Avvu chhe tara sudhi books and stories free download online pdf in Gujarati

આવવું છે તારા સુધી


બસ મારે આવવું છે તારા સુધી .....
હા બસ હવે ફક્ત આ કોરાના જાય ત્યાં સુધી... એ પછી તરત જ બસ મારે આવવું છે તારા સુધી ... પહેલાં તો મને માફ કરી દેજે, કારણ કે હું તને ક્યારેય તું, તને કહીને નથી બોલાવતો જે તું ખુબ જ સારી રીતે જાણે છે. પણ આજે મને બોલવા જ દે, અત્યાર સુધી મેં તને ફક્ત તમે, તમને કહીને જ બોલાવી છે. પરંતુ હવે એવું નહિ થાય. બસ આ કોરાના છે ત્યાં સુધી .....
ખબર છે મને કે તું આ વાંચીને જરૂરથી ચહેરા પર મીઠી સ્માઈલ કરીશ.. જે અત્યારે હું ખુબ જ સારી રીતે મારી આંખો બંધ કરીને જોઈ રહયો છું. કારણ કે તને ગમે છે હું તને તું કહીને સંબોધું – બોલવું એ બધું, પણ સાંભળ .. ખરેખર તારી બહું જ યાદ આવ્યાં કરે છે યાર .. અને એથી પણ વધારે તારા ઉપર ગુસ્સો આવે છે. બસ એટલે જ ગુસ્સામાં મારે તમને ની જગ્યાએ તને કે તું કહેવી છે. બસ આ કોરાના છે ત્યાં સુધી ....
આપણે મળ્યાં તેને હવે થોડાં જ સમયમાં ત્રણ વર્ષ પૂર્ણ થશે. તું જયારે આવી ત્યારે મને થોડું પણ એવું નહોતું લાગતું કે તું મને આટલો વહેલો બદલી કાઢીશ. અને મને બદલવામાં આજે તું પણ ખુબ જ બદલાય ગઈ છે. સમય ધીમે ધીમે આપણા બંને વચ્ચે કેમ વીતતો ગયો, તેની કઈ ખબર જ ન રહી. તારું હસવું, રડવું, ચિડાવું આ બધું મેં આટલા વર્ષ જોયું છે. અને ક્યારેક તો ખરેખર એવું થાય કે તું મને જે પહેલાં મળી હતી એ જ તું ખરેખર આજે છો ? પણ નાં તું ઘણીબધી બદલાય ગઈ છો. જે વાત કે બદલાવ મને ખુબ જ ગમે છે. કારણ કે તું હવે પહેલાં કરતાં ખુબ જ ખુશ છે. તું મારી કે પછી બધાની જ દરેક વાતને સમજી શકે છે. ભલે હજી પણ અમુક આદતો તારી નથી બદલાય, પરંતુ એ બધી હવે ધીમે ધીમે બદલાય જશે. પણ સાંભળ હું તને આ બધું નથી કહેવા માંગતો કે જે હું અત્યારે કહી રહયો છું. પણ તેમ છતાં સાંભળી લે, બસ આ કોરાના છે ત્યાં સુધી ...
હું તને જે કહેવા માંગતો હતો એ વાતની શરૂઆત તો હવે થાય છે. પણ ક્યાંથી કહું એજ કઈ ખબર નથી પડતી. પરંતુ તું થોડું ધ્યાનથી, કારણ કે તને ગુજરાતી ઓછું વાંચતા આવડે છે. પરંતુ મને એ પણ ખબર છે કે તું હવે ગુજરાતી સારું વાંચતા, લખતા ખુબ જ સારું શીખી પણ ગઈ છો. અને આ બધું કદાચ મારી કવિતાઓ વાંચીને થયું છે. બસ આજ આપણી પ્રેમની શરૂઆત હતી. તારી એક જ ફરમાઇશથી હું ફરીથી કવિતા લખવા લાગ્યો. જે આજે પણ શરૂ જ છે. અને એકવાત તું ખુબ જ સારી રીતે જાણે છે કે જયારે તારા માટે કવિતા ન લખી હોય ત્યારે તારું મને એકદમ ધારદાર ટોન્ટ સાથે શું સંભળાવવાનું હોય. બસ એટલે જ મેં હજી પણ લખવાનું બંધ નથી કર્યું. અત્યારે પણ તારા માટે કેટલીય કવિતાઓ લખીને તૈયાર રાખી છે. પણ કેવી રીતે તને મોકલું ? આ સમયે તે એકવાર મારા મોઢેથી કવિતા સાંભળવાનું પણ કહેલું અને ત્યારે હું બીજી જ લીટીએ ધ્રુજ્કે ધ્રુજ્કે રડવા લાગ્યો હતો. જે તું પણ જાણે છે. એ દિવસે આટલા સમયનો જેટલો પણ ભાર મનમાં હતો એ બધો જ આંસુઓમાં ઓછો થઈ ગયો. પણ શું કરું ? આટલા બધા દિવસો તારાથી વાત કર્યા વિના ક્યારેય રહયો નથી. એટલે આ બધું તો થવાનું જ હતું. પણ ખુબ જ વહેલી તકે તને ફરીથી બધી કવિતાઓ મળતી થઈ જશે. જેની તું રાહ જો જે બસ આ કોરાના જાય ત્યાં સુધી ...
