premjal - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 9

સંધ્યા ઘણાસમય માટે ત્યા જ રોડની કિનારી પર સુરજની રાહ જોવે છે પરંતુ સુરજ કયાંય દેખાતો નથી પોતે અજાણ્યા શહેરમા હતી એટલે થોડો ડર પણ હતો સુરજ અને રીના સિવાય કોઇ જાણીતુ વ્યક્તિ આ શહેરમા નહોતુ ફોન પણ પરીક્ષા હતી એટલે રીનાની રુમ પર મુકીને આવેલી અેટલે રીનાનો પણ કોઇ સંપર્ક થાય એમ નહોતો સંધ્યા સુરજ કોઇ કામમાં વ્યસ્ત થઇ ગયો હશે એવુ વિચારીને થોડો વધારે સમય રાહ જોવાનુ વિચારે છે મનમાં શંકા કુશંકા તો શરુ થય જ ચુકી હતી છતાય પોતાના મનને પાછુ વાળીને સુરજની રાહ જોવાનુ મનોમન નક્કી કરે છે

સુરજને એકાએક યાદ આવે છે દોઢેક કલાક જેવો સમય પસાર થઇ ગયો છે સંધ્યા મારી વેઇટ કરી રહી હશે મનમાં ઘણા સવાલો દોડી રહ્યા હતા છતાય ઝડપભેર બેડ પરથી ઉભો થયો બાઇક સ્ટાર્ટ કરી ને સંધ્યાને રુમ પર લેવા માટે નીકળી પડ્યો રીના કાઇપણ બોલે એ પહેલા તો સુરજ શેરી વટ‍ાવી ચુક્યો હતો રીનાને મનમાં ફાળ પડી સુરજ કાઇક આડુઅવળુ કદમ ના ભરે સુરજના મનમાં એક પછી એક ઘણા વિચારો આવી રહ્યા હતા વિચારોની સાથોસાથ બાઇકની ઝડપ પણ વધી રહી હતી કદાચ સાયકોલોજીકલ રીતે મનમાં વધતા વિચારો ની સાથે સુરજનો હાથ પણ લીવર પર ઝડપથી વધી રહ્યો હતો સુરજને ભાન પણ નથી હોતી સ્પીડોમીટર પર કાંટો ૯૦ સ્પીડ બતાવી રહ્યો હતો ફક્ત નજર રોડ પર હતી મનમાં તો હજુય રીનાના શબ્દો ગુંજી રહ્યા હતા જો સહેજ પણ હેન્ડલ આડુ અવળુ થયુ હોત તો કદાચ સુરજ ન તો સંધ્યાને મળી શક્યો હોત કે ન તો જોબ કરી શક્યો હોત પાછળથી આવતી કારમાથી જ્યારે ગંદી ગાળ સંભળાયી ત્યારે સુરજ ભાનમાં ‍આવ્યો બાઇકની સ્પીડ સ્લો કરી મનમાં આવતા આવેગો શાંત થયા ધીમી સ્પીડે બાઇકને કોલેજ તરફ વાળ્યુ જ્યા સંધ્યા પહેલાથી જ રાહ જોઇ રહી હતી

સુરજને જોઇને સંધ્યાને હાશકારો થયો જેમ તરસ્યાને રણમા પાણી મળી જાય એમ અજાણ્યા શહેરમા સંધ્યાને સુરજ મળી ગયો સંધ્યા ખુબ જ લાગણીશીલ થઇને સુરજને ગળે લગાવી લે છે એક બે વાર આઇ લવ યુ પણ બોલી નાખે છે પરંતુ સુરજ સ્તંભની જેમ સ્તબ્ધ થઇને ઉભો રહ્યો કાનમાં સંધ્યાના શબ્દો સંભળાયા હતા પરંતુ મનમાં હજુય કદાચ રીનાના શબ્દો ગુંજી રહ્યા હતા જેમા સંધ્યાના શબ્દોની અસર ના થયી એકબાજુ રીનાનો નિસ્વાર્થ પ્રેમ હતો કોઇપણ રીતે સુરજ સંધ્યાનુ દિલ દુભાવવા નહોતો ઇચ્છતો પોતે પણ સંધ્યાને ખુબ જ ચાહતો હતો સુરજની આંખોમાથી લાગણી અશ્રુરુપે બહાર આવી રહ્યા હતા જે કદાચ સંધ્યા જોઇ શકતી નહોતી

