Chanothina Van aetle Jivan - 11 books and stories free download online pdf in Gujarati

ચણોઠીનાં વન એટલે જીવન - 11

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 11

વિજય શાહ

રડારોળ કરવાનો સમય નહોંતો. ધાર્યુ ના હોય છતા જે થતું હોય તેને પ્રભુ ઇચ્છા કહી સ્વિકારવામાં જ બુધ્ધીમાની એમ જ્વલંતે પોતાની જાતને વાળી લીધી પણ હીના એમ ના માની શકી. મારો દીપ ભોળો છે કહી તેનું રુદન ચાલુંજ રહ્યુ.

સંવેદન ૩૩

નવો નંબર દીપે આપ્યો નથી.

શરુ શરુમાં તો હીનાને દીપ બહું જ યાદ આવતો હતો.પણ જ્યારે સાંભળ્યુ કે તે બાપ બનવાનો છે ત્યારે તો તે હરખની મારી ફોન લગાડવા ગઈ ત્યારે નક્કર વાસ્તવિકતા તેની સંવેદનશીલતા ને અથડાઈ. ફોન નંબર બદલાઇ ગયો હતો અને નવો નંબર તો હતો નહીં.

તેના માતૃહ્રદયને ભારે આઘાત હતો. આ વાસ્તવિકતા હતી. દીકરો એકલો ભોળો હતો તેને થયું કે તે પણ એટલી જ ભોળી હતી.ઘરમાં કોઇ હતું નહીં તેથી તેને છાનુ રાખનાર કોઇ નહોંતુ.

રોશનીને વાત કરવા ફોન લગાડ્યો ત્યારે તે પણ જ્વલંતની દીકરી ને …જવલંત જેવું જ બોલી જેસિકા કંઇ ભુલે તેવી નથી. અને તારી આ માતૃ લાગણી ઓને રોકવાનું પણ શીખ. એમ વારં વારે ઇચ્છા થાય ત્યારે ફોન મને કરે તે ચાલે.પણ દીપને ના ચાલે. તને આ કારણે જ નવો નંબર દીપે આપ્યો નથી.

“હેં!”

હા. મમ્મી એટલે જ તો તે તારા ઉપર ભડકેલો હતો. તારી મમ્મી તારા કાન ભરે છે કહીને જેસીકાએ તારું પત્તુ સદા માટે કાપી નાખ્યું હતું. હવે જરા તેને તારા વિચારોમાં થી કાઢી નાખ. કંઈ કામ હોય તો મને કહેજે.”

સંવેદન ૩૪

ટ્રીટમેંટ ગાયનેકોલોજીસ્ટ કરે છે

આ સત્ય હીના જાણતી નહોતી તેવું તો નહોંતુ. પણ તેને દીપ વખતે થતી બહુ ઉબકા વ્યાધી જેસિકાને પણ થતી હતી તેથી ગરમાટો કર અને દેશી દવાથી થતા ફાયદા કહેવા ફોન કરતી હતી. વાત તો એના લાભની જ કરવી હતી પણ...મા જેટલી સરળ હોતી હશે તેવી વહુઓ કેમ સરળ નહિં હોતી હોય?

હીનાએ ઈ મેલ દ્વારા સંદેશ આપવાનું નક્કી કર્યુ. ગમે તેમ તો તકલીફ દીપનાં સંતાન ને પડે તે ના ચાલે.

ઇમેલમાં પોતાને વીતેલી વાતો અને ઉપાયો લખ્યા અને થોડીક પોતાની મનની વાતો લખી .બેજ મીનીટમાં જવાબ આવી ગયો.

મોમ તેની ટ્રીટમેંટ ગાયનેકોલોજીસ્ટ કરે છે તારા ૧૯૮૪ નાં અનુભવો (ભારતિય અનુભવો) જેસિકાને જરુર નથી અને તે કરવાની નથી.”

આ હીના ને લપડાક હતી કે ભોળી માને તે જવલંતને ના સમજાયું.તે બોલ્યો આ લાગણી સમજવા માટે મા થવું પડે. તેના સમયની તકલીફો તેને ખબર હતી.કદાચ તે તકલીફો જેસિકાને નહીં પડતી હોય.. પણ દીપની મોમને આ બધી વાત કહેવાની જરુર નહી હોય.અને કદાચ દીકરો માની વાતોમાં આવીજાય અને બધીજ મહેનત માથે પડે તો?

સંવેદન ૩૫

નેકી કરીને ભુલી જાય તે જ મા બાપ.

પુરા નવ મહીને પુત્ર જન્મ થયો .સમાચાર પણ વાયા મીડિયા મળ્યા. જ્વલંતને તો પુરા વર્ષે આમંત્રણ મળ્યું તેના પહેલા વર્ષની જન્મ ઉજવણીનું.હીના તો આનંદમાં ચકના ચુર હતી.

નામ તેનું ફર્ગ્યુસન પાડ્યુ જોકે તે નામ કરતા ટૂંકુ નામ મેક વધારે ગમ્યું તેથી ફર્ગ્યુસન સ્કુલ માટે અને મેક વહાલનું ઘરનું નામ રાખ્યું જ્વલંત ને તેનું પણ નામ લાંબુ લાગતુ પણ ..મેક તો દિકરાનો દિકરો એટલે મૂડીનું વ્યાજ. પણ તેનું નામ પાડવાનો અધિકાર કંઈ દાદાનો નહીં.તે અધિકાર તો ફોઇઓનો ને ? રોશની અને છાયા બે ફોઇએ તો નામ ઉજ્વલ રાખ્યું હતુ. પણ અમેરિકામાં તો પ્રસુતિ પહેલા જ નામ આપી દેવાનું હતું જે દિપે આપી દીધુ હતુ. જેસિકાનાં દાદા ફર્ગ્યુસન હતા તેથી આ ફર્ગ્યુસન જુનિયર હતો. આમેય જ્વલંતનું ક્યાં કોઇ ચલણ હતું?

