Aajno Asur - 7 books and stories free download online pdf in Gujarati

આજનો અસુર - 7

આજનો અસુર - 7

ભાગ-6 આપણે જોયું, અવિનાશ અને વિકાસ બન્ને શહેરમાં આવી ગયા છે અને હવે તેઓ કામ અને રહેવાનું શોધવાનો પ્રબંધ કરવામાં લાગી ગયા છે.

અવિનાશ અને ભાસ્કર બંને એ જંગલમાં પાંચ વર્ષ વિતાવ્યા હોય છે, ત્યાં તેઓને જેમ શહેરમાં બાળકો ભણે છે એ રીતે તો પુસ્તક નું જ્ઞાન નથી મળ્યું હોતું, પરંતુ વાસ્તવિક જ્ઞાન તેઓને બહુ સારી રીતે આપવામાં આવ્યું છે. હા, સાધુઓ બાળકોને ઉઠાવી ગયા હતા તે સત્ય છે. પરંતુ તેઓ નો ઉદ્દેશ બાળકોને હાની પહોચાડવાનો ન હતો. તેઓ જાણતા હતા કે આગળ સમય બહુ કપરો આવવાનો છે અને ધીમે ધીમે સાધુ-સંતો ઓછા થવા લાગશે... આ ફક્ત સાધુ નથી દેશની રક્ષા કરવાનું એક દળ છે. જે મુશ્કેલીના સમયમાં દેશની સેવા કરવા માટે સક્ષમ અને કટીબદ્ધ રહેશે. ખાસ કરીને એવા સમયમાં જયારે દેશના લોકો અંદરોઅંદર લડી રહયા હશે અને આવનારા સમયમાં સમાજમાં ખોટા કામો કરનારા અને ખોટા વિચારો ફેલાવનારા આગળ હશે. જેથી સમાજને વિખેરતા કોઈ નહી બચાવી શકે. માટે અમારા દ્વારા અગાઉથી તૈયારી કરવી આવશ્યક છે. આવા બાળકોને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરવો તે શીખવી સમાજના રક્ષણ માટે પૂરતું વાંચન, લેખન, શસ્ત્રકલા, શાસ્ત્રકલા, આધ્યાત્મ, આચાર-વિચાર અને રહેણી-કહેણી જેવું જ્ઞાન અને સમાજમાં ચાલતા હાલાત, હાલના તબક્કામાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું કાર્ય કરે છે જેથી આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકે.

શહેર તરફ તેઓ જંગલમાંથી ચાલતા આવતા તેઓ ભૂખ અને પાણી વગર તદ્દન થાકી ગયા હતા અને જમવાનો પ્રબન્દ કઈ રીતે કરવો તે વિચારતા હતા, ત્યાં એક તરફ નજર કરતા તેઓને મંદિર દેખાય છે ત્યાં ભક્તોની ઘણી ભીડ હોય છે. તેઓ અંદર દર્શન કરવા પ્રવેશે છે અને જુએ છે તો અંદર એક તરફ હરિહર ચાલુ હોય છે. તેઓ અંદર હરીહર કરવા પહોંચે છે ત્યાં જ તેની બાજુમાં એક વ્યક્તિ બેઠા હોય છે જેનું નામ રતનભાઈ હોય છે, તેમની ઉંમર ૫૦ વર્ષ ની આસપાસ ની હશે એવુ લાગી રહયુ છે. અવિનાશ અને રતનભાઈ બંને એક બીજા ની સામે જોઈ મંદ-મંદ હસ્યા, ઘીમે-ઘીમે તેઓએ વાતચીત ચાલુ કરી. વાત કરતા-કરતા સમાજ ને લઈને સામે-સામે વેદનાઓ વ્યક્ત કરવા લાગ્યા. સમાજમાં લોકો ઘણા બદલાઈ ગયા છે. આજથી પાંચ વર્ષ પહેલા જોઈએ તો ઘણું સારું હતુ. તેની જગ્યાએ હાલ પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

જમીને તેઓ બહાર આવે છે ને શું જોવે છે !! અમુક લોકો રતનભાઇ પર હુમલો કરી રહ્યા હતા. આ જોતા જ અવિનાશ અને વિકાસ બંને રતનભાઇને તે વ્યક્તિઓથી બચાવે છે. હુમલામાં રતનભાઇને થોડું વાગ્યું હોય છે, તેથી રતનભાઇને તરત જ દવાખાને લઈ જવામાં આવે છે, અવિનાશ અને વિકાસ પણ તેમની સાથે ગયા હોય છે. રતનભાઇને હોશ આવે છે ને જોવે છે તો ત્યાં ફક્ત આ બન્ને ભાઈઓ જ ઉપસ્થિત હોય છે. તેઓ અવિનાશ ને પૂછે છે કે તમારા પરિવારના સદસ્યને આ વાતની જાણ નહીં હોય તમે તેઓને બોલાવી લો હવે અમારે જવું છે. આ સાંભળી રતનભાઇ ભાવુક થઈ જાય છે અને રોવા લાગે છે. તે કહે છે હુ ઘણો ભાગ્યશાળી છું કે હજુ સમાજમાં સારા વ્યક્તિઓ છે. અને કહે છે મારા પરિવારમાં ફક્ત હું અને મારી પત્ની ગંગા અમે બે જણા જ છીએ. અમારે કોઈ સંતાન નથી. રતનભાઇ, અવિનાશ અને વિકાસ થી પૂછે છે, તમે કોણ છો ?? ક્યાં રહો છો ?? તમને પહેલા ક્યારેય આ મંદિરમાં જોયા નથી !! અવિનાશ કહે છે છે અમે પણ તમારી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અમારા પરિવારમાં પણ કોઈ નથી.

