The story of five Magician - chapter 2 books and stories free download online pdf in Gujarati

પાંચ જાદુગરોની કહાની ભાગ-૨

પાંચ જાદુગરોની કહાની

ભાગ-૨

આગળના ભાગમાં આપડે જોયું કે રાજુ અને એનો પરિવાર તેમના ગામથી નીકળીને ગાભુંગામ જવા નીકળ્યા હતા. ત્યાં પોહ્ચ્યા પછી રાજુ અને જ્યોત્સનાનો હાથ અડતા બંનેને કરંટ લાગ્યો હોય એવો ઝટકો લાગે છે. પછી રજુ અને એનો પરિવાર ત્યાં જ રોકાઈ જાય છે. રાત્રે અઘોરી આવી ને મગનભાઈ ને કૈક કહે છે. અને તે ઈશ્વર ના શબ્દો કહેવા આવ્યો છે. તેવું કહે છે. હવે આગળ...

પ્રકરણ-૨

ઈશ્વરના શબ્દો

"આવી ગયો છે એ સમય જ્યારે મળશે બે શરીર એક જાન, જેમને મળ્યું છે મહાદેવથી વરદાન, હવે નહી રહે એક મ્યાનમાં બે તલવાર"
હે મનુષ્ય આ શબ્દોને હમેશાં યાદ રાખજે... અઘોરી બોલ્યો.

ત્યાં જ શાંતિબેન અંદરથી બહાર આવ્યા કહ્યું કોણ છે. એટલામાં મગનભાઈ બોલ્યા કોઈ નથી. તું અંદર જા. શાંતિ બેન અંદર જતા રહ્યા અને કહ્યું જલ્દી આવજો ઘરમાં મહેમાન પણ છે. મગનભાઈ એ કહ્યું સારું આવું છું.

પછી મગનભાઈ બોલ્યા; તમે કોની વાત કરો છો બાબા?

અઘોરી બોલ્યો...
" હે મનુષ્ય, આ એ જ છે જેની રાહ જોવાઇ રહી હતી, જે રક્ષા કરશે બધાની "

મગનભાઈ ને કંઇજ સમજાતું નહોતું. તેમને અઘોરી કહ્યું, બાબા મને કઈ જ ખબર ના પડી.

ત્યાં જ પેલા બાબા બોલ્યા, ચિંતા ના કર પુત્ર જેમ જેમ સમય પસાર થશે એમ એમ તને સમજણ પડી જશે.

ત્યાં જ અઘોરી બોલ્યો:
" પુત્ર હું આવ્યો અને મેં જે શબ્દ કહ્યા એ કોઈની સામે વર્ણનના કરતો એમાં જ બધાની ભલાઈ છે.
જો ભૂલથી પણ આ વાત એ લોકો સુધી પોહચી ગઈ જેમનું અમે નામ પણ નથી લઈ શકતા, તો એ લોકો કોઈને પણ જીવિત નહિ છોડે. એટલે તું આ વાત અહી આપડા બંને જણાં સિવાય કોઈ ત્રીજાને ખબર ન પડવી જોઇએ. સમય આવશે ત્યારે આ વાત જાતે જ બહાર આવી જશે.

તો બાબા આ વાત તમે કેમ મને કહી. જો ભગવાન ના કરે આ વાત મારાથી ભૂલથી કોઈ ને કહેવાઇ ગઈ તો.

પુત્ર મને વિશ્વાસ છે તારા પર તું કોઈ ને નહી કહે.

તો પણ બાબા...

(મગનભાઈ ની વાત કાપતા કહ્યું) તું ચિંતા ના કર પુત્ર આ તો ઈશ્વરનો ખેલ છે. એમને કંઇક જોઈ ને જ આ વાત કહેવા મને તારી જોડે મોકલ્યો હશે.

સારું પુત્ર મારો જવાનો સમય આવી ગયો છે. હું જાઉ છુ.

મગનભાઈ એમને પગે લાગ્યા.

બાબાએ કહ્યું: ‘આયુષ્યમાનભવ પુત્ર’

આટલું કહી અઘોરી જવા નીકળ્યો ત્યાં જ મગનભાઈ બોલ્યા, બાબા જતા પહેલા મારી પુત્રી અને મારા થનારા જમાઈ ને આર્શિવાદ આપતા જાઓ. અઘોરી કહ્યું ઠીક છે.

