ek hu ek tu books and stories free download online pdf in Gujarati

એક હું એક તું

આજે હુ વાત કરુ એની જેને દિલ શું ખબર જ ન હતી એક આરી,
૨૩-૨૩ વર્ષ વીતી ગયા જન્મતાની સાથે
ન લાગણીઓ પામ્યો, ન લાગણી દેખાડનારને

મંજિલ એક જ હતી આ માણસની ‌કમૅ કરી, સંતાન રુપી ફરજ નિભાવી
દુનિયાથી થવું તુ અલિપ્ત

પણ ભગવાનને મંજૂર શું હતું
કરી આપ્યું પથ્થર રુપી દિલને પણ પાણી પાણી

મજા ‌હતી આ‌ પથ્થરને સારુ ખરાબ ‌સમજણ જે ‌હતી ભારી
પણ ભગવાનને તો ‌પ્રેમ રુપી લાગણી ‌આપવી‌ તી આરી...

થયુ દુઃખ ઘણું કારણ ‌જાણી
જ્યારે લાગ્યુ ભગવાન કરે એને દૂર‌ પોતાની

લાગણીઓ વહી રહી હતી ‌પણ દિલને પથ્થર રહેવું હતું પરિસ્થિતિ આ દિલોની જાણી

પણ ભગવાનને મંજૂર શું
કરી આ લાગણીઓ ભારી

ન હતા ‌નજીક કે ન જાણતા હતા એકબીજાને
દુર છે ને વ્હેમ છે ખુશ હતુ દિલ એ જાણી

ત્યા થયા દુર તે વધુ...ફરી ખુશ થયા વધુ જાણી
ભગવાનની એક જ ઇચ્છા મારુ મન રહે બસ એમા વારી

પણ શાંત ક્યાં હતુ આ નસીબનુ મસ્તક
કે ન હતા તેથી વધુ કર્યા નજીક

ફરી પ્રશ્ન થયા શુ છે ભગવાન તારા દિલની નજીક?
મને રાખવો કે નહીં તારી નજીક?

ન હતા નામ જાણતા ‌તે નામ‌ જાણતા થયા
વાતો તો કયા થવાની દિલમાં હજુ ભગવાનથી દુર થવાના રંજ રહ્યા

લાગ્યું છે જીવન તે જ જોડે ને
આખરે પથ્થર ગયો પીગળી દિલમાં પાણી પાણી

ન હતુ લખવું પણ ‌છતા ખબર ન જાણે ‌શબ્દો બન્યા
થઇ મારી તું... કવિતા લખાઈ કેમ જાણે ‌આ જ શબ્દોમાં વારી તું

ત્યાં જાણ્યું ફરી કોઇ ચાહે તને
ત્યાં કેમ ‌મુકુ પ્રસ્તાવ વારી તું

ખબર નહીં મુકવા ચાહ્યું ત્યાં જાણ્યું
તુ ન ચાહે ‌તેને એક વારી તું

છતાં મુકવા ચાહ્યું
દિલ નહીં વ્હેમ છે ખાલી તું

પણ જીવનનો સમય કઇ અલગ ‌હતો
ત્યા વધુ આવી નજીક મારી તું

ન ગમ્યું કોઇ કરે તારી સાથે મસ્તી તું
દુઃખી થાય જો ‌ફરી વારી તુ

ત્યા ફરી આવ્યુ કોઇ ‌જીવનમા‌ કહે ભાઇ તેને તું
પણ ‌શુ કરુ પ્રેમ મને તારી સાથે તુ

લાગે કઇ ખોટું તું
કહ્યું વારી વારી તને મારી તું
પણ શબક શીખવાયુ તુજથી મુજ તુ

ન બાંધુ હુ તને અહી મારી સાથે તુ
પણ અયોગ્ય લાગે જો બીજા સાથે ફરે રહે ગમે તેમ તું

કહે તારા ‌મનમા નથી કોઇ તું
પણ ‌લાગે ખરાબ જેમ રહે તુ બીજા સાથે તું

ખાલી એક જ ઇચ્છુ ન રહે, ન કરે ‌આગળી કોઇ ‌તારા ચારિત્ર્ય પર તું
રહે બસ જીવન તારી સાથે સ્વસ્થ તું

જાણ્યું ‌તે જીવનમાં કોઇ ન સાથે ‌તુ
કહું કે નહીં હવે બસ મારા દિલની વાત તુ

જીવન જીવવું આખી જિંદગી મારી સાથે તું
ન ફરે ‌ફરી કોઇ ભુતકાળની ભુલો તું

માને તુ ‌માને હું
સમજે તું સમજે હું
સમય ‌આપે તુ ‌સમય આપે હું
બસ એકસાથે રહીએ ‌આ જીવનમાં હુ ને તું

માને તુ માતા-પિતા ને ‌મારા‌ તું
માને હું માત-પિતા ‌તારા‌ને હું

રહીએ એકમેકને સાથે આખી જિંદગી હુ ને તું
ન આવે આપણી આ જિંદગીમાં ‌કોઇ‌ ત્રીજું તું
જે સંબંધ ‌તોડે અહી ‌એકમેકમા તું...

રહે તારો મારો સાથ ‌આ જિંદગીની સફરમાં તું
મરીએ પણ ‌એકબીજા‌ સાથે આ જ જિંદગીની સફરમાં ‌હુ ને તુ

હા સ્વીકારુ આજે પથ્થર પણ પીગળી આજે ‌દિલ થયું તું
લાગણીઓ મારામાં પણ છે અનુભવ થયું ‌તુ

ખબર નહીં હવે જિંદગીની આ સફરમાં ‌
ફરી દિલ બનશે ‌પથ્થર હું
કે રહેશે તારા ‌દિલમા‌ દિલ બની હું

‌ ‌

- રવિ લખતરિયા
#દિલ