી રોમા બાબાળપણમાં મૃત્યુ પામી હતી. બધાને બસ દિકરાની આશ હ્તી. દાદા હસમુખભાઈ હમેશાં રટણ કરતા રેહતા કે દિકરો તો કુળ નો દીપક કહેવાય, એ વંશ વધારે. અને એમના મહેણા હમેશા બેવ દંપતિ સહી લેતા. કેમ કે વિરાજ ભણેલા હતા અને સમજતા હતા. પરંતુ એ વખતના સમાજની માનસિક્તા આવી જ હ્તી. ઇશ્વર ઇચ્છાએ એમને ત્યા ફરી વખતે જોડિયા ભાઈ-બહેન જન્મ્યાં. મિશાલીની અને મૃગેશ.વિરાજ અને વિરિમા બેવ ખુશ હતા.પરંતુ પતિના આદેશને લીધે કમને વિરિમાના સાસું હિરાબેને મિશાલીનીને દૂધ પીતી કરવા માટે તૈયાર કરી દીધી.


દિકરી જન્મે એટલે એને દૂધ પીતી કરવાનો રિવાજ વરસોથી ચાલ્યો આવે છે. જેનો રેશિયો સ્વામીનારાયણ ભગવાન, રાજા રામ મોહનરાય, સ્વામી વિવેકાનંદ, વિલિયમ બેન્ટીક , જેવા અનેક સમાજ સુધારકોએ તેના પર પ્રતિબંધ મુકાવ્યો ત્યારે ઘટવા લાગ્યો. લોકોને આ કૃત્ય વીસે સમજાયુ. દરેકને જીવવાનો અધિકાર છે. કોઇનુ જીવન છીનવવાનો કોઇને અધિકાર હોતો નથી. આ રિવાજ મુજબ દિકરી જન્મે એટલે એને દૂધ ભરેલા પાત્રમા એ નાનકડા જીવને એની આંખો દુનિયા જોવે એ પહેલા જ એના શ્વાસ દૂધ દ્વારા હમેશાને માટે છિનવી લેવાય છે. આ તે કેવો ન્યાય ??? દિકરાની આશમા દિકરીનો નાશ?! દિકરાના જન્મથી કે એમના હોવાથી કંઈ જ પ્રશ્ન નથી, પ્રશ્ન ત્યાં છે કે દિકરી જન્મે તો એને આવી આકરી સજા કેમ???


આટલા સારા ગામમા રહેવા છતા હસમુખભાઈ અને તેમનો મોટો દિકરો ભરત આ માનસિક્તાનું સમર્થન કરતા હતા.વિરિમાને ખબર પડી કે એની દિકરીને દૂધ પીતી કરવા લઇ જાય છે એ દોડીને એને ખેંચી લીધી. એને બધા સામે બંડ પોકાર્યો અને કીધું "એ લોકોને આ ગુનો તેઓ ફરી ના દોહરાવે નહી તો સવિતાબેને જે કર્યુ એ હુ પણ કરી દઈશ." વિરાજ સખત ઘભરાઇ ગયો. કારણ કે ભરતભાઈના પત્ની એટલે કે સવિતાબેને એમની દિકરી મીરાને બચાવવા જતા પોતે હવેલીથી નીચે પડી ગયા હતા. હવેલીના આંગણમા વાયરાને સહારે લહેરાતી તુલસી એમની લાશ પર બનાવેલી હતી. હસમુખભાઈ સરપંચ હતા એટલે આગળ ઓળખાણને લીધે સવિતાનો પગ લપસી ગયો એમ જાહેર કરી દિધુ. ત્રણ પુત્રો તો મા વિનાના થઇ ગયા સાથે સૌથી નાની દિકરી મીરા પણ ..... અને 3 વર્ષની મિરાને વિરિમાએ લાડકોડથી ઉછેરી હ્તી. ક્યારેય એની મા નથી એવો અહેસાસ ન લાગવા દિધો. એટલે વિરાજએ પહેલીવાર એના પિતાના આદેશનો ઇનકાર કર્યો. "પિતાજી, આને જુઓ તો ખરા ઘડીભર ચાંદનો ટુકડો લાગે છે. આને મરતા કોનો જીવ ચાલે?" માફ કરજો પણ હુ અને કંઈ જ નહીં થવા દવ" ભરતભાઈ સામે જોઇને કહ્યુ. ભરતભાઈ સમજી ગયા કે મીરાને જીવતી રાખી એટલે એવુ કહે છે. ભરતભાઈ સાચું ખોટું સમજ્યા વિના જ 5 વર્ષની મીરાને માથાના વાળ પકડીને મારી. ત્યાં જ વિરિમાને બે વર્ષ પહેલાની નાનકડી ત્રણ વર્ષની મીરા યાદ આવી ગઈ.એની મમતા ફરી જાગી ઉઠી. એણે મિશાલીનીને વિરાજના હાથમા આપી મીરા તરફ દોટ મુકી. અને પોતાના ખોળામા સમાવી દિધી. મીરા જોર જોરથી દર્દને લીધે રડતી હતી.