મગનભાઈ એ બન્ને જણાને બોલાવ્યા. અને આર્શિવાદ લેવા કહ્યું.

બંને જણાં આર્શિવાદ લેવા નમ્યા ત્યાં અઘોરી એ આર્શિવાદ આપતા કહ્યું; “ વિજયીભવ ”

આ આર્શિવાદ સાંભળતા જ મગનભાઈ ને ધ્રાસકો પડયો.

એણે થયું કે મારી પુત્રીને શૌભાગ્યવતીભવ ને બદલે આ કેવા આર્શિવાદ આપ્યા. અને જમાઈરાજ ખુશ રહો પણ ના કહ્યું.

અઘોરી જતો રહ્યો હતો. પણ એની વાતો રાતભર મગનભાઈને ઊંઘવા નહતી દેતી.

સવાર પડી ગઈ હતી. રાજુ અને એનો પરિવાર એ એમના ઘરે જવા નીકળી ગયા હતા.

બધા ખુશ હતા બસ મગનભાઈ થોડા ચિંતિત હતા.

એ રોજ રાત્રે વિચારતા કે ફરી પાછા પેલા બાબા આવે અને એમની સાથે બેસી ને હું મારા મનમાં ચાલી રહેલા પ્રશ્નોનો જવાબ માંગુ.

આમની આમ છ માસ વીતી ગયાં. બાબા એક વાર પણ ન આવ્યા. મગનએ પણ એમની રાહ જોવાની લગભગ બંધ કરી દીધું હતું.

ત્યાં જ જ્યોત્સના અને રાજુ એકબીજાને પત્ર લખીને વાતો કરતા હતા.

હમેશાં ની જેમ આજે પણ જ્યોત્સના રસોડામાં કામ કરતી હતી. અને ત્યાં જ તેને ચપ્પુ વાગ્યું, અને તરત જ લોહી નીકળવા લાગ્યુ. જ્યોત્સનાએ એની માતા ને બોલાવી. માતા અહી આવતો જરા પાટો બાંધી દે તો મને ચપ્પુ વાગ્યું છે.

ત્યાં જ એની માતા દોડતી આવી અને કહ્યું લાવ બતાવ મને કેટલું વાગ્યું છે. તો જ્યોત્સના કહ્યું કે પગે વાગ્યું છે. ચપ્પુ રસ્તા માં પડ્યું હતું અને એના પર પગ આવી ગયો.

ત્યાં જ તેની માતા એ ઠપકો આપતા કહ્યું, કેટલી વાર કીધું છે જોઈ ને ચાલ્યા કર પણ મારી વાત તો કોઈ ને સાંભળવી જ નથી ને, જોયું ને વાગી ગયું.

તું પાટો બાંધવા આવી છે કે ભાષણ આપવા?

હા હવે લાવ બાંધી દઉં, ત્યાં જ જ્યોત્સના એ પગ બતાવ્યો તો એની માતા એ જોયું ત્યાં જ એ બોલી ક્યાં વાગ્યું છે.

આટલું બધું વાગ્યું છે તો દેખાતું નથી?

મને તો કઈ દેખાતું નથી કે ક્યાં વાગ્યું છે.

આ રહ્યું જો, એટલું જ બોલતા જ્યોત્સના ચૂપ થઇ ગઇ અને એને બહુ મોટો સદમો લાગ્યો હોય એમ જોવા લાગી.

શાંતિબેન બોલ્યા શું થયું કેમ કઈ બોલતી નથી?

તે બોલી બા હમણાં તો સુધી લોહી આવતું હતું, અને હવે અચાનક ગાયબ છે?

એની માતા બોલી શું મસ્તી કરે છે. મારે બઉ કામ છે. હું જાઉ છું.

જ્યોત્સના વારંવાર આ વાત વિચારતી હતી.

તે વખતે સાંજે બધા જોડે જમવા બેઠા હતા ત્યાં જ આ વાત એણે તેના પિતા ને કહી.

બધા હસવા લાગ્યા પણ મગનભાઈ અંદરથી ચિંતા થવા લાગી.

તેણે પેલા બાબાની વાતો ફરી વાર કાને સંભળાવવા લાગી.

જ્યોત્સનાને પણ આ વાત બહુ હેરાન કરી રહી હતી.

ૐ ૐ ૐ

રાજુ એ રાજુ ક્યાં છે. જલ્દી આવ આપડે તારા લગ્ન નું મહુવ્રત નીકળવા પંડિતજીને બોલાવ્યા છે.

