taras - 7 books and stories free download online pdf in Gujarati

તરસ - 7

( પ્રકરણ સાત)

અત્યારે તન્વીની હાલત કાપો તો લોહી ના ના નીકળે એવી થઈ ગઈ હતી. તેને લાગ્યુ કે તે હમણાજ બેહોશ થઈને પડી જસે . તેનુ હ્રદય બમણું જડપે ધબકવા માંડ્યુ હતુ શર્લીને જે રીતે પોતાના કમરાની દિવાલ પર ચિત્ર દોરેલુ દેખાયુ હતુ બરાબર એવીજ રીતે તેની દિવાલ પર પણ ચિત્ર દોરેલ હતુ
ફર્ક માત્ર એટલો હતો કે આ વખતે ચિત્રમા બનતી ઘટના કઇક અલગ હતી.
તન્વીએ જડપી નજર આખા કમરામા ફેરવી પણ અત્યારે કોઈ પણ તેની નજરે ચઢ્યુ નહી. તેણે કમરાની ખીડકીઓ તરફ પણ નજર દોડાવી તો અત્યારે એ પણ અંદરથી બંધ હતી. પોતે કમરાનો દરવાજો બંધ કરીને ગઇ હતી તો વળી બારીઓ એજ રીતના અંદરથી બંધ હતી..તો પછી કોણ આ ચિત્ર દોરી ગયુ હશે.?
તેને લાગ્યુ કે જલ્દી સમીરને તથા મંદારને આ વિશે જણાવવુ જોઈએ અને તેના મનમા આ વિચાર આવતાજ તે ઝડપથી ઉભી થઈ ને દરવાજા તરફ આગળ વધી અને અચાનકજ કઇક યાદ આવતા તે અટકી ગઈ
તેને યાદ આવ્યુ કે અગાઉ શર્લીને પણ તેના કમરાની દિવાલ પર આવુ ચિત્ર દોરેલુ જોવા મળ્યુ હતુ અને તે ડરી ગભરાઈને બધાને બોલાવવા દોડી ગઇ હતી અને બધાને બોલાવી એ દિવાલ પર દોરેલુ ચિત્ર બતાવે એ પેહલાજ શર્લીના કેહવા પ્રમાણે ચિત્ર ત્યાથી ગાયબ થઈ ગયુ હતુ. તો હું પણ બધાને બોલાવી લાવુ એ પેહલાજ આ ચિત્ર ગાયબ થઈ જશે તો…? વિચારતા તેણે ફરી એ ચિત્રપર નજર દોડાવી.અત્યારે પણ એ ચિત્ર આમજ દિવાલ પર દોરેલ હતુ. ત્યાંજ તન્વીના મગજમાં જબકારો થયો.
લાવને બધાને બોલાવતા પેહલા મારા મોબાઈલમા દિવાલ પરના ચિત્રનો ફોટો ક્લીક કરી લઉ..! વિચારતાજ તેણે જડપથી પોતાનો સ્માર્ટ ફોન પર્સમાથી કાઢ્યો અને ઝડપથી કેમરો ઓપન કરી દિવાલ પરનુ ચિત્ર લેવા કેમરાનો ફ્લેશ એ દિવાલ તરફ કર્યો પણ.. પણ.., અરે..! આ શુ.?
તન્વીની નવાઈ વચ્ચે એ ચિત્ર દિવાલ પર એજ રીતે દોરેલુ યથાવત હતું પણ કેમરાની સ્ક્રીનમા ફકત કોરી દિવાલજ દેખાતી હતી ચિત્ર કેમરાના ફ્લેશમા આવતુજ ન હતુ..
તેણે ધ્રુજતા હાથે કેમરો બંધ કરી ફરી ચાલુ કર્યો અને ચિત્રની સામે ફ્લેશ કરી ફોટો લેવાની કોશિશ કરી પણ બીજી વખતે પણ આમજ કેમરામા દિવાલજ દેખાતી હતી પણ પેલુ ચિત્ર કેમરામા દેખાતુ જ ન હતુ. હવે તન્વી ઘભરાઇ. તેને શર્લીએ કહેલ વાત યાદ આવી ગઈ. શર્લી કેહતી હતી કે આમા કોઈ ભુત પ્રેતનુ ચક્કર છે..!
તો શું આમા સાચેજ કોઈ ભુત પ્રેતનુ ચક્કર હશે..? અને આ વિચાર આવતાજ તે ધ્રુજી ઉઠી. હવે તેને અહી વધારે વાર ઉભા રહેવામા ડર લાગવા માંડ્યો. તે બહાવરીની જેમ કમરામા આમતેમ નજર ફેરવતા પાછા પગલે ધીરેધીરે દરવા જાતરફ આગળ વધી અને દરવાજાની નજીક પહોંચતા તે ફુંદરડીની જેમજડપથી ગોળ ફરીએકજ ઝાટકે દરવાજો ખોલીને કમરાની બહાર નીકળીને નીચેની તરફ ભાગી ત્યાંજ તેને સામેથી મંદાર અને નતાશા આવતા દેખાયા.
તો તન્વીને આમ ગભરાએલ ચહેરે ભાગી આવતી જોઇ નતાશાનો જીવ ઉંચો થયો.
મંદાર અને નતાશાને જોતાજ તન્વીના જીવમા જીવ આવ્યો ને તે દોડીને સીધીજ નતાશાને વળગી પડી.
