taras - 1 books and stories free download online pdf in Gujarati

તરસ - 1

(પ્રકરણ એક)

ટન… ટન…. ટન…..
ટન…ટન….ટન…
અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ઝાપાને બરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ.
ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!
ઠક ઠક ઠક. …!ઠક ઠક... ઠક... ઠક….!
હવેલીની બરાબર ઉપરના માળે આવેલ એક બેડરૂમ મા સુતેલ આકાશ ના કાને કોઇ બેડરૂમનો દરવાજો ખટખટાવતો હોય તેવો અવાજ કાને પડ્યો એટલે તે સફાળો જાગી ઉઠયો.. " અત્યારે કોણ હસે.?વિચારતા ઉંઘરેટી આંખો ચોળતો તે ઉભો થયો અને બેડરૂમ નો દરવાજો ખોલ્યો અને એ સાથેજ તેની આંખો ફાટી ગઈ
સામે…કોઇ યુવતી હાથમા સળગાવેલુ ફાનસ લઇને ઉભી હતી..તે કોઇ સામાન્ય યુવતી હોત તો વાંધો ન હતો. પરંતુ આકાશની સામે જે યુવતી ઉભી હતી તે પગથી માથા સુધી કાળો બુરખો પહેર્યો હોય તેવા કાળા વસ્ત્રોમા સજજ હતી.તો વળી તેનો ચેહરો એટલો ભયાનક હતો કે તેને જોતાજ કાચાપોચા માણસનાતો છાતીના પાટીયાજ બેસી જાય. તેની ભયાનક આંખોમા જાણે કે કાળી કીકીઓ હોયજ નહી તેમ માત્ર ધોળી પુણી જેવી હતી. ડાબી તરફથી તેનો અડધો ચેહરો જાણે કે સળગી ગયો હોય તેમ માત્ર ચેહરાના હાડકા જ દેખાઇ રહ્યા હતા તો બાકીનો અડધો ચેહરો સુકી જમીનમા જેમ તીરાડો પડેલી હોય તેમ ઠેક ઠેકાણેથી ફાટેલો હતો. તો તેના આગળના બે દાંત ચહેરાની ઠેક બહાર સુધી નિકળી આવ્યા હતા
ભય અને આઘાતના કારણે આકાશનો ગોરો ચેહરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો અને જાણે ટાઢીયો તાવ ચઢ્યો હોય તેમ તે પગથી માથા સુધી થરથર કાંપી રહ્યો હતો. એણે, "બચાવ" એવી ચીસ પાડવા માટે મોઢુ ખોલ્યુ પણ જાણે કે તેની જીભ તાળવા સાથેચોટી ગઇ હોય તેમ તે ચીસ પાડી સક્યો નહી. તે યુવતી દરવાજાની વચ્ચોવચ ઉભી હતી અને આકાશની અને તેની વચ્ચે માંડ અડધા મીટરની દુરી હતી.આકાશે પાછા પગલે અંદરની તરફ ખસવાની કોશિશ કરી.પણ એમા પણ તે સફળ થયો નહી. કારણ કે તેના પગ જાણે કે જમીન સાથે ચોંટી ગયા હોય તેમ તે પોતાની જાતને ટસથી મસ પણ કરી સકતો નહોતો. ડરના કારણે તેની આંખોના ડોળા ફાટવા માંડયા તેને લાગ્યુ કે હમણાંજ તેનુ હૃદય છાતી ફાડીને બહાર નીકળી પડસે. આકાશ ની આવી હાલત જોઈ પેલી યુવતી ભયાનક હંસી અને જાણે તેનો અવાજ ગળામાંથી નીકળતો હોય તેવા ખોખરા અવાજે બોલી. .
