premjal - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 8

સંધ્યા અને સુરજ ભવિષ્યના સપના જોવાનુ છોડીને ઉભા થયા અને ઘર તરફ વળી નીકળ્યા સંધ્યાએ હજુય સુરજનો હાથ પોતાના હાથમા રાખ્યો હતો ને બંને ૮૦ ફુટ રોડની કિનારી પર ચાલી રહ્યા હતા રોડ પર ઠંડી હવા પ્રસરી ગયી હતી હજુય બંને એકમેકની આંખોમા જોઇને સ્માઇલ કરતા ઘણાય વર્ષો ની એકબીજાને જોવાની ઇચ્છા જાણે પુરી થઇ ગઇ હોય એવો અાત્મસંતોષ ચહેરા પર સાફ ઉતરી આવતો

રીનાને હવે પંદર દિવસનો વધારે સમય મળ્યો હતો જે રીનાએ સુરજ સાથે પસાર કરવાનો હતો આજ તો સંધ્યા મહેમાન બનીને આવેલી હતી એટલે હકીકત સુરજને જણાવવી યોગ્ય નહોતી સંધ્યા આવતી કાલે જ્યારે કોલેજમાં પોલિસની એક્ઝામ આપવા જશે ત્યારે સુરજને સાચી હકીકત જણાવવાનુ મનોમન નક્કી કરે છે સુરજની જીંદગી કદાચ સિક્રેટ એજન્સી જોઇન કરીને બદલાઇ જશે એવુ વિચારીને હસવાનુ મન થાય છે તો બીજી તરફ એજન્સી ના રિસ્કો જોઇને સુરજને ખોઇ દેવાના ડરથી મનમાં ફાળ પડી જાય છે

કોઇપણ કામમાં રિસ્ક તો હોય જ છે પરંતુ અહીં રિસ્ક સામેથી લેવાનુ હતુ દેશને અંદરથી ખોખલો બનાવી રહેલા ડ્રગ્સ સપ્લાયરને પકડવાનુ અને એમની યોગ્ય જગ્યા પર પહોંચાડવાનુ (જેલ) જે કાઇ આસાન કામ નહોતુ કદમ કદમ પર મોતની સામે લડવાનુ હતુ ક્યારે કોણ ક્યાથી કઇ રીતે હુમલો કરી દે એની જાણ પણ ન હોય અને કદાચ પકડાઇ જાય તો એજન્સી પણ હાથ ઉંચા કરી લે ને ત્યાજ તરફડીને મરવા છોડી દે અહીં ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામા આવે તો કોઇ મેડલ નથી મળતા કે ન તો કોઇ સમ્માન મળે છે ફક્ત દેશને ખાતર જાન કુરબાન કરી શકનાર ઝાંબાઝ લોકોજ અહી આવી શકે છે જેમનો ધ્યેય ફકત મારો દેશ સુખી થાય અને આગળ વધે એવો હોય છે કોઇ ફિક્સ પગાર નથી હોતો નોકરીનો કોઇ ચોક્કસ સમયગાળો નથી હોતો અહી તમારી જાણ ફક્ત તમારી ટીમ પુરતી મર્યાદિત હોય છે બીજા લોકો તમને ઓળખતા પણ નથી હોતા આવી જગ્યા પર સુરજને લાવવાનો હતો એટલે રીના થોડી ડરી જાય છે પોતાની જાનની જરાપણ પરવાહ નહોતી પોતે આ પરિસ્થિતિમાંથી વારંવાર પસાર થય ચુકેલી એટલે હવે અાદત બની ગયેલી પરંતુ પોતાની સાથે અહીં આવનાર વ્યક્તિ આ વાતથી અજાણ હતી વિચારમાત્રથી મનમા ફાળ પડી જાય એવી જગ્યા પર સુરજ રહી શકશે ? એ સવાલો વારંવાર મનમાં ઉઠતા રીના ક્યાય સુધી પોતાના મનમા આ સવાલો પુછતી રહી..

