Aajno Asur - 3 books and stories free download online pdf in Gujarati

આજનો અસુર - 3


આખરે કોઇ સબૂત ન મળતા પંડિત ને છોડી દેવામાં આવે છે અને તે ઘરે પરત ફરે છે, આશરે પંડીત ના છોકરાની ઉંમર પંદર-સોળ વર્ષની છે. જોકે અત્યારે તો પંદર-સોળ વર્ષના બાળકને સમાજ, ધર્મ, જીવનશૈલી આસપાસ ની બધી જ પરિસ્થિતી ની ખબર હોય છે અને આ તો પાછો પંડીતનો (બ્રાહ્મણ) છોકરો હતો. એક રીતે કહીએ તો સામાન્ય બાળક કરતાં પંડીતના (બ્રાહ્મણ) છોકરા ને જ્ઞાન વધારે જ હોઈ.

પંડિતે ફરીથી રોજબરોજ ની જેમ તેનું કામ ચાલુ કર્યું, અને કોઈ તેના પિતાનું તર્પણ કરાવવા આવે છે, કોઈ માતાનું, તો કોઈ ભાઇનું, બધુ બરાબર ચાલે છે. પરંતુ પોલીસ તંત્ર તે મૃત્યુ પામેલ વ્યક્તિ ને મારવા પાછળનું કારણ અને કોણે માર્યો તે હજુ જાણવામાં નિષ્ફળ નીવડે છે.

તે મૃત્યુ પામેલી વ્યક્તિ ની વીશે માહીતી મળે છે કે તેના પરિવારમાં તેની માતા, તેના પિતા જેમનુ હાલમાં જ અવસાન થયું હોય છે જેના માટે તે કાશી આવ્યો હતો. તેની પત્ની અને તેનો એક છોકરો હોય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ નો તેના દીકરા સાથેનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો, ના તો તે તેની સાથે સરખી રીતે વાત કરતો અને ના તો તેને પોતાનો છોકરો માનતો. તે વ્યક્તિના તેના દીકરા પ્રત્યેક આજ વ્યવહારને કારણે તેના ઘરના બધા સભ્યો તે વ્યક્તિ થી ચીડાયેલા રહેતા.

આજથી આશરે સોળ-સત્તર વર્ષ પહેલા કાશ્મીર માં થયેલ દંગા ને કારણે નવદંપતી ધીમેશ્વર પ્રસાદ અને તેની પત્ની રેવતી દેવી અને તેના પિતા શિવ પ્રસાદ અને ભાઈ મહેશ્વર પ્રસાદ કાશ્મીર છોડી કાશી માં આવીને વસે છે. કાશી આવ્યા બાદ તેમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી માટે જ તેમના ઘરે કોઈ છોકરી આપવા માટે તૈયાર થતું નથી જેથી મહેશ્વર પ્રસાદ ના લગ્ન થયા નથી હોતા. ધીમેશ્વર પ્રસાદ ના લગ્નને આશરે પાંચ વર્ષ થઈ ગયા હોય છે, પરંતુ તેને હજુ કોઈ સંતાન હોતું નથી.

સંતાન પ્રાપ્તિ માટે તેઓ બને તેટલી મહેનત કરતા હતા, ડોક્ટરો ની તપાસ પણ કરાવતા હતા, એક થી ફરક ના પડે તો બીજા ડોક્ટર આમ કરી તેમણે ઘણા ડોક્ટરો પાસે તપાસ કરાવી, આમ કરતા કરતા આખુ એક વર્ષ વીતી જાય છે. તે બ્રાહ્મણ તો હતા જ પરંતુ આ સંતાન પ્રાપ્તિ વિશે તેમને કાંઈ વધારે જ્ઞાન ન હતું.