રાજુ ફટાફટ તૈયાર થઈ ગયો. ત્યાં જ પંડિતજી આવી ગયા અને એ બોલ્યા 'જય શ્રીકૃષ્ણ'.

બધા બોલ્યા 'જય શ્રી કૃષ્ણ'

પંડિત એ ચા પાણી કર્યું, પછી કુંડળી મંગાવી.

ઘરના બધા ત્યાં પોહચી ગયા હતા. પંડિતજી એમની કુંડળી લઈને જોવા લાગ્યા અને આશ્ચર્ય ચકીત થઈ ગયા.

એ બોલ્યા હે પ્રભુ આ શું?

ઘરના બધા બિવાઇ ગયા. અને બોલ્યા શું થયું? કુંડળીના ગુણ મળતા નથી કે શું?

પંડિતજીએ કહ્યું કે ભગવાનએ એક બીજા માટે જ આ બંનેને બનાવી મોકલ્યા છે. કુંડળીના દરેક ગુણ મળે છે એકબીજા સાથે. આવી કુંડળી કરોડો લોકો માંથી એક ને જ હોય.

બધા ઘરના લોકો આ સાંભળી ને ખુશ થઈ ગયા. અને એટલા માં જ પાર્વતી બેન બોલ્યા તો રાહ શેની જુઓ છો. લગ્ન ની તારીખ આપી દો.

પંડિતજી બોલ્યા આવા ભાગ્ય વાળા લોકો ને કોઈ તારીખ જોવાની જરૂર નથી એમને કોઈ દોષ નડતો જ નથી તો પણ મારા મત પ્રમાણે વૈશાખ વદ અગયારસ ના સોમવાર ના રોજ લગ્નની તારીખ કાઢું છું. અને એ તારીખ છે...૨૧/૦૫.

આલો પંડિતજી મોઢું મીઠું કરો.

પંડિત એ મોઢા માં લાડવો ખાઈ લીધા પછી બોલ્યા હવે તો હું દક્ષિણા વધારે લઈશ.

પાર્વતીબેન બોલ્યા હા હા આતો કઈ કેવાની વસ્તુ છે.

ત્યાં જ રાજુ એક બાજુ ખૂણા માં આ બધું જોઈ અને સાંભળીને ખુશ થતો હતો.

પંડિત બોલ્યા હવે હું જાઉં છું. અને જતા જતા રાજુ સામે જોઈ રહ્યા. પંડિત નું મોઢું જોઈ ને લાગતું હતું કે તે કંઇક છુપાવી રહ્યા છે. આવું તે આવ્યા ત્યારે ખુશ દેખાતા હતા પણ કુંડળી જોયા પછી એ બઉ અજીબ હરકતો કરતા હતા જેમ કંઇક છુપાવી રહ્યા હોય. (પંડિત જતા રહ્યા)

રાજુ અને તેમનો પરિવાર રાત્રે જમવા બેઠો હતો. અને ત્યાં બધા એને ખીજવી રહ્યા હતા.

પાર્વતી બેન બોલ્યા ચાલો ખાઈ લો ફટાફટ કાલે વેવાઈ ના ઘરે જવાનું છે. એમને પણ આ શુભ ખબર કહેવાની છે.

બધા સૂઈ ગયા. સવાર પડી અને એ ગાંભુગામ જવા નીકળી ગયા હતા.

ૐ ૐ ૐ

અરે સમધીજી તમે આવો આવો. મગનભાઈ એ કહ્યું.

ત્યાં જ પાર્વતીબેન બોલ્યા હવે આ સબંધ પાકો સમજી લો વેવાઈજી.

મગનભાઈ બોલ્યા શું વાત કરો છો, વેવાણ.

હા સાચું કહું છું કાલે પંડિતજી આવ્યા હતા એમને કહ્યું કે આવી જોડી કરોડોમાંથી એકની હોય છે. અને એમને મહુવ્રત કાઢ્યું છે.

શું તારીખ આપી છે? મગનભાઈ બોલ્યા.

૨૧-૦૫ તારીખ આપી છે. હવે તો તમે મારા વેવાઈ બની ગયા છો, તો ચાલો આ ખબર આપી તો મારુ મોઢું મીઠું કરાવો.