શું થયુ તન્વી..? મંદાર અને નતાશા એક સાથેજ પુછતા અધીરાઇભેર તેની સામે તાકી રહ્યા.
નતાશા..! ત્યાં.., ત્યાં.., ઘભરાટના કારણે તન્વીની જીભમાથી શબ્દો પણ નીકળતા ન હતા. ત્યાં..મારા કમરામા એક.. ચિત્ર દોરેલ છે..!
અને આ સાંભળતાજ નતાશાના પગ ઢીલા થવા માંડ્યા
તો મંદાર સમજી ગયો કે આ વખતે નક્કી કઇ મોટો પ્રોબ્લેમ થયો છે એટલે તેણે વધારે વિચાર કર્યા વિના સીધોજ સમીરને કોલ કરીને ઉપર બોલાવી લીધો.થોડીજ વારમા સમીર અને આકાશ ઉપર આવી પહોંચ્યા તો પોતાના કમરાની બહાર બધો કોલાહાલ સાંભળીને શર્લી પણ બહાર આવી ગઇ હતી.
શું થયુ .? સમીર ઉપર આવતાવેતજ બધાની સામે સવાલભરી નજરે જોતા પુછ્યું
એટલે સમીર મંદાર નતાશા અને શર્લી તથા યુનિટના બીજા બે ચાર સભ્યો પણ ઉપર આવેલ જોઇ તન્વીમા થોડી હીમ્મત આવી. અને તેણે ટુંકમા પોતાના કમરાની દિવાલ પર દોરેલ ચિત્ર અને ધમકી ભર્યા લખાણ અને ત્યાર બાદ એ ચિત્રનો ફોટો ખેંચવા જતા થએલા વિચિત્ર અનુભવની વાત ટુંકમા કહી સંભળાવી
એટલે તન્વીએ કહેલ વાતોએ સમીરની સાથે સૌનેજ અચંભામાં મુકી દીધા.
તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોયતો ચાલો મારી સાથે..! કેહતા તન્વી પોતાના કમરા તરફ જવા આગળ વધી એટલે બધા તેની પાછળ દોરાયા. તન્વીએ કમરામા આવી પેલી દિવાલ પર તન્વીની નવાઈ વચ્ચે તે ચિત્ર હવે દિવાલ પરથી ગાયબ થઈ ચુક્યુ હતુ.
સમીર..! મંદારે ચિંતિત ચેહરે સમીરને બધાથી થોડે દૂર લઈ જઇ કહ્યુ.." હવે મને પણ લાગે છે આમા જરુર કોઈ પ્રેત આત્મા નો હાથ છે..! નહિતર તન્વીના કેહવા પ્રમાણે આમ કેમરામા ચિત્ર આવે નહી.., વળી તન્વી આપણને બોલાવવા આવી ત્યા સુધીમા દિવાલ પરથી ચિત્ર ગાયબ થઈ જવુ.. આ બધુ કેટલુ વિચિત્ર અને અજીબ લાગે છે...!..!..!
"મનેતો..,મનેતો આમા કઇજ સમજ નથી આવતુ મંદાર. ! સમીર એક અચરજ ભરી નજરે મંદાર સામે જાતા બોલ્યો. "અને વળી કોઈ પ્રેત આત્મા આપણને શા માટે ફિલ્મ બનાવતા રોકે..?
"એ જે હોય તે સમીર..! "મંદારે સમીરને આશ્વાસન આપતા કહ્યુ, "અમે આજે પેલા તાંત્રિક પાસેથી મંત્રેલ લીંબુ લાવ્યા છે..અને અને રાત્રે આ લીંબુ પેલી ચિત્ર વાળી જગ્યાએ રગડીને કાલે એ તાંત્રિકને પરત કરવાના છે..! "અને તો પછી કદાચ આ રહસ્ય પરથીપડદો ઉંચકાય. !..!..!
"મને નથી લાગતુ એનાથી કઇ નક્કર પરિણામ મળે..! સમીરે અવિશ્વાસભરી નજરે જોતા મંદારને કહ્યુ. "આવા તાંત્રિકો માત્ર અને માત્ર ઢોંગી અનેપાખંડી હોયછે..!..!
"પણ..! મંદારે સમીરના ખભે હાથ મુકતા કહ્યુ "અત્યારે તો આપણે એ તાંત્રિક પર ભરોસો કર્યા વીના છુટકોજ નથી..!
એટલે આ વખતે સમીર કઇ બોલ્યો નહી અને એકીટસે મંદાર સામે તાકી રહ્યો.
એટલે મંદારે બધાને હવે પોતાના કમરામા જવા કહ્યુ જ્યારે તન્વી અને શર્લીને નતાશાના કમરામા નતાશાની સાથે રહેવા કહ્યુ . એટલે બધા જાત જાતની ચર્ચાઓ કરતા પોતપોતાના કમરા તરફ જવા રવાના થયા જ્યારે તન્વી અને શર્લી નતાશા સાથે તેના કમરા તરફ જવા રવાના થઇ જ્યારે મંદાર સમીર અને આકાશ નીચે જવા આગળ વધ્યા.

