premjal - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 6

મુસાફરી લાંબી હતી તથા બીજા દિવસે પેપર હતુ પેપરનુ ટેન્શન થોડુ હતુ પરંતુ સુરજને મળવાની ખુશી એ ટેન્શન સામે કાંઇ ન કહેવાય ચહેરા પર દુપટ્ટો બાંધેલો ને વિન્ડો સીટ પર બેઠેલી સંધ્યાની આંખોમા પણ ખુશી સાફ ઝલકાતી હતી બારી બહાર પસાર થયેલા રસ્તાઓ જોઇને સંધ્યા વિચારોમા મસ્તમગન થઇ ચુકી હતી અને થાય પણ કેમ નહી આજે પોતે સ્વતંત્ર હતી ઘર થી દુર જઇ રહી હતી ભલે ફકત બે દિવસ માટે પરંતુ હવે બે દિવસ ભાભી ની કચકચ નહી સાંભળવી પડે ભાઇ સાથે પણ ઝઘડો નહી થાય એ વાતથી મનમા થોડી શાંતિ હતી ને નવા લોકોને મળીને ખુશ કોણ ન થાય ? સુરજ તો સંધ્યાનો પહેલો પ્રેમ હતો પરંતુ વધારે ખુશી રીનાને મળીને થવાનૌ હતી એ નારીશક્તિ વિશે સંધ્યાએ સુરજ પાસે ઘણુબધુ સાંભળેલુ પરંતુ આજે અનુભવવાનુ હતુ એક પછી એક સ્ટેશન વારાફરતી પસાર થઇ રહ્યા હતા પેસેન્જરની પણ અદલાબદલી થતી રહેતી કયારેક કોઇ અમીર માણસ સામેની સીટ પર બેસતુ તો કયારેક કોઇ મદમસ્ત ફકીર પોતાની સામે બેસતુ સંધ્યા આંખોમા અાંસુ આવી જતા જયારે તે બહાર નજર કરીને પવનની સામેની દિશામા આંખો કરતી ચહેરા સાથે પવન અથડાતો ને અાહલાદક અનુભવ થતો પરંતુ આખોમા પવનના ભરાવાથી આંસુ આવી જતા માણસ થાકે એટલે પોતાનુ ઘર શોધવા લાગે પરંતુ સંધ્યા ઘરથી જ કંટાળી ચુકી હતી આ બે દિવસ ખુબ જ ખુશીથી જીવવાના છે એવુ મેન્ટલી પ્રિપેર થઇને સંધ્યા ઘરેથી નીકળેલી

***

રીના પણ આજે વિચારોમા ખોવાયેલી હતી. શુ હું સુરજને સાચી હકીકત જણાવી દવ કે હુ પોતે સિક્રેટ એજન્સીની ઓફિસર છુ ને તને અહીંથી લઇ જવા માટે આવી છુ તારા પર નજર રાખવા માટે મને અહી મોકલવામા આવેલી જેમા તુ સારી રીતે ઉતિર્ણ થયો છુ સિક્રેટ એજન્સીમા તારી પણ જરુર છે ક્યા સુધી છુપાવીશ તારાથી યાર આજ નહી તો કાલે કાલે નહી તો મહિનાના અંતે જયારે ફ્લાઇટની ટીકીટ આવશે ત્યારે તો તને ખબર પડી જ જવાની છે તો આજે જ કેમ નહી ? સમય અને સંજોગ બધુ સારુ છે પરંતુ તારો પહેલો પ્રેમ સંધ્યા આજે આવી રહી છે તમે બંને ખુબ જ ખુશ હશો તમારી ખુશીમા હુ અડચણ કેવી રીતે બનુ યાર ચલ માન્યુ તને તો હુ જણાવી દઇશ પરંતુ પેલી સંધ્યા નુ શુ ? એ તો ફક્ત નિર્દોષ રીતે તને પ્રેમ કરે છે તારાથી દુર થવુ એના માટે કેટલુ મુશ્કેલ બનશે એ મારી કલ્પના બહાર છે તમે અત્યાર સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશન્સમા હતા પરંતુ હવે એ સમય આવશે જયારે તમે એકબીજાને મળવાનુ તો શુ વાત કરવી પણ શક્ય નહી બને રીના સિક્રેટ એજન્સીના ટ્રેનીંગ ના રુલ્સ જાણતી હતી એટલે આ બધુ વિચારી રહી હતી સુરજને કદાચ હવે ફોન અડવા પણ ન મળે તો સંધ્યા જોડે વાત કરવી તો દુર જ રહી