મગનભાઈ તરતજ બોલી ઉઠ્યા હા કમ નઈ હું જરૂર કરાવીશ, ત્યાં જ તેમને તેમના દીકરા મહેન્દ્રને કહ્યું જા દુકાન માંથી કંઈક મીઠાઈ લેતો આવ. ( તે મીઠાઈ લેવા ગયો અને લઇ ને આવ્યા પછી બધા એ મોઢું મીઠું કર્યું )

રાત્રે બધા જામી ને એક રૂમમાં બેસી ને ખુશખુશાલ વાતો કરતા હતા, બધા ખુશ હતા સિવાય મગનભાઈના, એમના અંદર કોઈ ચિંતા એમને ખાઈ જતી હોય એવું લાગતું હતું. પણ એ ચિંતા એમને કોઈ સાથે વ્યક્ત નહતી કરવાની, તો એમને તેઓ ખુશ જ છે એમ બતાવતા હતા.

જ્યાંરે બધા રૂમમાં હતા રાજુ અને જ્યોત્સના બહાર ઓટલા પર બેઠા હતા, બંને જણા એટલા શરમાળ હતા ને કે છેલ્લી પંદર મિનિટથી એ બંને જણા ના મોઢા માંથી એક પણ અક્ષર નહતો નીકળ્યો. આખરે રાજુ એ મૌન તોડ્યું અને બોલ્યો તમારું ગામ બઉ સુંદર છે.

ત્યાં જ જાણે જ્યોત્સના રાહ જોઈને બેઠી હોય કે કંઈક બોલું અને ફટાફટ બોલી દીધું હા બઉજ સુંદર છે, ચાલો હું તમને મારુ ગામ બતાવું.

રાજુ કહે ચાલો. ( બંને જન નીકળી પડ્યા )

એ ચાલતા ચાલતા જતા હતા, અને મોડી રાત થઇ ગઈ હતી રાજુ બોલ્યો અપડે હવે ઘરે જવું જોઈએ, જ્યોત્સ્ના કહે હચલો હવે ઘર હું પણ થાકી ગઈ છું.

ત્યાં જ અચાનક રસ્તામાં જતા જતા એક મોટો કોબ્રા જેવો સાપ આવે છે, અને રાજુ ને કરડીને જતો રહે છે. રાજુને દર્દ થી રહેવાતું નહતું, આજુબાજુ પણ કોઈ નહતું, જ્યોત્સના રાજુ ને મૂકી ને મદદ લેવા પણ નહતી જઈ સકતી.

એ સાપ જોઈને જાણે એવું લાગતું હતું કે જાણી જોઈ ને કરડી ગયો કારણ કે સાપ ક્યારે પણ એને હેરાન ના કરીએ ત્યાં સુધી ના કરડે, એ સાપ કોબ્રા ની જેમ મોટો હતો, એની આખો જાણે એટલી હદે ડરાવની અને લાલ કલરની હતી, એની આ લાલ આંખો જોઈને એવું લાગતું કે એ જાણે કોઈક નો બદલો લઇ રહ્યો હોય અને એ હવે પૂરો થઇ ગયો હોય.

રાજુ દર્દથી બૂમો પડી રહ્યો હતો અને જ્યોત્સના ને કઈ સમજાતું નહતું, એને એના દાદા એ શીખવાડેલી વાત યાદ આવી કે લોહાથી જ લોહાને કપાય, એમ ઝેરથી જ ઝેર કપાય. પણ જો કોઈ સાપ કરડી ગયો હોય અને એનું ઝેર કદાચ કોઈ સાપ પાછું ખેંચી લે તો એ સાપ મરી જાય છે.

જ્યોત્સનાએ સાપ નું દર જોડે ગઈ અને રોવા લાગી એને આંખોમાં દર્દ દેખાતો હતો. સાપ આ બધું જોતો તો પણ એ એની મદદ કરવા નહતો માંગતો.

જ્યોત્સના પછી રાજુ જોડે ગઈ, અને એની આંખોમાં પોતાનો પ્રેમને કઈ થઇ જશે તો એનો ડર સાફ દેખાતો હતો. રડતા રડતા જ્યોત્સનાના અશ્રુ રાજુના કપાળ પર પડયા.

અશ્રુ પડતા જ આકાશ માં વીજળી થવા લાગી અને વરસાદ પણ વરસવા લાગ્યો, તૂફાન આવ્યો, અને અચાનક એ વીજળી રાજુ અને જ્યોત્સના શરીરની આરપાર થઇ ગઈ. આ દ્રસ્ય જોવાથી એવું લાગતું હતું કે પ્રકૃતિ જાણે ખુશીથી ગૂંજી ઉઠી હોય.