***
સંધ્યા અને સુરજ ચાલીને રુમ પર પહોંચે છે જ્યા રીના પહેલાથી જ એમની રાહ જોઇ રહી હતી

આવી ગયા બંને પાછા ? (રીના)

હા હો મેડમ.... (સુરજ)

બોવ જલ્દી આવી ગયા તમે તો😐😐 (રીના)

અરે સોરી યાર....ખબર જ ના રહી કયારે આટલો બધો ટાઇમ પસાર થઇ ગયો ને આટલુ લેટ થઇ ગયુ (સુરજ)

સોરી... રીના વધારે લેટ થઇ ગયુ સોરી...સોરી...સોરી (સંધ્યા)

સંધ્યા તો મહેમાન છે યાર પણ સુરજ તારે તો સમજવુ જોઇતુ હતુ ને મે ફોન ન કર્યો હોત તો કદાચ તમે ત્યા જ રોકાઇ જાત કેમ ? (રીના)

ના યાર... હવે જવા દે ને એ વાત સંધ્યા તુ ફ્રેશ થઇજા ચલ હજુ આપણે ડિનર કરવા બહાર જવાનુ છે (સુરજ)

સંધ્યા સેન્ડલ રુમ બહાર ઉતારીને વોશરુમ તરફ આગળ વધે છે

યાર સુરજ ધ્યાન રાખ આવી બાબતનુ સંધ્યાની મમ્મીએ સંધ્યાને ફક્ત મારા ભરોસે અગાઉ એક દિવસ અહીંયા મોકલી છે કદાચ એને કાઇક થઇ જાય તો ? તુ તો જાણે છે ને એ એરીયા વિશે અવારનવાર કેવી ઘટનાઓ બને છે (રીના)

હા યાર હવે નહી થાય...સુરજ રીનાના ખભા પર હાથ મુકીને વિશ્વાસ અપાવતા કહ્યુ

ચલ તુ પણ સંધ્યા બહાર અાવે એટલે ફ્રેશ થઇ જા થોડીવાર પછી ડિનર માટે નીકળીએ (રીના)

હા ઓકે (સુરજ)

***

બીજા દિવસે સવારે સંધ્યાને પેપર હતુ એટલે વધારે સમય બહાર ફરવા ન રોકાયા ડિનર કરીને તરત જ સુરજ સંધ્યા અને રીના રુમ તરફ પાછા ફર્યા રાત્રીનો સમય હતો એટલે સુરજ બંનેને રુમ સુધી મુકી આવ્યો ને પોતાની રુમ પર બાઇક લઇને પરત ફર્યો ઇચ્છે તો રીનાની રુમ પર પણ રોકાઇ શકે... પરંતુ સારા એરિયામા રહેતા લોકોની એક ખાસિયત હોય છે કે તેઓ બીજાના ઘરમા થતા હાલચાલની ધ્યાન પોતાના ઘર કરતા વધારે રાખે છે સંધ્યા અને રીના વિશે કોઇ આડુ અવળુ વિચારે એના કરતા પોતે ત્યાથી ચાલ્યો જાય એમા જ પોતાની ભલાઇ સમજી રીનાને સવારે કોલેજ પર મુકી જશે કહીને સુરજ પોતાની રુમ તરફ પરત ફર્યો.

રીનાની ખુશીનો કોઇ પાર નહોતો જે સુરજને આટલા સમયથી પોતે પ્રેમ કરી રહી હતી એને આજે વાસ્તવમા મળી હતી એની સાથે મજાકમસ્તીની હળવી પળો પસાર કરી હતી જે વાતો ફક્ત કોલ કે મેસેજમા થતી જે સપનાઓ બંનેએ સાથે મળીને જોયા હતા જે પ્રોમિસ બંનેએ એકબીજાને કરેલા હતા એ આજે બધુ સાચુ પડી રહ્યુ હતુ સંધ્યાને કદાચ પોતાનો જીવનસાથી મળી ચુક્યો હતો એમ કહેવુ અતિશયોક્તિ ન ગણાય કારણકે પપ્પાના મૃત્યુ પછી સંધ્યા આજ ખુલીને હસી શકતી પોતાની વાતો બિંદાસ શેયર કરી શકતી મન મુકીને જીવી શકતી આ બધુ ફક્ત સુરજને કારણે હતુ એટલે મનોમન જ સુરજનો આભાર માની રહી હતી કદાચ સુરજ પોતાની લાઇફમા ન આવ્યો હોત તો આ કયારેય શક્ય ન બનેત મનોમન જ હસતી સંધ્યા બેડ પર આડી પડે છે