સુરજ સંધ્યાને બાઇક પર બેસાડીને રુમ પર લઇ આવે છે રુમનુ વાતાવરણ શાંત હતુ પીન ડ્રોપ સાયલન્સ રુમમાં હતુ રીનાની આંખોમા પણ હજુય પોતે આટલા સમય સુધી સુરજથી વાત છુપાવી એની ઉદાસી સાફ દેખાઇ રહી હતી જોકે એક ઓફીસર માટે સામાન્ય વાત કહેવાય પરંતુ રીનાની લાગણી પણ સુરજ સાથે જોડાયેલી હતી છેલ્લા બે મહિનાથી ગુજરાતમા સુરજ સિવાય રીનાનુ હતુ જ કોણ ? કદાચ આ કારણે જ રીનાને પોતાની જાત પર શરમ આવી રહી હતી

સંધ્યા કશુય સમજી શકે એમ નહોતી પરંતુ કાલે જે ઘરમા કીલકીલાટ હતો એ અાજે કયાંક ગાયબ થઇ ગયો હતો એ તો સમજાઇ રહ્યુ હતુ વાતાવરણ પોતાના ઘરની જેમ જ સુમસાન હતુ સંધ્યા સુરજ સામે જુએ છે પરંતુ સુરજ કાઇપણ રિએક્શન આપતો નથી રીના પણ પોતાના બેડ પર બેઠી હતી કદાચ બંને વચ્ચે થોડો ઝઘડો થયો હશે એમ સંધ્યા વિચારે છે પરંતુ કશુય બોલતી નથી એ પણ રીના જોડે જઇને બેડ પર બેસે છે સવારે વહેલા જાગેલી હતી એટલે બેડ પર પડતા જ ઉંઘ આવી જાય છે રીનાની બાજુમા જ સુઇ જાય છે

રીના ક્યાંય સુધી સંધ્યાના માસુમ ચહેરાને નિહાળ્યા કરે છે સુરજની મનોસ્થિતી પણ રીના સારી રીતે સમજતી હતી પરંતુ પોતે કશુય કરી શકે એમ નહોતી હકીકત આજે નહી તો કાલે સુરજ સામે આવવાની જ હતી તો પછી આજે જ કેમ નહી ? રીનાને એક વાતનો વશવશો રહ્યો હતો કે જ્યારે સંધ્યાને જાણ થશે ત્યારે એના પર શુ વિતશે ? મારા પ્રત્યે જેટલુ માન અત્યારે સંધ્યાના મનમાં છે એ શુ કાયમ રહેશે ? એ સુરજને આ જોબ પર અાવવા માટે હા પાડશે ? શુ સુરજ રીનાને સિક્રેટ એજન્સી જોઇન કરવાની વાત જણાવી શકશે ? સવાલો ઘણાબધા હતા પરંતુ જવાબ એકપણ નહી 😇😇

સુરજ રીનાની સિક્રેટ એજન્સીની વાત સાંભળીને ફરી પાછો પોતાનો ભયંકર ભુતકાળમાં પાછો ફરી ગયો હતો કેટલો સરસ પરિવાર હતો કેમ મમ્મી કોઇ બીજા જોડે અફેર કરીને પપ્પા તથા મને છોડીને જતી રહી હશે ? પપ્પાને કેમ નશાની લત લાગી હશે ? શા માટે પપ્પાએ ડ્રગ્સ લેવાના શરુ કર્યા હશે ? શુ વિરહની વેદના એટલી ભયંકર હશે કે એક સારા માણસને પણ ખરાબ બનાવી દે પોતાના માસીએ કઇ રીતે મોટો કર્યો ને પોતે કઇ રીતે આ જોબને લાયક બન્યો હશે જીંદગીની આખી સફર ફિલ્મની જેમ આંખો સામેથી પસાર થય ગયી

પપ્પા માટે તો કશુ ના કરી શક્યો પરંતુ બીજા કોઇ બાળક અનાથ ન થાય તથા દેશમાટે કાર્ય કરવા લાયક જો કોઇ કામ હોય તો આવા લોકોને પકડી પાડવાનુ છે જે અંદરથી જ દેશને કોતરી ખાય છે આ લોકો મારા જેવા લોકોને અવળા રસ્તે ચડાવે છે મને સંભાળવા તો માસી હતા પરંતુ જેની પાછળ કોઇ જ ના હોય એ લોકો થોડા પૈસા ખાતર પણ જોખમ લેવા તૈયાર થઇ જતા હશે અને તસ્કરો આવા જ લોકોની શોધમા રહેતા હશે એટલે દેશમાટે કાર્ય તો કરવુ જ રહ્યુ ને હુ કોઇપણ ભોગે આ જોબ કરીશ પૈસા ખાતર નહી મારા દેશ માટે...સુરજ મનમાં મક્કમ નિર્ણય કરે છે

