premjal - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 3


***

સુરજ કયાં સુધી આપણે આમ જ વાતો કરતા રહીશુ યાર, મારે તને મળવુ છે

અરે, પરંતુ મે તને કયારેય જોઇ પણ નહીં તો હુ તમને કઇ રીતે ઓળખુ યાર (સુરજ)

હા એ વાત બરાબર છે, મેં પણ તને કયારેય નહી જોયો. હું પણ તને નહી ઓળખી શકુ. (સંધ્યા)

મળવાનુ કોઇ ખાસ કારણ છે કે પછી મારા તરફનુ આકર્ષણ મને મળવાનુ કહી રહ્યુ છે ? (સુરજે મજાકને મજાકમા મા મનમા છુપાયેલી પોતાની લાગણીઓ કહી દીધી)

હમમ....કેટલાય દિવસ પછી સાહેબ ને કાઇક સમજાયુ હોય એવુ લાગી રહ્યુ છે. (સંધ્યા)

આ તો મારા પ્રશ્નનો કાંઇ જવાબ ના થયો યાર.... (સુરજ)

સમજી જવાનુ હોય યાર... બધુ કહેવુ જરુરી નથી પાગલ. (સંધ્યા)

તારુ દિમાગ ખરાબ થઇ ગયુ છે સંધ્યા. તારે અત્યારે પરીક્ષાની તૈયારી પર ધ્યાન જોઇએ આ બધી બાબતો માટે આખી જિંદગી પડી છે. (સુરજ)

પ્રશ્ન પુછવાની શરુઆત તમે કરી હતી હો મિસ્ટર રાઇટર. મે તો તમને ફકત મારો જવાબ આપ્યો. (સંધ્યા)

મે તો જસ્ટ મજાક કરી'તી તારી જોડે પાગલ (સુરજ)


હા તુ મજાક મા લઇ શકે છે પણ હુ તારી જેમ લાગણી છુપાવીને નથી રાખી શકતી અન્ડરસ્ટેન્ડ મિસ્ટર સુરજ (સંધ્યા)

હમમ... એનો મતલબ એવો થાય કે હુ તને ગમવા લાગ્યો છુ એન થયુ ને ? (ફરી મજાક કરતા સુરજે કહ્યુ)

હા. (સંધ્યા)

વાંચવાનુ શરુ કર. હજુ એકેય પોલિસ ની કલમો નથી આવડતી ને પાછી કહેતી ફરે છે આઇ લાઇક યુ સુરજ...
પેલા કરવાનુ હોય એ કર ને... (સુરજ)

હુ મારુ કામ કરુ જ છુ ઓકે. તારે મને કહેવાની જરુર નથી. (સંધ્યા)

સિરિયસલી ના લેતી હો મજાક કરતો'તો

આઇ લાઇક યુ ટુ માય બેસ્ટી સંધ્યા😘😘😘 (સુરજ)

એ તો ખબર જ છે મને તને બીજી કોઇ મળતી નથી એટલે મારા પર લાઇનો માર્યા કરે છે 😂😂😂(સંધ્યા)

જા ને હવે નવરી.....વ‍ાંચવા માંડ હુ કોલેજે જ‍‍ાવ છુ
બાય પાગલ
ટાટ‍ા બાય બાય સી યુ...😘😘😘

બાય મિસ યુ સુરજ.....લવ યુ😜😜😜 (સંધ્યા)

હુયડડ લવ યુ વાળી😂😂😂 (સુરજ)