***

રીના પણ પોતાનો ચહેરો હસતો રાખીને સંધ્યાની બાજુમાં જ શરીર લાંબુ કરે છે મનમાં વિચારોની જાળા વ્યોમ ફાટેલી હતી છતાય સંધ્યા હસતા ચહેરે રીનાની બાજુમા સુતી હતી આજે સંધ્યા કેટલી ખુશ છે આજનો દિવસ બંને માટે ખુબજ સારો રહ્યો કદાચ પહેલા પ્રેમની પહેલી મુલાકાત કોઇપણ વ્યક્તિ ચાહે તો પણ આસાનીથી ભુલી શકતુ નથી કદાચ સંધ્યા પણ આ દિવસ કયારેય નહી ભુલે કાલે ઉગનારો સુરજ સુરજ અને સંધ્યાની જીંદગીમા અંજવાળુ લાવશે કે અંધારુ એ વિચારથી જ રીના થોડી ધ્રુજી ગયી એકવાર તો સંધ્યાએ પુછી પણ લીધુ બધુ બરોબર છે ને ? છતાય રીનાએ ચહેરો હસ્તો રાખીને હકારમા માથુ હલાવ્યુ લોકોના મન સુધી કોઇ પહોચી શકતુ નથી કદાચ સંધ્યા પણ રીનાના મનની વાત જાણવામા અસફળ રહી રીના મનમાં ગમે એટલી મુંઝાયેલી હોય પરંતુ ચહેરા પર હંમેશા સ્માઇલ રાખતી જેનાથી દર્દ ક્યારેય ઓછુ નહોતુ થતુ પરંતુ ગમેતેવા સમય સામે લડત આપવાનુ મનોબળ વધતુ ને દુનિયાના લોકોના આડા અવળા સવાલો બંધ થઇ જતા જેમ કે શુ થયુ ? કેમ ઉદાસ છે ? કોઇએ કાંઇ કહ્યુ ? કોઇ સાથે ઝઘડો થયો વગેરે વગેરે....દુનિયાને બસ તમારી વાતો જાણવામાં રસ હોય છે વાતમા ઉતરવાનો કે મુશ્કેલી સોલ્વ કરવામા કયારેય રસ નથી હોતો રીનાએ આ બધા સવાલોનો તોડ ચહેરા પર મીઠી સ્માઇલમા શોધી લીધો હતો જેના કારણે લોકો એકપણ સવાલ પુછી ન શકતા ને પોતાને ક્યારેય જવાબ વિચારવા ન પડતા વિચારોમા ને વિચારોમા રીના ક્યારે સુઇ જાય છે એની ખબર પણ નથી રહેતી બાજુમાં સંધ્યા પણ થાકેલી હોવાને લીધે પડખુ ફેરવીને સુતી હતી

***

સુરજ માટે આજનો સુરજ કાંઇક અલગ રોશની લઇને જ આવેલો હતો બે મહિનાથી રાઇટર સાહેબ જે સોશિયલ મિડીયા માથી મળેલી છોકરીના પ્રેમમાં પડ્યા હતા જેના કારણે પોતે મિસ્ટર ઓથર માથી મિસ્ટર લવર બન્યા હતા એ છોકરીને મળ્યા એના જોડે લંચ ને ડિનર કર્યુ તથા મજાક મસ્તીની હળવી પળો ગુજારી જેના જોડે ભવિષ્યના સારા સપના સંજોવ્યા પહેલા પ્રેમને મળવાની ખુશી કોને ન હોય ?? કદાચ સુરજ પણ સંધ્યા ને મળીને ખુબજ ખુશ હતો સંધ્યાને હજુ બે દિવસ વધારે રોકી લે તો કેવુ સારુ મનોમનવિચારે છે પ્રેમમાં તો માણસ સમય રોકી લેવાની હઠ કરતો હોય છે ચાંદ તારા તોડી લેવાની વાતો કરતો હોય છે અહીં તો સુરજ ફક્ત સંધ્યાને બે દિવસ વધારે રોકવા ઇચ્છતો હતો સુરજ પણ થાક્યો હતો છતાય પોતાની રોજનીશીમા આજે બનેલી રસપ્રદ ઘટનાઓ વિશે લખે છે જેના અમુક શબ્દ આવા હતા

