Aakarshan - 4 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 4

Chapter 4 ( લગ્ન નો દિવસ)

આગળ નું...

અરે બધું બરાબર થઈ જશે.રવિના એ કહ્યું .અને હા બાકી પ્લાન મસ્ત બનાવ્યો છે બદલો લેવા માટે. કઈ નઈ બસ અત્યારે હવે આરામ કરી લઈએ .અને ઈશિતા ને જમવા નું આપજે એને નાસ્તો નઈ કર્યો .અને હું ઘરે જવા છું કાલે સવારે મળીશ.

અનુષ્કાએ સારું કહી ને જવા કહ્યું અને કીધું કે હા કાલે સાક્ષી ને પણ લઈ આવજે કઈ થાય તો એ હેન્ડલ કરી શકે એટલે.

સારું કહી ને રવિના જવા લાગી.

Continue.......

સવાર પડી ગઈ હતી . અનુષ્કા બધી તૈયારી કરી ને બેસી ગઈ હતી હતી અને ઈશિતા ની રાહ જોઈ ને બેઠી હતી કે ક્યારે એ ફ્રેશ થઇ ને આવે બહાર . ફોન હાથ માં લઇ ને રવિના ને કોલ કર્યો કે ક્યારે આવે છે તું . તો સામે થી જવાબ મળ્યો કે બસ હવે ઘરે થી નીકળી જ છું 30 મિનિટ મા પોહચી જઈશ અને સાક્ષી સીધી 10 વાગ્યે આવી જશે.આ સાંભળી ને અનુષ્કા એ ફોન કટ કર્યો અને બાજુ માં મૂક્યો. થોડીવાર પછી ઘર ની મેઈન ગેટ ડોર બેલ વાગ્યો.અનુષ્કા ઉભી થઇ ને દરવાજો ખોલ્યો તો બ્યુટી પાર્લર વળી આવી ગઈ તો તૈયાર કરવા માટે એમને સીધી લઈને ઈશિતા નાં રૂમ પર લઈ ગઈ અને કહ્યું થોડી રાહ જુઓ. અને એટલીજ વાર મા ઈશિતા બાથરૂમ માંથી ફ્રેશ થઈ ને બહાર આવી.એટલે અનુષ્કાએ પાર્લર વાળી ને કહ્યું કે આને તૈયાર કરવા ની છે . ડ્રેસ આ બાજુ જે સ્ટેચ્યુ ને પેહરાવેલ છે એ છે ને જ્વેલરી આ બાજુ પડી છે ૧૦ વાગ્યા સુધી મા તૈયાર કરી રાખજો હું ત્યાં સુધી મા બીજું થોડું કામ પતાવી ને આવું.

*******

અનુષ્કાએ બધી બાજુ ફરી જોઈ લીધું હતું .કે બરાબર છે કે નઈ , ઈશિતા તૈયાર થઈ ગઈ હતી રવિના અને સાક્ષી બન્ને આવી ગઈ હતી બસ હવે થોડીવાર મા જાન આવી જ રઈ હશે.અનુષ્કા ઈશિતા પાસે જઈ ને શાંતિ થી બેસી અને પૂછ્યું કે તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને મારા આ વ્યવહાર થી તું નાં પાડીશ તો તને લગ્ન કરવા માટે નઈ કવ હું નથી ઈચ્છતી કે મારા કારણે તારી લાઈફ ખરાબ થાય મારી બદલો લેવા નિ ભાવ નાં મા કોઈ ને ઠેસ નઈ પોહચાડવા માગતી. એટલે ઈશિતા એ જવાબ મા કહ્યું કે કાલે સાંજ સુધી મને તો ગુસ્સો આવતો હતો પણ સાંજે અહી આવ્યા પછી મે વિચાર્યું કે જે થયું છે એ મારા કારણે જ છે એટલે આજે હું કોઈ પણ દબાવ માં આવ્યા વગર જ આ લગ્ન કરીશ અને તમે જેમ કહ્યું છે એમજ કરીશ થઈ શકે તો મને માફ કરજો મારા લીધે તમારા લગ્ન ન થયા.

સ્ત્રી ની એક નબળાઈ હોય છે માફ કરવાની એટલે અનુષ્કાએ ઈશિતા ને માફ કરી દીધી. અને ઈશિતા ને ગળે લગાવી ને કહ્યુ કે મને પણ માફ કરજે. અને એટલામાં જ બહાર થી જાન આવી.