***

સુરજ અને સંધ્યા વચ્ચે એક સંબંધ બંધાઇ ચુક્યો હતો, એ પછી દોસ્તી હોય કે રિલેશનશીપ એ કહેવુ મુશ્કેલ હતુ. બંને દરરોજ કયારેક મીઠી મીઠી વાતો કરતા તો કયારેક બંને વચ્ચે નાની એવી બાબતોને લઇને ખાટામીઠા ઝઘડા થયા કરતા. કયારેક આખો દિવસ એકેય વાત નહોતા કરતા તો કયારેક વાતો કરવા માટે આખી રાતો ટુંકી પડી જતી. એકબીજાનુ રિસાવવુ, કેવી રીતે મનાવવુ હવે એ બંને જાણી ચુક્યા હતા. બીજી એકવાત પણ ધ્યાનમા લેવા જેવી હતી કે સુરજે અને સંધ્યાએ હજુ સુધી એકબીજાને ન તો જોયા હતા કે ન તો મોબાઇલ નંબર એક્સ્ચેન્જ થયેલા. હાલની યુવાપેઢી ચહેરો કે જિસ્મ જોઇને પ્રેમમા પડે છે અને પ્રેમની શુરઆત વ્હોટસએપ પર થી શરુ થાય છે. જયારે સુરજ અને સંધ્યા વચ્ચે ઘડાયેલ સંબંધમા ફ્કત નિસ્વાર્થ પ્રેમ જ જોવા મળતો અને કદાચ એટલા માટે જ આ સંબંધ મા મિઠાસ હતી. આ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપની શરુઆત પણ સોશિયલ મિડીયા ના માધ્યમ ફેસબુક દ્બારા થયેલી.

***

ચાલ ને સુરજ આજે કયાંક બહાર ફરવા જઇએ મને રુમ પર મન નથી લાગતુ. રીનાએ સુરજને ફોન કરીને કહ્યુ

અચ્છા. પણ થોડીવાર પછી જઇએ, હું તારી રુમે આવુ ત્યા સુધી વેઇટ કર. પછી સાંજનુ ડીનર બહાર કરવા આપણે બહાર જઇએ સુરજે તરત જ રીનાની વાતનો વળતો જવાબ આપ્યો.

હા પણ જલ્દી આવજે મને આજે બોવ સેડ ફીલ થાય છે યાર....

હા ઓકે. મારે બસ થોડી સ્ટોરી લખવાની બાકી રહી છે લખીને તરત જ નીકળુ છુ

ઓકે આવીજા.....બાય.. રીનાએ ફોન કાપ્યો.


***

રીનાનું મુડ આજે કઇક ઠીક નહોતુ મન કોઇ કામમાં પરોવાઇ નહોંતુ. સવારથી જ રીના થોડી ઉદાસ દેખાતી હતી. આવુ કયારેક આપણા જોડે પણ બનતુ હોય છે ને કોઇપણ કારણ વગર મુડ ઓફ થઇ જાય અથવા કોઇસાથે વાત કરવી ન ગમે કે કોઇપણ બાબતે ચેન ન પડે બસ એકલા બેસી રહેવુ જ ગમે. રીનાને પણ આજ કાઇક આવુ જ હતુ સવારથી સાંજ પડતા રીનાએ ગોલ્ડ ફ્લેક સિગારેટનુ એક પેકેટ ખાલી કરી ન‍ાખ્યુ હતુ ને છેલ્લી વધેલી સિગારેટ ની કશ રીના લઇ રહી હતી. સિગારેટ શરીર માટે હાનિકારક છે એ જાણ હતી છતાય પણ થોડીવાર તણાવમાથી રાહત મળે એવુ વિચારીને રીના સિગારેટ પીતી આદત નહોતી પણ કયારેક કયારેક સિગારેટને રીનાના હોઠ ચુમવાની મજા આવતી હશે એમ કહી શકાય...

સુરજ બારણે ટકોર કર્યા સિવાય જ એકદમ રુમમાં આવી ગયો રીનાને આવી હાલતમાં જોઇને ચોંકી ગયો. સુરજે રીનાને કયારેય સ્મોકીંગ કરતા જોઇ નહોતી આજ પહેલીવાર જોઇને આશ્ચર્ય થયુ છતાય કાઇ કર્યા વગર જ ઉધરસ ખાઇને રીનાને પોતાના આવવાની જાણ કરી.

સુરજને જોતા જ રીનાએ સિગારેટ ઓલવવાની નાકામ કોશિશ કરી પરંતુ સુરજને જાણ થઇ ગય હશે એવુ લાગ્યુ એટલે પછી સિગારેટ નીચે ફેંકી દીધી.