***

આજનો દિવસ મારા માટે દરરોજની માફક ખુબ જ સારો રહ્યો પરંતુ આજે એવા વ્યક્તિ ને મળ્યો કે જેના જોડે મે ભવિષ્યના સપના જોયા હતા વહેલી સવારથી જ સંધ્યાને મળવાની તોડ દિલમા થતી હતી ઘડીયાળના કાંટા દિલમા ગુલાબના કાંટાની જેમ ખુંચી રહ્યા હતા કયારે ૧૨ વાગે એની રાહમા હુ રીનાની રુમના પણ બે ચક્કર લગાવી આવેલો બધુ બરાબર તો છે ને સંધ્યાને કશીયે તકલીફ તો નહી પડે ને ?હવે બીજા કોઇની ચિંતા મને થવા લાગી હતી જે મને પ્રેમ થયો છે એ પુરવાર કરતી ટ્રેનના રેલ્વેસ્ટેશન પર ધકધક અવાજ સાથે જેવી એન્ટ્રી થઇ એમ મારા દિલની ધડકનો પણ તેજ થઇ ને કદાચ સંધ્યા ની પણ...આ ક્ષણ હુ જીંદગીના છેલ્લા છેડા સુધી કયારેય નહી ભુલી શકુ સંધ્યાએ મને પ્લેટફોર્મ પર જ પોતાની બાહોમા ભરી લીધો હુ શુન્ય થઇ ગયો જે કાઇ વિચારો મારા મનમાં સંધ્યાને લઇને હતા એ બધુ દિલના કોઇક ખુણે છુપાઇ ગયુ એ છોકરી હોવા છતાય દુનિયાની પરવાહ કર્યા વગર મને ગળે વળગી પડેલી ને હુ તો હાથ મેળવીશ કે ગળે ભેટીશ એની ચિંતા કરતો હતો કદાચ એ મને મારાથી પણ વધારે પ્રેમ કરતી કદાચ એના લીધે જ મને રેલ્વેસ્ટેશન પર જ ભેંટી પડેલી ને કિસ પણ જાહેરમા જ કરી લીધેલી શરીરની ભુખ એકેયને નહોતી નહીં તો હોટેલ ક્યા દુર હતી આખો દિવસ એકબીજાની સાથે આખો દિવસ ફર્યા હોટેલમા જમ્યા એકબીજાના વિચારો મળ્યા ચહેરા પર થોડા સ્મિત નિખર્યા ને છેવટે અમે મળીને જ રહ્યા સંધ્યાની સાથોસાથ હુ રીનાનો પણ આભારી છુ જેણે સંધ્યાને અહી બોલાવવમા મારો સાથ આપ્યો ને પોતાના રિસ્ક પર સંધ્યાની મમ્મી જોડે વાત કરીને એક દિવસ અગાઉ બોલાવી લીધી કદાચ રીના બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય એનુ સાચુ ઉદાહરણ હતુ સાંજનો એનો ગુસ્સો ઝાયજ છે કારણકે સંધ્યાને અહીં પોતાના રિસ્ક પર બોલાવી હતી જે ફક્ત મારે માટે કર્યુ હતુ કદાચ એને કાઇક થઇ જાય તો જવાનદારી રીનાની આવે એટલે ગુસ્સો કર્યો હશે છેવટે આખો દિવસ શુભ રહ્યો મારા પહેલા પ્રેમને મળવાની મારી તલાશ પુરી થઇ હુ સંધ્યાને મળી ગયો ને સંધ્યા મને મળી ગયી જે ફક્ત રીનાને આભારી છે

સુરજ✍✍✍✍


સંધ્યાની આંખ સવારે વગર આલાર્મે વહેલા ખુલી જાય છે જે કદાચ પરીક્ષાના રહ્યા સહ્યા ડરને કારણે બન્યુ હશે કાં તો નવા ઘરમા રહેવાને બદલે હોય શકે પોતાની આંખો ચોળીને નાઇટ લેમ્પના અંજવાળામા પોતાનો ફોન શોધે છે ફોનની ફલેશલાઇટ કરીને રુમની લાઇટની સ્વીચ શોધવા લાગે છે લાઇટ ઓન કરીને બેડ પર જ પોતાનુ બેગ લાવીને રાખી દે છે હજુ ઉંઘમાથી જાગી હતી એટલે મુડ ઠીક નહોતુ ચહેરો પણ થોડો મુરઝાયેલો હતો ફરી પોતાના વાળ સરખા કરીને રીનાની બાજુમાં જ બ્લેન્કેટ ઓઢીને બેસી જાય છે બેગમાથી સાથે લાવેલ કરેન્ટ અફેર્સની ઝેરોક્ષ કરાવેલી ચોપડીઓ વાંચવા લાગે છે

