Re jindagi -8 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી !!!! - 8


મિશાલીનીની સ્કૂલની યાદો અને કાંડ અમર અને મિશા મીલી,નિશિત અને વિહાનને કહે છે. નિશિતને એવું જાણવા મળે છે કે મોહિત પહેલાં આવો નોહતો. આ વાતની સચ્ચાઈ જાણવા એ સામેથી જ અમરને પૂછવાનું નક્કી કરે છે. મૃગેશને એના પપ્પા વિરાજભાઈ બોલતા હોય છે કેમ કે એ ફરીથી 12thમાં ફેલ થયો હોય છે. અનિલ બધાંને ગામના તળાવે લઈ જાય છે હવે આગળ....

આનંદનગરમાં વચ્ચે આવેલું “ બ્રહ્મા ” તળાવ કોઈને પણ ગમી જાય એવું હતું. તળાવની ફરતે પાળી હતી જ્યાં બધાં બેસીને વાતો કરતાં, તો ભણતાં છોકરાઓ વાચવા બેસતાં. ભ્રહ્મા તળાવની મધ્યમાં 33 કરોડ દેવી-દેવતાનું મંદિર હતું. દરેક વ્યક્તિ આ મંદિરની મુલાકાત લેતી. બધાય ભગવાનનો સમાવેશ આહિયાં થતો હતો. એ મંદિર ફરતે ગાયમાતાની મૂર્તિઓ હતી જેમાથી તળાવના જ પાણીનો અભિષેક થતો હતો. સાંજના સમયે આખુય મંદિર લાઇટના ઝગમગાટથી ભરાઈ જતું. તળાવમાં સ્નાન કરવા માટેની વ્યવસ્થા અલગ હતી જેથી તળાવનું પાણી દૂષિત નોહતું થતું. તળાવની ફરતે આવેલી પાળીની પાછળ નાની પગદંડી જેવો ગોળ તળાવની ફરતે આવેલો રસ્તો હતો જેની પાછળ ક્રમબધ્ધ વૃક્ષો આવેલા હતા. સંપૂર્ણ નયનરમ્ય વાતાવરણ , કુદરતના ખોળામાં બેસીને જિંદગી ને યાદ કરવાની... પ્રશ્નોના જવાબ કુદરત પાસેથી જ મળી જાય.

“ ખૂબ સુંદર તળાવ છે. ખરેખર.. મને બહુ ગમી ગયું. એમ થાય કે રોજ અહિયાં આવીએ અને સાંજનો સમયગાળો આહિયાં જ પસાર કરીએ તો મન શાંત થઈ જાય.” ચારેતરફ જોતાં નિશિત બોલ્યો.

“ હાં, મિશા બધાં ભલે કહેતાં કે સાસરી એટલે નર્ક , પણ મારી સાસરી તો ભાઈ સ્વર્ગ નીકળી” મિશાલીની તરફ જોઈને હસીને કહ્યુ.

“ તો તમને તમારી સાસરી નર્ક લાગે છે એમ !!?” મિશાલીનીના ગોરાં ચહેરાં પર કાન પાસે અને નાક પાસે લાલ લાલ લોહીનો રંગ ઉપસી આવ્યો અને એ ગુસ્સે થઈ ગઈ.

"અરે ના .. ના.. દિકું આતો જસ્ટ મજાક કરું છું” વિહાને મિશાને બાથમાં ભરતાં કહ્યુ.

" તોય.. આવી મજાક કરવાની..." મિશા રિસાઈ ગઈ.

" બસ..બસ..રિસાઈ ના જઈશ.ચલ...."વિહાને મિશાના ગાલે હળવું ચુંબન કરતાં કહ્યું.

“ પણ એક વાત ના સમજાઈ અમર. અહિયાં 33 કરોડ દેવી-દેવતાનું મંદિર છે તો તળાવનું નામ ભ્રહ્મા કેમ રાખ્યું છે ?” નિશિતે પૂછ્યું.

