taras - 4 books and stories free download online pdf in Gujarati

તરસ - 4

(પ્રકરણ ચાર)


અને એ દ્રશ્ય જોતાજ શર્લીના મોઢેથી એક ભયંકર ચીશ નીકળી ગઇ. તેની આંખો સામે રાત્રે દિવાલ પર જોએલ પેલુ પહાડી વાળુ ચિત્ર તરવરી ઉઠ્યુ…..અને ચિત્રમા જે રીતે પેલી વ્યક્તિ પહાડી પરથી નિચે પડતી દર્શાવાઇ હતી બરાબર એજ રીતે અત્યારે ચાર્લી પહાડી પરથી નિચે ફેંકાયો હતો.
શર્લી ડર અને ઘભરાટના કારણે ધ્રુજી ઉઠી અને તેના મોઢામાંથી ભયંકર ચીશ નીકળી ગઇ.
તો ત્યા હાજર યુનિટના સભ્યોને તો જાણે સાંપ સુંઘી ગયો હોય તેમ તેઓ આંખો ફાડીને એક બીજાની સામે જોઇ રહ્યા હતા. ઘડીક ભરમા શું થઇ ગયુ તે કોઇને સમજાતુ ન હતુ.
અરે..જોઇ શું રહ્યા છો..? કેહતા મંદાર ઝડપભેર પહાડીની ધાર બાજુ દોડ્યો. એટલે જાણે હવે હોશમા આવ્યા હોય તેમ બધાજ મંદારની પાછળ દોડ્યા. પહાડીની ધાર પર પહોંચીને મંદારે નીચે નજર દોડાવી તો ત્યાં ચારલી ઉધે માથે પડ્યો હતો અને તેની આસપાસના લોહીનુ ખાબોચ્યુ ભરાએલુ હતુ. અને ડૉકટર આલોક તેને તપાસી રહ્યો હતો .
ચાર્લી મરણ પામ્યો છે સમીર..! ત્યાંજ નિચે આવી ચુકેલા સમીરને જોતા કાનમા ભરાવેલુ ટેસ્કોસ્થોપ કાઢતા ડૉ આલોક ગમગીન અવાજે બોલ્યો..." આપણે પોલીસને બોલાવી લેવી જોઇએ..!
અચાનકજ જે ઘટના બની ગઈ હતી તેનાથી સમીર ડઘાઈ ગયો હતો. તાત્કાલિક શું બોલવુ તેને સમજાયુ નહી. તેણે ચાર્લીની લાશ તરફ નજર કરી.. આટલી ઊંચાઈએથી પડવાને કારણે તેનુ માથુ ફાટી ગયુ હતુ તો
તેનો ચેહરો ખુબજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. .અને ચાર્લીના બન્ને પગ એક બીજાથી વિપરીત દિશામા કઇક કઢંગી રીતે ફેલાઈને ટુટી ગયા હતા. સમીર વધુ સમય તેની લાશ સામે જોઇ સક્યો નહી.
" સમીર..! મેં પોલીસને ફોન કરી દીધો છે..! કેહતા મંદારે તેના ખભે હમદર્દી ભર્યો હાથ મુક્યો.
એટલે હા..! કેહતા સમીરે સંમતિ સુચક માથુ હલાવ્યુ.
થોડીજ વારમા પોલીસની જીપ ત્યા આવી પહોંચી એટલે ઇન્સ્પેકટર જયવીર અને તેની સાથે બે કોન્સ્ટેબલ નીચે ઉતર્યા.એટલે ઇન્સ્પેકટર જયવીરને જોતાજ આવી ગંભીર પરિસ્થિતિમા પણ સમીરના ચેહરાપર ખુશી દોડી આવી. કારણ કે ઇન્સ્પેકટર જયવીરને તે પહેલા પણ મળી ચુકયો હતો અને પોતે એક દિગ્દર્શક હોવાના કારણે અવારનવાર મુલાકાત થતી રહેતી હોવાથી તે બંન્ને ખાસ દોસ્ત બની ગયા હતા જયવીરે પેહલાતો ઘુટણીયે બેસીને ચાર્લીની લાશનુ નિરિક્ષણ કર્યુ. ત્યાર બાદ સૌથી પહેલુ નિવેદન સમીર શેખરનુ લીધુ. સમીરે આખી બીના ઇન્સ્પેકટર જયવીરને ટુંકમા કહી એટલે ત્યારબાદ ત્યાં હાજર રહેલા યુનિટના તમામ સદસ્યોનુ નિવેદન લીધુ.
સમીર…!ઇન્સ્પેકટર જયવીરે પોતાની આંખો પરથી કાળા ચશ્મા ઉતારતા કહ્યુ
" પહેલી જ નજરે આ કેશ અકસ્માતનો હોય તેવુ જણાઇ આવેછે…! તેમ છતા પણ જ્યારે જ્યારે તમારા નિવેદનની જરુર હશે ત્યારે તમારે બયાન આપવા પોલીસ સ્ટેશને આવવુ પડસે..માટે ફિલહાલતો અમે અકસ્માતનો ગુનો તપાસ કરીએ છીએ..!..!..!