***

સુરજ આજે સવારથી જ ખુશ દેખાતો જ્યારથી સંધ્યાનો ટ્રેનમાં બેસી જવાનો મેસેજ આવ્યો ત્યારથી સુરજ આકુળ વ્યાકુળ થઇ રહ્યો હતો ઘડીયાળના કાંટા સાચે જ કાંટાની જેમ દિલ પર ચુભાઇ રહ્યા હતા એક એક મિનિટ પસાર કરવી સુરજ માટે મુશ્કેલ હતી છતાય સંધ્યાને કાંઇ તકલીફ ના પડે એટલા માટે રીનાની રુમ પર ચક્કર લગાવ્યા કરતો ને ચેક કર્યા કરતો કાંઇ ખુટતુ તો નથી ને રીનાએ પણ રુમની સજાવટમા ભાગ લીધેલો જેથી આવનાર મહેમાનને આકર્ષી શકાય સુરજ રીનાને વારંવાર પુછયા કરતો કયારે સાડા બાર થશે આજે કેમ ટાઇમ નહી પસાર થતો ને બદલામા રીના ધીરજ રાખો સાહેબ કહ્યા કરતી બપોરના લંચ માટે બહાર જવાનુ નક્કી થયુ હતુ એટલે રુમ પર કોઇ જમવાની બાબતને લઇને ટેન્શન નહોતુ ફકત રીનાને ઓળખીશ કઇ રીતે એ બાબતને લઇને સુરજ થોડો સંકોચ અનુભવતો બાર વાગ્યાનો બેલ સંભળાતા જ સુરજ ગેટ રેલ્વેસ્ટેશન તરફ પોતાનુ બાઇક લઇને રવાના થયો.

***

સંધ્યા લીંબડી વટી ચુકી હતી હવે ફકત બે સ્ટેશન પસાર કરવાના હતા ને પછી પોતાના લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીના પહેલા પ્રેમને મળવાનુ હતુ સંધ્યાના ટ્રેનમાં બેસીને હવે કંટાળી ગયી હતી ત્રણ ચાર કલાકની મુસાફરી એકલવાયા કરવામા કંટાળો તો આવે જ એટલે જ કદાચ હાથમા કરંટ અફેર્સનુ મટીરીયલ્સ હતુ જેથી કંટાળો પણ ન આવે અને તૈયારી પણ થાય પરંતુ વાંચવામા ધ્યાન લાગે ખરુ ?? સંધ્યા પણ બે ધ્યાન થઇ રહી હતી કયારેક મોબાઇલની સ્ક્રીન ઓન ઓફ કર્યા કરતી તો કયારેક બારીની બહાર ઝાંકયા કરતી કયારે સુરેન્દ્રનગર આવે ને કયારે સુરજને હું મળુ એના માટે મન તલપાપડ થતુ સુરજને પહેલી વખત મળતા હગ કરુ કે હાથ મિલાવુ એ વિચારીને જ સંધ્યાના ચહેરા પર મીઠી સ્માઇલ પસરાઇ ગયી પરંતુ મન અને મગજ વચ્ચે ગડમથલ ચાલતી સુરજ ને ગમશે હુ હગ કરીશ તો ?? એ કાંઇ ગલત તો નહીં સમજે ને ?? કે ફકત શેક હેન્ડ કરુ ? સ્ટેશન જેમ નજીક આવતુ જતુ એમ સંધ્યા પોતાના વિચારોમા વધારે ને વધારે ખોવાઇ રહેલી વિચારોમા એટલી બધી ખોવાય ગયેલી કે વઢવાણ સ્ટેશનથી ટ્રેન પસાર થય ગઇ એ પણ ખબર ના રહી
અચાનક યાદ આવ્યુ સુરજને કોલ કરવાને છે...

