Chanothina Van aetle Jivan - 1 books and stories free download online pdf in Gujarati

ચણોઠીનાં વન એટલે જીવન - 1

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 1

વિજય શાહ

પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ

ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન કે રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ

જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ જીવન વહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી, તારીખ નથી કે કોઇ આગાહી. જીવન સાથી હIનાનાં મૃત્યુ પછી આમેય જીવન પ્રત્યે ખાસ લગાવ રહ્યો નહોંતો.

દીકરા વહુઓનાં થઈ ગયા હતા અને દીકરીઓ સાસર વાસી હતી. “ આ ડોહલો હવે ક્યારે જાય “ નાં પડઘા જ્યારે વાગતા ત્યારે હીનાનાં શબ્દો તેને સંભળાતા “ આ મારું મારું ક્યાં સુધી કરશો? હવે તો ભગવાન ને કહો આ બધું તારું જ છે. તું બોલાવી લે એટલે મારા તન મન અને ધન બધું તને સોંપીને મુક્ત થઈ જાઉં.”

“દીકરા અને દીકરીઓ ધન પ્રભુ તને નહીં સોંપવા દે. તન અને મન પ્રભુમય થઈ જાય તેવું હું ઈચ્છું પણ ડૉક્ટર અને તેના જેવા કેટલાય લેણીયાતો બાકી રાખશે તો ને?” ફડફડતો નિઃસાસો નાખતા જ્વલંત બોલ્યા. તે રાતે હીના સ્વપ્નમાં આવીને બોલી “ કોની રાહ જુઓ છો? હાથ પગ સલામત છે. પ્રભુ પાસે આવવા તેમના આમંત્રણ ની જરુર નથી.”

“ ના હીના મને તેમના આમંત્રણની જરુર નથી. પણ સમજાતુ નથી કે આટલુ બધું ભેગુ કરેલુ અહીં છોડીને જવાનું? કેવી રીતે જવાય?”

“ વાત વ્યાજબી છે પણ ફક્ત એક જ વાત વિચારશો તો સમજાઈ જશે કે ત્યાંથી તમને પાપ અને પૂણ્ય. સિવાય કશું લાવવા મળવાનું નથી. ત્યાં જે ઉપાર્જીત કર્યુ છે તે ત્યાં જ રહેવાનું છે માટે મુકોને મમતા બધી અને શિવસુખનો લહાવો લેવા સંસારને ત્યાગો”

“ જરા કહે તો ખરી તું શિવસુખ પામી છે ખરી?”

“ હા એટલે તો કહું છું જગ મિથ્યા છે અને સત્ય પ્રભુનું નામ છે.”

ત્યાં મોટી વહુ જેસિકા બબડી “ બાપા જરા સમજાય અને સંભળાય એવું બોલોને? આ શું ગુન ગુન બોલો છો?”

નાની વહુ ગુલાબી કહે “ એ તો ઘેનમાં છે. તેમની ભાષા પણ આપણને નહીં સમજાય”

જ્વલંત કંઇક મોટા અવાજે બોલવા ગયા પણ શબ્દો વાંઝીયા નીકળ્યા.

મોટી વહુ જેસીકા બોલી “ બાપાએ આજે કંઈ ખાધુ?”

વચલી વહુ સિંદુરી કહે “ આજે ત્રીજો દિવસ છે અન્નનો દાણો પણ બાપાએ નથી લીધો”

મોટી જરા ઢંઢોળતા બોલી “ બાપા શીરો ખાવ ને? આમ ભુખ્યા રહેશો તો શરીર બગડી જશે”

અસ્પષ્ટ અવાજમાં બાપા એ કહ્યું “ મને ભુખ નથી.’

“પણ બાપા થોડુંક ચા દુધ લો ને?” વચલી બોલી

“મને ઉંઘ આવે છે મને ભુખ લાગશે ત્યારે નાની પાસે માંગીશ ”

“બે દિવસ થઈ ગયા બાપાએ ખાધુ નથી” નાનીએ ટાપશી પુરી

પાંચેક મિનિટ માં જ્વલંતરાય ઘસ્ઘસાટ ઉંઘતા હતા. તેમની ઉંઘમાં રચાતી હતી તેમનાં સવેદનોની રોજનીશી

સંવેદન ૧ નાનું નાનું આકાશ

જનાર્દન રાય અને સુમતિબા બે જુદી વ્યક્તિઓ, બે જુદા ગામ, બંન્ને વ્યક્તિ ઓ અલગ પણ એક સામાન્ય પરિબળ. હીના સુમતિ બાની દીકરી લગ્નવાંચ્છુ અને જ્વલંત જનાર્દન રાયનો દીકરો અને તે પણ લગ્નવાંચ્છુ.

વચોટીયાઓ એ ગ્રહો મેળવી અને વિવાહ નક્કી કર્યા.