* * * * *

સમીર..! ડીનર પતાવીને અત્યારે હવેલીના કંપાઉન્ડની લોનમા ખુલ્લી હવામા ચેર નાંખીને બેઠેલ મંદારે સિગારેટનો એક કશ ખેંચતા કહ્યુ, "પેલા તાંત્રિકના કેહવા પ્રમાણે આજે રાત્રે બાર વાગ્યા પછી તેણે આપેલ પેલુ લીંબુ આપણે શર્લી અને તન્વી બંન્નેના કમરામા જ્યા પેલુ ચિત્ર દોરેલ હતુ બરાબર ત્યાંજ ફેરવીને પછી કાલે એ લીંબુ આપણે તાંત્રિકને આપીશુ ત્યારે આપણને આ ચિત્ર વિચિત્ર બનતી ઘટનાઓ પરથી જરુર તે તાંત્રિક પડદો ઉઠાવશે..!..! મંદારે ઉંડે ઉંડેથી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ.
હા યાર..! "હું પણ હવે આ અદ્રશ્ય દુશ્મનથી કંટાળી ગયો છુ..! સમીર શેખરે આકાશ અને મંદાર તરફ જોતા કહ્યુ. "દુશ્મન સામે હોયતો
સામી છાતીએ લડી પણ શકાય પણ આમ પડદા પાછળ રહીને ધમકીઓ આપેતો શું કરી શકાય..!..?..! કેહતા તે બંન્નેની સામે મુંઝવણભરી નજરે તાકી રહ્યો " આમ દિવાલ પર લખીને કોણ ધમકીઓ આપે છે તે એકવાર પેલો તાંત્રિક કહીદે પછીતો આપણે જોઈ લઇશુ તેને..!આ વખતે
આકાશ મુઠ્ઠીઓ ભીંસતા ગુસ્સાભેર બોલી ઉઠ્યો.
મંદાર..! આપણે ગમેતે રીતે આ સમસ્યાનો તોડ કાઢવોજ પડસે..! સમીરે મંદારની સામે જોતા દોસ્તાના ભાવે કહ્યુ. " હું નથી ચાહતો કે શર્લી, તન્વી કે નતાશા આવી ધમકીઓથી ડરીને આ ફીલ્મ પુરી બનતા પેહલા જ અધવચ્ચેથી છોડીને ચાલી જાય.. અને તો યુનિટના અન્ય સભ્યોપર પણ આની ખુબજ ખરાબ અસર પડસે..!..! "તો વળી આવુ જો થાય તો કોઈ નવોદિત કલાકારો તો આ બધી વાતો સાંભળીને હરગિઝ આપણી ફિલ્મમા કામ કરવા તૈયાર ના થાય..! સમીરે સળગીને પુરી થઇ ગએલ સિગારેટને બુટ નિચે કચડી બુઝાવતા કહ્યુ.
" આવુ નહી થાય..! મંદારે સમીરના ખભે હમદર્દી ભર્યો હાથ મુકતા કહ્યુ. ." મને વિશ્વાસ છે કાલે પેલો તાંત્રિક જરુર આ મુશ્કેલીનો હલ શોધી કાઢસે..!..! એટલે સમીરે મનોમન થોડી રાહત અનુભવી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે કાલે તાંત્રિક પાસેથી આ સમસ્યાનો ઉકેલ મળી આવેતો સારુ.
* * * *
અત્યારે સવારના દશ વાગી રહ્યા હતા
હાશ..! આ ફાધર લોબો આજે મળી ગયા એટલે સારુ છે ..! તેઓ હવેલીમા બનતી અજીબ અજીબ ઘટનાઓથી છુટકારો મેળવવા માટે જરુર કોઇ રસ્તો દેખાડશે.
ભરતપુર ગામમા આવેલ નાનકડા ચર્ચની બરાબર બહાર જમણી તરફ આવેલ ફાધર લોબોની નાનકડી ઓરડીમા લાકડાની ખુરશીપર બેઠેલ શર્લી મનોમજ વિચારી રહી હતી.