***

રીનાએ રુમ પર સંધ્યા માટે બધી તૈયારીઓ કરી રાખેલી સુરજ પણ ગેટ રેલ્વેસ્ટેશન પર પહોંચી ગયેલો પરંતુ પોતે અસમંજસમા હતો સંધ્યાને મળીને શુ રીએક્ટ કરવુ એના મનમા પણ સંધ્યા જેવી જ શંકા કુશંકા એ જન્મ લીધો હતો છતાય મનમા ગાંઠ વાળેલી કે જેમ સંધ્યા રિએક્ટ કરે એવુ હુ પણ રિએક્ટ કરીશ અચાનક સંધ્યાનો કોલ આવ્યો..

હેલ્લો !! (સંધ્યા)

હા બોલ... (સુરજ)

હુ જોરાવરનગરથી નીકળી ચુકી છુ (સંધ્યા)

હા ઓકે હુ આગળના સ્ટેશન પર જ ઉભો છુ પાગલ (સુરજ)

હા ઓકે ચલ બાય (સંધ્યા)

સંધ્યાના ફોન રાખતાની સાથે જ સુરજના હદયના ધબકાર વધી ગયા ફક્ત બે થી ત્રણ મિનિટ નો ફાસલો રહ્યો હતો બે પ્રેમીઓના મિલન નો સુરજ સ્ટેશનની અંદર પ્લેટફોર્મ ટિકિટ લઇને પ્રવેશે છે ગાડીની વ્હીસલ દુરથી જ સંભળાઇ રહી હતી ટ્રેન જેમ નજીક આવી રહી હતી એમ ધબકારા વધારે વધી રહ્યા હતા સુરજ સ્ટેશન પર થોડો આગળ ચાલવા લાગ્યો હતો કારણકે ટ્રેન હંમેશા થોડી આગળ જઇને ઉભી રહેતી સુરજ હજુ મનમાં અનુમાન લગાવતો સંધ્યા કેવી હશે ? મને ઓળખી જશે ? એવી જ હશે જેવી મે મારી કલ્પનાઓમા ક્લ્પી છે ? વિચાર કરે ન કરે ત્યા તો ટ્રેન પ્લેટફોર્મ પર આવી પણ પહોંચી એક પછી એક ડબ્બો સુરજ પાસેથી અાગળ પસાર થઇ રહ્યો હતો હવે સુરજનુ કામ ફક્ત ખડાપગે ઉભા રહેવાનુ હતુ સંધ્યા કોલ કર્યા વગર પોતાને ઓળખી શકે છે કે નહી એ જાણવાનુ હતુ ટ્રેનના ડબ્બાના બારણે ઉભેલી છોકરીને જોઇને સુરજે પણ અનુમાન લગાવ્યુ કદાચ આ જ હશે સંધ્યા..