સુરજ બેસ થોડીવાર તુ અહીંયા બેસ હુ તૈયાર થઇ જાવ. પછી આપણે બહાર ફરવા જઇએ રીનાએ પોતાની સિગારેટ વાળી વાત દબાવતા કહ્યુ.

સુરજ કશુય બોલ્યો નહી ફક્ત હકારમા માથુ ધુણાવ્યુ. રીના બાથરુમમા ચાલી ગઇ સુરજ રીનાની આવી હાલત જોઇને રુમનુ નિરીક્ષણ કરવાનુ ચાલુ કર્યુ. જાણે પહેલી વખત જ કોઇ વ્યક્તિ રુમને જોઇ રહ્યો હોય સુરજની નજરે ગોલ્ડફ્લેક સિગારેટનુ પેકેટ પણ પડ્યુ પણ સુરજ ફક્ત રુમની હાલત જોઇ રહ્યો હતો એકદમ શાંત રીતે અને રુમનુ ઓબ્ઝર્વેશન કરી રહ્યો હતો જાણે પોતે સિક્રેટ એજન્ટ કેમ ન હોય....

***

ચાલ સુરજ હવે નિકળીએ રીના તૈયાર થઇને બહાર આવી.

હા હા ચલ, હું તો તારી જ રાહ જોઇ રહ્યો હતો સુરજે પોતાનો ફોન બંદ કરતા કહ્યુ.

ક્યા જઇશુ ? હજુ તો સાત વાગ્યા છે રીનાએ ઘડીયાળ પર નજર ફેરવતા કહ્યુ.

ચાલીને જઇએ રેલ્વેસ્ટેશન પર એક ચક્કર લગાવીશુ ને પછી નજીકની હોટેલમા ડીનર કરીશુ ત્યા આઠ નવ વાગી જશે. સુરજે પોતાનો પ્લાન બનાવતા ક્હયુ.

ઓકે. ચલો તો નીકળીએ...

સુરજ અને રીના રુમનો ડોર ક્લોઝ કરીને ચાલી નીકળ્યા.

***

કાંઇ થયુ છે તને ? કેમ ઉદાસ દેખાઇ રહી છો ? (સુરજ)

કાંઇ નહી થયુ યાર. બસ જરાક મુડ ઓફ છે આજે (રીના)

અચ્છા અચ્છા તો લેડી ડોન આજે ટેન્શનમા છે.
(સુરજે રીનાને હસાવવા કહયુ)

હા યાર મુડ ઓફ છે ને કારણ પણ ખબર નહીં. (રીના)

ચલ હુ તને વાર્તા કહુ એટલે તારુ મુડ ઠીક થઇ જશે (સુરજ)

અરે હા યાદ આવ્યુ. તારે મને તારી જીંદગી ની સ્ટોરી કહેવાની છે એ જ કહી સંભળાવ. મને જાણવા તો મળે મારા ફ્રેન્ડની લાઇફમા કેટલા વળાંક આવ્યા છે રીનાએ ઉત્સાહિત થઇને કહ્યુ.

હા એ જ કહીશ. તને સિગારેટ પીતા જોઇને મને મારી પાછળની જીંદગી ફરી યાદ આવી ગયી છે યાર

મને કાઇ સમજાયુ નહી. આખી વાત કહીશ ?

હા આજે સમય પણ છે અને સારો મોકો પણ છે એટલે મારી વિતેલી જીંદગી ની વ્યથા અવશ્ય તારી સમક્ષ રજુ કરીશ. અને તુ જ તો એક ફ્રેન્ડ છે જે મારી જીંદગી વિશે જાણવા ઇચ્છે છે સુરજે હસતા હસતા કહ્યુ.

હા ચલ મોડુ ના કર મને તારી જિંદગી વિશે જાણવાની ઇચ્છા છે તારી ફીલોસોફી વિશે નહી રીનાએ ફરી સુરજની મજાક ઉડાવતા કહ્યુ.