અને જ્યોત્સનાના શરીરમાં એક અજીબ શકતી મહેસૂસ થવા લાગી, એને કઈ ખબર જ નહતી પડતી પણ એ આ બધું નકારીને બસ રાજુ સાથે રહેવા માંગતી હતી, અને અચાનક ખબર કેમ જ્યોત્સના કરવા તો નહતી માંગતી પણ પછી તે સાપના દર જોડે જાય છે, અને સાપ ને બહાર બોલાવે છે, સાપની સામે હાથ જોડી ને વિનંતી કરે છે કે એ રાજુ ને બચાવી લે, પણ સાપ એને હુંફારીને ના પડે છે, પછી જ્યોત્સના ઉભી થઇ અને એ સાપની આંખોમાં જોઈને એને કહ્યું...

"હે સર્પ હું તમારી દિલથી સમ્માન કરું છું, અને મારા થનારા પતિને તમે કોઈ પણ કારણ વગર કરડ્યા છો, અને હવે તમે તમારું ઝહેર પાછું પણ નથી લઇ રહ્યા, તો હવે મારી જોડે કોઈ વિકલ્પ નથી હું તમને આદેશ આપું છું કે તમે મારા પ્રેમનું ઝેર પાછું ખેંચી લો, હું તમને વચન આપું છું કે તમને કંઈક થઇ જશે તો હું તમારા શરીરને સમ્માન પૂર્વક એના અંતિમ સંસ્કાર કરીશ."

સાપ આ સાંભળતા જ રાજુ જોડે જાય છે અને પોતાનું ઝેર પાછું ખેંચી લે છે. અને રાજુ સાજો થઇ જાય છે.

જ્યોત્સના રાજુને સરખો જોઈ ને ભેટી પડે છે, પણ પેલો સાપ ત્યાં જ મરી જાય છે.

જ્યોત્સના વચન મુજબ તેને સમ્માન પૂર્વક જમીનમાં દાટી દે છે.

પછી એ ઘરે જતા હોય છે તો ખબર નઈ પોતાને બઉ સારું મહેસૂસ કરે છે.

રસ્તા માં ઘરે જતા બંને જણા ખુબ ખુશ હતા અને અચાનક એક બાબા રસ્તા માં મળે છે.

ત્યાં જ એ ઓળખી જાય છે કે આતો પેલા બાબા છે જેમના આર્શીવાદ લેવાનું મગનભાઈ એ કહ્યું હતું.

તેઓ બોલ્યા પ્રણામ બાબા, વિજયીભવ

બાબા બોલ્યા કે કેમ તમે બંને ચિંતિત દેખાઓ છો.

તેઓને પોતાની જોડે થયેલી ઘટના વ્યક્ત કરી, બાબા ખુશ થઇ ગયા.

બાબા બોલ્યા એ સાપ વિશે દુઃખી ન થાઓ એને તો મુક્તિ મળી ગઈ છે.

બંને જણા ને કઈ ખબર ના પડી અને એ બોલ્યા: શું કહો છો બાબા ?

એ સર્પ એક પોતાનો બદલો લેવા આવ્યો હતો.

બંને જણા બોલ્યા અમે એનું કંઈજ નહતું બગાડયું, તો સેનો બદલો.

એને કહ્યું પૂર જમાનામાં રાજુ એ એના ભાઈને માર્યો હતો એ બહુ દુષ્ટ માણસ હતો. એને કેટલાય લોકોને માર્યા હતા તો રાજુ ત્યાં નો મસીહા હતો તો બધાની વિનંતી સાંભળીને એને મારી નાખ્યો હતો. પણ આ જે સર્પ હતો એને પોતાના ભાઈ ના આ ખરાબ કામો વિશે નહતી ખબર તો એને પ્રતિજ્ઞા લીધી કે આવતા જન્મમાં હું સર્પ બની ને હું એને મારીશ, જેને મારા ભાઈ ને માર્યો છે, એટલું કહી એને આત્મહત્યા કરી દીધી. અને આ જન્મમાં એ સર્પ બની ને રાજુ ને કરડ્યો.

પણ બાબા તો એને રાજુને બચાવ્યો કેમ ?

એને રાજુને નથી બચાવ્યો ?