આખરે તેના પિતા તેના જાણીતા એક કાશ્મીર થી કાશી રહેવા આવી ગયેલા બ્રાહ્મણ મિત્ર જે ડોક્ટર હોય છે તેની પાસે તેને મોકલે છે. ધીમેશ્વર પ્રસાદ અને તેની પત્ની રેવતી, ડોક્ટર પાસે જાય છે અને તેની સમસ્યા ડૉક્ટરને જણાવે છે, ડોક્ટર પહેલા તો તેને દવા આપે છે અને અને એક મહિના બાદ ફરી તપાસ કરાવવા આવવાનું કહે છે. શિવ પ્રસાદ ઘરે એકલા હોય છે. તેઓ ની વાટ જોતા હોય છે. તેઓ ઘરે આવતા તરત જ પૂછે છે કે શું કહ્યું ડોક્ટરે તેના જવાબમાં ધીમેશ્વર કહે છે કે અત્યારે એક મહિનાની દવા આપી છે પછી એક મહિના બાદ ફરી તપાસ કરાવવા જવાનું કહ્યું છે. આ વાત થતાં જ તેનો ભાઈ મહેશ્વર ત્યાં આવી પહોંચે છે અને કહે છે કે તમારી પાછળ એટલા પૈસા ખર્ચો તો મારું તો કંઈક વિચારો અને તે ગુસ્સે થઈ ત્યાંથી જતો રહે છે,

પરંતુ શું કરે હાલત જ કંઈક એવા હતા કે વધુ બોલવાથી સંબંધો બગડી શકે અને ધીમેશ્વર ચૂપચાપ થઈ રેવતી પાસે જાય છે અને તેને ડોક્ટરે આપેલી દવા લેવાનું કહે છે. એક મહિના સુધી લેવી પડશે અને તે ફરી મોં ફેરવી લે છે. કેમ કે તેણે કદાચ આજ સુધીમાં એટલી દવા ખાધી હશે તેટલી લગભગ કોઈ એ નહીં ખાધી હોય. જમવાનો સમય થાય છે અને ધીમેશ્વર તેના પિતા ને બોલાવે છે અને મહેશ્વર ઘરે ન હોવાથી તે ઘરની બહાર તેને શોધવા નીકળે છે તે ત્યાં જ બહાર બેઠો હોય છે. તેને મનાવી ને ઘર માં જમવા બોલાવી લે છે. જમતા જમતા શિવ પ્રસાદ, ધીમેશ્વર ને પુછે છે, શું કીધું ડૉક્ટર સાહેબે આનો કોઈ દવાથી સચોટ ઈલાજ છે ખરો, ને ધીમેશ્વર કહે છે દવાથી તો ફક્ત પ્રયત્ન જ કરી શકીએ સફળતાની કોઈ ગેરન્ટી આપતું નથી. તેના પિતા પુછે છે કે બીજો ઇલાજ કોઈ છે ખરો. તેના જવાબ માં ધીમેશ્વર કહે છે કે એ જ જે બધા ડોક્ટરો કહેતા હતા.

કાશી જેના માટે પ્રખ્યાત છે, ધીમેશ્વર નદી કિનારે પિતૃ તર્પણ કરવાનાં કાર્ય કરે છે અને મહેશ્વર એક ખાનગી હોસ્પિટલમાં વોર્ડન નું કામ કરે છે. આમ તેઓ તેના કામ પર ચાલ્યા જાય છે. અને તેમના પિતા નિવૃત છે, એટલે તે ઘરે જ રહે છે. ધીમેશ્વર નદી કિનારે જાય છે અને જોવે છે કે એક નાના બાળક ના થયેલું મૃત્યુ ના અંતિમ સંસ્કાર ની વિધિ કરાવે છે. એ લોકોના આંખમાં આંસુ જોવા નથી મળતા આ જોઈ તેમાંના એક વ્યક્તિ ને ધીમેશ્વર પૂછે છે. તમારું બાળક મૃત્યુ પામ્યું છે અને આ લોકોને એ વાતનું જરા પણ દુઃખ નથી.