તરત જ દિલોદિમાગ વચ્ચે જંગ છેડાયો હોય એમ મનમાંથી તરત બીજો પ્રશ્ન ઉદભવ્યો સુરજ તો પછી સંધ્યાનુ શુ થશે ? તમે બંનેએ જોડે સેવેલા સપનાઓ નુ શુ ? સંધ્યા તો તારો પહેલો પ્રેમ છે એને શુ ભુલી શકીશ ? જોબમાં તો હજુ તને ખબર પણ નથી કે આગળ શુ થશે ? જોબ માટે સંધ્યાને છોડી દઇસ ? સંધ્યા આ બધુ સહન કરી શકશે ?

ફરી સુરજ મનમાં જોબ માટે મક્કમ નિર્ણય કરી રહ્યો હતો એ બાબતમાં ઢીલો પડી ગયો દિલોદિમાગના જંગમા શુ નિર્ણય આખરી કરવો એ સમજાઇ રહ્યુ નહોતુ માથુ ગરમ થઇ ચુક્યુ હતુ સુરજ બંને હાથો વડે માથુ પકડે છે ને ત્યાંજ ભોંયતળીયા પર લંબાવે છે જેથી મગજ શાંત થાય અને પોતે કોઇ એક મક્કમ નિર્ણય કરી શકે સમય ઘણો હતો પરંતુ સંધ્યાને કહેવુ હોય તો રુબરુમાંજ કહી શકવાનો પણ એક મોકો હતો કદાચ સંધ્યા જતી રહે પછી આ વાત મેસેજ દ્વારા જણાવે તો સંધ્યાને કાઇક મિસઅન્ડરસ્ટેન્ડીંગ પણ થઇ શકે એમ હતી

સંધ્યા ઉઠીને તરત જ પોતાનુ બેગ પેક કરવા લાગે છે સુરજ હજુય ત્યાંજ ઓસરીમા સુતો હતો રીના લેપટોપમા વ્યસ્ત હતી સંધ્યાને સાંજની ટ્રેન હતી કદાચ જો એ મળી જાય તો રીનાની રુમ પર વધારે રોકાવુ ન પડે રીનાની નજર સંધ્યા પર પડે છે

શુ કરે છે સંધ્યા ?

ઘરે જવાની તૈયારી યાર

અરે પણ કાલે સવારે નીકળી જજે અત્યારે જઇસ તો રાતે મોડા પહોંચીશ ને રાત્રે એકલા જવુ તારા માટે ઠીક નથી

અરે કાઇ ન થાય રીના પહોંચી જાઇસ આરામથી

ના તારે આજે નથી જવાનુ તારા મમ્મી જોડે મે વાત કરી છે ને એક દિવસ વધારે રોકાઇશ તો ઘરમા કાઇ આફત નહી આવી જાય

હા સંધ્યા રીના સાચુ કહે છે રોકાઇ જા મારે પણ તારી જરુર છે સાંજે તારા જોડે અમુક વાતો શેયર કરવાની છે તો પ્લીઝ રોકાઇ જા

સંધ્યાએ મનમાં તો ઘરે જવાનો પ્લાન બનાવી જ લીધો હતો કદાચ રીનાના રોકવાથી પણ ન રોકાત પરંતુ સુરજના પ્રેમાળ સ્વભાવ સામે અને કાલીઘેલી વાતો સામે રીનાનુ કાઇ ન ચાલ્યુ ને ઘરે જવાનુ માંડી વાળ્યુ

સુરજ પણ હવે થોડો ઠીક થઇ ચુક્યો હતો પોતાના મગજમા બધી વાતો ક્લીયર કરી ચુક્યો હતો પોતે આગળ શુ કરશે એ બધુ મનોમન નક્કી કરી લીધુ હતુ બપોરે ઘરમાં જે તંગદિલી ભર્યુ વાતાવારણ હતુ એ ફરી થોડુ ગુંજતુ થયુ રીના પણ હવે થોડુ સારુ ફીલ કરી રહી હતી

રીનાના મનમાં હજુય ઘણા સવાલો ચાલતા હતા સુરજ સંધ્યાને શુ સચ્ચાઈ જણાવી શકશે ? શુ સંધ્યા સુરજને આ જોબ કરવા માટે પરમિશન આપશે ? સુરજ સંધ્યાને છોડીને શુ જોબ કરશે ? ઘણાય સવાલો ફરી રીનાના મનમાં ફરી વળ્યા