સંધ્યા ઝડપભેર કરેન્ટ અફેયર્સ રીવાઇઝ કરી રહી હતી કદાચ થોડા ટાઇમમા ઘણુબધુ રીવીઝન કરવાનુ હતુ કાલે આખો દિવસ સુરજ અને રીના જોડે ફરવામા જતો રહ્યો એટલે કદાચ મગજમા સેટ કરેલા ટાઇમટેબલ મુજબ નહીં બન્યુ હોય અથવા સંધ્યા કામના ટાઇમે કામ અને ફરવાના સમયે ફરવા પર ધ્યાન આપતી હશે એમ કહી શકાય કાલે આખો દિવસ ફરવામા કાઢ્યો ને આજે વહેલી સવારે વાંચવા લાગી આ થોડુ અજુગતુ હતુ પરંતુ પપ્પાનુ સપનુ પુરુ કરવા માટે આ જરુરી હતુ

દોઢેક કલાક વાંચવામા જ પસાર થય ગઇ અચાનક રીનાની આંખ ઝબકી સંધ્યાને વાંચતી જોઇ રીનાને પણ નવાઇ લાગી કાલે જે સંધ્યા બિંદાસ થઇને ફરી રહી હતી એ આજે સવારે વહેલા ઉઠીને વાંચવા પણ માંડી રીનાએ સંધ્યા તરફ હળવી સ્માઇલ કરી મોબાઇલની સાઇડ સ્વીચ દબાવીને જોયુ તો હજુ પોણા છ થઇ રહ્યા હતા એટલે હજુ જાગવાનો સમય નહોતો થયો ફરી બલેન્કેટ ઓઢીને સુઇ જાય છે સંધ્યા હજુય કલમોની શોર્ટકટ્સ યાદ કરી રહી હતી જે પરીક્ષામા વારંવાર પુછાય છે

સુરજ માટે આજનો સુરજ શુ લઇને આવશે એ કહેવુ થોડુ મુશ્કેલ હતુ કારણકે એક બાજુ સંધ્યાનો નિસ્વાર્થ પ્રેમ હતો અને બીજી બાજુ પોતાના સ્વમાન માટેની જોબ સુરજને જ્યારે બે માથી કોઇ એક પસંદ કરવાનુ થશે ત્યારે સુરજના શુ હાલ થશે રીના જો સુરજની ફ્રેન્ડ હોવા છતાય સુરજને હકીકત જણાવતા ડરી રહી હોય તો સુરજ હકીકત જાણીને સંધ્યાને કઇ રીતે જણાવશે એ પણ મોટો સવાલ હતો ઘણાબધા રહસ્યો અંદરોઅંદર છુપાયેલા હોય એવુ લાગી રહ્યુ હતુ અને આ બધી વાતો જાણ્યા પછી પણ શુ સંધ્યા સુરજને પ્રેમ કરશે ?

સાત વાગતાની સાથેજ રીનાના ફોનનું અલાર્મ રણક્યુ સંધ્યાનુ વાંચવામાથી ધ્યાન તુટ્યુ રીના પણ ઝબકી ગયી તરત અલાર્મ સ્નુઝ કર્યુ ને બેડમાં બેઠી. રીનાને મસ્તી સુઝી હોય એમ એ સંધ્યાના ગાલ ખેંચવા લાગી જેમ બે બહેનો મીઠુ ઝઘડતી હોય એમ બંને એકબીજાના ગાલ ખેચવા લાગ્યા ને ખુબ જ હસ્યા રીનાએ કદાચ આ સંધ્યાના માથે થી ટેન્શનનો ભાર દુર કરવા જ કર્યુ હશે સંધ્યા પણ હવે હળવી થય ચુકી હતી બુક સાઇડમા કરી અને રીનાની બાજુમાં બેઠી રીનાએ સંધ્યાના ખભા પર હાથ રાખીને એક હગ કરી લીધુ ટેન્શન નહી લે બકા થઇ જાઇસ પાસ એક નાનકડી એક્ઝામ માટે આટલુ બધુ વહેલા થોડી ઉઠાય પાગલ...

હા યાર અત્યાર સુધી મહેનત કરી હોય ને છેલ્લા બે દિવસ અાળસી જવી એમ થોડુ ચાલે જે થાય ઇ કવર કરી લવ છુ 😄😄😄

સારુ સારુ તુ વાંચ હજુ તો અગીયાર વાગ્યે એક્ઝામ છે ને ??

હા દસ વાગે નીકળી જવુ પડશે ને અહીંથી ?

