pele paar - 6 books and stories free download online pdf in Gujarati

પેલે પાર - ૬

( આપણે જોયું કે અભિ U.S. માં મહેતા પરિવાર સાથે ખુશ નથી. વારંવાર શ્લેષા અને સમીર મહેતા તેનું અપમાન કરે છે. મિસિસ રોમા મહેતા ને અભિ માટે લાગણી છે. પણ શ્લેષા અને સમીર મહેતા દ્વારા થતા અપમાનો થી દાઝેલો અભિ ઘરે થી નીકળી હવેલી એ પહોંચે છે. અને પોતાની લાલસા માટે પસ્તાય છે.)
હવે આગળ…….
હવેલી નાં પ્રાંગણ માં જ બેઠેલો અભિ મીરા ને ખૂબ મિસ કરે છે. “ મીરા. મારી મીરા શું કરતી હશે? ક્યાં હશે? કદાચ હું તેને લાયક જ ન હતો.” અભિ એ વિચાર્યું.
એક મેક ની પસંદ બનેલા અભિ અને મીરા નું પ્રથમ લક્ષ્ય અભ્યાસ પૂર્ણ કરી સેટલ થવાનું હતું. બંને મેચ્યોર હતા. તેથી પોતાની મયૉદા સમજી એક મેક ની સાથે સાથી બની અભ્યાસ કરતા હતા.
બંને પરિવાર ની પણ આ જોડી ને મૂક સંમતિ હતી. મીરા અભિ ના ઘણી વાર કહેતી, “ લુક અભિ આપણે ફ્યુચર માં એક મેક ના થઈએ પણ મારે મારાં પપ્પા ની સંભાળ તો લેવી જ પડશે, પછી ઓથૉડોક્સ હસ્બન્ડ ની જેમ તું એ વાત ને ઇગ્નોર કરી મારી સાથે લડે-ઝઘડે એ પેહલા જ હું તને કહી દઉં.” અભિ હસી પડ્યો.
“ વાહ્ય આર યુ લાફીંગ? આટલી સીરીયસ મેટર ને તું લાઈટલી કેમ લે છે? બે વ્યક્તિ નું જોડાવું જ ઈમ્પોર્ટન્ટ નથી બે ફેમિલી પણ જોડાવા જોઈએ. તેની ખુશી-દુઃખ બધાની જવાબદારી આપણી છે. પછી તે મારાં પપ્પા હોય કે પછી અંકલ-આંટી.”
મીરા ની આવી જ વાતો થી અભિ વધુ ને વધુ તેની તરફ ખેંચાતો જતો હતો.
બે-ત્રણ દિવસ થી ગેરહાજર રહેલી સૌમ્યા આવી અને બોલી કે તેનાં અંકલ તેનાં ફેમિલી સાથે U.S. થી આવ્યા છે. તેની પુત્રી એટલે કે સૌમ્યા ની કઝીન નાં મેરેજ માટે એટલે તે થોડી બીઝી થઇ ગઈ છે.
બે વર્ષ થી સુષુપ્ત થયેલી U.S. જવાની અભિ ની ઈચ્છા ફરી સળવળી. “ ના એ તો દીકરી નાં લગ્ન કરવા આવ્યા છે અને હું તો મીરા સાથે રીલેશન માં છું માટે હવે આવું ન વિચારાય.” અભિ એ મન ને મનાવ્યું.
“ કદાચ આ તક મારાં માટે જ હોય એવું પણ બને અને મીરા?..... મીરા ની વાત વિચારતા પેહલા મારે એક વખત સૌમ્યા નાં અંકલ ને મળવું જોઈએ. કદાચ લગ્ન સિવાય બીજો કોઈ ઓપ્શન પણ મળે અને હું U.S. જઇ શકું.” આવું વિચારી અભિ રવિવાર નાં દિવસે સૌમ્યા નાં ઘરે ગયો.
સવાર માં બ્રેક ફાસ્ટ કમ્પલીટ કરી બેઠા હતા. અભિ પહોંચ્યો એટલે સૌમ્યા એ તેની ઓળખાણ તેનાં અંકલ ને કરાવી, “ અંકલ આ મારો ફ્રેન્ડ અભિ છે. IIM માં મારી સાથે સ્ટડી કરે છે. હી ઇઝ વેરી ટેલેન્ટેડ છે. અમને બધા ne કંઇ પ્રોબ્લેમ હોય તો અભિ અને મીરા જ તે સૉલવ કરે.” સૌમ્યા બોલી.
અભિ ને દેખાવ થી કે બોડી લેંગ્વેજ થી સમીર મહેતા માપતા હતા.પછી અચાનક બોલ્યા, “ મીટ માય વાઈફ રોમા એન્ડ માય ડોટર શ્લેષા.” અભિ એ બંને ને હેલો કરી.
બે પછી સમીર મહેતા એ શ્લેષા ને અભિ વિશે પૂછ્યું. શ્લેષા બોલી, “ તમને અનુકૂળ લાગે તેમ કરો.” પછી સમીર ભાઈ એ સૌમ્યા ને અભિ વિશે બધી ઇન્ક્વાયરી કરી અને તેને ફરી વખત મળવા બોલાયો.
અભિ સમીર ભાઈ ની સામે બેઠો હતો. સમીર ભાઈ બોલ્યા, “ લુક જેન્ટલ મેન હું ક્લિયરલી વાત કરવા માં માનુ છું, મારી દીકરી શ્લેષા ને તું પસંદ કરે અને જો તું તેને ખુશ રાખી શકે તેમજ જો તું U.S. આવવા ઇચ્છતો હોય તો હું આ સંબંધ ને આગળ વધારું.”
અભિ ની U.S. જવાની લાલસા વધુ તીવ્ર બની. “ અંકલ શ્લેષા જેવી છોકરી કોને પસંદ ના હોય, બટ અંકલ આઇ નીડ સમ ટાઈમ.” અભિ બોલ્યો.
ઘરે આવી માતા-પિતા ને અભિ એ વાત કરી, તેઓ આઘાત પામ્યા. પણ અભિ જાણે જીદ લઈને જ બેઠો હતો. સુરેખા બહેને મીરા નો ઉલ્લેખ કર્યો.અભિ કંઇ જવાબ આપ્યા વિના જતો રહ્યો.
(ક્રમશઃ)