સુરજે પોતાની વાર્તા કહેવાનું શરુ કર્યું

રીના, મારી લાઇફ કાંઇ તમારા લોકો જેમ સરળ નથી. મારો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો બાળપણ ખુબજ ખુશખુશાલ રીતે વિતેલુ, પરંતુ મારી ઉંમર જયારે પાંચ વર્ષની હતી ત્યારેજ મમ્મી મને છોડીને ચાલી ગયી. સુરજ જાણે થોડો હતાશ થઇ રહ્યો હોય એવુ લાગ્યુ.

ઓહ, સો સેડ યાર તુ પાંચ વર્ષ નો હતો ત્યારેજ મમ્મી સ્વર્ગે સિધાવ્યા. ઇટ્સ સો સેડ યાર રીનાએ પોતાના મિત્રને સાંતવ્ના આપવાનો પ્રયાસ કર્યો.

ના એવુ નથી. સુરજ થોડો ગંભીર મુદ્રામા આવી ગયુ હોય એવુ લાગ્યુ.એ સ્ત્રી મમ્મી કહેવા યોગ્ય નથી. કોઇ બીજા વ્યક્તિ સાથે એને ગેરસંબંધો હતા, કદાચ એ સબંધો લગ્ન પહેલાથી જ હતા એવુ માસી કહેતા. એ સ્ત્રીએ મને અને પપ્પાને છોડતા જરા પણ વિચાર નહી કર્યો અને પેલા વ્યક્તિ જોડે ભાગી ગયેલી એવુ મે માસી પાસે વારંવાર સાંભળેલુ છે. પતિ ને પોતાના આડા સંબંધોને લીધે છોડી દીધો એ વાત સમજમા આવી શકે પણ પોતાના સગા દિકરાને પણ કોઇ માં આમ તરછોડી શકે ? સુરજના શબ્દો જણને તુટી રહ્યા હતા અવાજ ધીમો ને રડમસ થઇ ગયેલો ચશ્માની અંદર આંખોના કિનારા ભીંજાઇ ગયેકા સાફ દેખાઇ રહ્યા હતા.

રીના સુરજની સ્થિતિ સમજી ગયી હોય એમ સુરજનો હાથ પોતાના હાથમા લઇને શાંત કરવાની કોશિશ કરે છે ને હાથને ફરી પોતાના હાથમાં દબાવી લે છે જે કદાચ હુ તારી સાથે છુ એવુ દર્શાવી રહી હતી આ સ્થિતિમા રીનાને કશુ પણ બોલવુ યોગ્ય ના લાગ્યુ મૌન જ બરાબર હતુ. પોતાના મોં મા જાણે ડુમો બાજી ગયો હોય એમ રીના ચુપ જ રહી.


એ સ્ત્રીનુ અમને છોડી જવુ એટલે શુ ? આ વાત સમજવા હુ એ ઉંમરે હું સક્ષમ નહોતો પણ હવે જયારે પણ આ ઘટનાનો વિચાર મનમાં આવે છે ત્યારે હું એ સ્ત્રીને ખુબજ નફરત કરુ છુ આઇ હેટ ધેટ પર્સન.

કેમ ? (રીના થી પુછયા વગર ના રહેવાયુ)

એ સ્ત્રીનુ અમને છોડીને જવુ એ બાબત શાયદ દુનિયાની નજરોમા સામાન્ય ગણાય પરંતુ અમારા ઘર માટે એ આફત બની ગયેલી. પપ્પાની લોકો મજાક ઉડાવતા પોતાની પત્ની ને પણ ના સાચવી શક્યો, આ છોકરો તો ખુદનો હશે કે કોઇ બીજાનો એવી નિર્લજ્જ વાતો કરતા. દુનિયા સામે પપ્પા હાસ્યનુ પાત્ર બની ચુકયા હતા જેમા એમનો કશોય વાંક નહોતો એવી બાબત માટે.