સંધ્યા પેક કરેલુ બેગ ખોલીને એમાથી પેપર બહાર કાઢે છે અમુક એકેડમીઓની આન્સર કી બહાર આવી ચુકી હતી એના જોડે પોતાનુ પેપર મેચ કરવા લાગે છે સુરજ પણ સંધ્યાના હાથમા રહેલા પેપર જોઇને એની બાજુમાં ગોઠવાય છે સુરજ થોડો ઉત્સાહીત હતો રીના હજુય લેપટોપમા કામ કરી રહી હતી ને મનમાં સુરજ અને સંધ્યા વિશે અલગ અલગ વિચારો બાંધી રહી હતી

એક પછી એક પ્રશ્ન સંધ્યાનો સાચો પડવા લાગે છે સાથોસાથ ચહેરા પર સ્માઇલ આવતી જાય છે સુરજનો ચહેરો પણ ખીલી ઉઠે છે સંધ્યાની મહેનત રંગ લાવી રહી હતી કદાચ સંધ્યાની મહેનતનુ જ આ પરિણામ હતુ બધા વિકલ્પોને અંતે લગભગ ૮૨ વિકલ્પો સાચા ઠર્યા જે કોમ્પેટેટીવ એક્ઝામના વ્યુથી ખુબ જ સારા માર્કસ કહેવાય સુરજની ખુશીનો પાર નથી રહેતો સંધ્યાને ગળે લગાવી લે છે ને પોતાની ખુશીનો ઇઝહાર કરે છે સંધ્યા પણ ખુશીથી ચિલ્લાઇ ઉઠે છે

શુ થયુ પણ ?? (રીના)

સંધ્યાના ૮૨ વિકલ્પો સાચા પડ્યા (સુરજ)

અરે વાહ કોન્ગ્રેચ્યુલેશન સંધ્યા પોલીસ મા જોબ પાક્કી (રીના)

આજ તો પાર્ટી બને હો સંધ્યા (સુરજ)

સારુ આજે સાંજે હુ પાર્ટી આપીશ બસ તમે બંનેએ આમપણ મારી બહુજ સેવા ચાકરી કરી છે (સંધ્યા)

સુરજ તુ અને સંધ્યા જજો મારે તો તુ જાણે છે ઇવેન્ટમા જવાનુ છે (રીના)

સુરજ રીનાનો કહેવાનો ટોન સમજી ગયો હતો રીનાએ સુરજને સંધ્યા જોડે એકાંતમા વાત કરવાનો સારો એવો મોકો ગોઠવી આપ્યો હતો

હવે સુરજ પોતાના મનમા દબાયેલી વાત સંધ્યા જોડે શેયર કઇ રીતે કરશે એ એક મોટો સવાલ હતો


રીના થોડીવારમાં જ પોતાનુ લેપટોપ ઓફ કરીને ઇવેન્ટના બહાનાનો ઢોંગ કરીને બહાર નીકળી જાય છે હવે રીના સ્વતંત્ર હતી જેટલો ભાર છેલ્લા બે મહિનાથી વેઠી રહી હતી હવે એ ઉતરી ચુક્યો હતો પોતે હળવી ફુલ થઇ ચુકી હતી પરંતુ મનમાં હજુય સુરજની મનોવ્યથા ચાલી રહી હતી સુરજ એક સાચો મિત્ર હતો જેણે પોતાની મિત્રતામા કોઇ કચાસ નહોતી રાખી મનમાં થોડો અફસોસ પણ હતો કારણકે અાવી વાત પોતાના મિત્રથી બે મહિના છુપાવી અને કહી તો પણ ત્યારે જ્યારે સુરજને પોતાનો સાચો પ્રેમ મળી ચુક્યો હતો સુરજ પોતાના માટે શુ વિચારતો હશે એવુ મનમાં થયા કરતુ