"કેમ મને ઓળખી નહી આકાશ..? પેલી ભયાનક યુવતીના ગળામાંથી ખોખરો અવાજ નીકળ્યો. ."તને એમ કે મારી જીંદગી બરબાદ કરીને તુ બચી જઇશ એમને..? મને મારી નાખીને તુ તારા કુકર્મો પર પડદો નાખી દઇશ એમને.?.? પણ જો…! તે યુવતીએ એક હાથમાનુ ફાનસ બાજુમા મુકતા પોતાના હાથના અડધા અડધા ફુટના નહોર વાળા બિહામણા પંજા ઉચા કરતા કહ્યુ, " " હું મરીને પણ તારી સાથે બદલો લેવા પાછી આવી ગઈ છું.
એટલે …ચ..ચ. . ચંદા. ..! આકાશ ગેંગેં..ફેંફેં કરતી લોચા વાળતી જીભે કરગરી પડ્યો. ""મને માફ કરીદે ચંદા..કેહતા એ રડી પડ્યો. પણ..આકાશ ના એ શબ્દો હજુતો પુરા થાય એ પહેલાજ પેલી યુવતીએ પુરા જોર અને જોશ સાથે પોતાના ભયાનક પંજા વડે તેની છાતીમા એક મુકકો માર્યો અને એ સાથેજ આકાશ પાછળની તરફ હવામા અધ્ધર પાંચ છ ફુટ ઉચે ઉછળ્યો અને .. ધમ…ના મોટા અવાજ સાથે જમીનપર પછડાયો અને તેને લાગ્યુ કે તેના કમ્મરના મણકાનો જાણે કે કડાકો બોલી ગયો..દર્દ અને પીડાના માર્યે તેની આંખોમા આંશુ ધસી આવ્યા અને તે પોતાના બચાવ મા તે કંઇ કહે કે કઇ કરે એ પહેલા તો પેલી યુવતી વિજળીની જડપે કમરામા ધસી આવી અને આકાશની છાતી પર ચડી બેઠી. એટલે આકાશે "બચાવ" ની બુમ પાડવા મોઢુ ખોલ્યુ પણ તેનો અવાજ ગળામાંથી બહાર નીકળે એ પેહલા જ પેલી યુવતીએ પોતાનો ભયાનક પંજો તેના મોઢામા છેક ઘોઘરા સુધી ઉતારી દિધો અને એક આંચકા સાથે જેમ મુળમાથી છોડવુ ઉખેળતી હોય તેમ આકાશની જીભ ઉખેડીને બહાર ખેંચી કાઢી જેથી ગભરાટ અને અસહ્ય પીડાને કારણે તેની આંખો પહોળી થઈ ગઈ. આકાશે પોતાના બંન્ને પગ હવામા ઉછાળી તેની છાતીપર ચડી બેઠેલી એ યુવતીની પકડમાથી છુટવા નિષ્ફળ પ્રયાસ કર્યો અને બીજીજ પળે એ યુવતીએ પોતાના અણીદાર નખના પંજા વડે તેની છાતીનુ ડાબુ પડખુ ચીરી નાંખ્યુ અને બંન્ને હાથ વડે તેનુ ધડકતુ હૃદય બહાર ખેંચી નાંખ્યુ અને એ સાથેજ આકાશની આંખો ખેંચાઈ ગઇ ..ચીશ પાડવા માટે ખુલેલુ તેનુ મોઢુ ખુલ્લુ ને ખુલ્લુજ રહી ગયુ. એને એક જોરદાર આંચકી આવી, અને તેની ગરદન એક તરફ ઢળી ગઈ અને ખુલ્લા રહી ગએલ તેના મોઢામાંથી લોહીનો એક રેલો તેના હોઠના એક ખુણામાથી વહીને કમરાના ફર્શ પર રેલાઇ ગયો.. કઇ અજુગતુ કે અણધાર્યુ જોયાના ભાવ સાથે ખુલ્લી રહી ગએલી તેની આંખોની કાળી કીકીઓ સામેની દિવાલ પર લાગેલી ઠાકોર રાયસિંગની આદમકદની છબી પર સ્થિર થઈ ગઈ. ઠાકોર રાયસિંગની એ છબી પર મીણબત્તી નો ઝાંખો પ્રકાશ રેલાઇ રહ્યો હતો. પણ આકાશની ખુલ્લી રહી ગએલી આંખોને ઠાકોર રાયસિંગની એ છબી દેખાતી નહતી. આકાશ ની આંખોમા એ છબી જોઈ શકવાનુ તેજ રહ્યુ નહતુ.