હીના કહેતી બંને સુખી છે તે આનંદનાં સમાચાર છે. મારો દીપ પથ્થર માંથી પણ પૈસો પેદા કરે તેવો છે. જ્વલંત કાયમ તેને કહેતો આ મનદુઃખ દુર કરવું જ રહ્યું પણ હીના કહેતી મેં મારી રીતે જેસિકાને ‘સોરી’ કહી દીધુ છે. પણ તાળી બે હાથે પડે. બહુ વધારે અપેક્ષા હું કરતી નથી પણ મારામાં ની મા કદી બળવો કરી બેસે છે….તેને ભણાવ્યો ગણાવ્યો અને અમેરિકા લાવી તે પુરતું નથી? જ્વલંત કહેતો નેકી કરીને ભુલી જાય તે જ મા બાપ.

સંવેદન ૩૬

કોલોનોસ્કોપી

ડોક્ટર હીનાનાં લોહીનો રીપોર્ટ જોતા જોતા ચીતીંત હતા ,,સફેદ કણો છેલ્લા ત્રણ રીપોર્ટમાં સતત ઘટતા હતા,અને કોલોનીસ્કોપી કરાવવાનો આગ્રહ હતો, આમ જુઓ તો કોલોની સ્કોપી સંશોધન પધ્ધતિ હતી. હીનાનાં કુટુંબમાં કેંસરની હયાતી હતી તેથી ટેસ્ટ કરાવવો જરુરી હતો.

તારીખો નક્કી થઇ અને મોટો લેક્ષેટીવ નો ડોઝ અપાયો. આંતરડાનાં ખુણે ખુણા સાફ થયા પણ આગલી આખી રાત હીના શયન ખંડ અને જાજરુ વચ્ચે આંટા મારતી રહી. ચોખ્ખી ચણાક હીના અમળાતી રહી.રાતનાં ૮ કલાકમાં ૨૦ મુલાકાતોએ આખુ ઘર ગંધાવી મુક્યું.

વહેલી સવારે હોસ્પીટલ પહોંચ્યા ત્યારે નર્સે તરત જ તેને સર્જરી માટેનાં કપડા પહેરાવી બેહોંશી માટેની શીશી સુંઘાડી ત્યારે ગંધ થી તેનું ફાટ ફાટ થતું માથુ અને ઉબકા ખાતુ શરીર જરા શાંત પડ્યું.કલાક બાદ જ્યારે તે હોંશમાં આવી ત્યારે સર્જરી થઈ ગઈ હતી.બે પોલીપ્સ હતા જે દુર કરી નાખ્યા હતા. પેથોલોજી લેબ માં વધુ વિશ્લેષણ અર્થે મોકલાવાઈ ગયા હતા, હવે અઠવાડીયે ખબર પડશે કે આગળની લાઈન ઓફ ટ્રીટ્મેંટ શું હશે.જ્વલંત આમતો નિશ્ચિંત હતો કે હીનાને કંઈજ નહીં હોય પણ ડોક્ટર કહેતા હતા પોલિપ્સ એ કેંસરની નિશાની છે પણ સમય સર પકડાઇ ગયું છે હવે પેથોલોજીમાં તપાસ અર્થે મોકલ્યુ છે. આવતા અઠવાડીયે તેના નિદાન ઉપર થી આગળ વિચારશું.

પેથોલોજીકલ નિદાનો સામાન્ય આવ્યા ત્યારે હીનામાટે ચિંતા કરતા જ્વલંતને અને રોશનીને હાશ થઈ.

હોસ્પીટલમાં દુરના સગા ભદ્રેશભાઇ હતા તેમનું પણ આજે ઓપરેશન હતું.

ભાભીને જ્વલંતે પુછ્યુ ત્યારે જવાબ મળ્યો તેમને છાતીનું કેંસર છે ત્યારે હીનાને વિચિત્ર લાગ્યું, તે માનતી હતી કે સ્તનનું કેંસર સ્ત્રીઓને જ થાય ત્યારે ડોક્ટરનો જવાબ હતો કે કેંસર એટલે શરીર નાં કોઇ પણ કોષ નો નિયત દરથી વધુ વિકાસ… એટલે શરીરનાં જે સ્થળે કોષનો વિકાસ એટલે તે સ્થળનું કેંસર કહેવાય.અને તે કોષ દુર કરીયે એટલે કેંસર ઉપર વિજય ..

જ્વલંત કહે આ રોગ તો અસાધ્ય કેમ કહેવાય છે?

ડોક્ટરનો જવાબ મળ્યો કે આ રોગનાં કેટલા કોષો રોગ ગ્રસ્ત છે અને તેને સમયસર દુર કરી ના શકાય એટલે તે અસાધ્ય બને.

હીના કહે “મને એટલે સારુ થઈ ગયું તેમ ન કહેવાય ને?”

“ ઍટલેજ પેથોલોજીકલ નિદાન કરાવ્યુ છે.અને દર વર્ષે ચેક અપ પણ કરાવતા રહીશું.”

******