એ બધુ તારા બોયફ્રેન્ડ પર છોડી દે તારે પેલા ન્હાવુ છે કે નાસ્તો જોઇ છે ??

પહેલા હુ ન્હાવા જાઇસ રીના દીદી

હા તો હું તારા માટે પાણી ગરમ મુકુ ત્યા સુધી તુ વાંચ પછી તારા માટે નાસ્તો બનાવી આપુ

રીના રસોડામા જઇને હિટર ચાલુ કરે છે સંધ્યા માટે પાણી ગરમ મુકે છે ને તિજોરી માંથી સંધ્યા માટે નવા કપડા બહાર કાઢીને સંધ્યા પાસે જાય છે

સંધ્યા આ તારા માટે મારા તરફથી ગિફ્ટ છે તારુ ફેવરીટ પિંક છે ને તો તારા માટે હુ ને સુરજ મોલમાંથી આ લાવ્યા છીએ સાઇઝ તો તારા કહ્યા પ્રમાણે જ છે ફિટીંગ ચેક કરી લેજે સુરજની ઇચ્છા હતી તને આ ટીશર્ટ અને બ્લેક જીન્સમા જોવાની

અરે પણ હુ મારા કપડા ઓલરેડી લાવી છુ આની શુ જરુર હતી ?

જે હોય એ આજે આ પહેરજે તમારા સાહેબની ઇચ્છા પુરી થઇ જાય પછી ખબર નહી ક્યારે તમે એમને જોવા મળશો😄😄😄

હા સારુ એ પહેરીશ

રીનાની વાતનો ટોન કાઇક અલગ હતો પરંતુ સંધ્યા એ સમજવા સમર્થ નહોતી

***
દસ વાગતા જ સુરજ રુમ પર પહોંચી ગયો બ્લેક લેધરનુ જેકેટ બલ્યુ જીન્સ અને વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક ગોલ્ડન ફ્રેમના ચશ્મા પહેરીને સુરજ હિરો જેવો લાગી રહ્યો હતો આંખો પરથી ચશ્મા ઉતારીને રીનાની રુમમા જાય છે સંધ્યા પણ તૈયાર હતી કદાચ સુરજની જ રાહ જોતી હશે એમ કહી શકાય સુરજને જોઇને સંધ્યા તથા સંધ્યાને જોઇને સુરજ અચંબિત થઇ જાય છે સંધ્યા પણ પિન્ક ટીશર્ટ તથા શોર્ટ બ્લેક જીન્સમા ગજબ લાગી રહી હતી ખુલ્લા વાળ એની શોભામા વધારો કરી રહ્યા હતા ને આમપણ સંધ્યા શહેરમા રહેનાર છોકરી હતી એટલે આવુબધુ સામાન્ય હતુ બંને એકબીજાને જોઇને સ્માઇલ કરી રીનાએ પણ સંધ્યાને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી.

ત્યારબાદ બંને કોલેજ તરફ નીકળી પડ્યા કોલેજ પહોંચ્યા તો મોટાપાયે ભીડ થઇ ચુકી હતી ઘણાય છોકરા છોકરીઓ પરીક્ષા માટે પહોંચી ચુકેલા હતા અમુક ફક્ત એક્ઝામના નામે ફરવા આવ્યા હતા એવુ લાગી રહ્યુ હતુ તો અમુકના હાથમા હજુય ચોપડીઓ દેખાતી ને આવી ઠંડીમા પણ ચહેરા પર પરસેવો સાફ દેખાતો કદાચ એ પરીક્ષાનો તણાવ કહી શકાય સુરજ અને સંધ્યા બાઇક પાર્ક કરી ભીડને ચિરતા ચિરતા નોટીસબોર્ડ સુધી પહોંચ્યા બેગમાં રહેલ કોલલેટર કાઢ્યો ને પોતાની સીટ કયા બ્લોકમા છે એ બધી જાણકારી મેળવી બીજા ઘણાબધા છોકરાઓ સંધ્યા તરફ એકીટસે જોઇ રહ્યા હતા કદાચ સંધ્યા અને સુરજ પણ આ વાત જાણતા છતાય બધુ ઇગ્નોર કરી રહ્યા હતા કદાચ રીના જોડે હોત તો વાત કાઇક અલગ હોત પરંતુ સંધ્યાને હવે આવી બાબતોની ટેવ પડી ચુકી હતી બેલ વાગતાની સાથે સંધ્યા સુરજને બાય કહીને અંદર જવા લાગી સુરજે ફરી એકવાર રીનાને હગ કર્યુ ને પરીક્ષા માટે અોલ ધ બેસ્ટ કહ્યુ પેપર પુરુ થાય ત્યારે સુરજ ફરી અહીં લેવા માટે હાજર થઇ જશે એ પણ જણાવ્યું