"ઠીક છે જયવીર..! હું અને યુનિટના તમામ સભ્યો તમારી કાર્યવાહીમા પુરો સહકાર આપીશુ..!..! સમીરે ઇસ્પેકટરને ખાત્રી આપતા કહ્યુ. એટલે.. "ઠીક છે..! કેહતા ઇન્સ્પેકટર જયવીરે પોતાની સાથે આવેલ એક કોન્સ્ટેબલને યુનિટના મુખ્ય સભ્યોના નામ અને સરનામા નોંધવાનો હુકમ કર્યો તથા બીજા કોસ્ટેબલને પોલીસ સ્ટેશને ફોન કરીને લાશનુ પંચનામુ કરાવીને પછી પોસમોર્ટમ માટે હોસ્પિટલમા પહોચાડવાનુ કામ સોંપ્યુ.
જયવીર..! તુ અહી ક્યાંથી.? ચાર્લીની લાશ ની ઔપચારિકતા પુરી થઇ એટલે સમીરે નવાઈ ભર્યા ચેહરે પુછ્યુ." તારી પોસ્ટીંગતો મુબઇમા છે ને.?
અરે અમારી પોલીસની નોકરીજ એવીછે યાર.! જયવીર માથા પરથી કેપ ઉતારતા બોલ્યો." અહીની પોલીસ ચોકીનો ઇન્સ્પેકટર એક મહીનો રજાપર છે એટલે તેની જગ્યાએ મને અહીના કામચલાઉ ઇન્ચાર્જ તરીકે ચાર્જ મળ્યો છે. .!
"ઓહ..! સારુ થયુ કે આ કેસનો ઇન્ચાર્જ તુ છે નહીતર બીજો કોઈ ઇન્સ્પેકટર હોત તો અમારે ખુબ પરેશાની ભોગવવી પડત.!.! સમીરે રાહતનો શ્વાસ લેતા કહયુ.
સમીર..!લાશનુ પોસમોર્ટમ થયા બાદ તમને ચાર્લીની લાશનો કબ્જો મળી જશે.!અને ત્યાર બાદ ઇન્સપેક્ટરે સમીરને ભવિષ્યમા આવી લાપરવાહી ના થાય અને કોઈનો જીવ ના જાય તેવી તકેદારી રાખવાની સમજાવટ ના સુરમા સુચના આપીને અને પોતાના લાયક કઇ પણ કામ હોય તો બેધડક જણાવજે કહીને ઇન્સપેક્ટર જયવીર રવાના થયો. એટલે સમીરે પણ આજના દિવસનુ શુટિંગ રદ્ કરીને યુનિટના તમામ સભ્યોને હવેલી પર પહોંચી જવા આદેશ આપ્યો.
* * * * *
અત્યારે સાંજના છ વાગી રહ્યા હતા. સમીર શેખરના યુનિટના તમામ સભ્યો ત્રણ ચાર ત્રણ ચારના ગૃપમા વહેંચાઇને ગમગીન ચહેરે અત્યારે હવેલીના કંપાઉન્ડમા બેઠા હતા. દરેકના ચહેરા પર ચાર્લીના કમોતે માર્યા જવાનુ દુખ સાફ વરતાતુ હતુ.
તો શર્લી...,
હાં…શર્લીની હાલત અત્યારે સહુથી વધુ ખરાબ હતી..અત્યારે તે સમીર અને મંદારને રહી રહીને એકજ વાત સમજાવી રહી હતી કે ચાર્લીનુ મોત અકસ્માત નહી પણ હત્યા છે હત્યા..!
જો શર્લી. ..! મંદાર શર્લીને સમજાવતા બોલ્યો. .આપણી નજર સામેજ ચાર્લીનુ અકસ્માત થયુ છે…! "અને અકસ્માતનુ ચોખ્ખુ કારણ પેલો તાર તુટ્યો અને તેના કારણે ચાર્લી પહાડી પરથી નિચે પટકાયો એ બધાને ખબર છે..!…!..! " તો પછી કોઈ સવાલજ ઉભો નથી થતો...!…! અને ઘડીક વાર માટે તારી વાત માની લઇએ તો પણ એક વાત સાફ છે કે કોઇ શા માટે ચાર્લીનુ ખુન કરે?!!? તેની સાથે કોઈને શુ દુશ્મની હોઇ શકે..?..!!..? અને તે તો આપણા યુનિટમા પણ નવોસવો હતો એટલે આપણામાથી કોઇ તેનો દુશ્મન હોય તેમ માનવુ પણ બેકાર છે..!…!…!