આમ તો મારે તારી વાત માનીને તને મળવા આવવું જોઈતું હતું. પણ શું કરું ? આ વખતે પરિસ્થિતિ જ કઈંક એવી થઈ ગઈ હતી કે તારી પાસે અવાયું જ નહિ, પણ આજે સમજાય છે કે મળ્યાં હોત તો ઘણું સારું હોત, પરંતુ આપણે ક્યાં જાણતા હતાં કે આવી અચાનક જ લોક ડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થવાની હશે. શરૂઆતનાં અમુક દિવસ તો એવું લાગ્યું કે આ બધું તો થોડાં દિવસ સુધી ચાલશે એટલે એ પછી આપણે તરત જ મળીશું. પણ હાલ તો સમય એવો આવી ગયો છે કે કહેવું મુશ્કેલ થઈ ગયું છે કે હવે ફરી આપણી મુલાકાત ક્યારે થશે. પણ સવારે જયારે ઉઠું એટલે તારી યાદ સાથે જ મારા દિવસની શરૂઆત થાય છે. અત્યાર સુધી તો મેં જ તને મોટા ભાગે વહેલી સવારે ઉઠાવીને તારી નીંદર ખરાબ કરી હતી. અને કદાચ એટલે જ અત્યારે તારા વિના મારી નીંદર ખરાબ થઈ રહી છે. તને હેરાન કરવાનું પરિણામ આખરે હું રોજ ભોગવી રહયો છું. હવે નથી દેખાતી મને એ સવાર કે જે હું પહેલાં જોતો હતો. મને ખબર છે કે જયારે તું પોતાના ઘરે ગઈ હોય ત્યારે વાત ઓછી કે નહિ થવાનું થતું હોય છે. પણ આ વખતે તો થોડું વધારે પડતું જ થઈ ગયું. એટલું બધું વધારે કે મારી સવાર હવે નવ વાગ્યે થાય છે. બસ આમ જ તારી યાદમાં આખી રાત ઉજાગરા કરીને.. તારા રોજના ટોણા, દલીલો વિના ખરેખર અત્યારે હું અસ્ત્યવ્ય્સ્ત થઈ ગયો છું. કારણ કે જયારે તું હોય ત્યારે કેટલો બધો હું વ્યવસ્થિત રહેતો હતો. જે આજે ભૂતકાળ થઈ ગયો છે. આમ જ મન ભરી ખુલીને હસવાનું કોને ખબર અત્યારે હું એકદમથી ભૂલી જ ગયો છું. ખબર છે મારે આવું ન કરવું જોઈએ તેમ છતાં પણ હું મારી સમજણ શક્તિ જ ગુમાવી બેઠો છું. મારી વાત સાંભળીને તું મને ખુશ રાખવાની હજી પણ વધારે કોશિશ કરીશ એ વાત હું ખુબ જ બરાબર રીતે જાણું છું. પણ અત્યારે તું આવું કઈ જ ન કરતી, બસ આ કોરાના દુર ન થાય ત્યાં સુધી ...
કારણ કે ઘણીવાર પ્રેમમાં આવા આંચકા પણ ખુબ જ જરૂરી હોય છે. અને એટલે જ કદાચ આજે મારી તારા વિના આવી હાલત થઈ રહી છે. પણ સાચું યાર.. તારી ખુબ જ કમી વર્તાય છે. આજે પણ જયારે લેપટોપ લઈને લખવા બેસું છું તો સામે તારો હસતો ચહેરો દેખાયા કરે છે. બસ એજ ક્ષણે તારો અવાજ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ ઉઠે છે. એટલે તરત ફોન પણ હાથમાં લઈ લઉં છું. પણ પછી શું ?? બસ આમ જ એકલો એકલો થોડીવાર રડી લઉં છું. જો કે આવી હાલતમાં પણ તું મને રોજ ફોન કરતી હોય છે એટલે હું તને આ બધું નથી કહેતો, પણ તને ખબર,,, ? તારો ફોન બે મિનીટમાં અચાનક એન્ડ થયા પછી મારા હદયમાં કેટલો મોટો ધ્રાજ્કો લાગે છે. અને એ પછી છલકાયેલી બંને આંખો બે પળ માટે બંધ થઈ જાય છે. જ્યાં તું મારી સામે ખુબ જ સુંદર તૈયાર થઈને ઉભેલી દેખાય છે. એક જંગલી આંખો વાળી છોકરી કે જેને હું ખુબ જ પ્રેમ કરું છું. આમ તો મેં તને ક્યારેય ક્યાંય શોધી નથી. બસ જોઈ અને મારી અંદર જીવી રહી છે. કારણ કે તું બસ મારી છે. ખબર છે જયારે તારો ફોન બે પાંચ મિનીટ પણ મોડો આવતો તો ત્યારે હું કેટલો બધો ખરાબ રીતે તારા ઉપર ગુસ્સે થઈને અકળાય જતો હતો. પણ આજે . ? આખા દિવસમાં ફક્ત એકવાર તારો અવાજ સાંભળવા માટે ચુપચાપ બેસી રહું છું. બસ આવું ઘણું બધું મનની અંદર ભરાઈ ગયું છે. અને એ બધું જ તને એક શ્વાસે કહેવું છે. કદાચ હું લેખક ન હોત તો હું આ બધું લખતો ન હોત અને તું અત્યારે આ બધું વાંચી ને રડતી ન હોત, પણ બસ અફસોસ હવે એ વાતનો રહી ગયો કે આ બધું તને કલાકો ફોન સુધી કહેવા વાળો અત્યારે તારી સાથે બે મિનીટ પણ સરખી વાત નથી કરી શકતો. ........................ ઓય સંભાળ ને ... તારા ગયા પછી મને કોઈ કલાકો સાંભળવા વાળું જ નથી, કે જેને હું દિલ ખોલીને જે થતું હોય એ કહી શકું. બસ એક તું જ છે. જે બધું જ મારું સાંભળે છે. અને તારું બધું સંભળાવે છે. અને ત્યારે એવું થાય છે કે તારી અંદર કેટલા બધા રંગો ભરેલાં છે. એટલે એકદમ મસ્તીખોર કલર ફૂલ છોકરી, તું વાત માને છે મનાવે છે. જાણે છે જણાવે છે. બોલે છે બોલાવડાવે છે. સાંભળે છે સંભળાવે છે. પણ ખરેખર યાર ... તું બહાર થી અલગ અને અંદરથી કઈંક અલગ રહેલી છો. એટલે ઘણીવાર એવું પણ થયા કરે કે તું મારા માટે સફેદ રંગ જેવી છે. તું જેવી છો એવી જ દેખાય આવે છે. એકદમ પવિત્ર, બેદાગ, શુદ્ધ અને એકદમ સરળતાથી મારામાં ભળી જનાર.. ક્યારેક એવું થાય છે કે અચાનક શરૂ થયેલો આ સંબંધ અત્યારે ક્યાં પહોચી ગયો. જાણે તું મારા જીવનમાં આવેલી એક સુખદ ઘટના છે. પણ બસ યાર ... તારી સાથે જીવન જીવવાની ખરેખર ખુબ જ મજા આવે છે. પછી ભલે દુઃખ હોય કે સુખ પણ તું સાથે હોય એટલે બધે પહોચી વળવાની મારામાં હિંમત આવી જાય છે. પણ અત્યારે છેલ્લાં ઘણા સમયથી મારા હાથ માંથી તારો હાથ સરકી રહયો હોય તેવું મને લાગી રહયું છે. તેમ છતાં દિલ પહેલાં જેવા દિવસોની રાહ જોઈ રહયું છે. બસ આ કોરાના જાય ત્યાં સુધી .....
લખવા માટે તો હું ઘણુબધું લખી શકું છું પણ હું જે અત્યારે તારા વિના એકલાપણું મહેસુસ કરી રહ્યો છું. તેને શબ્દોમાં કેવી રીતે લખીને તને વ્યક્ત કરાવું ? ખબર નહિ યાર હું તને જે કહેવા માંગતો હતો એ બરાબર રીતે કહી શક્યો કે નહિ, પણ બસ તારા વિના આ દિવસો, કલાકો, મીનીટો અને સેકેન્ડો પસાર નથી થતી હવે. હું કદાચ અત્યાર ની પરિસ્થિતિ ને ખુબ જ સારી રીતે સમજુ છું તેમ છતાં પણ હું તને આ બધું ગાંડા ની જેમ કહી રહયો છું. પણ શું કરું યાર..? થોડું પણ નથી ફાવતું મને તારા વિના.. અને આજે અચાનક એવું થયું કે બસ તારી પાસે આવી જાઉં. કા પછી જેની તું હંમેશા મને નાં કહે છે પગલું ભરી લઉં, પણ એ પછી તારું શું થશે ? બસ આજ વિચાર તારી રાહ જોવડાવ્યા કરે છે. અને હું જોયા કરું છું. આખરે બીજું કરું પણ શું ? કે તું આવશે. અને ફરીથી હું જીવતો થઈશ. ખુલીને હસીસ, તારી સાથે મનભરીને કલાકો વાતો કરીશ. તને ચીડવવા માટે ગુસ્સો કરીશ. પણ તારી સાથે જીવીશ. એટલે હવે તો ફક્ત તારી જ રાહ રહેશે મને બસ આ કોરાના પૂર્ણ થાય ત્યાં સુધી ......
અંતે મારા ઓટોગ્રાફ નથી આપતો બસ મારા શબ્દો ઉપર હાથ ફેરવી લે તને મારો સ્પર્શ મળી જશે.. બાકી બધું તો તું જાણે જ છે. પણ ખરેખર અત્યારે હું તને ખુબ જ નફરત કરું છું ... તું જા ... બસ.... વાયડી,,,,, હોશિયારી ,,,,,, વેવલી ..... ગાંડીગબલી .....