Aajno Asur - 1 books and stories free download online pdf in Gujarati

આજનો અસુર - 1

પહેલા તો આપણે એ જાણીએ કે અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે દુર્ગુણો અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો).

આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય પણ છે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે.

અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ છે. પહેલા તો એવું હતું કે દેવો અને દાનવોના યુદ્ધમાં દેવોનો જ વિજય થતો અને અત્યારે તો બધું બદલાઈ ગયું હોય એવું લાગે છે, કારણ કે દાનવ પણ એટલા શક્તિશાળી અને બુદ્ધિમાન છે કે તેને હરાવવા મુશ્કેલ પડી જાય છે.

આ પુરાણ અનુસાર કહીએ તો ચાર યુગો છે. પહેલો સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને આખર ચોથો કળિયુગ અને પૃથ્વી પર આ સમય કળિયુગનો ચાલી રહ્યો છે, આમ કહીએ તો અસુર અને કળિયુગ વચ્ચે કોઈ અંતર નથી કળિયુગનો સમય જ એ છે કે જેમાં અસુર જન્મે છે. અસૂર એ છે કે જે ખોટા કામો કરે અને બીજા પર દુષ્કર્મ કરે, લોકોને હેરાન કરે, આવા જ સૂર ની આ વાત છે.

તેને પૃથ્વી પર જન્મ થવાનો છે આ ભવિષ્યવાણી કદાચ સત્યયુગ થી ચાલતી આવે છે. વિષ્ણુ ભગવાનના પૃથ્વી પર કુલ દસ અવતાર ના જન્મ થવા ના છે. અને વિષ્ણુ ભગવાનના પૃથ્વી પર અત્યાર સુધી કુલ નવ અવતાર જન્મી ચૂક્યા છે, પરંતુ એક અવતાર હજુ બાકી છે જે છે કલ્કી.... જેનો જન્મ કળિયુગમાં થવાનો છે, પરંતુ હજી સુધી તો થયો નથી અને એવું પણ લાગે છે કે કદાચ હજુ અસુર નો જન્મ થયો નહીં હોય.

આ વિષ્ણુ ભગવાનનાં અવતાર ગયા ત્રણ યુગો સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગ માં થઈ ચૂક્યા છે. જે આ રીતે છે જેમનો પહેલો અવતાર અડધી માછલી અને અડધા માણસનો છે. જે ઋષિ-મુનિઓએ લખેલા વેદો ની મદદથી ઉત્પન્ન કરેલી નૌકાની મદદથી જગતને વૈશ્વિક મુશ્કેલીમાંથી બચાવે છે, ત્યારે રાક્ષસો અને હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ ઋષિમુનિઓ દ્વારા લખાયેલા મહાન ગ્રંથો અને પુસ્તકો ની ચોરી કરે છે, આ મત્સ્યાવતાર તે રાક્ષસો ને શોધી કાઢે છે અને તેનો નાશ કરે છે. અને વેદો અને ગ્રંથોનું નાશ થતાં બચાવ કરે છે.

ત્યારબાદ બીજો અવતાર કાચબાનો હતો. આ અવતાર તે બ્રહ્માંડને સમર્થન આપે છે જ્યારે દેવો અને દાનવો સર્પ વસુકી ની મદદથી બ્રહ્માંડના સમુદ્ર અને અમરત્વનું અમૃત ઉત્પન્ન કરવા માટે મંથન કરે છે. ત્યારે આ સમુદ્ર મંથનમાં ઝેર અને અમર અમૃત બંને ઉત્પન્ન થાય છે. પરંતુ કોઈને ઝેર નથી જોઈતું, દરેકને અમર થવા માટે અમૃત જોઈએ છે. આ સમુદ્ર મંથન બાદ રાક્ષસો અમૃત ની ચોરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ સફળ થતા નથી અને વિષ્ણુ ભગવાન તેમના જાદુઈ મોહિની અવતાર રૂપે પ્રગટ થાય છે અને રાક્ષસો પાસેથી અમૃતનો બચાવ કરે છે.