“ દિયરજી તમને આ તળાવમાં સૌથી વધારે શું દેખાય છે ?”

“ કમળ જ કમળ બીજું કઈ જ નહીં!!”

“ હાં... એટલે..”

“ ઓહ. બરાબર સમજ્યો હવે.ભ્રહ્માજીનું આસન કમળ છે એટલે ને... વાહ”

અનિલ બધાં માટે શેરડીનો જ્યુસ લેતો આવ્યો. બધાંએ સાંજના સથવારે એનો લૂફ્ત ઉઠાવ્યો. મિલી, મિશાલીની અને રેવાએ દર્શન કર્યા અને પાળી પર આવીને બેસી ગયાં.

રેવા થોડી ઉદાસ દેખાતી હતી. “ રેવાભાભી, શું થયું છે ? તમે આમ ઉદાસ કેમ છો ?” મિશાથી પૂછાઇ ગયું.

“ શું કહું, મિશાબેન મીરાદી અને તમે બેવ સાસરે ગતા રહ્યાં એટલે હું..હું એકલી પડી હોય એવું લાગે છે. અને..” થોડું અટકીને બોલી, “ મારે તો જોકે સમય જતો રહે ઘરના કામમાં પણ વાતો કરનાર હવે કોઈ નહીં રહે ને” કઈક છુપાવતી હોય એમ બોલી.એનું એજ વાક્ય બદલીને.

“ જે વાત હોય એ ખૂલીને કહોને ભાભી. છુપાવાનો શો મતલબ..” મિશા ને ખબર પડી ગઈ કે કઈક તો છે જ જેનાથી મીરા દી ના મૌતને લગતી કડી મળશે.

મોહિત આસપાસ નથી એની ખાતરી કરીને કહ્યુ, “ કદાચ મોહિતભાઈ મીરાબેનના મૌતના વિશે કઈક તો જાણે જ છે. મે એમને ફોને પર દેવેશકુમાર જોડે વાત કરતાં સાંભળેલાં.. શું વાત હતી તીતો નથી ખબર પણ બહુ ખુશ થઈને વાતો કરતાં હતાં. મને લાગે છે કે મોહિતભાઈનો પણ મીરાબેનના મૃત્યુંમાં હાથ છે.” રેવાના હાવભાવ ઘણાં અંશે બદલાય ગયાં હતાં.

આ વાત સાંભળીને મિશા મૂંઝવણમાં મુકાઇ ગઈ. એને મોહિત પર શક તો જતો હતો પણ મોહિત ગમે એવો નાલાયક બની જાય પણ એની સગી બહેનની હત્યા નો ના તો ભાગ બને ના તો થવા દે. પણ એના આજકાલ વર્તનને લીધે એ થોડી મુશ્કેલીમાં મુકાઇ ગઈ. બીજી તરફ રેવાની વાત પર તો શક જાય એમ જ નોહતું. કેમ કે આજ સુધી એણે બધાંને ઘણી મદદ કરી છે. અને એ જૂઠું શું કામ બોલે? આ વાતમાં તો એનો કોઈ નિજી સ્વાર્થ જ નથી..!!

રેવાની આ એક વાતે મિશાલીનીના દિમાગને દોડતું કરી દીધું.મિશાને ખબર હતી કે અમર કોઈ કાળે એને મોહિત અને એની વચ્ચે શું થયું હતું એ નથી કેહવાનો. આજ સુધી એણે એ વાત ટાળી છે તો હવે પણ નહીં કહે પણ નિશિત જ એક વ્યક્તિ છે જે એની મદદ કરી શકે છે. અમરભાઈ તો એમના રૂમમાં જ જવા નથી દેતાં નહીં તો કઈક તો એવું મળી જાય જેનાથી ભૂતકાળના સાગરમાં સફર કરી શકાય.