- હા, આકાશ મરણ પામ્યો હતો.
- આકાશના શરીર પર 'લાશ'નુ લેબલ લાગી ચુક્યુ હતુ.
ઓ.કે. કટ…..! નો અવાજ ગુંજી ઉઠ્યો એસાથેજ ફિલ્મ કેમરામેને કેમરો બંધ કર્યો. એજ ઘડીએ ફટાફટ લાઇટો સળગવા લાગી. હૉલ જેવડો મોટો ફિલ્મનો એ આખોય સેટ અજવાળાથી ઝઞમગી ઉઠ્યો. સાથોસાથ તાળીઓના ગડગડાટથી પણ ગુંજી ઉઠ્યો.
નીચે લોહીના ખાબોચિયામાં પડેલ આકાશે પાંપણો પટપટાવી. અને ઢળી ગએલ ગરદન સીધી કરતા તે ઉભો થયો.
તો પેલી યુવતીએ પણ પોતાના ચેહરા પર ચઢાવેલુ ભયાનક મોહરુ હટાવી દીધુ.
'એકસીલન્ટ..અદભુત .., હોરર ફિલ્મોના બેતાજ બાદશાહ ગણાતા સફળ દિગ્દર્શક સમીર શેખરે નિખાલસ દિલે આકાશ અને પેલી ભયાનક યુવતીનો રોલ કરી રહેલી અભિનેત્રી તન્વીને અભિનંદન આપતા કહ્યુ, "ધાર્યા કરતા પણ વધારે જાનદાર અભિનય કર્યો તમે બંન્નેએ ..! એટલે ટોચના દિગ્દર્શકના મોઢે પોતાના વખાણ સાંભળીને આકાશ અને તન્વી મનોમન હરખાતા એક સાથેજ ,"થેંક્યુ સર "બોલી ઉઠ્યા.
શુટિંગનો આજે પેહલોજ દિવસ હતો અને પેહલાજ સીનમા બંન્ને નવોદિત કલાકારોએ એક પણ રિટેક લીધા વિનાજ સુંદર અભિનય કર્યો હતો આથી દિગ્દર્શક સમીર શેખરની સાથે આખુ યુનિટ ખુશખુશાલ હતુ.
અરે..આ મંદાર અને નતાશા કેમ દેખાતા નથી ક્યારના.? દિગ્દર્શક સમીર શેખર પોતાના માથા પરથી ગોળ હેટ ઉતારતા બોલ્યા.
સર…! આપણે શુટિંગ શરુ કર્યુ ત્યારે જ મેં એમને અહિંયાથી સરકી જતા જોયા હતા. ફિલ્મમાં વિલનનો કિરદાર નિભાવવાની જવાબદારી જેને માથે હતી તે 'ચાર્લી, દિગ્દર્શકને વ્હાલા થવા બોલી ઉઠ્યો.
અરે એતો ઠીક છે…! સમીર સિગારેટ સળગાવતા બોલ્યો.." પણ બન્ને અત્યારે છે
ક્યાં.?
સર..! બેઠા હશે ક્યાંક પ્રેમના પેચ લડાવતા બન્ને ..! ફિલ્મની સહાયક એભિનેત્રી શર્લી બોલી ઉઠી.. "અને આમ પણ બંન્ને સિનિયર કલાકારો હોવાને નાતે અને ફિલ્મના મુખ્ય હિરો હિરોઈન હોવાને લીધે આપણુ તો સાંભળેજ સાના.? તેના અવાજ મા ઇર્ષ્યાની આગ સ્પષ્ટ કળાઇ આવતી હતી.