અનિકેત અને ઈશિતા નાં લગ્ન શરૂ થઈ ગયા હતા ફેરા ફરી રહ્યા હતા બસ હવે ફેરા પતે એટલે અનુષ્કા આવે અને અનિકેત ને કહે કે ચીટ કરવા થી શું થાય એમ. એક બાજુ ગોરબાપા એ ફેરા નાં મંત્ર પૂરા કર્યા અને અનિકેતે ઈશિતા મંગળ સુત્ર પેહરવ્યું .અને બીજી બાજુ અનુષ્કાએ સામે થી આવિ ને એન્ટ્રી મારી આ જોઈ ને અનિકેત બઘવાઈ ગયો અને તરતજ સભાન થતાં બોલ્યો કે તું ત્યાં છે તો મે લગ્ન કોની સાથે કર્યા. અને એટલી વાર મા જવાબ ઈશિતા એ જવાબ આપ્યો કે મે કર્યા છે લગ્ન મો પર થી ચુંદડી હટાવતા કહ્યું.

અનિકેત ગુસ્સે થઈ ગયો અને સીધો જ જઈ ને અનુષ્કા ને તમાચો મારી દીધો.અને ફરી બીજો તમાચો કરવા જતો જ હતો ત્યાં સાક્ષી એ રોક્યો અને કહ્યું કે ઊભા રહી મિસ્ટર ક્યાંક તમને આ તમચો મોંઘો નાં પાડી જાય. આ સાંભળી ને અનિકેત થોડો બરાબર થયો એટલે સાક્ષી એ કહ્યું કે સાંભળો અનિકેત તમે ઈશિતા ને તલાક નઈ આપી શકો જો તમારે તલાક જોઈતા હોય તો તમારી બધી જાયદાદ ઈશિતા નાં નામ પર થઈ જશે. અને ઈશિતા એમની ઈચ્છા થી તલાક આપવા તૈયાર થાય તો 50% જ જાયદાદ ઈશિતા નાં નામ પર અને બાકી નિ તમારા નામ પર રેહશે .અને આ agreement પર તમારી સાઈન પણ છે એટલે હવે તમે કઈ નઈ કરી શકો.
આ સાંભળી ને અનિકેત કઈ બોલવા જેવો નાં રહ્યો એને જે કરાર પા સાઈન કરી હતી એના કારણે એ ઈશિતા ને લઈ ને ચાલતો થયો અને જતા જતાં કહ્યું કે એક દિવસ હું પણ બદલો લઈશ તું હજુ મને ઓળખતી નઈ.

ધીરે ધીરે લગ્ન નિ જગ્યા ખાલી થતી ગઈ બધા ચાલ્યા ગયા પછી અનુષ્કા એકલી હતાશ થઈ ને બેસી ગઈ અને આ જગ્યા અનુષ્કા ને ખાઈ રઈ હતી એ જલ્દી થી ફરી એના કામ પર જવા માગતી હતી .અને ઊભી થઈ ને એ રૂમ તરફ ગઈ અને ત્યારે કરવા લાગી .અને જવાની તૈયારી શરૂ કરી દીધી

*********
એરપોર્ટ પર પોહચી ગઈ અને ત્યાં કઈ ને સૌથી પેહલી મુંબઈ નિ ફ્લાઇટ માટે નિ ટીકીટ બુક કરાવી. સમય 4:30નો હતો .હજુ 3 કલાક બાકી હતા .એટલે ટાઇમ પાસ કરવા માટે મોબાઇલ લેવા માટે પર્સ મા હાથ નાખ્યો તો એક લેટર જોયો .લેટર મા પ્રમોશન હતું અને એના માટે લંડન જવા નું હતું . લગ્ન ને લીધે પ્રમોશન લેવા નિ નાં પાડી હતી પણ હવે આ શહેર મા જે થયું એના કારણે મજા નતી આવતી એટલે વિચાર કાર્યો કે કાલે સવારે જઇ ને સીધો આ લેટર મા તે હા કઈ દવ અને લંડન જતી રહું હવા બદલી થશે એટલે ભુલાઈ જશે બધું

થોડો ટાઇમ પાસ કર્યો ફ્લાઈટ આવી ગઈ એટલે એ જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ અને સીધી મુંબઈ એરપોર્ટ પર પોહચી ને ઘરે ગઈ અને સવારે ઓફિસ જવા નિ તૈયારી કરી ને નાસ્તો કરી ને સુઈ ગઈ.


(નવું શહેર લંડન...... Continue next part)