ત્યાં અમરે ત્રણેયને બોલાવ્યાં. મિશા, મીલી અને રેવા એ લોકો સાથે પાળી પર બેસી ગયાં.

અનિલે બધાનું મૌન તોડતાં કહ્યુ,“અમારા બાળપણનો સૌથી વધારે સમય અમે ભાઈબહેનોએ અહિયાં જ પસાર કર્યો છે. રવિવાર તો આખો દિવસ આહિયાં હોઈએ અમે બધાં. આ વૃક્ષો પૂરાં થાય એટલે અમારી વાડી આવી જાય. અમે સવારે ત્યાં ખૂબ રમતાં પછી ત્યાં જ ચૂલો બનાવીને આ મારી પાગલ બહેનો ઘર-ઘર રમે અને પછી અખતરા કરીને બનાવેલું કાચું-પાકું ખાવાનું અમને ખવડાવતી. પણ એ સ્વાદ બહુ જ આનોખો હતો.એમાં બાળપણની માસુમીયત અને ભાઈ-બહેનનો પ્રેમ ઉભરતો હતો. દુનિયાના કોઈપણ ખૂણે આ સ્વાદ મળે એમ જ નથી.”

“એતો છે હો અનિલ. પાછું ઘણીવાર બેવ અમારી સાથે પણ બનાવડાવતી, સંતાકૂકડી રમવાની જે મજા આવતીને યાર..” અમર બોલ્યો.

“ મૃગેશ એકવખત ઝાડ પર ચડી ગયો હતો સંતાવા માટે.. મોહિતભાઈનો દાવ હતો. બધાં મળી ગયાં પણ એ જ નોહતો મળ્યો. જ્યારે જોયું ધ્યાનથી તો એ ઝાડ પર જ સૂઈ ગયો હતો. હા..હા..હા..બહુ મજા આવી હતી. પછી ઉતારવા ગયો તો મોઢું છોલાઈ ગયુંતું..હા..હા..હા..” મિશાએ વાત આગળ વધારતા કહ્યુ. બધાં હસી પડયાં.

વિહાનના ફોનની અચાનક રિંગ વાગી...વિહાનની ઓફિસમાંથી ફોને હતો..એને જવું પડે એમ હતું. મિશાને રહેવું હતું, એટલે એનું નિશિત જોડે આવવાનું નક્કી થયું. મિશાલીનીને થયું નિશિત સાથે ખુલ્લા મને અમર અને મોહિત વિશે વાત કરી શકાશે.

મિશાલીનીના લગ્ન દરમિયાન એના અને એની નંણદ મીલીના સંબંધો ઘણા ગાઢ થઈ ગયા હતાં. મિશાએ અમરની રૂમમાં જવા માટે મીલીની મદદ લેવાનું વિચાર્યું.

બધાં પાછા ઘરે આવી ગયાં હતાં. મિશાલીનીની મમ્મી અને એનાં વડસાસુએ ભેગાં થઈને જમવાનું બનાવ્યું હતું. શાકમાં ઠોઠા(તુવેરનું રસાવાળું શાક) , રોટલો , છાશ , પકવાનમાં મગસ , અને અથાણાં વગર તો ગુજરાતી થાળી અધૂરી જ સમજો. કેરીનું , લીંબુનું અને દ્રાક્ષનું અથાણું હતું , પાપડ અને સલાડ. આ બધું જ વાડીમાં ચૂલો બનાવી ત્યાં બનાવ્યું હતું. જે વાનગી ચૂલા પર બને એના જેવો સ્વાદ જગતમાં ક્યાક ના આવે. બધાં જ જમવા આવી ગયાં હતાં. ભારતીય પરંપરા પ્રમાણે જમવા માટે પાટલા પર થાળી મૂકવામાં આવી હતી. આસન પર બધાં બેસી ગયાં હતાં.

“ વિહાનકુમાર, ગમે છે ને અહિયાં ?? ” મિશાલીનીના દાદા હસમુખભાઈ મોં માં કોળિયો મૂકતાં પૂછ્યું.