ટ્રેન ચિચિયારી સાથે ઉભી રહી થોડી પાછળ તરફ ખસી ને ફરી સ્થિર થય સુરજનુ કામ ફક્ત ઉભા રહેવાનુ હતુ બ્લેક ટીશર્ટ અને બલ્યુ જીન્સ પહેરીને સુરજ પ્લેટફોર્મ પર એક સાઇડ ઉભો રહ્યો આજુબાજુ માથી પસાર થતા પેસેન્જર પર નજર કરતો સુરજની આંખો સંધ્યાને શોધી રહેલી બીજી તરફ સંધ્યા પણ સુરજને શોધી રહેલી સંધ્યાએ ચહેરા પરથી દુપટ્ટો દુર કરીને હાથમા લીધો ને મોં મા બકલ રાખીને વાળ ખોલીને ફરી સરખા કર્યા સંધ્યા કાઇક વધારે જ સુંદર દેખાઇ રહી હતી જ્યારે પોતાના વાળ બાંધી રહી હતી હોય ના હોય પણ કદાચ સંધ્યા આ જ હશે એવુ સુરજે મનોમન નક્કી કરી લીધેલુ હવે સંધ્યા પ્લેટફોર્મ પર ધીમે ધીમે ચોતરફ જોઇને આગળ વધી રહેલી એની નજર ફક્ત બ્લેક ટીશર્ટ શોધી રહેલી દુરથી જ એક શખ્સ બ્લેક ટીશર્ટ વાળો દેખાયો સંધ્યા એ તરફ આગળ વધી લગભગ મોટા ભાગના પેસેન્જર પ્લેટફોર્મ પરથી નીકળી ચુક્યા હતા એકલ દુકલ ની અવર જવર શરુ હતી સંધ્યાએ થોડે દુરથી જ બુમ લગાવી મિસ્ટર ઓથર સુરજથી પાછળ જોવાઇ ગયુ નહોતુ જોવુ છતાય જોવાઇ ગયુ

સંધ્યા બધુ ભુલી ગયી ઘણાબધા વિચારો કરેલા હગ કરવુ કે હાથ મિલાવવા પરંતુ જ્યારે સુરજને જોયો બધુ ભાન ભુલી ગયી આવુ ઘણીવાર થાય છે આપણી જોડે પણ કોઇકને લઇને આપણે ઘણાબધા વિચારો કર્યા હોય પરંતુ જ્યારે સામે આવે ત્યારે બધુ શુન્ય થઇ જાય સુરજે પાછા વળીને જોયુ ત્યારે સંધ્યા જરાપણ કંટ્રોલ ન કરી શકી ઉતાવળે દોડીને સુરજ તરફ ભાગવા લાગી સુરજને ગળે વળગી પડી સુરજને પોતાની બાહોમા સમાવી લીધો છેલ્લા બે મહિનાથી જે સુરજને મળવા સંધ્યા તલપાપડ થઇ રહી હતી આજે એ પોતાની બાહોમા હતો દુનિયાની કોઇ પરવાહ નહોતી કોણ શુ વિચારશે એવુ મગજમા પણ નહોતુ કારણકે પ્રેમ સાચો હતો જેમા એક ટકા જેટલુ પણ ફિઝિકલ અટેચમેન્ટ નહોતુ સુરજને બે મિનિટ માટે પોતાની બાહોમા જ જકડી રાખ્યો કશુય બોલ્યા વગર બંને એકબીજાને ભેટી રહ્યા દુનિયાની તમામ ખુશીઓ મળી ચુકી હોય એવુ બંનેને લાગતુ થોડીવાર પછી બંને છુટા પડ્યા છતાય સંધ્યા પોતાને રોકી ન શકી સુરજના ગાલ પર હળવુ ચુંબન કરી લીધુ જેમા હવસ નહોતી બે મહિના સુધી મનમા સમેટી લાગણીઓ ઉભરો લઇને બહાર આવી હતી સુરજ મીઠી સ્માઇલ સાથે શરમાઇ ગયો

આઇ મિસ યુ સુરજ😘😘😘 (સંધ્યા)

સંધ્યાનો અવાજ જેમ નાનુ બાળક કાલુઘેલુ બોલતુ હોય એવો હતો

આઇ મિસ યુ ટુ પાગલ😘😘😘 (સુરજ)

