Aryariddhi - 49 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૪૯


આખરે એ દિવસની સવાર થઈ ગઈ જ્યારે આર્યવર્મન બધાની સમક્ષ એક એવી હકીકત કહેવાનો હતો જે સાંભળીને બધાની ઊંઘ ઊડી જવાની હતી. સંધ્યાએ આંખો ખોલી ત્યારે જોયું કે આર્યવર્મન તેને પોતાની બાહોમાં જકડીને સૂઈ રહ્યો હતો. સંધ્યાએ ઊભા થવા માટે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પોતાને છોડાવી શકી નહીં એટલે તે થોડીવાર સુધી સૂતાં સૂતાં આર્યવર્મન નિહાળતી રહી.

આર્યવર્મને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સંધ્યા તેની બાહોમાં સમાઈને તેણે નિહાળી રહી હતી. એટલે તે તરત સંધ્યાને મુક્ત કરીને બેઠો થઈ ગયો. સંધ્યા પણ ઊભી થઈને બોલી, “આર્ય, હું શાવર લઈને આવું છું. ત્યાં સુધી તું પણ તૈયાર થઈ જા.” આટલું કહીને સંધ્યા બાથરૂમમાં ચાલી ગઈ.

આર્યવર્મન તેના ફોનમાં રાત્રે આવેલા મેસેજ અને મેઈલ ચેક કરવા લાગ્યો. એક પછી એક મેસેજ ચેક કરતાં તેની મિત્રનો મેસેજ જોઇને આર્યવર્મનને શું કરવું તેની ખબર પડી નહીં. અડધો કલાક સુધી તે એમજ બેસી રહ્યો. ત્યારે સંધ્યા શાવર લઈને તૈયાર થઈને આવી એટલે સંધ્યાએ આર્યવર્મને પોતાની સામે જોવા માટે કહ્યું.

આર્યવર્મને સંધ્યા સામે જોયું ત્યારે આજે તેને સંધ્યાનું એક અલગ રૂપ જોવા મળ્યું. હંમેશા મોર્ડન કપડાં પહેરતી સંધ્યાએ આજે સાડી પહેરી હતી. આ જોઈને આર્યવર્મન એક પળ માટે ખુશ થઈ ગયો પણ પરિસ્થિતિનો ખ્યાલ આવતાં તે બોલ્યો, “ગઈ રાત્રે મયુરીનો મેસેજ આવ્યો હતો.”

આ સાંભળીને સંધ્યા ખુશખુશાલ થઈ ગઈ. તે બોલી, “આર્ય, શું મેસેજ આવ્યો હતો? મને કહે, શું કહ્યું છે તેણે?” આર્યવર્મન થોડીવાર સુધી મૌન રહીને બોલ્યો, “તું અત્યારે બ્રેકફાસ્ટની તૈયારી કરાવ, હું ફ્રેશ થઈને તને ડાયનીગ હૉલમાં મળીશ.” આટલું કહીને આર્યવર્મન રૂમમાંથી બહાર નીકળી ગયો. ત્યારબાદ સંધ્યાએ એક બટલરને બધાને હોલમાં ડાયનીગ હૉલમાં બોલાવી લાવવા માટે કહીને પોતે હૉલમાં પહોચી ગઈ.
મેઘના જાગી ત્યારે તેણે જોયું તો રાજવર્ધન તેની તરફ પીઠ કરીને ડ્રોઈંગ ટેબલ પર બેસીને ભગવદગીતાનું પુસ્તક વાંચી રહ્યો હતો. એટલે મેઘના અવાજ ન થાય તેમ ઊભી થઈ પણ રાજવર્ધન તેના તરફ જોયા વગર બોલ્યો, “મેઘના, તું જલ્દીથી તૈયાર થઈ જા. સંધ્યાએ બધાને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા છે.” મેઘના માથું ઝુકાવીને તરત બાથરૂમમાં જતી રહી.