સુરજ અને સંધ્યા રુમ પર એકલા હતા સુરજને ઘણીબધી હિંમત જુટાવવાની હતી ને સંધ્યાને સચ્ચાઇ બતાવવાની હતી સુરજના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા હતા કપાળ પર ઠંડીમા પણ પરસેવો સાફ દેખાતો હતો રીનાએ તો સુરજને જરુરી એકાંત પુરુ પાડી આપ્યુ હતુ હવે વારો સુરજનો હતો મનમાં અવનવા વિચારો આવ્યા કરતા અને માણસ જ્યારે ટેન્શનમા હોય કે જ્યારે તણાવ વધારે હાવી થઇ જાય ત્યારે માણસને ઘણાબધા વિચારો આવવા લાગે છે ખાસ કરીને નેગેટીવ વિચારો સુરજને પણ આવુજ કાઇક થયુ હતુ હડબડાટી થઇ હતી એટલે નેગેટીવ વિચારો પોતાનુ સ્થાન જમાવી રહ્યા હતા સંધ્યા કદાચ આ બાબત નહી સ્વીકારે તો ?
સંધ્યા કદાચ આવી જોબ માટે મને રજા નહી આપે તો ? શુ સંધ્યા પછી પણ મને પ્રેમ કરશે ? સંધ્યાનો પરિવાર આવી જોબ કરીશ તો સંધ્યા જોડે પરણવાની પરમિશન આપશે ? સંધ્યા સામે વાત કઇ રીતે મુકીશ ? ઘણાબધા વિચારો મનમાં એક પછી એક ઉદભવી રહ્યા હતા સાથોસાથ દિલની ધડકમ પણ તેજ થઇ રહી હતી

સુરજ તુ ઠીક તો છે ને ? (સંધ્યા)

સુરજ એકાએક ભાનમાં આવે છે હા હા ઠીક જ છુ લથડાતા શબ્દો સાથે સુરજ બોલ્યો

ચહેરા પર પરસેવો કેમ થઇ ગયો ? એ તો મને થવો જોઇએ કોઇ છોકરા જોડે એક છોકરી એકલી હોય તો ડર તો છોકરીને લાગે પણ અહીંતો તુ જ ડરેલો છે 😂😂😂 (સંધ્યા)

એવુ કશુય નથી યાર....ને આપણા વચ્ચે ડર શેનો આપણો સંબંધ લાગણીના તાતણે બંધાયેલો છે એમા જિસ્મ નો તો કોઇ ઉલ્લેખ પણ નથી તો ડર હોવો જ ના જોઇએ (સુરજ)

એટલા માટે તો તારા પર ફીદા છુ પાગલ😘😘 જિસ્મ પર મરવા વાળા તો ઘણાય જોયેલા છે મારી આંખે પરંતુ તુ કાઇક અલગ છે એટલા માટે તો તારા જોડે પ્રેમ થયો 😍😍
(સંધ્યા હવે સુરજ જોડે ખુલ્લીને વાતો કરવા લાગી હતી)

ઓહહ તો એ વાત હવે તમે અત્યારે જણાવો છો પહેલા પણ તો કહી શકતા હતા ને (સુરજ જાણે પોતે બીજી વાતનુ ટેન્શન છુપાવવા કરી રહ્યો હતો હજુય શબ્દો કયાંક ક્યાંક અટકાતા હતા)

હા આજે એકાંત પણ છે કોઇ નો ડર પણ નહી ફક્ત આપણે બંને છીએ ને આપણી જ વાતો. પહેલા થોડી શરમ લાગતી હતી કારણકે હુ અહી મહેમાન બનીને આવી હતી થોડો ડર તો લાગે જ. આમપણ તમે બંને લોકો મારા માટે અજાણ્યા હતા તમારા જોડે ફક્ત મેસેજીસ કે કોલ પર વાતો થતી હતી કોણ માણસ કેવુ હશે કેવા સ્વભાવના હશે એનો અંદાજ ફક્ત કોલ કે મેસેજીસ દ્વારા તો થઇ ના શકે ને ? પરંતુ હવે બધુ બરોબર છે તમને બંનેને સારી રીતે ઓળખી ગયી છુ ને તમારા જોડે હળીમળી ગયી છુ એટલે કશોય વાંધો નથી હવે તમારા જોડે બિંદાસ વાતો શેયર કરી શકુ છુ 😊😊😊
( સંધ્યાએ જે ખચકાટ ટ્રેનમા આવતી વખતે સુરજ અને રીના માટે અનુભવ્યો હતો એ બધી વાત સુરજ સામે ધીમેધીમે રાખી રહી હતી ને બિંદાસ રીતે બોલી રહીહતી )

અચ્છા મેડમ તો ત્યા સુધી તમને અમારા પર વિશ્વાસ નહોતો એમ થયુ ને ? 😜😜 (સુરજ)

