Ek atrupt aatma books and stories free download online pdf in Gujarati

એક અતૃપ્ત આત્મા

મિત્રો આજે હું જે કિસ્સો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એ ઘટના ઘણી જૂની છે ને આશરે 42-43 વર્ષ જૂની વાત છે. આ ઘટના મારા સ્વર્ગીય બા (દાદીમાં) જોડે બની હતી ને એમને મને જણાવેલી.

આ એ સમય ની વાત છે જયારે મારા પરિવાર માં દાદા, દાદી, કાકા અને મારા પિતાજી હતા. કાકા ને સવારે વેહલા નોકરી હોવાથી મારા દાદી સવાર માં 5-5:30 વાગતા દૂધ લેવા જતા રોજ.
એક દિવસ એવું બન્યું કે મારા બા રાતે વેહલા સુઈ ગયા થાકી ને ને જયારે આંખ ખુલી તો લાગ્યુ આજ તો બઉ મોડું થઈ ગયું છે મન માં કીધું “રાજેશ ને નોકરી જવા માં મોડું થઈ જશે ફટાફટ દૂધ લઇ આવું.” શિયાળા નો સમય હતો એટલે અંધારું 6:6:30 સુધી રહેજ એ સામાન્ય વાત છે.

દૂધ લેવા થોડા દૂર આવેલી એક કેબિન પર જવું પડતું હતુ. મારા બા ફટાફટ ચિંતા માં પોતાને વાંક દેતા દેતા કે આજે મેજ ઉઠવામાં મોડું કર્યું કેહતા ત્યાં પહોંચ્યા. ત્યાં જોયું તો જે કેબિન પર દૂધ આવતું એ બંધ હતી. એ જોઈ બા ને હાશકારો મળ્યો કે ચાલો હજી કેબિન નથી ખુલી મોડું નથી થયું મતલબ.

બા પેહલા એક બેન પેહલા થી કેબિન ની સીડી પર નીચે પલોંઠી મારી ને બેઠા હતા. બા એ મન માં કીધું આ બાઈ પણ બિચારી એના છોકરાઓ માટે વહેલી દોડી આવી લાગે છે. એ બેન અજાણ્યા હતા એટલે પેહલા તો બા એ વાત ના કરી એમની જોડે, પણ સ્ત્રી કેટલી વાર ચૂપ રહી શકે! , બા એ પૂછ્યું કે ક્યાં રહો છો બેન તમે? પણ એ બેન એ જવાબ ના આપ્યો. બા ને અજુગતું લાગ્યુ, પણ 5-7 મિનિટ પછી બા ફરી થી બોલ્યા કે આજ તો દૂધ આવામાં બઉ મોડું થયું હેને ? પણ એમાં પણ એ બેન એ કોઈ પ્રતિસાદ ના આપ્યો, હવે મારા બા ને ગુસ્સો આયો કે એવી કેવી ઘમંડી છે કે કોઈ માણસ 2 વાર બોલાવે તો પણ જવાબ ના આપે.

એ બેન એક જ સ્થિતિ માં બેસેલા હતા. અને મોઢા પર ઘુંઘટો નાખેલો હતો એટલે ચહેરો જોવો શક્ય નહતું. અને એ કોઈ પ્રતિભાવ આપ્યા વગર કે હલચલ કર્યા વગર સ્થિર બેઠા હતા
બા હવે રાહ જોઈ ને કંટાળ્યા હતા અને આ બેન પર પણ એમને ગુસ્સો આયો હતો. છેવટે 20-25 મિનિટ રાહ જોઈ ને બા ત્યાંથી ઘરે આવા નીકળી ગયા. ઘરે મારા બાપુજી ને ઘરે ના બધા લોકો સુઈ રહ્યા હતા. બા એ બાપુજી ને ઉઠાડી ને કીધું આજે દૂધ તમારે લાવું પડશે બજાર થી કેમ કે કેબિન નથી ખુલી આજે.

મારા બાપુજી વગર ઈચ્છા એ ઉઠ્યા ને બોલ્યા “ઠીક છે હું લઇ આવું છું “. એ વખતે ઘડિયાળ લોકો ના ઘરે સામાન્ય રીતે નતી હોતી એટલે સમય જોવા તારાઓ ને સૂર્ય-ચંદ્ર થી ઉપયોગ થતો. બાપુજી સાયકલ કાઢી ને બહાર નીકળ્યા તો એક દમ ચોંકી ગયા અને દોડતા અંદર આવ્યા .

અંદર આવી ને બા ને પૂછ્યું રાત ના 3 વાગે તું મને દૂધ લેવા મોકલે છે? . આ સાંભળી બા પણ ચોંકી ગયા અને બોલ્યા અરે હું તો દૂધ માટે કેબિન પણ જઈ આવી. પછી બા એ કીધું પણ એક બેન પણ ત્યાં બેઠી હતી ઓટલા પર, તો એ કેમ આવી હશે?

આ સાંભળતાજ મારા બાપુજી ને અણસાર આવી ગયો, બાપુજી એ બા ને અટકતા સ્વરે પૂછ્યું “ત્યાં બીજું કોઈ હતુ? “ બા બોલ્યા ના તો પણ મેં એ બેન ને પેહલી વાર જોઈ મેં પૂછ્યું પણ કઈ જવાબ ના આપ્યો.

બાપુજી ની આંખો બીક ના લીધે મોટી થઈ ગયી અને ગુસ્સા માં બોલ્યા અરે મૂર્ખ તું રાત ના 3 વાગે જે બેન જોડે વાતો કરી ને આવી એ બેન નથી એ એક ભટકતી આત્મા છે. આ સંભાળી બા ના તો જાણે પ્રાણ જ સુકાય ગયા અને ભગવાન નું નામ રટવા લાગી.

આ ઘટના પછી બા 2-4 દિવસ અસ્વસ્થ રહી. અને પછી ત્યાં થી દૂધ લાવાનું હંમેશા માટે બંધ કરી દીધું. એ વાત વિચારી ને બા ખુબ ડરી જતી કે એમને એ ભૂત, પ્રેત કે આત્મા સાથે 20-25 મિનિટ કાઢ્યા અને જો પેલી બેન (ભટકતી આત્મા ) એ બા ના સવાલો નો જવાબ આપી દીધો હોત તો શુ થતું?
ખરેખર માં એ કેબિન છે ત્યાં 50-60 વરસો થી લોકો કહે છે કે એક ભટકતી આત્મા જોવા મળે છે .હવે ત્યાં કોઈ નથી રહેતું. બધા મકાનો તોડી પાડ્યા છે. પરંતુ જર્જરિત અવસ્થા માં એ કેબિન આજ પણ ત્યાં છે.આ કેબિન એક મોટા વૃક્ષ ની બાજુ માં છે એટલે હવે તો એ વધારે ડરામણી લાગે છે.

મિત્રો જેમ ને મારી “એ શુ હતુ? “ રચના વાંચી છે એમને ખ્યાલ હશે કે એમાં મેં જે પોલીસ વસાહત ની વાત કરી હતી આ એજ જગ્યા છે. ત્યાં મારા દાદી દાદા ના સમય થી અમે રહેતા હતા અને આ બને અનુભવો એક જ જગ્યા ના છે.

આપનો પ્રતિભાવ કોમેન્ટ કરી ને જરૂર જણાવજો .

આભાર