શર્લીને અહી આવીને બેઠેલ અડધા કલાક થી ઉપર સમય થઈ ગયો હતો પણ હજુ સુધી ફાધર લોબો ઓરડીની અંદરના બીજા કમરાની બહાર આવ્યા ન હોતા તો શર્લી બેઠી હતી તે કમરા અને અંદરના કમરામા જવાના દરવાજા વચ્ચે પડદો નાંખેલ હતો જેથી બહારથી અંદરના કમરામા જોઇ શકાતુ ન હતુ. ત્યાંજ પેલો છોકરો બહારથી અંદર આવ્યો એટલે શર્લીએ અધીરાઇભેર પુછ્યુ.
ભાઇ..! આ ફાધર લોબો ક્યારે બહાર નીકળશે.?
આ તેમનો બાઇબલના પઠન કરવાનો સમય છે મેડમ..! પેલા છોકરાએ શર્લીને કહ્યુ. " અને આ સમય ગમે તેવુ અગત્યનું કામ કેમ ના હોય તેઓ બાઇબલનુ પઠન અધુરુ મુકી કોઇને પણ મળતા નથી..! કેહતા છોકરાએ ઘડિયાળમા નજર કરી.." બસ હવે તે નીકળીસેજ..! ફાધર લોબોના નિત્યક્રમથી સારી રીતે વાકેફ એ છોકરાએ શર્લીને કહ્યુ.
બંન્ને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાંજ
દરવાજા પરનો પડતો હટાવી ફાધર લોબો બહાર આવતા દેખાયા.
શર્લીએ જોયુતો ફાધર લોબોએ સફેદ કલરનો બંધ ગળાનો લાંબો ડગલો પહેર્યો હતો પચાસ વરસની ઉંમર વટાવી ચુકેલ ફાધરનો ગોરા ચેહરા પર સોનેરી ફ્રેમના ચશ્મા ચઢાવેલ હતા.
બોલ દિકરી શું કામ હતુ.?
એટલે શર્લીએ આડી અવળી વાત કર્યા વીના પોતાનો પરિચય આપ્યો અને એ જે કામ માટે આવી હતી એ વાતની શરૂઆત કરી.અને દિવાલ પરના ચિત્રથી લઇ ચાર્લીના મોત સુધીની બનેલ દરેક ઘટના ટુંકમા ફાધર લોબોને કહી સંભળાવી. એટલે શર્લીની વાત સાંભળી ફાધર લોબો પળવાર વિચારમા પડ્યા પછી તે ઉભા થયા. તેમણે માટીના એક નાનકડા કૂંજામા પવિત્ર પાણી ભર્યુ અને પછી એ કૂંજો શર્લીની સામે ધરતા કહ્યુ. "આમા પવિત્ર પાણી છે..! તું આ પવિત્ર પાણીને પેહલા હવેલીની ચારે તરફ છાંટી દેજે, અને પછી હવેલીના એક એક કમરામા પણ આમાનુ પાણી છાંટજે. જો બુરો આત્મા હવેલીમા આવીને વસ્યો હશે તો જરુર આ પવિત્ર પાણી છંટાતા જ એ દૂર થઈ જશે.અને તમારી પરેશાની પણ દૂર થઈ જશે.
"આ પછી તો આવી ચિત્ર વિચિત્ર ઘટનાઓ નહી બને ને ?'ફાધરના હાથમાથી કુંજો લેતી વખતે શર્લીના મનમા આ વિચાર ગુંજ્યો, પણ પછી એણે એ સવાલ તેણે પડતો મુક્યો
પછી ફાધરે પોતાની પાસ ટેબલના ખાનામાથી એક પેડલમા ભરાવેલો નાનકડો ક્રોસ કાઢ્યો અને ક્રોસનેપોતાની બંન્ને આંખો પર અડાડ્યો અને અંગ્રેજીમા કોઇ મંત્રપઢીને એક ફુંક એ ક્રોસપર મારી અને શર્લીને આપતા કહ્યુ " આ ક્રોસને ચોવીસે કલાક તારા ગળામાં પહેરી રાખજે..! જેનાથી પ્રેત આત્મા જેવુ કઇક હસે તો તારી પાસે ફરકસે પણ નહી
એટલે શર્લીએ એ ક્રોસને હાથમા લઇ હોઠ અને આંખોએ અડાડ્યો અને ફાધરની રજા લઈને હવેલી તરફ જવા આગળ વધી.
ત્યારે એના મનમા પાકો વિશ્વાસ હતો કે આ પવિત્ર પાણી હવેલીની આસપાસ છંટાતા જ હવેલીમા બનતી ચિત્ર વિચિત્ર ઘટનાઓનો અંત આવી જશે.'

