Re jindagi - 7 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી... - 7


મીરાના સાસરિયાં મીરાનો સમાન અને એની દીકરીને આપવા આવે છે. મીરા પર એવાં દાવા થાય છે કે એની દીકરી કેયા કોઈ બીજાની દીકરી છે. મિશાલીની કેયાને પ્રેમથી રાખે છે. વિરીમાબેન કેયાને જોઈને અચરજમાં પડી જાય છે. કેમ કે કેયા નખશિખ મીરા જેવી જ દેખાય છે. મિશાને કેયાને જોઈને મીરા સાથે પસાર કરેલાં સ્મરણો યાદ આવે છે. મિશા વિહાનને એની કાંડ-કથાઓ કહેવાની જ હોય છે કે રૂમમાં અમર , મીલી , અને નિશિત આવે છે. હવે આગળ.......

" મારા કાંડ તો સ્કૂલ ગયાં પછી જ શરૂ થયેલાં. બાકી ઘરે તો દાદાજીની બીકથી કઈ કરી જ નોહતા શકતાં.તોય કર્યા છે ખરા ઘરે કાંડ.હા.હા.હા.. પ્રાથમિકશાળા અહિયાં જ હતી એટલે પાંચમાં ધોરણ સુધી તો હું અને મીરા દીદી ડાહ્યા ડમરા થઈને રહેલાં. પણ ખરી મજા તો અમદાવાદ ભણવા આવ્યાં ત્યારથી આવી. હેને અમરભાઈ ? " મિશાએ ઉત્સાહ સાથે કહ્યું.

બધાંના બાળપણની યાદો નો સૌથી મોટો ભંડાર, આઝાદીનો સ્વાદ, નવાં બનેલાં દોસ્તોને પોતાની સફરનાં હમસફર બનાવવાં , પોતાની અલગ પલટન બનાવી ભેગાં થઈને કાંડ કરવા, સ્કૂલમાં ભણવા જ નથી જોતાં હોતાં બધાં... ભણવા સિવાય ઘણું બધું શીખવા મળે છે. મારી જેમ...

અમર ઊભો થઈને પોતાનાં રૂમમાં જઈને જુનાં આલ્બમ લેતો આવ્યો. એ જોતાં જ મિશાલીની ખુશીથી ઊછળી પડી.

" આ જોવો વિહાનકુમાર મિશાલીની નાં બાળપણનાં ફોટોસ. " અમર બોલ્યો.

" લે કેમ અમર ભાભીજીનાં ફોટોસ છે એટલે ભાઈ એકલો જ જોઈ શકે એમ ? " નિશિત અમરને ચીડવતાં બોલ્યો.

" તમે લોકો આલ્બમ છોડો અને લાવો મને જોવાં દો " મીલી બે વ્યક્તિ વચ્ચે એક ફાવી જાય એ રીતે બોલી.

બધાં બેસીને મિશા, મીરા, અમર,અનિલ,મોહિત અને મૃગેશનાં જુનાં ફોટોસ જોવાં લાગ્યાં. મીરા અને મિશાનાં એકબીજાં સાથેના ફોટોસ ખુબ જ સુંદર હતાં. મિશા હાથ ફેરવી રહી હતી
એ તસવીરોને જે હવે ફક્ત યાદ બની ગઈ હતી. મિશાનું આંસુ પડ્યું એ ફોટા પર જેમાં મીરા મિશાલીનીની પાછળ બેસીને એનો ચોટલો વાળતી હતી. મિશા વધારે ઇમોશનલ થાય એ પહેલાં તો અમરે વાત બદલી નાખી.


અમરે મિશાને બાળપણમાં વીતી ગયેલી કેટલીક વાતો યાદ કરવાનું શરૂ કર્યું.

“મિશું, આ ફોટો જોતો, તું સ્કૂલ યુનિફોર્મમાં કેવી લાગતી હતી ?”અમરે કહ્યું.

“ હા, મિશું તું તો બહુ જ ક્યૂટ લાગે છે.” વિહાને ફોટાને નજીકથી જોતાં કહ્યું.

મીલીએ મિશાલીનીને કોણી મારી અને મિશા શરમાઇ ગઈ.