સંધ્યાનો નિખાર કાઇક અલગ જ હતો સુરજે જે સંધ્યાની કલ્પના કરી હતી એ કલ્પનાથી પણ સંધ્યા કાંઇક વધારે સુંદર હતી હાથમા વિટાળેલા દુપટ્ટા પાછળ નાના ટેડીબીયર વાળુ બેગ અને એક તરફ રાખેલા વાળને સુરજ ઘડીભર જોતો જ રહી ગયો વ્હાઇટ બ્લેક પટ્ટા વાળુ ટીશર્ટ અને શોર્ટ બ્લેક જીન્સમા સંધ્યા સુરજે જે બોલ્ડ ગર્લ વિચારેલી એવી જ લાગતી

હવે રુમ પર જઇને જોઇ લેજે પાગલ અહીંજ આંખો ફોડીસ કે શુ ?? 😂😂 (સંધ્યા)

જોઇ લેવા દે ને યાર બે મહિનાની તરસ બે મિનિટમા થોડી છીપાય કદાચ પછી આ ચહેરો જોવા મળે ન મળે શુ ખબર😄😄😄 (સુરજ)

સુરજના શબ્દો કદાચ ભવિષ્યમાં બનવાની ઘટનાનુ આલેખન કરી રહ્યા હતા.

****


સંધ્યા અને સુરજ બંને રેલ્વેસ્ટેશનથી બહાર નીકળે છે સુરજના સ્પલેન્ડર બાઇક પર બેસીને બંને રીનાની રુમ તરફ જવા નીકળ્યા સંધ્યાએ સુરજને પોતાના બંને હાથો વડે મજબુતાઇથી પકડી લીધો હતો ને સુરજના ખભા પર જ પોતાનો ચહેરો ટકાવી દિધેલો જે આજકાલના યુવા પ્રેમીઓની ઓળખ આપી રહ્યુ હતુ રસ્તામા બંને વચ્ચે કશોય વાર્તાલાપ થયો નહી કદાચ એનુ કારણ ત્યાનુ શોરમચોર વાળુ વાતાવરણ કહી શકાય અથવા તો શરમ ના માર્યા કશુય બોલી શક્યા નહી એવુ પણ કહીએ તો ચાલે

રેલ્વેસ્ટેશનથી રીનાની રુમ કાઇ વધારે દુર નહોતી છતાય આજે સુરજને આજે ત્યાં પહોંચવામા વાર લાગી જેનુ કારણ પોતાની પાછળની બેઠેલી પ્રેમિકા હતી કદાચ સુરજ પોતે જ સંધ્યાના હાથમાથી છુટવા નહોતો માંગતો જે બંને વચ્ચે રહેલો નિર્દોષ પ્રેમ સાબિત કરી રહ્યો હતો

અહીં પ્રેમમાં કોઇ શરતો નહોતી કોઇ ડિમાન્ડ નહોતી જેવા છે એવા સ્વીકારી લેવાની વૃત્તિ હતી અને આવો પ્રેમ જ લાંબો સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે જે અહીં સુરજ અને સંધ્યા વચ્ચે જળવાઇ રહેલો.

અહીં આજની યુવાપેઢી જેમ રિપ્લાય લેટ આવે તો શક કરવા માંડવુ કે ચેટ હિસ્ટરીના સ્ક્રીનશોટ પાડી લેવા કે પછી સહેજ પણ લેટ થાય તો મહેણા ટોણા મારવાના શરુ કરવા એકબીજા ને સંભળાવા સ્ટેટસ મુકવા કે એકબીજા પર પોતાના હકો જતાવવા લાગવા એવુ કશુય નહોતુ કારણ કે બંને વચ્ચે એટલી સમજણ ઉભી થય ચુકેલી, એકબીજાનો સાચો પરિચય થય ચુકેલો એકબીજાની લાગણીઓ ઉર્મીઓ ઇચ્છાઓ એકબીજાના અંતરઆત્મા સુધી સ્પર્શી ગયેલી જે તેમનો નિર્દોષ પ્રેમ સાબિત કરતી