* * * * *

અત્યારે સવારના દશ વાગીને ઉપર પંદર મિનિટ થઈ ચુકી હતી અને મંદાર, આકાશ તથા સમીર કારમા પેલા તાંત્રિક પાસે જવા
નિક્ળ્યા હતા. આ બધી ઘટનાઓથી વિચલિત થએલ મંદારે આજનુ શુટિંગ રદ્દ કરી પોતે પણ મને કમને પેલા તાંત્રિક પાસે જવા મંદાર સાથે નીકળ્યો હતો.
કાલે રાત્રે તાંત્રિકના કેહવા પ્રમાણે મંદાર બાર વાગ્યા પછી શર્લી અને તન્વીના કમરામા શર્લી અને તન્વીએ દિવાલ પર બતાવેલ જગા પર પેલુ લીંબુ ફેરવ્યુ હતુ અને એ લીંબુ તથા એક મોટો સફેદ કાગળ મંદારે પોતાની સાથે લીધા હતા.

મહારાજ..! સમીરે કાર ડ્રાઈવ કરતા પાછળની શીટપર બેઠેલ રસોઇયા મહારાજ ને મિરરમા નિરખતા પુછ્યુ." આ તાંત્રિક બાબા આપણી સાથે ઘટતી ઘટનાઓ પર ખરેખર કોઈ પ્રકાશ પાડી સકસે ખરા..!.?..!
" જ્યાં સુધી મને ખ્યાલ છે તો આ ઘટનાઓમા જો કોઇ પ્રેત આત્માનો હાથ હશે તો તે સો ટકા તેનો નિવેડો લાવશે. પણ જો કોઈ વ્યક્તિ આ ખેલ ખેલી રહી હશે તો તેઓ આપણી કોઈ મદદ નહી કરી શકે..! મહારાજ તાંત્રિકથી સારી રીતે પરિચિત હોઇ કહ્યુ.
સતત કલાક જેવો સમય કાર ચલાવ્યા બાદ હવે ત્રણેય પેલા પગદંડી માર્ગે પગે ચાલીને તાંત્રિકના રહેઠાણ સુધી પહોંચ્યા ત્યા સુધી સવા અગિયાર વાગી ચુક્યા હતા.
મંદારે જોયુ તો અત્યારે પેલા પીપળાની ફરતે બનેલ ગોળ માટીના ઓટલા પર તાંત્રિક આજે પણ આંખો બંધ કરીને બેઠો હતો. ત્રણે હળવા પગલે ત્યા પહોંચ્યા. અને ચુપચાપ ઉભા રહ્યા. પણ ખાસી વાર સુધી પણ તાંત્રિકને જાણે એ લોકોના આગમન ની ખબરજ ના હોય તેમ આંખો બંધ રાખી મંત્ર પઢતો રહ્યો એટલે સમીર અકળાઇને કઇ બોલવા ગયો એ પેહલાજ મહારાજે તેને હોઠ પર આંગળી મુકી ચુપ રહેવા ઇશારો કર્યો.
બરાબર દશ મીનીટ બાદ પેલા તાંત્રિકે આંખો ઉઘાડી અને ત્રણેય સામે જોયુ અને પછી નીચે પાથરેલ કોથળાના આશનપર તેમને બેસવાનો ઇશારો કર્યો એટલે થોડા અચકાતા સમીર મંદાર અને મહારાજ સાથે પલાંઠી વાળી જમીન પર બેઠો.
ત્યાર બાદ તાંત્રિકે મોમાથી એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનો હાથ લાંબો કર્યો એટલે તાંત્રિક શું માંગે છે એ સમજી ગએલ મંદારે પેલુ લીંબુ અને સફેદ કાગળ તાંત્રિકના હાથમા મુકી દીધા.