“ અમરભાઈ આ યાદ છે સ્કૂલનો ટુર. આપણે સાપુતારા ગયાં હતાં. અને હું બોટિંગ કરતાં કરતાં પડી ગઈ હતી. અને.. અને મોહિતે બચાવી લીધી હતી.” મિશાથી એક નિસાસો નંખાઈ ગયો. અમરે પણ એની હા માં હા મિલાવી.

“ કેમ મોહિત આટલો બદલાય ગયો એજ સમજાતું નથી !!”
“ અરે... આ ફોટો તો હું કેટલાય સમયથી શોધતી હતી. હું મૃગ્રેશને રાખડી બાંધું છું.”

“ તમને ખબર છે વિહાન, અમે સ્કૂલમાં બહુ જ મસ્તી કરતાં હતાં.આખીય સ્કૂલમાં આમતો તો હોશિયાર છું એવું જ બધા જાણતા હતાં. પણ મારી મસ્તી વિશે કોઈને ખબર નથી.હું અને મીરાં દી બહુ જ તોફાન કરતાં હતાં. પણ બને ત્યાં સુધી અમે કોઇની નજરમાં નોહતા આવતાં. દાદાની બીકને લીધે.”

“ હાં, તોય મસ્તીખોર તો હતાં અમે બેવ .નિશિત,એક છોકરીએ મિશા પર જાણી જોઈને ખાવાનો નાસ્તો ઢોળ્યો હતો અને મીરાંએ મિશાને એણે એની તરફ ખેંચી લીધી એટલે એનો આખો યુનિફોર્મ તો ના બગડ્યો પણ નીચેનાં ફ્રૉકની ધાર થોડી બગડી ગઈ હતી. મિશાએ તો પછી આખુય ડસ્ટ્બિન એ છોકરીના માથા પર ઠાલવી દીધું.” અમર હસી પડતાં બોલ્યો.
નિશિત આ વાત પર તો ક્યાંય સુધી હસ્યાં કર્યો.

“ અને ભાઈ પેલી વાત યાદ છે ?”

"મીલીબેન તમને ખબર છે સ્કૂલમાં નિલય નામના છોકરાએ મને છેડવાની કોશિશ કરી હતી. અને અધૂરાંમાં પૂરું અમે બધી છોકરીઓ એ વખતે સંતાકૂકડી રમતા હતાં. હું સ્કૂલની જૂની બિલ્ડિંગમાં છુપાઈ હતી. નિલય અચાનક મારી સામે આવ્યો, પહેલાં તો હું ઘભરાઈ ગઈ પણ પછી પરિસ્થિતીને પામી ગઈ.મને યાદ આવ્યું કે મીરા દીએ મને સેફ્ટીપિન રાખવાં આપી હતી એમ કહીને ને ક્યારેક કામ લાગશે મૂકી રાખ. અને મે સેફ્ટીપિન તરત જ એના હાથમાં વચ્ચે મારી. ધડાધડ લોહી નીકળવા લાગ્યું એના હાથ માથી એટલે હું તરત જ ત્યાથી ભાગી ગઈ. મિશા ખડખડાટ હસવા લાગી.

“પણ મીશુંભાભી એને ટીચરને તમારી ફરિયાદ કરી નઈ ?” મીલી બોલી.

“ અરે એ શું ફરિયાદ કરવાનો તો, એ ફરિયાદ કરે તો હું મીઠું મરચું ઉમેરીને એની છેડતી વિષે ના કહી દવ.!!” મીલી અને અમર સાથે હસી પડ્યાં.

“ પણ હા, નિલય પાછળથી મારો સારો એવો ફ્રેન્ડ બની ગયો હતો.”

“ હજી એક મસ્ત કાંડ છે આનો , મિશાલીની ને આમ તો બધુ ફાવે ભણવામાં પણ કમ્પ્યુટરમાં એને થોડી ગતાગમ નહોતી પડતી. એની બધી ફાઇલ હું એને બનાવી આપતો.” અમરે મિશાની સામે જોઈને કહ્યું.

“ એ કેવી રીતના બનાવી અપાય. એતો જાતે જ બનાવી ને બતાવવી પડે ને” નિશિતે પૂછ્યું.