કઇ વાંધો નહી…! સિગારેટનો એક ઉંડો કશ લેતા દિગ્દર્શક સમીર બોલી ઉઠ્યો " આમ પણ ફિલ્મના આ પહેલા દ્રશ્યમા બન્નેની કોઈ ભુમિકા નથી એમ વિચારીને બંન્ને નિકળી ગયા હશે ક્યાંક લટાર મારવા..! કેહતા સમીરે ઓર્ડર છોડ્યો'' ઓકે મિત્રો..! આપણો આજના દિવસનો વર્કિંગ શેડયુલ પુરો થયો..હવે ફિલ્મના નવા દ્શ્ય માટે
આપણે કાલે સવારે દશ વાગ્યે એહીંજ ભેગા થવાનુ છે. દિગ્દર્શક સમીરે પોતેનુ વાક્ય પુરુ કર્યુ ત્યાંજ ફિલ્મના મુખ્ય હિરો હિરોઈન મંદાર અને નતાશા ત્યાં આવી પહોંચ્યા.
મંદાર..! મે તમને બન્ને ને કેટલીવાર કહ્યુ છે કે આમ અજાણી જગ્યા પર એકલા ફરવા નીકળી ના પડો ..! દિગ્દર્શક સમીરે તેમને ઠપકો આપતા દોસ્તાના સ્વરે કહ્યુ, "તમારી આ આદતને કારણે કોઇક વાર તમે મુશ્કેલીમા મુકાઈ જશો..! " ઓહ…ડોન્ટવરી..સમીર..! ચોવીસ વર્ષીય હિરો મંદારે પોતાના હમઉમ્ર દોસ્ત અને ફિલ્મના દિગ્દર્શક સમીરના ખભે હાથ મુકતા કહ્યુ, "આતો આ નતાશાને ચાંદની રાતનો નજારો માળવો હતો એટલે અમસ્તાજ હવેલીના ટેરેસ પર તેને લઇને ગયો હતો..! અને મંદારે હળવુ હાંસ્ય કરતા ઉમેર્યુ " " આમ અડધી રાત્રે આવા સુમસામ સ્થળે ફરવા જવાનો તો સવાલજ ઉભો નથી થતો યાર..!
ઇટ્સ ઓકે…"હવે કાલે ફિલ્મનુ પેહલુ દ્રશ્ય તમારા બન્ને પર ફિલ્માવવાનુ છે એટલે સમયસર સેટ પર આવી જજો...! " લેટ લતીફી હું બિલકુલ નહી ચલાઉ ..! સમીરે મંદાર અને નતાશાની સાથોસાથ આખા યુનિટને સંબોધીને કહ્યુ એટલે" ઓકે સર કેહતા યુનિટના સભ્યો મંદાર અને નતાશા, સહ અભિનેતા આકાશ, તન્વી, શર્લી, ચાર્લી તથા યુનિટના બીજા સભ્યો કેમરામેને ,લાઇટમેન, પાંચ છ સ્પોટ બોય તથા મેકપમેન વગેરે પોતપોતાનો સામાન સરખો કરતા બેડરૂમ તરફ જવા આગળ વધી ગયા.
મુંબઈ થી ખાસ્સે દુર આવેલ એક નાનકડા ગામમા આવેલ આ જુની પુરાની હવેલીમા દિગ્દર્શક સમીર શેખરે ફિલ્મનો સેટ ઉભો કર્યો હતો . અહિયા ફિલ્મનુ શુટિંગ સરુ કરવાનુ હોઇ હવેલીના માલિકે અઠવાડિયા પહેલાજ આખી હવેલીની સાફ સફાઈ કરાવી નાંખી હતી.તો હવેલીની અંદર યુનિટના રહેવા માટેની તમામ સગવડ કરવામા આવી હતી કોઇ રાજા મહારાજાના મહેલ જેવી આ હવેલી આમતો વરસોથી બંધ હાલતમા પડી હતી. આથીજ આ હવેલી દિગ્દર્શક સમીર શેખરને પોતાની નવી ફિલ્મ "ખુની ઓરત" માટે પહેલીજ નજરે ગમી. ગઇ હતી. હવેલીની ફરતે મોટો કંપાઉન્ડ હતો. હવેલીના મુખ્ય દ્વારમા પ્રવેશતાજ ખાસ્સો મોટો હૉલ હતો અને હૉલની ડાબી જમણી તરફ અનેક કમરાઓ હતા જ્યારે મુખ્ય દરવાજાની બરાબર સામે સીડી હતી.એ સીડી અડધેથી બે બાજુએ ફંટાતી હતી.એ પછી થોડાક પગથિયા પછી જ ઉપરનો માળ આવતો હતો. એ માળ પર પણ ડાબી જમણી તરફ કમરા દેખાતા હતા. એ કમરાઓમાથી અમુક કમરા તો નીચેથી પણ દેખાતા હતા.