છતાય પપ્પાએ મને ગામના મોઢે ગળણા બાંધવા ન જવાય એમ આંખ આડા કાન કરીને મને ઉછેર્યો. મને બાળમંદીરમા ભણવા મુક્યો મારી દરેક નાની મોટી ઇચ્છાઓ પુરી કરવા કોશિશ કરી, પરંતુ પપ્પા પણ કદાચ આ બાબતથી મનોમન પિડાતા હતા. આ પિડા દુર કરવા એમણે શરુઆત સિગારેટ થી કરી જે તુ પણ આજે રુમમા કસ લઇ રહી હતી ત્યારબાદ સિગારેટના સ્થાને શરાબ અજમાવી પછી પપ્પા પણ એક નશો કરતા વ્યક્તિ બની ગયા અને ખરાબ લોકોની સંગતમા જોડાયા. નશામા વ્યક્તિ શુ કરે એની ભાન ખુદને નથી હોતી કયારેક મને થપ્પડ લગાવી દેતા તો ક્યારેક ખરાબ ગાળો બોલતા દુનિયાની નજરમા હવે પપ્પા માટે દારુડીયો શબ્દ વપરાતો. માસીને આ વાતની જાણ થતા તેઓ મને પોતાના ઘરે લઇ ગયા પપ્પાની શરાબની આદત હવે ડ્રગ્સમા બદલાયી હેરોઇન અને કોકીન શરીરમા વારંવાર ઇંજેક્ટ કરતા. છેવટે તેઓ એક નશેડી બની ગયા. કયારેક પોલિસ ના હાથમા આવી જતા તો ત્રણ ચાર દિવસ જેલની ચાર દિવાલ વચ્ચે રહેતા, તો કયારેક ડ્રગ્સ સપ્લાયરના ધંધામા નામ આવી જતુ તો મહિના બે મહિના માટે જેલમા રહેવુ પડતુ. પરંતુ છેવટે નશાની આ આદત એમનો જીવ લઇને ગયી પપ્પાના મૃત્યુ સમયે મારી ઉંમર કદાચ સાત વર્ષ ની હતી જેનામાટે જવાબદાર ફક્ત એ સ્ત્રી નુ છોડી જવુ હતુ. પપ્પા એ સ્ત્રીના છોડી જવાનુ દુખ તો સહન કરી ગયા હતા પરંતુ ઝાલીમ દુનિયાએ જે રીતે પોતાને હાસ્યનુ પાત્ર બનાવી દીધુ એ સહન ના કરી શક્યા ને છેવટે નશાની લત લાગી. જે છોડવા માટે એમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

રીના આ બધુ સાંભળીને સ્તબ્ધ બની ગયી જાણે ઘટના આંખ સામે જ ઘટી હોય એવુ લાગી રહ્યુ હતુ. રીના આગળની ઘટના જાણવા આતુર હતી સુરજની આગળની લાઇફ કઇ રીતે પસાર થઇ હશે ? સાથોસાથ પપ્પા ડ્રગ્સના ધંધામા હતા એ વાત રીનાને કાંઇક હેડના સુરજ પર ધ્યાન રાખવા સાથે જોડતી હોય એવી કડી લાગી. કદાચ સુરજ પણ ડ્રગ્સ સપ્લાયર તો નહી હોય ને ? એ બાબતનુ પણ ધ્યાન રાખવુ રહ્યુ.

એટલીવાર મા બંને રેલ્વેસ્ટેશન પહોંચી ગયેલા એટલે રીનાએ સ્ટોલ પરથી પાણીની બોટલ ખરીદી અને સુરજને આપી સુરજે પાણી ચહેરા પર છાંટ્યુ અને કાઇપણ ઘટના ન ઘટી હોય એમ ચહેરો રુમાલથી લુછીને ચશ્મા ઠીક કર્યા. રીના ને સુરજ બંને બાંકડા પર સ્થિર થયા. રીના આગળની સ્ટોરી જાણવા માટે ખુબ આતુર હતી પરંતુ સુરજ હજુ ભુતકાળની કોઇ વાત હજુ સુધી વ‍ાગોળી રહ્યો હતો ને એ જ વિચારોમા ખોવાયેલો હતો.