આમ વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર ડુકકર નો ધારણ કર્યો છે, ત્યારે હિરણ્યકશ્યપ રાક્ષસ ડુક્કરનું અપહરણ કરે છે અને તેને બ્રહ્માંડમાં સમુદ્રની અડાણોમાં છુપાવી દે છે, ત્યારે દેવ પૃથ્વી નો બચાવ કરે છે અને ડુકકર ને શોધે છે અને રાક્ષસ ને મારી નાખે છે. અને પૃથ્વી તેની સપાટી પર પાછી આવે છે.

વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર અડધો સિંહ અને અડધો માણસનો છે. આમાં રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ ભારે શક્તિશાળી છે, કોઈ તેને પરાજય કરી શકતું નથી. માણસ પણ નહીં અને પ્રાણી પણ નહીં, આજ શક્તિનો દુરુપયોગ કરી લોકોને તેના સૈન્યમાં જોડાવા માટે મજબૂર કરે છે પરંતુ લોકો તેની સાથે જોડાવવા નથી માગતા.

તે લોકો ને ધમકાવે છે અને હેરાન કરે છે. તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર સિંહ અને માણસ નો છે. આ સમય દ્વારા તેમની શક્તિમાં વધારો થાય છે. અને રાક્ષસને મારવા માં તે શક્તિ મદદરૂપ બને છે. આ અવતાર તે રાક્ષસની વિશેષ શક્તિઓને પરાજિત કરવામાં સક્ષમ બને છે. અંતે હિરણ્યકશ્યપ ને મારી નાખે છે અને રાક્ષસ ના પુત્ર પ્રહલાદને બચાવે છે. કારણ કે તે તેના રાક્ષસ પિતા નું સમર્થન નથી કરતો, પણ તેનો બહિષ્કાર કરે છે. તેથી જ હિરણ્યકશ્યપ તેના પુત્રને મારી નાખવા તેના સૈનિક રાક્ષસીને કહે છે, પરંતુ નિર્દોષ બાળકને મારતા તો ભગવાન પણ નથી જોઈ શકતા, આમ પુત્રને હોળીકા દહન ના ત્યોહારમાં તેને હોમી દેવાનુ કૃત્ય રચવા આવે છે પરંતુ તે તેમાં સફળ થતા નથી અને તે રાક્ષસી અકાળે સ્વયં પોતે જ અગ્નિમાં ભસ્મ થઈ જાય છે.

વિષ્ણુ ભગવાનના પાંચમા અવતાર વામનનો છે. આ અવતાર માં રાક્ષસ રાજા બલિ એ દેવો સાથે લડ્યા અને એ લડાઈમાં વિજય પામ્યા અને સ્વર્ગ જીત્યા આમ રાજા બલિ દેવો સામેની લડાઈમાં વિજય પામી સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકના શાસક બન્યા, તે એક રાક્ષસ હોવા છતાં પરોપકારી રાજા હતા. આખરે એ ઈન્દ્ર ના નેતૃત્વમાં દેવ ભગવાન વિષ્ણુ પાસે સ્વર્ગ પાછું મેળવવા મદદ કરવા ગયા. ભગવાન વિષ્ણુ જોકે રાજા બલિને સજા કરવા માંગતા ન હતા, કેમકે એ એક સારો રાજા હતો, માટે જ ભગવાન વિષ્ણુએ એનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું,

ભગવાને એક વાર જ્યારે રાજા બલિ ને તેમના રાજ્યમાં લોકોને ભીક્ષા નું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર એટલે કે સાધુ ના રૂપ ઘારણ કરી રાજ્યના લોકોની સાથે ભિક્ષા લેવા ઉભા રહી જાય છે, ત્યારે માનવના અવતાર રુપી સાધુ, રાજા બલિ પાસે આવે છે ત્યારે તેને ખોરાક, જમીન, પૈસા, ઝવેરાત અને સંપત્તિ આપે છે. પરંતુ એ સાધુ આ વસ્તુ લેવાથી ઇનકાર કરે છે ત્યારે રાજા બલી પ્રશ્ન કરે છે. તો શું જોઈએ છે તમારે ??