આ વાત થતાં તેઓ ત્યાંથી જવા માટે નીકળે છે પરંતુ રતનભાઈ તેઓને રોકી લે છે અને કહે છે કે હવે તમે ક્યાં જશો ઘણું અંધારું પણ થઇ ગયું છે, વિકાસ કહે છે, આટલું મોટુ શહેર છે રહી લઈશું ગમે ત્યાં. રતનભાઇ કહે છે તમારે બંન્નેએ ક્યાંય જવાની જરૂર નથી. હું અને મારી પત્ની અમે બંન્ને જ છીએ અને આખુ મકાન ખાલી ખમ છે જો તમને કાંઈ વાંઘો ના હોય તો શું તમે મારી સાથે રહેશો ?? મને પણ હવે સહારાની જરૂર પડશે તેવું લાગી રહ્યું છે. આ વાત સાંભળતા જ અવિનાશ અને વિકાસના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે, કે આ દુનિયામાં હજુ સારા લોકો પણ મોજૂદ છે. મલમ-પટ્ટી થયા બાદ થોડો આરામ કર્યા બાદ રતન ભાઇને રજા આપી દેવામાં આવે છે, અવિનાશ,વિકાસ અને રતનભાઇ ત્રણે તેના ઘરે જવા નીકળે છે. રસ્તામાં જતા-જતા અવિનાશ, રતનભાઈ ને એક વાત પૂછે છે, તેઓ કોણ હતા જે તમને મારવા આવ્યા હતા. અને શા માટે તમને મારતા હતા, ત્યારે રતનભાઇ કહે છે હું જ્યાં કામ કરૂં છું તેઓ ત્યાં જ બહાર ઉભા રહે છે અને લોકો પાસેથી હપ્તો ઉઘરાવે છે અને ઘણીવાર તો તેઓ સ્ત્રીના ચરીત્ર પર પણ હાથ નાખતા તેઓ જરા પણ અચકાતા નથી. લોકો તેનાથી ડરતા હોવાથી તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરતુ અને જે કોઈ તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે તેને તે લોકો આ રીતે જ હેરાન કરે છે અને મારી નાખવામાં પણ તેઓ ગભરાતા નથી. પોલીસ તંત્ર પણ તેઓથી ડરતા હોવાથી તેઓ ફરિયાદ લખવાથી ઈનકાર કરી દે છે તેથી તેઓને આવા કામ કરવામાં જરા પણ ડર લાગતો નથી. આ સાંભળી અવિનાશ એકદમ ઘુસ્સે થઈ જાય છે. અને કહે છે આવા લોકો આ ધરતી પર ભાર રૂપી છે માટે તેઓને અહી રહેવાનો કોઈ અધિકાર નથી.

તેઓ ત્રણે ઘરે પહોંચે છે. રતનભાઈની પત્ની ગંગા દરવાજો ઉઘાડે છે, તેઓને ઘાયલ થયેલા જોઈ તેઓ રોવા લાગે છે અને ગભરાઈ જાય છે, પૂછે છે કે આ હાલત તમારી કોણે કરી. રતનભાઇ કહે છે હું જયા કામ કરું છું ને ત્યાં બહાર ઉભા રહે છે એ લોકો. આ છે અવિનાશ અને આ તેનો ભાઈ વિકાસ આમણે જ મારો જીવ બચાવ્યો છે, આમનું પણ આ દુનિયામાં કોઈ નથી. તેથી તેઓને હું મારી સાથે લાગ્યો છું હવે તેઓ આપણી સાથે જ રહેશે જેથી આપણને થોડો સહારો મળે. આ સાંભળી ગંગાબા ભાવુક થઈ ગયા, ઈશ્વરે કોઈને તો મોકલ્યા આ કપરા સમયમાં અમારી દેખભાળ કરવા માટે, સાંજ ઘણી થઇ ગઈ હતી જેથી ગંગાબા જમવાનું બનાવવા જતા રહે છે અને અવિનાશ, વિકાસ અને રતનભાઇ સાથે બેસીને વાતચીત કરે છે. થોડીવારમાં જમવાનુ થતા તેઓ બધા સાથે બેસી જમે છે અને સૂવા જતા રહે છે. વિકાસ અને અવિનાશ બંને સાથે સૂતા હોય છે. વિકાસ જુએ છે કે અવિનાશભાઈ ને નીંદર નથી આવતી, વિકાસ પૂછે છે કે શું વિચારી રહ્યા છો ભાઈ ?? અવિનાશ કહે છે કે જેમણે પણ આમની પર હુંમલો કર્યો છે તેમને મારવા થી જ મને શાંતિ મળશે, આવા લોકોને લીધે કેટલા નિર્દોષ લોકો હેરાન થયા હશે અને આ લોકોએ કેટલાય પરિવારને હાનિ પહોંચાડી હશે. આ વાતથી વિકાસ પણ સહમત થાય છે, પરંતુ વિકાસ કહે છે કે ભાઈ હમણાં આ બઘુ કરવું વ્યાજબી નથી. થોડો સમય પસાર થાય પછી કંઈક વિચારીએ, હજુ આપણે અહીંયા બધું જાણવાનું બાકી છે. આ શહેર વિશે, આ એરિયા વિશે અને અહીંયાના લોકોને આપણે જાણી લઈએ અને થોડું કમાતા થઈ એ પછી આ બધું કરીશું તો કોઈને આપણી પર શંકા નહી થાય. અવિનાશ પણ વિકાસની વાત થી સહમત થાય છે.

આભાર