હીના વિચારતી જ્વલંત માં તેનું મન લાગ્યુ છે અને હાશ હવે ગામડું છુટ્યુ છે. ભણતર છે ગણતર છે શહેરમાં ઘર છે અને મુક્તિ છે ચાલ જીવ નવા વાતવરણ ને અનુરુપ થઈને શહેરની જિંદગી જીવી લઇએ. જ્વલંત કેટલાય સમયથી વિચારતો કે ૨૫ તો થયા હવે તો કોઇક મારું હોવું જોઇએ જેની સાથે ભરોંસો મુકી દરેક સુખ અને દુઃખ વહેંચી શકાય.. હીના આમ તો બધી જ રીતે મારું કહી શકાય જેવા વિશ્વાસની માલીકણ હતી. ખાસ તો તે જ્વલંત ઉપર ઓળઘોળ થઈ ચુકી હતી.

એક વખત હળવેથી જ્વલંતે તેના હોઠ પુછયા વિના ચુમી લીધા ત્યારે થોડી ચુપકીદી પછી તે બોલી “જે હક્કથી મને ચુમી તેજ હક્ક આખી જિંદગી માટે આપ્યો તને મારા રાજ્જા”

રીક્ષા જતી હતી અને પાછી બોલી” મને સમાઈ જવું છે તારામાં રાજ્જા,”

મીઠી ઘંટડીઓ વાગતી હતી અને બંને એક મેક્ને જોતા હતા, માણતા હતા. ત્યાં ઘર આવી ગયું.

હીના બોલી’ મારે ઘરમાં નથી જવું”

“પણ ઘરે તો જવું જ પડે ને?” જ્વલંત ગણ ગણ્યો

“ તું ઘરમાં જઈને બદલાઇ જાય છે”

“કેમ?”

“ તું પ્રિયતમમાંથી પતિ થઈ જાય છે”

“ કેમ? એક દિવસતો હું પતિ થવાનો જ છું ને?”

“ કાયમ પ્રિયતમ રહેને?”

“હીના મને પ્રિયતમનું સંપૂર્ણ સ્વિકાર્ય પતિ સ્વરુપ બનવું છે અને તે પણ જલ્દી જલ્દી,”

“જ્વલંત તું પણ ખરો છે ને?”

“હીના મને તો તારા જેવી મારી નાની નાની દીકરીઓ જોઇએ છે મારા જેવા નાના દીકરા જોઇએ છે. આપણા બંનેને માટે નાનુ નાનું આકાશ જોઇએ છે”

સંવેદન ૨ પરણવા લાયક છીએ કે નહીં?

બીજે દિવસે સવારે હીના ગામડે પાછી જવાની હતી. તેને જવું જ નહોંતુ. જ્વલંત કહેતો “ જુદા નહી પડીયે તો ફરીથી મળશું કેવી રીતે?”

“ ગમે તે કહે પણ મારે જવું જ નથી. તારી સાથેજ રહેવું છે.”

બસ સ્ટેંડ ઉપર બસ આવી ગઈ એની આંખો આંસુથી ભરપુર. જ્વલંતે ગજવામાંથી એક્લેર ચોકલેટ કાઢી, લોલી પોપ કાઢી અને બસમાં બેસાડી. અને બોલ્યો આ લોલી પોપ ચુસતી જજે. મારી યાદ તને સતાવશે પણ તારે ગામ પહોંચીશ ત્યારે આ મીઠાશ તને મારી યાદ આપશે. અને ક્યારેક વચ્ચે વચ્ચે સીસોટી પણ વગાડ્જે”

“ પણ મને જવું જ નથી અને તું મને બળજબરીથી મને મોકલી રહ્યો છે”

“ મને ખબર છે પણ મારે તને પરણવું છે.. મારે ત્યાં રાખવા માટે”

“ તો પછી પરણ ને મારા રાજ્જા..”

“ એમ ના પરણાય..થોડાક હળીયે અને મળીયે. .પછી થૉડુંક તડપીયે. ત્યારે નક્કી થાય કે આપણે પરણવા લાયક છીએ.કે નહીં?

થોડાક રુદન અને હાસ્યોની વચ્ચે છુટા તો પડ્યા…

જવલંતને બન્ને અદામાં હીના રુપાળી લાગતી હતી તેથી તેને “રુપલી રાધા “કહીને જ્વલ્ંત બહેલાવતો હતો, તે રડતી હતી ત્યારે જ્વલંત પણ આર્દ્ર બનતો પણ હીના સાથે તેનાથી રડાતુ નહોંતુ,.એક મહીનાનાં ટૂંકા ગાળામાં ગળાડુબ પ્રેમમાં હીના હતી, જે સમજ તેનામાં હતી જે જોઇને જ્વલંત ઘણી જગ્યાએ પાછો પડી ગયો હતો, શહેરની વિચાર ધારા સામે હીના નું સમર્પણ જીતી ગયું,

****