સમીર શેખરે ઉપરના માળના કમરાઓ મંદાર,નતાશા,આકાશ તથા તન્વી, ચાર્લી, શર્લી વગેરેને ફાળવ્યા હતા જયારે નીચેના કમરાઓ પોતાના અને યુનિટના બાકીના સભ્યો માટે ફાળવ્યા હતા. આમ ઉપરના સળંગ છ કમરાઓમા ક્રમસ મંદાર સહીત બધાને અલાયદા કમરાઓ મળ્યા હતા.
સમીરે પોતાના યુનિટના સભ્યો માટે જમવાનુ બનાવવા રસોઇયા, કપડા વગેરે ધોવા માટે લોન્ડ્રીમેન તો અચાનક શુટિંગ દરમિયાન કોઇને ઇજા કે કોઈ બીમાર થાય તેના માટે કામચલાઉ ડૉક્ટર તથા નાનકડી એમ્બ્યુલન્સ ની ખાસ વ્યવસ્થા કરી હતી.
* * * * *


ટન…ટન…ટન..
ફરી પાછી પેલી જુની પુરાણી ડંકા ઘડિયાળમા રાત્રીના ત્રણ વાગ્યા ના ડંકા ગુંજી ઉઠ્યા એટલે હજી હમણા જ ઘસઘસાટ ઉંઘમા પોઢેલ ચાર્લીના કાનમા જાણે કોઈ યુવતીના ઝાંઝર ખણકતા હોય તેવો અવાજ સંભળાયો એટલે તે ચમક્યો અને બીજી જ પળે તેણે કમરાની લાઇટ સળગાવી અને આખા કમરામા નજર દોડાવી પણ આસ પાસમા કોઇ ન હોતુ.. ઉઘમાજ તેને કોઇ સ્વપ્નુ આવ્યુ હશે એમ વિચારતા તેણે ફરી લાઇટ બંધ કરી ઉઘવાની કોશિશ કરી ..પણ હજીતો માંડ પાંચ મિનિટ વિતી હશે કે ફરી
પાછો ઝાંઝરનો અવાજ કાને પડ્યો એટલે તે ફરી પાછો બેઠો થઈ ગયો. તેણે ધ્યાનથી સાંભળવાની કોશિશ કરી તો તેના કમરાની બહાર જાણે કોઈ યુવતી ઝાંઝર પેહરીને ચાલી રહી હોય તેવુ લાગ્યુ. હળવેકથી ઉભા થઇને તેણે કમરાના દરવાજાની સ્ટોપર ખોલી અને બહાર ડાબે જમણે નજર દોડાવી તો કઇ પણ નજરે પડ્યુ નહી.