રીના ને જાણવાની ઉત્સુકતા ઘણી હતી પરંતુ સુરજને પુછી શકે એવી હિંમત નહોતી કે આગળ જિંદગી કઇ રીતે પસાર થઇ ને કઇ રીતે આજે આ સ્ટેજ પર પહોંચ્યો.

સુરજ તુ કાંઇ નાસ્તો લઇશ ? (રીના)

ના, જ્યાં સુધી હવે મનમા દબાયેલી વાત કહી ના દવ ત્યા સુધી મને ચેન નહી પડે. ફરી વાત જ્યા અટકેલી ત્યાથી શરુ કરી.

મારા માસીની આર્થિક પરિસ્થિતિ ખુબજ સારી હતી એટલે મને રાખવામા એમને કશીયે તકલીફ નહોતી. આમપણ એમને બે છોકરીઓ જ હતી અેટલે મને પણ સગી માં જેવુ વ્હાલ કરતી. મને બે બહેનો મળી ગયી અને બંને બહેનો ને હું ભાઇ મળી ગયેલો.અનાથ બનેલા છોકરાને આધાર મળી ગયેલો એમ કહેવુ અતિશયોક્તિ ન કહેવાય. માસા વિદેશમા નોકરી કરતા બે ત્રણ મહિને એકવાર ઘરે ડોકીયુ કરતા સાત આઠ દિવસ રોકાય ને ફરી પાછા વિદેશ ચાલ્યા જતા ને માસીને પણ શિક્ષક તરીકેની ગવર્નમેન્ટ જોબ હતી. મારુ એડમિશન પણ માસીએ પોતાની સ્કુલમા કરાવી દીધેલુ ને હુ દરરોજ માસી જોડે સ્કુલ જતો હા કયારેક તેડવાની જીદ પણ કરતો ને માસી મારા ગાલ પર ચુમીને મને વ્હાલથી તેડી પણ લેતા.

વાત સાંભળતા સાંભળતા રીનાની આંખોમા પણ ઝળઝળીયા આવી ગયેલા મનમા જ બોલી જવાયુ સુરજ તુ નસીબદાર છે યાર તે તારા મમ્મી પપ્પા ને જોયા તો છે માસીએ તને સાચવ્યો પણ ખરો, યાર છતાય તુ હજુ નસીબનો વાંક કાઢે છે હુ જ્યારે સમજણી થઇ ત્યારે હુ અનાથ આશ્રમમા રહુ છુ એવી જ ખબર હતી. મમ્મી પપ્પા શુ હોય એ મને ખબર નહોતી મારે દુનિયાના કોઇ લોકો જોડે સંબંધ નહોતો ફક્ત અનાથ આશ્રમ ના માલિક ઝવેરભાઇ ને છોડીને. તેઓ હંમેશા કહેતા તુ હોસ્પિટલ ના બેડ પરથી મળી આવેલી કોઇ તારો ખ્યાલ રાખે એવુ ન મળ્યુ એટલે અમને જાણ થતા અમે તને અહીં લઇ આવ્યા ને અહીંજ તારો ઉછેર થયો. રીના ભુતકાળમા સરી પડેલી પરંતુ અેકાએક પોતાના આંસુ પી ગયેલી ને ફરી સુરજની વાતો પર ધ્યાન આપ્યુ. આંસુ સારી નાખવા ખુબ સરળ વાત છે પરંતુ આંખમા આવેલા આંસુ પી જવા એ કોઇ સામાન્ય માણસનુ કામ નથી રીના એ કરી શકતી કદાચ એનુ કારણ સિક્રેટ એજન્સી ના ઓફિસર હોવુ જ હતુ કયારેય લાગણીઓ ને બહાર ન લાવવાનુ જાણે એમને ટ્રેનિંગ મા જ શિખવવામા આવેલુ.....

(ક્રમશ:)

(તમારા આત્મસંતોષકારક પ્રતિભાવ ની રાહ રહેશે😊😊😊THANK YOU SO MUCH GUYS FOR SUPPORTING THIS STORY )

લી.
પરિમલ પરમાર

whatsapp :- 9558216815
instagram :- parimal_sathvara