અત્યારે જેમ યુવાપેઢી પ્રેમના પ્રપોઝલના સાતમા દિવસે હવસખોર બની જાય છે ને OYO હોટેલ બુક કરી નાખે છે એવુ અહીં દુર દુર સુધી જોવા નહોતુ મળતુ કે ન તો એવી કોઇ માંગણી થતી નાઇટ ચેટમાં પણ એકબીજા વિશે જાણવાની વધારે જીજ્ઞાસા રહેતી અને મજા પણ એમા જ આવે જ્યા કાઇક રહસ્ય છુપાયેલા હોય આજકાલ નાઇટ ચેટની પરિસ્થિતિથી આપણે વાકેફ છીએ જ. કદાચ આ બધી બાબતો જ હતી જે સંધ્યા અને સુરજને મળાવવા માટે તક બનીને આવેલી જે સાચા પ્રેમની તાકાત પુરી પાડતી સાચો પ્રેમ કરનારા વ્યક્તિ ને કયારેય દુનિયાથી ડર નથી લાગતો એનુ ઉદાહરણ સુરજ અને સંધ્યાનુ બે મિનિટ માટે કરેલુ ટાઇટ હગ હતુ.

સુરજ અને સંધ્યા બાઇક લઇને રીનાની રુમ પર આવે છે જ્યા રીના પહેલાથી જ બંનેની રાહ જોઇ રહેલી રીના સંધ્યાનુ ઉષ્માભર્યુ સ્વાગત કરે છે પોતાના રુમમા આવકારે છે સંધ્યા રીનાથી અજાણ નહોતી એટલે રીનાને પણ ભેટી પડે છે આજકાલ જેન હાઇફાઇ આપ્યુ કહેવાય કદાચ એ જ ને બંને વચ્ચે દોસ્તીનો એક નવો સિલસીલો શરુ થાય છે સંધ્યા મુસાફરી કરીને થાકી ગય હશે એવુ અનુમાન લગાવીને રીનાએ સંધ્યા માટે પાણી ગરમ કરી રાખેલુ જેથી સંધ્યા ફ્રેશ થઇ શકે પોતાના ખભા પર રહેલી બેગ ઉતારીને સંધ્યા ફ્રેશ થવા જાય છે હવે રુમનુ વાતાવરણ પહેલા જેવુ શાંત નહોતું હવે એ ત્રણ લોકો માટે આ રુમ હોસ્ટેલ નો નાનકડો રુમ બની ચુક્યો હતો જ્યા ફક્ત ધમાચકડી જ હોય એકબીજાની મજાક મસ્તી કરવાની ને ઢેર સારી વાતો ને એકબીજા પ્રત્યે નિર્દોષ લાગણીઓ વ્યકત કરવાની....

સંધ્યા ફ્રેશ થઇ બહાર આવે છે કપડા પણ ચેન્જ કરી લીધેલા વ્હાુઇટ ટીશર્ટ અને શોર્ટ બ્લેક જીન્સમા સંધ્યા કાંઇક અલગ જ દેખાઇ રહી હતી ને ચહેરા પર તો સુરજને જોઇને તેજ આપોઆપ નિખરવા લાગેલુ રીના તો ઘડીભર સુરજ અને સંધ્યા બંનેને તાકી જ રહી

ત્રણેય થોડા ટાઇમ માટે બેડ પર બેઠા સુરજ અને સંધ્યા એકબીજાની નજીક બેઠેલા જ્યારે રીના થોડે દુર બેઠેલી કદાચ સંધ્યા હજુ શરમાઇ રહી હતી કારણકે પહેલી વખત સુરજ અને રીનાને મળી રહી હતી હા વાતો થતી પણ મળવાનુ પહેલી વખત થયેલુ મેસેજમા થતી વાતો અને ફેસ ટુ ફેસ થતી વાતોમા ઘણોબધો ફરક હોય છે અહી મેસેજની જેમ લાગણીઓ દર્શાવી શકાય નહી થોડીવાર માટે બધાય એકબીજા જોડે વાતો કરે છે