***

સુરજ ફરી બાઇક લઇને રીનાની રુમ તરફ વળ્યો કારણકે નીકળતી વેળાએ રીનાએ કાઇંક કામ છે એવુ બહાનુ બનાવીને સુરજને પોતાની રુમ પર બોલાવ્યો હતો સુરજ રુમ પર પહોચ્યો રીના પહેલાથી જ હિંમત ભેગી કરી રહી હતી અત્યારે પણ પોતાનુ મન અને મગજ મજબુત કરવાની કોશિશ કરતી પરંતુ જ્યારે સામે પોતાના મિત્રને જોતી ત્યારે વાત કઇ રીતે કહેવુ એ વિચારમા પડી જતી જેમ મિત્રને આપેલા ઉછીના પૈસા પાછા માગતી વખતે આપણી જેવી હાલત હોય એવી જ હાલત રીનાની હતી ફક્ત વાત જુદી હતી

શુ કામ છે રીના શા માટે બોલાવ્યો ?

રીના અંદરોઅંદર વિચારવા લાગે છે શુ કહેવુ ઘણાબધા વિચારો કરીને કહ્યુ સુરજ હુ તને ઘણા ટાઇમથી કાઇંક કહેવા ઇચ્છુ છુ પરંતુ કહી નથી શકી આજે તને એ કહેવા માટે જ એકાંતમા બોલાવ્યો છે રીનાના ધબકારા વધી ચુક્યા હતા

તુ પણ મને પ્રેમ કરે છે એમ 😂😂😂

( સુરજ જાણે મજાકમા લઇ રહ્યો હતો)

રીનાના ધબકારા વધી ચુક્યા હતા વાત કહી રીતે કહેવી એના માટે કદાચ હવે હિંમત ભેગી કરી ચુકી હતી સુરજ હુ જે કહી રહી છુ એ ખબર નહી તને કેવુ લાગશે પરંતુ એ જ સાચી હકીકત છે તુ જાણીને કેવુ રિએક્ટ કરીશ એ હુ નથી જાણતી પરંતુ પ્લીઝ પછી થોડો સિરિયસ થજે

રીનાની આ વાત પરથી સુરજની બધી મજાક દબાઇ ગયી રીના જાણે કોઇ ગંભીર મુસદ્દા પર વાત કરી રહી હોય એવુ લાગ્યુ સુરજ પણ થોડો ગંભીર બન્યો એ પણ જાણવા આતુર હતો

સંધ્યાના હાથમાં પેપર આવવાની માત્ર દસ મિનિટ બાકી હતી પરીક્ષાની જાહેરાતથી માંડીને આજસુધીના બધા દિવસો સંધ્યાના માનસપટ પર એક પછી એક સપનાની જેમ દેખાઇ રહ્યા હતા સંધ્યાના ધબકારા પણ વધી ચુક્યા હતા મુવીઝમા જેમ બે અલગ અલગ સીન ચાલી રહ્યા હોય એવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી હતી એક તરફ સંધ્યાનુ પેપર તો બીજી તરફ સુરજ અને રીનાનો સંવાદ બંને બાજુ વાતાવરણ ગંભીર હતુ

સુરજ આઇ એમ સિક્રેટ એજન્સી ઓફીસર રીના, મિસ રીના. હીયર આઇ એમ કમ ફ્રોમ હૈદરાબાદ સેન્ટ્રલ એજન્સી કવાર્ટર ફોર ડુ યોર ઇન્વેસ્ટીગેશન અેન્ડ ગેટ ડીટેઇલ અબાઉટ યુ બીકોઝ યુ ફિલઅપ ફોર્મ સમટાઇમ અગો ફોર જોઇન ધીઝ એજન્સી એન્ડ વોન્ટ ટુ ડુ વર્ક ફોર ઇટ સો આઇ ગેટ યોર ફુલ ડીટેઇલ અેન્ડ ચેક યોર બિહેવીયર યુ આર પાસ ઇન ઓલ સબ્જેકટ ફ્રોમ માય એનાલાયઝીંગ વ્યુ ધેટ્સ વ્હાય આઇ સેન્ડ યોર ઓલ ઇન્ફોર્મેશન ટુ મિસ્ટર રાઠોડ વ્હુ ઇઝ અવર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ધે ચેક યોર ઓલ ડિટેલ અેન્ડ સેન્ડ યોર કન્ફર્મેશન લેટર