વિરિમાએ મીરાને પ્રેમના પાલવમા ભીંજવી દિધી.મીરાને એણે આખા શરીરે ચૂમી લીધી. એના માથે હાથ ફેરવવા લાગી. " ચુપ થઇ , મારી લાડલી. મારી દિકરી.બેટા.... ચાલ જમી લઇએ દિકરા... મારી મિરા તો સિંહ છે ને..... હે " " હા... પણ.... મા ... તાલી....જોડે જ.... જમીશ.... તુ.. તુ તાલા હાથે....ખવલાવીશને... ?" મીરા એની કાલી ઘેલી ભાષામા ડૂસકાં ભરતી ભરતી બોલી. બધાય બસ તમાશો જોતા રહ્યા. ભરતભાઈની બિજી પત્નીએ મીરાને વિરિમાના ખોળામાથી ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ વિરિમાની ક્રોધ ભરી આંખો એને રોકી લિધી........


મિશાલીનીના લગ્ન કરાવવાની વાત જયારથી સરુ થઈ ત્યારે વિરિમાને મીરા યાદ આવી ગઈ. એમને લાગ્યું મીરા અને મિશાલીની ને મૌતથી બચાવી પણ આમાથી તે કેમની કાડશે. મીરાની હાલત કેટલી ખરાબ હ્તી અત્યારે... મિશાલીની માટે એ વિચારો આવતા જ એના આખા શરીરે કંપારી છુટી ગઈ.


" તમે મીરા વખતે ધ્યાન ન આપ્યું તે આજે મારીએ દિકરી કેટલુ ભોગવે છે. હવે મિશાલીનીના લગ્નમા એવુ ન કરતા. મુરતિયો સમજી વિચારીને પસંદ કરજો. "


" હા, ભાગ્યવાન તુ ચિંતા ના કર." વીરાજભાઈએ આશ્વાસન આપતા કહ્યું.


મિશાલીની કઠેરા પાસે બેસીને મીરા દિદિને યાદ કરી રહી હતી. ત્યાં જ એનો નાનો ભાઈ મિહિર દોડતો આવીને એના ખોળામા બેસી ગયો. મિશાલીનીને નારાજ જોઇ એ ગાવા લાગ્યો," એક હજરો મેં મેંરી બહેના હે.... " અને મિશાલીનીના આંખોમાંથી આંસુ નિકળી ગયા એ જોઇ મિહિર થંભી ગયો. " કેમ દિદિ શુ થયુ તમને ?? મને કો જોઇ... " " ના મિહુ, ક્ય જ નથી થયુ.આતો આંખમા ધુળ પડીને એટલે...." પોતાના આંસુ છુપાવતા બહાર તરફ જોવા લાગી. મિહિર ઉભો થયો અને રક્ષકને બોલાવવા ગયો.


નામ એનું અમર , પણ કોઇ મુશ્કેલીમા હોય તો બચાવવાનો કોઇને કોઇ ઉપાય તો હોય જ એની પાસે એટલે બધાએ એને રક્ષક નામ આપી દીધું હતુ. એ બીજા નંબર નો ભરતભાઈ નો દિકરો હતો. સૌથી મોટો અનિલ જેના લગ્ન કરાવી દીધા હતા.એની પત્નીની ઉંમર મીરા જેટલી જ હતી એનુ નામ રેવા હતુ. અને સૌથી નના દિકરાનું નામ મોહિત. નામ પ્રમાણે જ હતો એ જેના પર કોઇ પણ મોહી જતુ પણ લક્ષણો ખુબ જ ખરાબ.છોકરીઓ ને હેરાન કરવી , વેશ્યાની પાસે જવુ, જુગાર રમવો , દારુનુ સેવન કરવુ અને દાદાગીરી મારીને આખો દિવસ ગામમા રખડયા કરવુ.તેમ છતાંય હસમુખભાઈને તેના પર ગર્વ થતો.કે એ સાચો મર્દ છે. અનિલ આખો દિવસ ઘરે ના હોય એ અમદાવાદમા જોબ કરવા જતો. એ બવ શાંત હતો.દુનિયાથી એને કોઇ મતલબ જ નહી. જાતે કમાતો અને હવેલી પાસે જ નાનકડુ બે માળનુ ઘર બાંધવી એની પત્ની સાથે એકલો રહેતો.પણ અમર અને મોહિતને એકબીજા સાથે ક્યારેય નોહ્તુ બનતુ.અમર ખરેખર સાચો મર્દ કહી શકાય તેવો હતો. ક્યારેય કોઇ સ્ત્રીને ખરાબ નજરે જોવે નહિ, ભણવામા રમતગમતમાઅવ્વલ,કુસંગથી દુર , જાણે પ્રત્યક્ષ રામ ભગવાન જ જોઇલો.... એ સ્ત્રી નુ સમ્માન કરતો જ્યારે મોહિત સ્ત્રીને પુરુષોના આનંદ માટે, ભોગ માટે બનેલું રમકડુ સમજતો , સ્ત્રી એના માટે પથારીમા સુઇ જનારી સિવાય કોઇ જ મહત્વ ધરાવતી જ નોહ્તી. અમર અને મોહિત નો ઝગડો હમેશાં ભયાનક રહેતો.