***

સુરજ જોરદાર છોકરી શોધી હો😉😉😉 (રીના)

હાસ્તો તારા જેવી થોડી શોધવાની હોય જે ગમે ત્યારે કોઇને પણ ઝાપટ મારી લ્યે 😂😂😂 (સુરજ)

સંધ્યા બંનેની વાતો પર હસતી ને પોતાની હાજરી નોંધાવતી જરુર પડ્યે પોતાના શબ્દો ઉમેરતી

તમે સાચે કોલેજમા પહેલા જ દિવસે છોકરાને ઝાપટ મારી'તી
(સંધ્યા)

હાસ્તો. છોકરી છુ તો શુ થયુ ? ડરવાનુ થોડી છે એવા હલકટ લોકો થી 😒😒 ને તુ આ તમે તમે કહેવાનુ બંદ કર હુ તારા જેવડી જ છુ 😂😂😂 (રીના)

ઓહકે હવે નહી બોલુ 😅😅 (સંધ્યા)

સુરજ તમારા વિશે ઘણીબધી વાતો કરે મેસેજમા આજે આમ કર્યુ અહીં ફરવા ગયા ને બીજુ ઘણુબધુ (સંધ્યા ફરી બોલી)

હા એનુ કામ જ એ છે મારી જાસુસી કરવાનુ😂😂😂 (રીના)

બસ હવે બોવ થયુ જમવા જવાનુ છે કે વાતો ના વડા કરીને જ પોતાનુ પેટ ભરવાનુ છે 😂😂 (સુરજ)

હા યાર એતો હુ ભુલી જ ગયી તમે થોડી વાર બેસો હુ તૈયાર થઇને આવુ પાંચ મિનિટમા (રીના)

રીના જાણીજોઇને તૈયાર થવાનુ બહાનુ કાઢીને બીજા રુમમા ચાલી ગયી કદાચ સુરજ અને સંધ્યાને પ્રાઇવેટ સ્પેસ આપવા માંગતી જેથી બંને પ્રેમીઓ પોતાની વાતો કરી શકે

સુરજ હજુ સંધ્યાની આંખોમા અાંખો મેળવીને વાત નહોતો કરી શકતો એ સંધ્યાની બાજુમા ચહેરો નીચેની તરફ કરીને બેઠેલો

આટલો બધો શરમાય છે ? કે પછી નાટક કરે છે શરમાવાનુ ? (સંધ્યા)

એવુ કાઇ નહી હો તારાથી શેની શરમ લાગે ચહેરો હજુ નીચેની તરફ જ હતો (સુરજ)

સંધ્યા સુરજના ચહેરાને બંને હાથ વડે સ્પર્શીને પોતાની તરફ કરે છે બંને એકમેકની આંખોમા આંખો પરોવીને જુવે છે સુરજને હવે થોડી વાત કરવાની હિંમત આવી રહી હતી બંને એકબીજાને ઘડીભેર જોઇ જ રહ્યા કદાચ આંખોથી જ પોતાના પ્રેમનો ઇઝહાર કરી રહ્યા હતા ચહેરા પર બંનેના હાવભાવ બદલાય રહેલા એકબીજાને પામવાની તલબ બંનેને લાગેલી જ એકબીજાની આંખોમા સમાય ગયેલા કદાચ આંખો જ એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ બતાવી રહી હતી

રીના તૈયાર થઇને બહાર આવી

ઓહ સોરી......અંદર જતી રહુ પાછી 😜😜😜

સુરજ અને સંધ્યા એકબીજાથી દુર ખસ્યા બંનેના ચહેરા પર હળવુ સ્મિત હતુ

થઇ ગઇ બંને લવર્સની વાતો કે હજુ અંદર થોડી તૈયાર થતી આવુ 😉😉😉 (રીના)