અજીબ કહેવાય...! "બબડતા તે દરવાજો બંધ કરી પાછો ફરવા ગયો ત્યાંજ ફરી પાછો પેલો અવાજ તેના કાને અફળાયો. એટલે તેણે ફરી દરવાજો ખોલ્યો અને બહાર નીકળીને જોઇ આઉ..એમ વિચારતા તે કમરાની બહાર આવ્યો. એટલે આ વખતે તેની થોડે દુર ડાબી બાજુથી અવાજ સંભળાયો ..ચાર્લીએ ઝડપથી ડાબી બાજુ ગરદન ફેરવી ને જોયુ તો તેને લાગ્યુ કે કોઇ યુવતી હાથમા સળગાવેલુ ફાનસ લઇને છેક છેલ્લે હવેલીના ટેરેસ પર જવાની સીડીઓ હતી ત્યાંથી ઝડપથી ઉપર ચઢી ગઇ એટલે
"કોણ હસે તે યુવતી? "" વિચારતા તે ડાબા ખુણે આવેલ સીડી પાસે પહોંચ્યો. તેણે ટેરેસ પર જવાની સીડીઓપર ઉપર સુધી નજર
દોડાવી પણ જાંખા જાંખા અજવાળામા તેને કઇ પણ નજરે ચઢ્યુ નહી .ત્યાંજ ફરી પાછો ઉપરથી ઝાંઝરનો ખણકવાનો અવાજ આવ્યો એટલે તે ધીરે ધીરે એક પછી એક સીડીઓ ચઢતો ટેરેસ પર પહોંચી ગયો… ચંદ્રનુ ઝાંખુ અજવાળુ આખા ટેરેસ પર ફેલાએલુ હતુ.. ""છન..છન…છન… "
ફરી ઝાઝરનો અવાજ સંભળાયો એટલે તેણે અવાજની દિશામા જોયુ તો ટેરેસના બિલકુલ છેડાપર પાળીને અઢેલીને કોઇ યુવતી ચણીયા ચોળી અને માથાથી છાતી સુધી ઘુમટો તાણીને ઉભી હતી.અને પોતાના પઞ ઉપર નીચે કરી ઝાંઝર રણકાવતી હતી.
"કોણ છે. ? કેહતા ચાર્લી હળવે પગલે તેની નજીક પહોંચ્યો. અને સાવ નજીક જઈને તેણે એ યુવતીને પગથી માથા સુધી નિરખી
તે યુવતીની પગની પાનીઓ સફેદ દૂધની જેમ લીસ્સી અને મુલાયમ હતી. તો હાથી દાંતના કંગના પહેરેલ યુવતીના હાથ જાણે ચાર્લી પર અજબ જાદુ કરી રહ્યા હતા..ચાર્લી હવે એ યુવતીના મોહપાસમા ફસાયો હોય તેમ હળવેથી તેણે બન્ને હાથ વડે તે યુવતીનો ઘુંમટો ઉઠાવ્યો…અને..,
અને એ યુવતીનો ચેહરો જોતાજ ચાર્લીનુ હ્રદય એક ધબકારો ચુકી ગયુ…,
એ યુવતીનો અડધો ચેહરો બળી ગયો હોય તેમ અંદરના હાડકા બહાર દેખાઇ રહ્યા હતા.તો વળી અડધો ચેહરો દુકાળમા ફાટી ગએલ જમીન ની જેમ ઠેક ઠેકાણેથી ફાટેલો હતો. .તેની આંખો સફેદ પુણી જેવી હતી અને તેના આગળના બે દાંત ચહેરાની ઠેક બહાર સુધી નિકળી આવ્યા હતા.
ચાર્લીને લાગ્યુ કે તે હમણાજ બેહોશ થઈને પડી જસે. તે મુઠ્ઠીઓ વાળીને પાછળ ફરીને ભાગવા ગયો પણ એ પેહલાજ પેલી યુવતીએ ગજબની ઝડપે તેને બોચીમાથી પકડી લીધો ...એટલે…."બચાવ" ની ચીસ પાડવા માટે ચાર્લીએ મોઢુ ખોલ્યુ. પણ એ ચીસ તેના મોઢામાથી બહાર નીકળે એ પહેલાજ તે યુવતીએ બીજા હાથે તેનુ મોઢુ દબાવી દિધુ. એટલે ચાર્લીએ પાડેલી ચીસ તેના ગળામાંજ અટવાઇ ગઇ..અને તેણે છુટવા માટે નિષ્ફળ ધમપછાડા કરવા માંડ્યા. અને બીજીજ પળે એ યુવતીએ એક જાટકા સાથે ચાર્લીને ટેરેસની ધાર પર ખેંચી લીધો અને ચાર્લી બચવા માટે કઇ કરે એ પેહલાજ એ યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફંગોળી દિધો..

(વધુ આવતા અંકે)
* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com