પણ બાબા મેં મારી આંખોથી જોયું કે એને ઝેર પાછું ખેંચ્યું.

હા એને ઝેર જરૂર પાછું ખેંચ્યું પણ એની મરજીથી નઈ.

શું? બંને જણાએ પૂછ્યું.

હા આ સત્ય છે, એને એની મરજી થી ઝેર પાછું નહતું ખેંચ્યું એને કોઈ એ વશમાં કરીને આ કરાયું છે.

વશમાં મતલબ સંમોહન, સાચુંને બાબા ? રાજુએ પૂછ્યું.

હા, બાબા એ કહ્યું.

કોને કર્યો હતો એને વશમાં.

જ્યોત્સનાએ કર્યો હતો.

શું ? બંને જણાએ કહ્યું, ના બાબા આ ખોટું છે. જ્યોત્સના બોલી.

હા બેટા તું કઈ સામાન્ય ઇન્સાન નથી તું જાદુગર છે.

શું ? રાજુ બોલ્યો.

હા અને રાજુ તું પણ જાદુગર છે. બાબા બોલ્યા.

પણ બાબા અમે જાદુગર કઈ રીતે હોઈ શકીએ.

હા, તને જાદુગર છો, અને જેવા તેવા જાદુગર નઈ દુનિયા શક્તિશાળી જાદુગરોમાંથી તમે એક છો.

ના બાબા અને તો એક સામાન્ય ઇન્સાન છીએ.

સારું ચાલો, હું તમને સબૂત આપું શું તમારાથી કઈ થયું છે આ છેલ્લા છ મહિનામાં, કે તમે કઈ કર્યું છે, બઉ અજીબ ઘટના જે સામાન્ય માણસ માટે સંભવ ના હોય.

હા બાબા, જ્યોત્સના એ ચપ્પુ એને વાગ્યું હતું અને લોહી પણ ના આવ્યું એ વાત કહી, અને રાજુ એ કહ્યું કે મેં પણ એક વાર રસોડામાં પાણી પીવા જતો હતો અને ગ્લાસ હાથ માંથી પડી ગયું અને પાણી ધોળાઇ ગયું અને હું એને પકડવા ગયો તો પાણી પાછું ગ્લાસ માં આવી ગયું અને ગ્લાસ ઉડીને મારા હાથમાં આવી ગયો.

બાબા બોલ્યા હા આ બધી ઘટના તમારી માટે હવે સામાન્ય છે. અને તને કુલ પાંચ જાદુગર છો. તમે બંને અને બીજા ત્રણ.

બીજા ત્રણ કોણ છે, ક્યાં છે. બંને એ પૂછ્યું.

સમય આવશે એટલે એ ખુદ તમારી સામે આવી જશે.

સારું બાબા પણ હવે તો કહો કે મેં કઈ રીતે સાપ ને વશ માં કર્યો.

બાબા બોલ્યા: હવે તમે બંને શાંતિથી સાંભળો. દરેક જાદુગર જોડે પોત પોતાની એક અલગ શક્તિ હોય છે. જે શક્તિ ખાલી એ જ જાદુગર જોડે હોય, બીજો કોઈ પણ એ શક્તિ ના વાપરી શકે, પણ અમુક સામાન્ય શક્તિ પણ હોય છે જે બધા જોડે એક જ હોય છે. અને આ અલગ શક્તિ એને એની ખુદ ની અસલી ઓળખ હોય છે. અને આ દરેક શક્તિને પોતપોતાનું નિશાન હોય છે. જેથી એની ઓળખ થાય.

બંને જણા બોલ્યા : તો અમારી જોડે કઈ અલગ શક્તિ છે.

તમારા જમણા હાથ પર એનું નિશાન હશે.

બંને જણા જોવા લાગ્યા પોતાના જમણા હાથ પર.

જયોત્સના ના હાથ પર આંખનું નિશાન હતું. અને રાજુ ના હાથ પર ત્રાજવાનું નિશાન હતું.

બંને જણાએ પૂછ્યું આ કઈ શક્તિ નું નિશાન છે ? અમને નથી ખબર પડતી અમારી મદદ કરો બાબા.

બાબા એ નિશાન જોયું અને બંને જણા સામે જોઈ ને કંઈક ધીમા અવાજે બબડ્યા.

બાબા બોલ્યા: હે જાદુગરો તમને મળી છે. એ શક્તિ જેનું નામ છે....

( ક્રમશ )