તાંત્રિકે લીંબુ હાથમા લીધો અને પેલા સફેદ કાગળને તેણે પોતાના પગ પાસે પાથર્યો અને કાગળના ચારે ખુણે એક એક મોટી સોપારી મુકી અને પછી પેલા લીંબુને જમણા હાથમા પકડીને આંખો બંધ કરી કોઇ મંત્રનુ રટણ કર્યુ ને પાંચ મીનીટ પછી તેણે આંખો ખોલી અને લીંબુ પર એક ફુંક મારી ને પછી લીંબુને પોતાનો પાસે રહેલી છરી વડે બે નાના ટુકડામા કાપ્યુ એટલે લીંબુનો રસ પેલા કાગળ પર ટપક્યો. ત્યાર બાદ તાંત્રિકે લીબુનો એક ટુકડો હાથમા લેતા કાગળના મધ્યમાં હળવે હળવે ઘસવા માંડ્યો એટલે સમીર, મંદાર અને મહારાજ બંન્ને તાંત્રિકની આ વિધીને નવાઈભરી નજરે નિહાળી રહ્યા
અને આ રીતે દશ મીનીટ સુધી કાગળ પર ઘસ્યા બાદ તાંત્રિકના ચેહરાપર ચિંતાની રેખાઓ ઉપસી આવી અને તેણે નજર ઉઠાવી પોતાની સામે બેઠેલ મંદાર,સમીર અને મહારાજ પર નજર જમાવી એટલે
ચેહરા પર તાંત્રિક શુ કહે છે એ સાંભળવાની અધીરાઇ સ્પષ્ટ વંચાતી હતી.
"શુ થયુ બાબા..! તાંત્રિકના ચેહરાપર ચિંતાની રેખાઓ ઉપસી આવેલ જોઇ મંદાર બોલી ઉઠ્યો.
એટલે તાંત્રિકે જવાબ આપવાને બદલે તાંત્રિકે પેલો સફેદ કાગળ ત્રણેયની નજર સામે ધર્યો
એટલે સમીરની સાથે મંદાર અને મહારાજે પણ કાગળ પર નજર દોડાવી. કાગળમા એક ઝાંખુ ઝાંખુ ચિત્ર ઉપસી આવ્યુ હતુ પણ એ ચિત્રમા એવુ તે શું હતુ કે જેના કારણે તાંત્રિકના ચેહરા પર ભય અને ચિંતાના વાદળો છવાઈ ગયા હતા એ ત્રણેય માથી એકને પણ સમજાયુ નહી. એટલે તેમની મુંઝવણ પામી ગએલ તાંત્રિકે ખુબજ ઠંડા અવાજે કહ્યુ.
"તમે લોકો ખુબજ ગંભીર મુસીબતમા મુકાયા છો..! તાંત્રિકે એજ રીતે ત્રણેયના ચહેરા પર નજર જમાવેલ રાખતા કહ્યુ. "અને તમારા માથાપર એક સ્ત્રીની ખુબજ ભયંકર અને બુરી આત્માનો સાયો મંડરાઇ રહ્યો છે..!…!
"અને..અને..! તાંત્રિક થોડા અટકીને ચિંતિત ચેહરે બોલ્યો.
"અને તમારા યુનીટનો એક સભ્ય જે થોડા દિવસ પહેલા જ પહાડી પરથી પડી મૃત્યુ પામ્યો હતો તેને પણ એ ભયંકર આત્માએજ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તે..!
અને તે તમે બધાને એક પછી એક મોતને ઘાટ ઉતારી દેશે..!..!
અને આ સાંભળતાજ મંદારના પગ ઢીલા થવા માંડ્યા તો સમીરને પણ પોતાના પગ નિચેની જમીન સરકતી લાગી...!…!

( વધુ આવતા અંકે )


* * * *

S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com
વોટ્સેપ નંબર 9979125348