વિશ્વાસ હતો યાર તો જ અહીં સુધી એકલા આવી હોવ ને તમારા એક કોલ પર અહી મમ્મી મોકલી દે ખરા અને મમ્મી મોકલે તો પણ હુ આવુ ખરા ? વિશ્વાસ ન હોત તો સાથે ભાઇને પણ લાઇ શકુ ને યાર (સંધ્યાને સુરજની વાત પસંદ ન આવી હોય એમ મોઢુ બગાડતા બોલી)

અરે હુ જસ્ટ મજાક કરુ છુ યાર (સુરજ)

આ સમયમાં કોઇ માણસ કોઇના પર વિશ્વાસ કરવા યોગ્ય છે
સગા ભાઇનોય વિશ્વાસ કરવો યોગ્ય નથી સુરજ છતાય હુ તારા માટે અહીં આવીને વિશ્વાસ વગર તો નહીંજ આવી હોવને (સંધ્યાએ પોતાના ભાઇ પ્રત્યે અણગમો જાહેર કર્યો ને હજુય સુરજની વિશ્વાસ વાળી વાતને લઇને ઉશ્કેરાઇ હતી)

અરે બેબી કુલ ડાઉન હુ જસ્ટ મજાક કરતો તો સુરજ ફરી સંધયાને પીઠ પાછળથી પકડી લે છે ને હળવુ હગ કરે છે ( સુરજ જાણે પોતાનુ ટેન્શન સાવ ભુલી જ ગયો હોય એવુ બિહેવ કરી રહ્યો હતો )

***
રીના પણ કોઇ કારણોસર જ બહાર આવી હતી અામપણ સિક્રેટ એજન્સી ઓફીસર કોઇપણ કામ કરતા પહેલા સો વાર વિચાર કરે છે અહીં રીના પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મિસ્ટર રાઠોડના કોલનો વળતો જવાબ આપવા માટે બહાર આવી હોય છે

રીના સારી એવી રેસ્ટોરન્ટના એક ખુણામા આવેલા ટેબલ પર બેસે છે ને ત્યાથીજ પાઉભાજી ઓર્ડર કરે છે રેસ્ટોરન્ટમા આજુબાજુ નજર કરે છે ક્યાંય સીસીટીવી દેખાયા નહી એટલે પોતે સેફ છે એવુ નક્કી કરે છે આજુબાજુના લોકોના ચહેરા પર પણ એક નજર ફેરવે છે રીના ચહેરો સાફ વાંચી શકતી કદાચ બીજાના ચહેરા વાંચવા એ ટ્રેનીંગમા શિખવવામા આવતુ હસે અથવા તો ટ્રેનિંગનો એક હિસ્સો હશે એવુ કહી શકાય બધાય લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા એટલે વાત કરવામા કશોય વાંધો નહી આવે એવુ રીના મનોમન નક્કી કરે છે

અત્યાર સુધીમાં તો સરનો કોલ આવી ગયો હોવો જોઇએ કેમ નહી આવ્યો હોય રીના મનમાં જ બબડે છે

લ્યો મેડમ પાઉભાજી બીજુ કાઇ એકસ્ટ્રા જોઇએ છે ? એક નાનકડો પંદરેક વર્ષનો છોકરો બાજુમા આવીને ઉભો રહ્યો

ના બીજુ કશુય નહી રીના છોકરા સામે જોયા વગર જ બોલી ઉઠી

છોકરો ફરી પોતાના કામે વળગ્યો

અચાનક જ રીનાના ફોનમા ધ્રુજારી ઉઠી પહેલી રીંગ વાગે એ પહેલા તો રીનાએ કોલ રિસીવ પણ કરી લીધો

હેલ્લો સર !!

રીના તુમને સુરજ કો જોબ કે બારે મે ઇન્ફોર્મ કર દીયા ? (મિસ્ટર રાઠોડ કોલ પર )

જી સર અાજ સુબહ કો હી મેને ઉસકો જોબ કે બારેમે ઇન્ફોર્મે કીયા ઓર અાપને જો લેટર દીયા થા વો ભી દીખાયા (રીના ધીમા સ્વરે બોલી રહી હતી ને અાજુબાજુ નજર પણ ફેરવી રહી હતી)

બહોત બડીયા વો ઇસ જોબ કે લીયે માન તો જાયેગા ના ?