આ એક સનાતન સત્ય છે. બાળકના ગુણો અને સંસ્કારો એના ઉછેરની વિગત આપતો હોય છે. અમર અને મીરાને સવિતાબેનના મૃત્યુ પછી વિરિમાએ મોટા કર્યા અને સારા સંસ્કારોનુ સિંચન કર્યું. મોહિતને ભરતભાઈની બિજી પત્ની બૈશાખીએ મોટો કર્યો.એટલે બે સગા ભાઈ વચ્ચે સંસ્કારોની તોતિંગ દિવાલ ઉભી થઈ ગઈ. મૃગેશ અને મિશાલીની જોડિયા ભાઈ બહેન હતા પરંતુ મોહિતના સંગ મા મૃગેશને રંગાઈ જતા જરાય વાર ના લાગી.


મિહિર રક્ષક ( અમર )ને બોલાવીને આવ્યો. અમરને ખબર હતી કે મિશાલીની શા માટે દુખી હસે?!
મિશાલીનીને ભણવુ હતુ. અમર એની પાસે આવીને બેઠો.

તારા લગ્ન જેની સાથે થવાના છે એ ભણેલો છે. તારાથી પાંચ વર્ષ મોટો. એ 20 વર્ષ નો છે. એનુ નામ વિહાન છે. સાસરીમા તારે કંઈ કામ પણ નહિ કરવુ પડે વ્હાલી. બસ સારી સારી રસોઇ કરીને જમાડજે બધાને... હોકે...

મિશાલિનિથી ફિક્કું હસાઇ ગયુ. ત્યાં અમરની નજર દાદાજીની સિગારના ખોખા અને મોહિતની વિદેશી દારુ ની બોટલ પર પડી.

મિશુ, આ તારા રૂમ મા?! .....

હા ભાઈ. હુ જ લઇ આવીતી. ભાઈ સ્કૂલમા પ્રિયા છેને મારી ફ્રેન્ડ એણે કિધુતું કે ટેસ્ટ કરજે મઝા પડી જશે.

પ્રિયા ને કેમ ખબર આના વીસે?? પ્રિયા વકિલ અંકલ વાડી ને.?

અરે હા અમરભાઈ પ્રિયાના કાકા વિદેશ રહે છે. એટલે એન ઘરે આ બધી વિદેશી વસ્તુ હોય છે. અરે એના કપડાં તો એટલા સુંદર હોય છે ને. એક એનુ ઘર છે જ્યાં એને બધી છુટ છે. સ્ત્રી માટે કોઇ બંધન નહિ. સ્પોર્ટસમા હુ એનાથી સારી છુ તોય આ વર્ષે એ છેક દિલ્હી રમવા જશે. ભાઈ મારે જવુતુ. પણ કોઇ સાંભળે તો ને... અને હવે તો ક્લાસમા પણ એનો જ પહેલો આવશે.

અમર મિશાલીનીનો બળાપો સાંભળતો રહ્યો.

ભાઈ તમને ખબર છે પ્રિયા પાસે બવ બધા ફ્રોક છે જે હુ નાનપણમા પહેરતી હતી. અને એની પાસે તો પેન્ટ અને ટી શર્ટ પણ છે. કાશ હુ પણ પહેરી શકતી હોત. અહિયા તો આ ચણિયા ચોલીના ઘાઘરા સિવાય બીજુ પહેરવા જ ક્ય મળે છે???

અમર એને સમજતો પણ હવે શુ થઈ શકે એમ હતુ??

અને મિશાલીનીના લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ મિશાલીનીએ શરત મુકી કે મીરાદિદિ આવશે તો જ એ મંડપમા બેસસે...


શુ પુરી થસે મિશાલીની શરત??

મિશલિનીના આ સપનાઓ નો અંજામ શુ હસે??

જલદી મળીએ...

Instagram: the._mansi_.23