ત્યારે તે વ્યક્તિ જવાબ આપે છે કે એ બાળક તેમને આઈ.વી.એફ. ટેકનોલોજીથી જન્મ્યુ હતું અને બીમારીના કારણે તેનું મૃત્યુ થયું છે આ સાંભળી ધીમેશ્વર પ્રશ્ન કરે છે કે તેની કોઇ સારવાર ન કરાવી, તો તેઓ કહે છે કે તે એક છોકરી હોવાને લીધે તેના પર પરિવારે વધારે ધ્યાન ના આપ્યું. આ સાંભળી ધીમેશ્વર દંગ રહી જાય છે. તે તેની વિધિ પૂર્ણ કરી પાછો ઘરે પહોંચે છે ઘરે પહોંચતા જ જોવે છે તો રેવતી ને ઊલટીઓ થતી હોય છે. તે તરત જ તેને ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટર તેની તપાસ કરે છે તો જણાવે છે કે આ બધું ચિંતા અને તણાવ ના લીધે થયું છે. આ સાંભળી ધીમેશ્વર તેની તકલીફ થી વાકેફ થાય છે. એ ડોક્ટર ને તેની સંતાન ન થવાની સમસ્યા વિશે કહે છે, પરંતુ ડોક્ટર પાસે પણ તેનો દવાથી સંતાન થઈ શકે એવું કોઈ સચોટ ઇલાજ નથી, ડોક્ટર તેને આઈ.વી.એફ. પદ્ધતિ થી સંતાન પ્રાપ્તિની સલાહ આપે છે, પરંતુ ધીમેશ્વર ના પાડે છે અને તેઓ ઘરે આવતા રહે છે.

રેવતી નિરાશ થઈ ખૂણામાં બેસી જાય છે અને ધીમેશ્વર ને કહે છે કે આમા તમને શું તકલીફ છે. આપણે તો સંતાન જોઈએ છે ને તો પછી શુ વાંધો છે. પરંતુ ધીમેશ્વર વાત નથી માનતો અને તે ઘરની બહાર ચાલ્યો જાય છે, પરંતુ તે પણ શું કરે તેને આ બાળક ની ખોટ પણ સતાવતી હોય છે, પરંતુ તે આઈ.વી.એફ.થી સંતાન માટે રાજી નથી થતો. રાત્રીનો સમય થાય છે. મહેશ્વર પણ નોકરી થી પાછો આવી જાય છે અને જમતા જમતા ધીમેશ્વર તેના ભાઈને બધી વાત કરે છે, પણ પહેલા તો તે પણ એ વાતથી ઇનકાર કરી દે છે પણ પછી વિચારે છે કે જો ભાઈ ને ત્યાં સંતાનનો જન્મ થાય તો પછી મારા લગ્ન નું કાર્ય વિચારી શકીએ.

આ વિચારી મહેશ્વર તેના ભાઇ ને આ કાર્ય માટે મનાવે છે પરંતુ ધીમેશ્વર ને એ જોયેલી ઘટના યાદ આવતા તેનું હૃદય નથી માનતુ. મહેશ્વર તેના પિતાને મનાવે છે, પહેલા તો તે પણ આ વાત નથી માનતા પરંતુ અંતે તે પણ એ વાત માની જાય છે અને અને રેવતી તો આ વાત માટે રાજી જ હતી. આમ પાંચ દિવસ વીતી જાય છે પરંતુ ધીમેશ્વર માનતો નથી. રોજની જેમ તે કામ પર ચાલ્યો જાય છે ત્યાં રસ્તામાં તેને તેનો મિત્ર મળે છે તેને પણ આ જ તકલીફ હોય છે પરંતુ તે તેની સાથે સંતાન હોય છે, તેને ધીમેશ્વર પૂછે છે કે આ બાળક કોનું છે ? તેના જવાબમાં તે કહે છે કે આ મારું બાળક છે, ત્યાં ધીમેશ્વર પુછે છે કે આ તકલીફથી કઈ રીતે આ સંતાન પ્રાપ્ત થયું ત્યારે તે પણ આઈ.વી.એફ. ટેક્નોલોજી થી સંતાનપ્રાપ્તિની વાત કરે છે. આ સાંભળીને ધીમેશ્વર ત્યાંથી જતો રહે છે.

શું ધીમેશ્વર સંતાન પ્રાપ્તિ માટે માને છે ??? કે પછી તે બીજો કોઈ ઉપાય વિચારે છે.

આભાર