pele paar - 1 books and stories free download online pdf in Gujarati

પેલે પાર - 1

વાંચક મિત્રો આ મારી પ્રથમ નવલકથા છે. વર્ષો પછી મેં ફરી લેખન કાર્ય તરફ પગરણ માંડ્યા છે. આશા છે કે આપને પસંદ પડશે. છતાં ક્યાંય કોઈ ક્ષતિ કે ખામી લાગે તો ક્ષમા આપશો.
-શીતલ રૂપારેલીયા.
મિશિગન લેક નાં કિનારે ઉભો અભિ આજ પોતાને નિઃસહાય સમજતો હતો.શું વિચારી ને કેટલા સ્વપ્નો સાથે U.S. આવ્યો હતો. પોતાની એક ભૂલ તેને કેટલી મોંઘી પડી. પણ હવે અફસોસ કરવા સિવાય તેની પાસે કંઇ જ નથી. તેને પોતાનુ નામ ‘અભિમન્યુ’ સાચું પડતું લાગ્યું. ચક્રવ્યૂહ ની વચ્ચે ફસાયેલ એકલો-અટૂલો વ્યક્તિ.
“અભિ……. જલ્દી ઉઠ બેટા આજે તારે કોલેજ એડમિશન માટે નથી જવું?” અભિ નાં મન માં માઁ નાં એ શબ્દો ગુંજી ઉઠ્યા જ્યારથી તેના મગજ માં U.S. જવાનો વિચાર આવ્યો.
બાર માં ધોરણ માં ૯૬.૬૭% હતા એટલે સારી કોલેજ અને એ પછી કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવી U.S. સેટલ થવાનું સ્વપ્ન અભિ સેવી રહ્યો હતો.
એચ.એલ કોલેજ માં એડમિશન મેળવી. અભિ એ પોતાનો અભ્યાસ શરુ કર્યો. અભ્યાસ માં તેજસ્વી હોવાથી પિતા મનહર લાલ પુત્ર બાબતે નિશ્ચિંત હતા. તેમને હતું કે પુત્ર ઉચ્ચ અભ્યાસ કરી સારી નોકરી મેળવે તો પરિવાર ની સ્થિતિ બદલે બાકી તેમને અને તેમની પત્ની સુરેખા બહેને જીવનભર કરકસર કરી જીવન ચલાવ્યું હતું.
એક પ્રાઈવેટ કંપની માં ક્લાકૅ ની પોસ્ટ પર કામ કરતા મનહર લાલ મહિને માંડ દસ-બાર હજાર નો પગાર મેળવતા. આટલી મોંઘવારી માં ચાર જણાનો પરિવાર ખૂબ સામાન્ય જીવન જીવતો હતો. પરિવાર માં મનહર લાલ, તેમના પત્ની સુરેખા બહેન, અભિ અને તેના દાદી.
આ ચારેય વચ્ચે ક્યારેય કંકાશ જોવા ન મળેલ. ખુદ શારદા બા અને સુરેખા બહેન વચ્ચે પણ ક્યારેય સાસુ-વહુ જેવા ઝગડા જોવા ન મળેલા. ક્યારેક મનહર લાલ મજાક કરતા કે “સુરેખા ક્યારેક તો તું તારા સાસુ ની ફરિયાદ કર મને તો હું મારી માઁ ની તરફેણ કરી તેનો બચાવ કરું.” સુરેખા બહેન હસી ને કહેતા, “ બા તમારી માઁ પછી પેહલા એ મારા ‘માઁ’ છે. મને દીકરી ની જેમ રાખી છે, તો ક્યારેય કોઈ દીકરી ને માતા માટે ફરિયાદ હોય?” મનહર લાલ ખડખડાટ હસી પડતા.
અભિ જાણતો હતો કે તેના પિતા સામાન્ય વર્ગ નાં વ્યક્તિ છે જે તેને વિદેશ ગમન માટે જરૂરી નાણાકિય સગવડ નહિ કરી શકે. એટલે તે અભ્યાસ ની સાથે U.S. જવાના રસ્તા પણ વિચારતો.
કોલેજ નો અભ્યાસ ગંભીરતા થી કરતો હોવા છતાં અભિ પોતાના મિત્રવતૅુળ માં બધાનો ફેવરીટ હતો. મિત્રો સાથે મસ્તી-મજાક, હરવું-ફરવુ, પિકનિક, ફિલ્મ, annual functions બધા માં તે આગળ પડતો ભાગ લેતો. અને સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ એનુ ફેવરીટ હતું. તેમાંય બાસ્કેટબોલ અને ચેસ તેની ફેવરીટ ગેમ હતી.
કોલેજ નાં ત્રણ વર્ષ આમ હસતા-રમતા પસાર થઇ ગયા. કોલેજ નાં છેલ્લા વર્ષ માં જાન્યુઆરી માં શારદા બા નું ટૂંકી બીમારી થી નિધન થયું.
ઘર નો વડલા રૂપી છાયાં આજ જતી રહી. બા ની કમી સુરેખા બહેન ને બહુ સાલતી. તે વારંવાર મનહર ભાઈ પાસે બા ને યાદ કરી રડી લેતા.
ધીમે-ધીમે સમય પસાર થવા લાગ્યો. અભિ એ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ૭૬% સાથે તે ઉતિણૅ થયો. ત્યારબાદ તેને U.S. જવાની ઈચ્છા પિતા સમક્ષ રજુ કરી. ત્યારે મનહર લાલ કંઇ બોલે તે પહેલા સુરેખા બહેન બોલ્યા, “બેટા આપણી આવક નો મોટો ભાગ ઘર ખર્ચ માં જ જાય છે. તારા પપ્પા નાં પગાર માં થી બચત નાં નામે તેમના P.F. સિવાય કશું જ નથી. અને બેટા અભ્યાસ કરવો હોય તો અહીં પણ થાય જ છે ને. બેટા તને જે ભણવું હોય તે ભણ. જે કરવું હોય તે કર. પણ U.S. જવાની વાત મન માંથી કાઢી નાખ દીકરા.” “ આમ પણ અમારે તારા સિવાય છે કોણ બેટા તું જતો રહીશ તો અમે કોને જોઈ ને જીવીશું?” મનહર લાલ બોલ્યા.
અભિ એ ત્યારબાદ આ વાત ઘર માં ન કરી. IIM માં MBA માં એડમિશન લીધું. MBA નાં પ્રથમ સેમેસ્ટર માં તેની સાથે અભ્યાસ કરતી મીરા તેને આકષૅી ગઈ………..

(ક્રમશઃ)