“ જી , દાદાજી. ગમે છે ને.. તમારું ગામ જ એટલું સુંદર છે કે કોને ના ગમે..!!” વિહાન મિશા તરફ જોઈને કહ્યુ.

“ હા, એતો છે જ.. કુમાર.. તો ખુશ ખબરી ક્યારે આપવાના છો તમે... અમારે પણ અમારાં પૌત્રોને રમાડવા છે. હવે અમારી ઉંમરનો શો ભરોસો?! હે ! અમારાં દીકરાઓ તો એ સુખ આપવાથી રહ્યાં. તો દીકરીથી જ કઈક આશા રાખીએ ને..” અનિલને કરડાકીથી જોતાં બોલ્યાં. કેમ કે અનિલના લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં હતાં અને એને ત્યાં હજીય પારણું નોહતું બંધાયું.

મિશાલીની આ વાત સાંભળીને થોડી હચમચી ગઈ. હમણાં જ તો એને એ બધું મળવાની શરૂઆત થઈ હતી. વિહાનનો સાથ, પ્રેમ , એનો સમય , અને એની પત્ની તરીકેનું સાચું સ્થાન એને મળ્યું હતું. હજી તો લગ્નજીવન જીવવાની શરૂઆત જ થઈ હતી અને અચાનક બાળકને એનાં જીવનમાં સ્થાન આપવાનું. એમ નોહતું કે એ ચાહતી નોહતી , પણ એ પોતે એ ક્ષણ માટે હજી તૈયાર નોહતી.

વિહાને ખાલી નાનકડી સ્માઇલ આપીને એ વાતને વિરામ આપી દીધો. એટલે મિશાને હાશ થઈ..!! જમીને બધાં હવેલી તરફ જવા લાગ્યાં.વિહાન અને એની દાદી બંને પોતાનાં ઘરે જવા નીકળી ગયાં.

મિશાલીની અને મીલી મિશાના રૂમમાં આવ્યાં.મિશાને લાગ્યું કે આ સમય એકદમ બરાબર છે મીલી જોડે વાત કરવાનો એટલે એણે મીલીને બધી વાતથી વાકેફ કરી. ત્યાં જ મિહિર આવ્યો.

“ મીશું દીદી , ચાલોને આ ગેમ રમીએ?” મિહિર બોલ્યો.

“મિહુ, તું આ ચેસ ક્યાથી લાવ્યો? તને તો આ લાવી જ નથી આપી. અને આ ચેસ તો... આ તો અમરભાઈની છે...” મિશા થોડા આશ્ચર્ય સાથે બોલી ઉઠી.

“અ...આ..તો....”

“ આ શું? અ..આ કરે છે હે!!”

“ તમે કોઈને ના કહો તો એકવાત કહું” મિશાના કાનની નજીક આવીને એ ફૂસફૂસયો,” આપણાં ભોયરાંમાં એક ચોર દરવાજો છે, જે સીધો જ અમરભાઈના રૂમમાં ખૂલે છે. હું કબાટમાં જૂની વસ્તુઓ શોધતો હતો ત્યારે કબાટની બાજુમાં પીપ પર પડ્યો અને એ પીપની નીચે દરવાજો હતો. જે સીધો જ અમરભાઈના રૂમમાં ખુલે છે.." મિહિરે નાનકડી પણ શેતાની ભરેલી સ્માઈલ આપી...

" મીશુંભાભી સમય આવી ગયો છે ફરી એક કાંડ કરવાનો.." મિશાલીનીના ખભે હાથ મુકી કહ્યું..


શું હતું મોહિત અને અમર વચ્ચેનું રહસ્ય??
મોહિત કેમ બદલાય ગયો હતો??

શું મિશાલીની એ રહસ્ય શોધી શક્શે??

જલદીથીમળીએ એક નવાં વળાંક સાથે.....