સર વૈસે તો માન હી જાયેગા લેકીન એક બંદી પ્રોબ્લેમ ખડા કર શકતી હે (રીનાએ તુટેલા ફુટેલા હિંદીમ‍ા જવાબ આપ્યો જેથી આજબાજુના લોકો કાઇ સમજી ન શકે )

તુમ સબ કુછ દેખ લેના ઓેર ઇધર સુરજ કો લેકર હી આના ઉસકે આઇ.ટી. વાલે પ્રોફેસર મેરે બહુત અચ્છે દોસ્ત હે રીના

ઓકે સર આઇ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ

ઓર અપની છુટ્ટીયા પુરી ઇન્જોય કરના પતા નહી બેટા અબ તુમ દોનો કો કબ છુટ્ટીયા મિલેગી સો ઇન્જોય વેરી વેલ

ઓહકે થેંકયુ સર

ઓવર એન્ડ આઉટ.......મિસ્ટર રાઠોડ એક છેડેથી કોલ કટ કરે છે

***

સુરજ અને સંધ્યા સાંજે બહાર ફરવા નીકળી પડે છે સુરજનો હાથ પકડીને સંધ્યા ચાલી રહી હતી સંધ્યા અાગળના દિવસ કરતા વધારે ખુશ દેખાઇ રહી હતી પેપરનુ ટેન્શન મગજમાંથી હવે નીકળી ચુક્યુ હતુ વધારાનો જે પણ સમય હતો એ સુરજ જોડે વિતાવવાનો હતો સુરજના હાથોમા હાથ બિડાવીને સંધ્યા રોડની કિનારી પર ચાલી રહી હતી અને સુરજ જોડે નખરા કરી રહી હતી

સુરજ પણ સંધ્યા જોડે ખુશ દેખાઇ રહ્યો હતો પરંતુ મનમાં હજુય રીનાની વાત સંભળાય હતી ચહેરા પર હાસ્ય રાખીને સુરજ મનોમન ગભરાઇ રહ્યો હતો કદાચ રીના જોડે રહેવાની અસર સુરજને પણ થય ચુકી હશે એવુ કહી શકાય બંને ચોકોલેટ રુમ તરફ આગળ વધી રહ્યા હતા સુરજ અને સંધ્યા બંને દોઢેક કલાક જેટલો સમય ચોકોલેટ રુમમાં વિતાવવાનુ નક્કી કરીને નીકળેલા બંને ચોકોલેટ રુમમાં પ્રવેશે છે

બંને એવા કપલ ટેબલ પર જઇને બેસે છે જ્યા એકાંત હોય અને કોઇ ખલેલ ન પહોંચાડી શકે બંને કપલ સીટ પર બેસે છે વેઇટર સુરજ અને સંધ્યાનો ઓર્ડર લે છે સંધ્યા સુરજની પસંદનો આઇસક્રીમ મંગાવે છે વેઇટર ઓર્ડર નોટ કરે છે અને થોડા સમય સુધી રાહ જોવા કહે છે

સુરજ અને સંધ્યા ફરી વાતોએ વળગે છે ચોકલેટરુમમાં ધીમુ ધીમુ કર્ણપ્રિય સંગીત સંભળાય રહ્યુ હતુ વાતાવરણ ખુશનુમા હતુ અલગ અલગ લાઇટોથી ચોકલેટરુમ ઝળહળી રહ્યો હતો સંધ્યાના ચહેરા પર ખુશીની લહેર સાફ ઝલકાતી હતી સુરજ પણ સંધ્યાના હસતા ચહેરાને જોઇને ખુશ દેખાઇ રહ્યો હતો થોડો શરમાઇ રહ્યો હતો થોડી થોડીવારે ચશ્માની ફ્રેમ સરખી કરતો અને સંધ્યા સામે જોઇને શરમાતો સંધ્યા પણ સુરજ સામે જોઇને સ્માઇલ કરતી

સુરજને સારો એવો મોકો મળતા જોબની વાત કરવાનુ વિચાર્યુ

સંધ્યા હવે તો તુ પોલીસની ભરતીમા પાસ થઇ જાઇસ ને ? આઇ થિંક મેરીટમા તો નામ આવી જ જશે તારુ 😃😃

હા યાર આટલી મહેનત કરી છે તો કદાચ નામ આવી જશે પરંતુ હજુ ગ્રાઉન્ડ ક્લીયર કરવાનુ છે ને ? (સંધ્યા)

સંધ્યા તુ ખોટુ ન માને તો એક વાત કહુ ? (સુરજ)

હા બોલ ને એમ‍ા શુ ખોટુ લગાડવાની વાત આવી યાર (સંધ્યા)

હુ પણ મારુ કરીયર બનાવવા ઇચ્છુ છુ મને પણ ડિફેન્સની જોબ કરવાનો શોખ છે જો તારી ઇચ્છા હોય તો......