“ કહું છું બધુ સાંભળ તો ખરો, અમારી સ્કૂલમાં એક જ કમ્પ્યુટર લેબ હતી. જેમાં વારાફરતી બધા ક્લાસના વારા પડ્યાં હતાં. જેમાં મારા ક્લાસનો ટાઇમ મિશાના કમ્પ્યુટરક્લાસ ના પહેલાં જ હતો. જ્યારે મારો ક્લાસ આવે એટલે હું મિશા ને જે ફાઇલ કરવાની હોય એ ટાઇમ ટેબલમાં લખેલાં બોર્ડ પ્રમાણે બનાવીને સેવ કરી દેતો. પછી મિશા આવે એટલે એ ફાઇલ ઓપન કરીને બતાવી દેતી. જોકે આ આઇડિયા પણ આ મિશાના તેજ દિમાગનો જ છે.”

“ પણ થયું એવું કે ખરા પરીક્ષાના ટાઇમ એજ એ સરને બધી ખબર પડી. પેલી ડસ્ટ્બિનવાડી છોકરીની ચાપલૂસીને લીધે. પણ મિશા તો એમ કઈ કોઈને છોડે એમ હતી. એજ દિવસે એ અને મોહિત સ્કૂલની બાયોલોજીની લેબમાં મીરાનો રહી ગયેલો સમાન લેવા ગયાં હતાં. ત્યાં એ બેવે કમ્પ્યુટરના સર અને બાયોલોજી ભણાવતી મેડમને જોડે જોઈ લીધાં. અને એની પાછળ ઉભેલા મોહિતે એના નવાં ફોનમાં ફોટો પાડી દીધો.”

“ સમજો ને કે નસીબ અમારી સાથે હતું. પછી તો મીરાને બાયોલોજીમાં ફુલ માર્ક મળ્યાં,અને અમને બધાંને કમ્પ્યુટર તો પૂરા માર્ક મળ્યાં.ભણ્યા ત્યાં સુધી અમને એ બેવ ટીચરઓ એ બહુ મદદ કરી હતી.’

“શરૂમાં તો કમ્પ્યુટરના સર ખડૂસ લાગતાં હતાં, પણ પછીથી તો બહુ સારાં દોસ્ત બની ગયાં હતાં.એમના મેરેજમાં પણ અમે ગયાં હતાં. હેને અમરભાઈ.”

" એ પણ છુપાઈને ગયાં હતાં. મને, મોહિતને અને મૃગેશને ઘરેથી હા પાડી હતી પણ મીરા અને મિશાને આવવાં નોહ દિધાં તોય અમે જુગાડ કરીને લઈ ગયાં હતાં. એ વખતે અમે મિશાની ફ્રેન્ડ પ્રિયા જે અમારાં ગામમાં જ રહેતી હતી તેણે મદદ કરી હતી."

"પ્રિયાની મોટી બહેનને અમદાવાદમાં કોઇ છોકરો જોવા આવવાનો હતો એ વાતનો ફાયદો અમે ઉઠાવ્યો અને એ બહાનાં ને હથિયાર બનાવી અમે લોકો એમનાં લગ્નમાં ગયાં હતાં...રાતે મોડું થવાનું હોવાથી પ્રિયાના ઘરે રોકાઈશું એવું કહી દીધું હતું.."

" અવે હું કહું ભાઈ... એ રાત મારી લાઈફની સૌથી યાદગાર રાત હતી. અમે રાતનું અમદાવાદ પહેલીવાર જોયું હતુ. રિવરફ્રન્ટની એ ખુલ્લી હવામાં ઉડતી મારી લટોને હું આજેય અનુભવી શકું છું. રાતે ખાધેલી એ પાણીપુરીનો સ્વાદ આજેય ફરી ચાખી શકું છું. આહ.. શું દિવસ હતો એ..."