ત્યારે એ સાધુ ફક્ત તેની ત્રણ પગલાં જમીન આપવા માટે કહે છે. આ વાત સાંભળી રાજા બલિ અચંબિત રહી જાય છે અને હસી કાઢે છે, વિચારે છે કે ફક્ત ત્રણ પગલાં જમીન જ માંગી આ શું માગ્યું, પરંતુ તેમને જ્ઞાન ન હતું કે એ ત્રણ પગલાં જમીનમાં આખું જગ જીતી લેશે. આમ રાજા બલિ તેને ત્રણ પગલાં ભરવા કહે છે ત્યારે જ આ વિષ્ણુ ભગવાનનું વામન સ્વરૂપ પ્રગટ થાય છે. પહેલો પગ પૃથ્વી પર અને બીજો પગ આકાશ પર મૂકે છે. આ જોઈ બલિરાજા સમજી જાય છે કે એ દિવ્ય વ્યક્તિ કોણ છે. આમ અંતે ત્રીજો પગ તે પોતાના માથા પર મુકવા કહે છે અને અંતે તે ધરતીમાં સમાઈ જાય છે. તેની વચનબધ્ધતા અને સારા કાર્યો જોઈને ભગવાન વિષ્ણું તેને પાતાળલોક નો રાજા બનાવે છે.

વિષ્ણુ ભગવાનના છઠ્ઠો અવતાર પરશુરામ નો છે. તેમનો જન્મ એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. બ્રાહ્મણ પરના વધતા અત્યાચારો ને રોકવા ભગવાન વિષ્ણુ એ બ્રાહ્મણ કુળમાં જન્મ લિધો. તેમનું હથિયાર પરશુ (કુહાડી) હતુ અને બ્રાહ્મણો અને ઋષિમુનીઓ પર થનાર અત્યાચાર અને શક્તિનો દુરુપયોગ કરનારાનો સંહાર કરે છે, જેથી ધરતી પર વૈશ્વિક સંતુલન જળવાઈ રહે.

ભગવાનના સાતમા અવતાર એટલે શ્રી રામ અને આઠમા અવતાર એટલે શ્રી કૃષ્ણનો છે જેના વિશે આપ જાણતા જ હશો.

વિષ્ણુ ભગવાનન નવમા અવતાર એટલે બુદ્ધ તેમને સિદ્ધાર્થ ગૌતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધ દ્વારા એક અલગ જ ધર્મ નિર્માણ કરવામાં આવ્યો છે જે બૌદ્ધ ધર્મ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે બૌદ્ધ ધર્મ ને હિન્દુ ધર્મનું બીજુ સ્વરૂપ માનવામાં આવે છે.

આખરે વિષ્ણુ ભગવાનના આ બધા જ અવતારો સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પ્રગટ્યા હતા અને ફક્ત એક જ કલ્કિ અવતાર એ કળયુગમાં લેવાના છે. આમ જોઈએ તો સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તો યુગમાં કળિયુગમાજ ઉદ્ભવવાની છે. કદાચ કલ્કિ અવતાર એક જ સક્ષમ છે કળિયુગ માંથી અસુરોને સમાપ્ત કરવા માટે. અને સાંભળવામાં પણ કંઇક એવું જ આવ્યું છે કે સૌથી લાંબો સમયગાળો આ કળિયુગનો છે. પણ એવું નથી કે કળિયુગમાં કોઈ સારા વ્યક્તિ ના હોય, દરેક યુગમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના વ્યક્તિઓ હોય છે. પરંતુ અમુક વાર કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પર એટલી ખરાબ અસર કરે છે કે તે સારો હોવા છતાં બીજા વ્યક્તિના સંગતથી ખરાબ વિચાર કરતો અને ક્રુર બની જાય છે.

આ કળિયુગ માં એવોજ એક વ્યક્તિ જન્મ લેવાનો છે જે તેના જીવનકાળ દરમ્યાન તેના કરેલા ક્રુર કાર્યોને આધીન થઈને સામાન્ય માનવ હોવા છતા અસુર તરીકે ઓળખાય છે.

શું એ વ્યક્તિ જન્મી ચૂક્યો છે ??? કે હજી તેનો જન્મ થવાનો બાકી છે વાંચો આગળ ના ભાગમાં