સુરજની વાત વચ્ચેથી અટકાવતા જ સંધ્યા બોલી હા તો એમા આગળ વધતા તને કોણ રોકે છે મને વધારે ખુશી થશે જો તુ ડિફેન્સની જોબ જોઇન કરીશ તો યાર આઇ લવ ઇન્ડિયન આર્મી (સંધ્યા)

સંધ્યાની વાત સાંભળીને સુરજને થોડી રાહત થયી અરે પહેલા મારી પુરી વાત તો સાંભળ યાર.....

મને કાલે જ જાણ થયી રીના કોઇ કોલેજ કરતી છોકરી નથી એ એક સિક્રેટ એજન્સી ઓફીસર છે જ્યારે તુ એક્ઝામ આપવા ગયી ત્યારે જ મને રીનાએ સાચી હકીકત જણાવી મને ડિફેન્સમા જોબ મળી ગયી છે મને મારો કનફરમેશન લેટર પણ બતાવ્યો મે ઘણાસમય પહેલા સિક્રેટ એજન્સી જોઇન કરવા માટેનુ ફોર્મ ભરેલુ જ્યારે કદાચ આપણે એકબીજ‍ાને ઓળખતા પણ નહી હોય રીના છેલ્લા બે મહિનાથી હુ જોબ માટે યોગ્ય છુ કે નહી એની તપાસ કરી રહી હતી કાલે રીનાએ મને બધી વાત વિસ્તારપૂર્વક જણાવી સુરજે મનમા અત્યાર સુધી દબાવી રાખેલી વાત એકી શ્વાસે બોલી નાખી

સંધ્યા એકીટશે આંખો પહોળી કરીને સુરજની વાત સાંભળી રહી હતી સુરજની વાત સાંભળી સંધ્યા થોડા સમય માટે અચંબામા મુકાઇ ગયી સંધ્યા કશુય સમજી શકતી નહોતી રીના એક સિક્રેટ એજન્સી ઓફિસર છે એવુ એના માન્યામા પણ નહોતુ આવતુ કાલ સુધી જે છોકરી પોતાને એક બેસ્ટ ફ્રેન્ડની જેમ સાચવતી હોય એ ઓફીસર કઇ રીતે હોઇ શકે ? અને એ પણ સિક્રેટ એજન્સી ઓફીસર ? સંધ્યા ફક્ત સુરજની સામે જોઇને કાઇપણ બોલ્યા વગર સુરજની વાત સાંભળી રહી હતી

સંધ્યા પંદર દિવસ પછી અમારે બંનેએ હાજર થવાનુ છે જો તારી મંજુરી હોય તો હુ લેટર પર સિગ્નેચર કરી નાખુ

સંધ્યા સુરજની વાત સા઼ંભળતી નથી સુરજ સંધ્યાના હાથપર પોતાનો હાથ મુકે છે સંધ્યા એકદમ ઝબકી ઉઠે છે જાણે સુરજની વાતની કોઇ અસર જ ના થય હોય એવુ લાગતુ સંધ્યા ઉંડા વિચારોમા ખોવાઇ ચુકી હતી જે સંધ્યા આર્મીને ખુબજ ચાહતી હતી એમા સુરજને પણ જવાનુ થશે એ જાણીને એકદમ સ્તબ્ધ બની ગયી હવે મિલેટરી પ્રત્યેનો પ્રેમ એક જ ઝાટકામા દુર થઇ ગયો સંધ્યાને સુરજની ચિંતા થવા લાગી હતી કદાચ સુરજને કાઇ થશે તો ?

સંધ્યા હુ તને પુછુ છુ જો તુ હા પાડે તો હુ કન્ફરમેશન લેટર સાઇન કરી આપુ મારી પાછળ હવે મારુ કોઇ નથી ફક્ત ને ફક્ત તુ કે જે મારો પહેલો પ્રેમ છે એટલે તારા જોડે આ વાત શેયર કરુ છુ તુ વિચારવા માટે પુરતો સમય લઇ શકે છે મને કશોય વાંધો નથી ને મારી ઇચ્છા આ જોબ જોઇન કરવાની છે કદાચ આ જોબથી અાપણા બધા સપના પુરા થઇ શકશે તુ પણ એકવાર વિચારી જોજે

વેઇટર ઓર્ડર કરેલી ચીજવસ્તુઓ લઇને ટેબલ તરફ આવે છે સુરજ વેઇટરને જોઇને પોતાની વાત બદલે છે

(ક્રમશ:)