થોડી લેટ આવી હોત તો તારુ કાઇ લુંટાઇ જવાનુ હતુ ચુડેલ અમારા રોમેન્ટિક મુમેન્ટમા વિલેન બનીને આવવાની શુ જરુર હતી😏😏 (સુરજ)

કંટ્રોલ બકા કંટ્રોલ હજુ તુ નાનુ બચ્ચુ છે હો 😂😂 (રીના)

બધા હસી પડ્યા 😄😄😄

જમવા જવા માટે બહાર નીકળ્યા


***

સુરેન્દ્રનગરની ફેમસ હોટેલમા ત્રણેય લોકો લંચ કરવા માટે બહાર આવ્યા ત્રણેય ખુરશીઓ પર ગોઠવાયા મેન્યુ માથી શુ ઓર્ડર કરવુ એના વિશે ચર્ચાઓ ચાલી રહી હતી વેઇટર પણ બનાવેલી નવી નવી વાનગીઓની માહિતી આપી રહ્યો હતો સુરજ અને સંધ્યા ટેબલની એક સાઇડ બેઠેલા બંને ઓર્ડર આપવાની ડિસ્કસ કરી રહેલા

બીજી તરફ રીના બેઠેલી જે બંનેના ફોટા કેપ્ચર કરી રહેલી ક્યારેક પોતાની સેલ્ફી લેતી તો ક્યારેક ત્રણેયની સાથે સેલ્ફી લેતી કદાચ રીનાની લાઇફમા આ એવી પળો હતી જેને હંમેશને માટે કેદ કરી લેવા માંગતી પરિવાર કોને કહેવાય દોસ્ત કેવા હોય અને દોસ્તી કઇ હદ સુધીની હોય એનુ સરસ ઉદાહરણ સુરજ અને રીના હતા

છેવટે ત્રણેયના ડીસ્કસનને અંતે પંજાબી ડીશ ફિક્સ કરવામા આવી સુરજ અને સંધ્યા એક ડીશમા લંચ લેવાના હતા જ્યારે રીના સામેની તરફ બેસીને જમવાની હતી

રીનાના ફોન પર નાનકડી એવી ટોન સાથે મેઇલ બોક્સમા મેઇલ આવે છે રીના જમતાની સાથે જ પોતાનો ફોન ઓપન કરે છે મેઇલ મિસ્ટર રાઠોડ નો હતો

મેઇલની અંદર જઇને રીના ચેક કરે છે તો અંદર એક ત્રણ mb ની પીડીએફ ફાઇલ હતી જે ડાઉનલોડ કરવાનુ ઓપ્શન બતાવી રહ્યુ હતુ સંધ્યા અને સુરજ બંને એકબીજાને તાકીને નખરા કરતા જમી રહ્યા હતા રીનાનુ ધ્યાન હવે જમવામા ઓછુ હતુ પરંતુ મિસ્ટર રાઠોડે મોકલેલી ફાઇલ ઓપન કરવામા વધારે હતુ

રીના પોતાની ચારેય તરફ નજર દોડાવે છે કોઇ પોતાને જોઇ તો નથી રહ્યુ ને એની ચકાસણી કરે છે ફાઇલમા શુ હશે એના વિશે પણ મનમા હવે વિચારો દોડવા લાગેલા હોટેલમા લાગેલા સીસીટીવી પર નજર પડતા મોબાઇલ ઓફ કરે છે સુરજ અને સંધ્યા તરફ હળવી સ્માઇલ કરે છે ને ફરી લંચ કરવા લાગે છે પરંતુ હવે રીનાના ચહેરાનો હાવભાવ બદલાયી ચુક્યા હતા મગજ કઇક વિચારોના ચકરાવે ચડી ચુકેલુ રીના જલ્દીથી પોતાનુ લંચ પુરુ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કશોય ફાયદો નહોતો....

(ક્રમશ:)