સવારે રિદ્ધિ જાગી ત્યારથી તેનું મન વિચલિત થઈ ગયું હતું. તે પોતે શું કરી રહી તેનું પણ તેને ખ્યાલ રહેતો નહોતો એટલે ક્રિસ્ટલે તેને શાંત રહેવા માટે સમજાવી. તે બંને બટલર દ્વારા સંધ્યાનું કહેણ મળતા ડાયનીગ હોલમાં પહોચી ગયા. એ ડાયનિંગ હૉલ આલીશાન હતો. તેની મધ્યમાં રહેલું ડાયનિંગ ટેબલ પર એકસાથે 50 વ્યક્તિ બેસીને જામી શકે તેટલું વિશાળ હતું.

સંધ્યા એ સમયે પહેલાંથી ત્યાં હાજર હતી. સંધ્યાએ તે બંનેને પોતાની સામેની બાજુએ બેસવા માટે કહ્યું. ક્રિસ્ટલ અને રિદ્ધિ એકબીજાની પાસે બેઠા. થોડીવાર પછી રાજવર્ધન અને મેઘના આવી ગયા. સંધ્યાએ તેમને પોતાની પાસે બેસવા માટે કહ્યું અને ત્યારબાદ બટલરને બ્રેકફાસ્ટ બધાને આપવા માટે કહ્યું.

સંધ્યાના કહેતાની સાથે પાંચ બટલર એક – એક પ્લેટ બધાની સામે ટેબલ પર મૂકી દીધી. પ્લેટમાં સેન્ડવિચ, સલાડ અને કોફી હતાં. આ જોઈને સંધ્યા અને રિદ્ધિ સિવાય બધા ખાવાની શરૂઆત કરવા જતાં હતાં પણ સંધ્યાએ આર્યવર્મનની રાહ જોવાનું કહીને બધાને રોકી લીધા.

પાંચ મિનિટ જેટલો સમય પસાર પછી આર્યવર્મન ત્યાં આવી પહોચ્યો એટલે સંધ્યા તેનું અભિવાદન કરવા માટે ઊભી થઈ. આ જોઈને રાજવર્ધન, મેઘના અને ક્રિસ્ટલ ઊભા થયા પણ રિદ્ધિ ઊભી થઈ નહી. આર્યવર્મને આ જોયું પણ તે કઈ બોલ્યા વગર પોતાની જગ્યાએ બેસી ગયો એટલે બીજા બધા પણ પોતાની જગ્યાએ બેસી ગયા.

ક્રિસ્ટલે સંધ્યા સામે જોયું તો સંધ્યા થોડી ગુસ્સે થયેલી હતી. તેનું કારણ પણ સમજી શકાય તેમ હતું પણ આર્યવર્મને તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો હતો એટલે સંધ્યા કઈ બોલી નહીં. થોડીવાર પછી રિદ્ધિ બ્રેકફાસ્ટ પૂરો કરીને ઊભી થઈ એટલે આર્યવર્મને તેને ચપટી વગાડીને બેસવા માટે ઈશારો કર્યો. પરંતુ રિદ્ધિ તેની વાત માન્યા વગર ઊભી થઈ પણ ક્રિસ્ટલે તેને પાછી બેસાડી દીધી અને મોં પર આંગળી મૂકીને રિદ્ધિને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો.

એટલે રિદ્ધિ ચૂપચાપ બેસી રહી. મેઘના તેનો બ્રેકફાસ્ટ પૂરો થયા પછી તે ઊભી થવા ગઈ પણ સંધ્યાએ તેનો હાથ પકડીને તેને પાછી બેસાડી દીધી. એટલે હવે આર્યવર્મનનો બ્રેકફાસ્ટ પૂરો થાય ત્યાંસુધી રાહ જોવા સિવાય છૂટકો નહોતો.

આર્યવર્મન ખૂબ જ ધીરેથી એક –એક પીસ લઈને ખાઈ રહ્યો હતો. દસ મિનિટ પાછી તે હાથ સાફ કરીને ઊભો થયો એટલે સંધ્યા સહિત બધા લોકો ઊભા થયાં. આર્યવર્મન પોતાના હાથ ટેબલ પર મૂકીને બોલ્યો, “રિદ્ધિ, મેઘના અને રાજ. તમારા બધાના મનમાં ઘણા સવાલો છે, પણ હું તમને બધાને પ્રોમિસ કરું છું કે આજે તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે. તમે બધા અત્યારે મારી સાથે આવો.”