રીના એકીસાથે મનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી છુપાવી રાખેલી વાત સુરજ સામે ઠાલવી દીધી સુરજ એકીટસે રીના સાકે તાકીને ટગર ટગર જોઇ રહ્યો જે છોકરી આટલા સમય સુધી કયારેય ગુજરાતી સિવાય કશુય બોલતી નહી એ આટલુ સડસડાટ અંગ્રેજી બોલે છે એવુ કદાચ સુરજે મનમા ધાર્યુ પણ નહોતુ અને બોલશે તો પણ આવુ 😳😳 એ તો સુરજને ધ્યાનમા પણ નહોતુ સુરજ શાંત થઇ ગયો હદયના ધબકાર વધવાનો વારો હવે સુરજનો હતો સુરજ પાછો ભુતકાળમા ચાલ્યો ગયો એ દિવસ યાદ કર્યો જ્યારે આઇ.ટી. ના સરે જોબ માટે એક ફોર્મ ફિલઅપ કરાવ્યુ હતુ બધુ જ નજર સામે તરવા લાગ્યુ એક છોકરી બે મહિના સુધી વાત છુપાવી પણ શકે એ સુરજને નવાઇ લાગવા જેવુ હતુ કદાચ આ લીધેલ ટ્રેનિંગના કારણે હશે એવુ સુરજ મનોમન વિચારવા લાગ્યો હવે સુરજ રીનાને ફ્રેન્ડ નહીં પણ એક ઓફીસર સમજવા લાગ્યો વાતાવરણ સુન્ન થઇ ગયુ સુરજ બેડ પર પટકાયો એકાએક વિચારોમા ખોવાઇ ગયો નજરો સામે બધુજ ચાલવા લાગ્યુ અને હવે આગળ શુ કરવુ એ એનામાટે ખુબ જ વધારે મુશ્કેલ હતુ એક તરફ સંધ્યા એક તરફ પોતાનુ સપનુ સ્વમાન માટેની જોબ એકીસાથે આટલુબધુ સામે આવી જશે એ સુરજે વિચાર્યુ સુધ્ધા નહોતુ

જીંદગી ના ખેલ ક્યા કોઇ જાણી શક્યુ છે ને ક્યા કોઇ જાણી શકવાનુ છે

સુરજની હાલત રીના સારી રીતે સમજી ચુકી હતી રીના પણ આ હાલાત માથી પસાર થયેલી રીના સુરજ માટે ફ્રીઝમાથી ઠંડુ પાણી લાવે છે સુરજ હજુય નીચી નજર કરીને ઉદાસ થઇ ગયો હોય એમ કાઇંક વિચારી રહ્યો હતો કદાચ જોબ કે સંધ્યા ....

આ તરફ સંધ્યા પણ પેપરમા એક પછી એક જવાબ ટીક કરી રહી ક્યારે એક કલાકનો બેલ પડી ગયો એની ખબર પણ ના રહી ભાગ્યે છેલ્લા ત્રણ ચાર વિકલ્પોના જવાબ જ ટીક કરવાના છુટ્યા હતા સંધ્યા સુપરવાઇઝરને પેપર સોંપીને બહાર આવે છે ચહેરા પર સ્મિત હતુ કદાચ પેપર સારુ રહ્યુ હશે અથવા જે પણ થાય સારુ જ થશે પેપરનુ એક ટેન્શન ઓછુ કોલેજની બહાર નીકળીને સુરજની રાહ જોવા લાગે છે સુરજ ક્યાંય દેખાતો નથી કદચ ભીડ વધારે હતી એ કારણ હોઇ શકે અથવા કઇક અલગ જ....

(ક્રમશ:)

આ અઠવાડીયે પણ પ્રેમવાર્તા મા ત્રીજા ક્રમાંક પર રહ્યો છુ થેન્કયુ સો મચ ગાયઝઆપના કિંમતી અમુલ્ય પ્રતિભાવ ની રાહ રહેશે સ્ટોરીને સુંદર પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો દિલથી ખુબ ખુબ અાભાર

લી.
પરિમલ પરમાર

Whatsapp :- 9558216815
Instagram :- parimal_sathvara