Aakarshan - 8 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 8


Chapter 8 ( રૂટિન લાઈફ શરૂ....... )

આગળ નું... ..

જે થયું એના થી અનુષ્કા પર માઠી અસર થઇ.બધું ભૂલવા માટે એમને ઘર નાં બાર ટેબલ પરથી વોડકા નિ બોટલ લઈ ને પીવા લાગી આ પેહલા એમને ક્યારેય પીધું નહતું એટલે ચાર થી પાચ ઘૂંટ પીધા પછી એ બેહોશ જેવી થઈ ગઈ હતી.

બીજે દિવસે સવારે ઉઠી ને પોતાની જાત ને સ્વસ્થ કરી અને થોડી ઘર નિ સફાઈ કરી ને બેસી રહી .અને વિચારો મા ખોવાઈ ગઈ કે શું કમી છે મારા મા કે કોઈ સાથે રેવા નઈ માગતું

થોડી વાર પછી વિચરો માંથી બહાર આવી અને માં મક્કમ કર્યું કે કાલે થી ઓફિસ જવા લાગી એટલે બધુ બરાબર થઈ જશે. આજે હું તૈયારી કરી લવ કાલે ઓફિસ જવાની.

હાથ માં ફરી વોડકા નિ બોટલ લઈ ને તૈયારી કરવા લાગી અને વોડકા પિતી ગઈ. અને થોડી વાર પછી ફરી બેહોશ થઇ ગઇ.

બીજે દિવસે સવારે છેક હોશ મા આવિ.

Continue ......

અરે યાર સખત માથું દુખે છે, લાગે છે આ બે દિવસ નો હેંગોવર ચડ્યો છે .બ્લેક લેમોન ટી બનાવી ને પી લવ પેહલા પછી ઓફિસ જઈશ.

સૌથી પહેલા તો ટી બનાવી ને પી લીધી પછી ફ્રેશ થઈ ને ઓફિસ પર ગઈ.

*******
ઓફિસ મા પોસ્ટ સાંભળ્યા પછી , બધું જાણ્યું કે કોને ક્યું વર્ક આપ્યું છે કેટલો સ્ટાફ છે ને એ બધું એમાં 70% સ્ટાફ ઇન્ડીયન હતો . એટલે સેટ થવા મા વાર નઈ લાગે. જ્યારે હું આ બધું વિચારતી હતી ત્યારે અચાનક ફાઈલ. નાં એક પેજ પર નજર પડી ,અને એ જોઈ ને હું અચંબિત થઈ ગઈ .રવિરાજ શર્મા ઓનર ઓફ અનુષ્કા લિમિટેડ અને અહી આ માઈક્રો વર્લ્ડ ને ખરીદવા માટે 1 વર્ષ જોવાં માટે આવેલ છે કે કઈ રીતે ચાલે છે એ બધું.

મને પોતાના પર શરમ આવિ ગઈ કે ભૂતકાળ મા મે જે ને અપમાનિત કર્યો હતો એ આજે કંપની નો માલિક છે . હવે મારે રવિરાજ નિ નજરો થી દુર રહવું પડશે નઈ તો મને અપમાનિત કરવા નિ કોશિશ કરશે. પણ પછી તરતજ વિચાર આવ્યો કે એને એની કંપની નું નામ અનુષ્કા લિમિટેડ કેમ રાખ્યું છે.

એટલા માં જ લેન્ડ લાઈન પર રીંગ વાગી અને વિચારો માંથી બહાર આવી ને કોલ રિસિવ કર્યો અને કામ પર લાગી ગઈ.

દિવસો નીકળતા ગયા પણ કઈ ગમતું નહતું, ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ કોઈ મિત્રો પણ ન બન્યા . બસ હવે વોડકા ,વિસકી અને બિયર ની લત લાગી ગયેલી ભૂતકાળ મા બનેલી ઘટના ને યાદ કરતી ત્યારે એકલું એકલું લાગ્યું એને મારી ભૂલો ને ભૂલવા માટે હું નશા નો સહારો લેતી .

એક દિવસ હું રાત નાં બાર મા થી ઘરે આવિ રહી હતી.થોડી નશાની હાલત માં હતી .અને રવિરાજ રિયા સાથે રેસ્ટોરન્ટ મા બેઠો હતો પણ મને થયું કે રિયા ની સાથે કેમ હશે.પણ બિયર પીધી હોવા થી શરીર લથડી રહ્યું હતું.એટલે હું ઘરે ચાલી ગઈ.

*************
અને બીજી બાજુ રવિરાજ ને બધી ખબર હતી કે અનુષ્કા શું કરી રહી છે ક્યાં જઈ રહી છે. કેમ કે એને જ્યારે અનુષ્કા ને માઇક્રો વર્લ્ડ મા કામ કરતા જોઈ એ દિવસ થી ફરી એ આકર્ષાઈ ગયો હતો કેમ કે એ વખતે રિયા એ પણ કીધું કે મને એમની સાથે મજા આવી ગઈ હતી જ્યારે શહેર મા ફરવા ગઈ હતી ત્યારે. એટલે હું અનુષ્કા ને મારી લાઈફ મા લાવવા માગતી હતો પણ એને જે કીધું હતું એ પછી હિંમત નતી થતી. અને મે પણ એ વખતે આવેશ માં આવી ને કીધું હતું કે તારી લાઈફ મા જ્યારે સૂર્ય આથમતો હશે એ દિવસે હું ઊગતો સૂરજ બનીને આવીશ. એટલે મારે હમણાં રાહ જોવી જોઈ એ .

********
અનુષ્કા હવે રવિરાજ તરફ પૂરેપૂરી આકર્ષાઈ ગઈ હતી.એટલે રવિરાજ વિશે જાણવા નિ તૈયારી કરી એ શું કરે છે ક્યાં રે છે એ બધું અને રિયા કોણ છે એ બધું.

થોડા દિવસો પછી રિયા ને બધી જાણકારી મળી ગઈ રવિરાજ વિશે અને એ અંદર થી તૂટી ગઈ . અંદર થી તૂટવા નાં બે કારણ હતા એક કે એના લગ્નન થઈ ગયા હતા અને રિયા એમની પૂત્રી હતી. અને બીજું કારણ એ કે એની પત્ની મૃત્યુ પામી હતી. તો પણ એ કેટલો સરળ બની ને રહે છે શાયદ એને મારી કરતા વધારે દુઃખ હશે તો પણ એ સહજતા થી જીવી રહ્યો છે.

અને હું મારી લાઈફ માટે રડી રહી છું કે કઈ છે જ નઈ એમ મારી પાસે કોઈ સાથે રેહવા નઈ માગતું.

( હું નશા નાં કારણે બેહોશ ઓફિસ મા....... Continue next part)