આમ કહીને આર્યવર્મન બધાને લેબમાં લઈ ગયો પણ દરવાજા પાસે તે અટકી ગયો અને બોલ્યો, “રિદ્ધિ, તારા માટે બહેતર એ હશે કે તું ખુદને તૈયાર કરી લે, હકીકત સાંભળવા. કેમકે અમુક વાતો પર તું વિશ્વાસ નહીં કરી શકે અથવા તું સાંભળી નહીં શકે. જો તું તૈયાર તો આ દરવાજો ખોલું.” આટલું કહીને આર્યવર્મને રિદ્ધિ સામે જોયું.

રિદ્ધિએ માથું નમાવીને સંમતિ આપી. આખરે રિદ્ધિ પણ જાણવા માંગતી હતી કે કોણ હતી એ વ્યક્તિ જેના કારણે તેના પરિવારની આજે ખરાબ હાલત થઈ છે? કયા કારણથી આજે તેનો પ્રેમ આર્યવર્ધન તેનાથી દૂર થઈ ગયો?

આર્યવર્મને દરવાજો ખોલ્યો એટલે બધા લેબમાં દાખલ થયાં. રિદ્ધિએ જોયું કે એક બેડ પર તેનો ભાઈ પાર્થ સૂઈ રહ્યો હતો અને તેના શરીરના અમુક ભાગો પર પાટા બાંધેલા હતાં. તેની પાસે ભૂમિ અને બીજી એક યુવતી ઊભી રહી હતી.

રિદ્ધિ તરત દોડીને પાર્થ પાસે ગઈ અને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. ભૂમિ રિદ્ધિને પાર્થથી દૂર લઈ ગઈ અને બોલી, “અત્યારે પાર્થને ક્લોરોફોર્મ આપ્યું છે એટલે તે નહીં જાગે.” આ સાંભળીને રિદ્ધિને આર્યવર્મનની કહેલી વાત યાદ આવી એટલે તે તરત શાંત થઈ ગઈ અને બોલી, “મારા ભાઈને શું થયું છે અને તે અહિ કઈ રીતે આવ્યો?”

ત્યારબાદ આર્યવર્મન બોલ્યો, “તારા આ સવાલનો જવાબ મારી મિત્ર આપશે.” આટલું બોલીને આર્યવર્મન અને સંધ્યા તે યુવતીને ગળે મળ્યા પછી સંધ્યાએ બધાને તે યુવતીનો પરિચય આપતાં કહ્યું, “ આ મારી નાની બહેન છે, રાજકુમારી મયુરી.”

પરિચય આપ્યા બાદ મયુરીએ બધાને હાથ જોડીને નમસ્તે કહ્યું. પછી આર્યવર્મને બધાને ટેબલ પર બેસવા માટે કહ્યું ત્યારબાદ તેણે મયુરીને કહ્યું, “મયુરી, તું તારો રિપોર્ટ આ બધાની સામે કહી દે, એટલે તેમને તેમના સવાલોના જવાબ પણ મળી જાય.”

આ સાંભળીને મયુરીએ બોલવાનું શરૂ કર્યું, “હું છેલ્લાં પાંચ વર્ષથી આ કેસ પર કામ કરી રહી છું. વર્ધમાન સહિત તેની ટીમની બીમારી, તેમનું કીડનેપિંગ, નિમેશ અને રિદ્ધિ, પાર્થને મારવાનો પ્રયત્ન આ બધી ઘટનાઓ પાછળ એક જ વ્યક્તિ છે, અંડરવર્લ્ડની દુનિયાના ડોન સુમનની બહેન અને વિપુલના ભાઈ નિમેશની પત્ની મીના.” આ સાંભળીને રિદ્ધિને જાણે કરંટ લાગ્યો હોય તેમ તે સુન થઈ ગઈ

પાર્થ આર્યવર્મનના મહેલમાં કઈ રીતે આવ્યો ? મયુરીનો રિધ્ધી સાથે શું સંબંધ હતો ? મયુરી કયા કેસની વાત કરી રહી હતી? જાણવા માટે વાંચતાં રહો આર્યરિધ્ધી...