" પાણીપુરી તો તું યાદ જ ના કરીશ. મારી લાડલીબેન...આણે અને મીરાએ તો સ્કૂલ બન્ક કરી હતી, પાણીપુરી ખાવાં માટે.એ જ વખતે મોહિત પણ અચાનક બહું બદલાય ગયો હતો. અને એણે દાદાજીને આ વાત કહી દીધી હતી. દાદાએ અને ભરતકાકા તો બરાબરનાં ગુસ્સામાં હતાં, પણ મને અનિલે ફોન કરીને કહી દીધું હતું એટલે મે પ્લાન બનાવી દીધો હતો. પણ એ માટે કોઇ સચોટ કારણ નોહ્તું મારી પાસે...ત્યાં તો મિશાલીનીએ એના પાઉચમાંથી કટર કાઢીને હાથ પર મારી દિધું..આ બેને પોતાને વાગ્યું હતું અને મીરા દી અને અમરભાઈ મને હોસ્પીટલ લઈ ગયા હતા એમ કીધું.હા.હા હા....અને પાછા આવતા રસ્તામાં પાણીપુરી ખાધી એવું કહ્યું. પાછું આ કાંડમાં બાયોલોજીની મેડમની હેલ્પ લિધી કે વાગ્યું હતું મિશાને..."

" તું તો 2000ની નોટ છે યાર. મિશા..." નિશિત બોલ્યો.

ત્યાં જ મિશાને મીરાનો એક ફોટો મળ્યો જેમાં એ એની ખાસ બહેનપણી પ્રિયંકા સાથે હતી.

મિશાલીનીને લાગ્યું કે હવે એને મીરા વિશે જાણવું હશે એટલું જાણી શકાશે. મિશાલીની આમ તો મીરા વિશે બધુ જ જાણતી હતી પરંતુ મીરાના લગ્ન પછી બેવ વચ્ચે વાતો ઓછી થતી હતી. એ સમયે મીરાને કઈક મદદ જોઈએ તો એ પ્રિયંકાને કોલ કરતી હતીપ્રિયંકા અત્યારે શું કરતી હતી ? ક્યાં હતી એતો નોહતી ખબર પણ મિશાલીની એને શોધવાની તો હતી એ નક્કી.
એને હમણાં કોઈને કહ્યું નહીં પણ નક્કી કરી લીધું કે મીરાના મૃત્યું પાછળ શું રહસ્ય છે? કોનો હાથ છે એ સત્યને બહાર કાઢીને જ જંપશે.

વાતો કરવામાં સાંજ થઈ ગઈ . અનિલ બધાને મળવાં આવ્યો. બધાએ ગામનાં તળાવે જવાનું નક્કી કર્યુ.
નિશિતને બહું આશ્ચર્ય થયું હતું કે મોહિત પહેલાં આવો નોહ્તો. જેને એણે પહેલેથી જ નાલાયક સમજી લીધો હતો. એણે મિશાલીનીને પુછ્યું તો એણે કહ્યું કે અમરભાઈ અને મોહિતભાઈ વચ્ચે કંઈક થયું હતું પણ એનું કારણ મને આજ સુધી કોઇએ કહ્યું નથી...એટલે નિશિતે જાતે જ અમરને પૂછશે એવું વિચાર્યુ.

બધાં નીચે ઉતારતાં હતાં ત્યાં જ વિરાજભાઈ મૃગેશને 12 ધોરણમાં ત્રીજીવાર ફેલ થવાને કારણે બોલતાં હતાં. મિશાલીની અને મૃગેશ જોડિયાં ભાઈ-બહેન હતાં છતા બેવમાં ઘણું અંતર હતું. મિશાલીનીએ તો કોલેજ પણ પુરી કરી દિધી હતી. એણે વિહાનને પણ કહી દીધું હતું કે એણે ભણવુતું અને એ કામમાં નિશિતે એને હેલ્પ જેને લીધે એ ભણી શકી..

નિશિત જાણી શકશે મોહિતનો ભુતકાળ???
શું થયું હતું અમર અને મોહિત વચ્ચે???
શું મિશાલીનીને મીરાનાં મૃત્યુંનું રહસ્ય પ્રિયંકા જાણવાં મળશે???
કેમ કેયા મીરા જ દેખાતી હતી???

વિચારતાં રહો નવા ભાગ સુધી... જેમાં બધાં જ રહસ્ય ખુલશે......