પણ…તો પછી પેલુ દિવાલ પર દોરેલુ ચિત્ર...?અને તેની નીચે લખેલ ધમકી ભર્યુ લખાણ…!..?..! " શું એ પણ ખોટુ છે..? શર્લીએ દ્રઢતાથી કહ્યુ. "અને વળી ચાર્લી જે રીતે પડ્યો બરાબર એવુજ ચિત્ર ત્યાં દોરેલુ હતુ એટલે વાત દીવા જેવી સાફ છે કે ચાર્લીને કેવી રીતે મારવો તે પહલાથી ખુનીએ નક્કી કર્યુ હતુ…!…!…!
"તો પછી એ લખાણ અમને કેમ ના દેખાયુ શર્લી..? અત્યાર સુધી ચુપ બેઠેલી નતાશા બોલી .." જો શર્લી..! તે પેલુ દિવાલ પર જોએલ ચિત્ર અને લખાણ માત્ર અને માત્ર તારા મગજનો વહેમ છે..!..! અને રહી વાત પેલા ચિત્રની અને ચાર્લીના પડવાની તો એ માત્ર જોગાનુજોગ પણ હોઇ શકે..!..!..!
"અને નીચે મને સંબોધીને આપેલ ધમકી.? શું એ પણ જોગાનુ જોગ છે..!..?..! શર્લીએ મજબૂત દલીલ પેશ કરી. "નતાશા.., મંદાર.., તમે બધા મારી વાત સમજો…! શર્લીએ કહ્યુ.." કોઇ જરુર આપણને આ ફિલ્મ કરતા રોકવા માંગે છે..!..!શર્લી મક્કમતાથી બોલી. અથવાતો આ બધાની પાછળ નક્કી કોઇ ભુત પ્રેતનુ ચક્કર છે…! ..!
"જો શર્લી..! ""ચાર્લીની મોતનો અફસોસ બધાને છે…!..! આ વખતે સમીર શેખર ગુસ્સે થતા બોલ્યો. " " તુ આમ નાહકની હત્યા હત્યાનુ રટણ કર્યે રાખીશ અને પોલીસની સામે બફાટ કરી નાંખીશ તો પોલીસ વિના કારણે વાતનુ વતંગર કરી મુકશે...!…!આપણા બધા પર શંકાની સોય ટંકાસે અને એ પણ માત્ર તારી બાલીસ બેવકુફીના કારણે..…!…!
સમીર થોડુ અટકીને બોલ્યો.." એટલે ચાર્લીના મોતને એક ખરાબ સ્વપ્ન સમજીને બધાએ ભુલી જવાની જરુર છે…!…!…! સમજી..?
એટલે શર્લીએ કોઇ વધારે દલીલ નહી કરતા ચુપકીદી સીવી લીધી.
ત્યાર બાદ બધાને સમીરે ભેગા કર્યા અને આગલા બે દિવસ માટે જ્યા સુધી ચાર્લીના મોતનુ દુખનુ ભુલાઇ ન જાય ત્યા સુધી ફિલ્મનુ શૂટિંગ રદ કરવાની જાહેરાત કરી અને સાથો સાથ ચાર્લીના પોસમોર્ટમ પછી તેની લાશને તેના ઘરવાળાઓ સુધી પહોંચાડવાની અને હાથોહાથ વીસ લાખ રૃપિયા ની સહાય આપી તેમને દિલસોજી પાઠવવાની જવાબદારી આકાશ અને મંદારને સોંપી.

બરાબર રાત્રે દશ વાગ્યે સમીર પર ઇન્સ્પેકટર જયવીરનો ફોન આવ્યો. તેણે ચાર્લીની લાશનો કબ્જો અને પોસમોર્ટમની રિપોર્ટ લઇ જવાની વાત ટુકમા કહી દિધી.
એટલે હવે સમીરે સૌ પ્રથમ ગોવાના એક નાનકડા ગામમા ચાર્લીના ઘર વાળાઓનો ચાર્લીના આકસ્મિક મોતના સમાચાર આપવાની સાથે તેમને દિલથી આશ્વાસન પાઠવ્યા. અને ત્યાર બાદ મંદાર અને
આકાશને ચાર્લીની લાશનો કબ્જો મેળવી અત્યારે જ તેમને એમ્બ્યુલન્સ દ્વારા ચાર્લીના ઘેર તેની લાશ પહોચાડવાની સુચના આપી દીધી.
* * * * *
શું લાગેછે તન્વી…? રાત્રે જમી પરવારીને હવેલીના કંપાઉન્ડમા બેઠેલ નતાશાએ ગંભીર અવાજે સહ અભિનેત્રી તન્વીને પુછ્યુ " શર્લીના કેહવા પ્રમાણે તેણે આવુ કોઇ ચિત્ર દિવાલ પર જોયુ હશે…? "કે પછી માત્ર આપણને ડરાવવા માટે આમ મનઘડત કહાની ઉપજાવી કાઢી હશે…?..?
"મને આમા બે વાત લાગે છે નતાશા..!
એકતો એ કે તેને તારી સફળતાની ખુબ ઇર્ષ્યા આવે છે…! તન્વીએ પોતાના મનનો તર્ક રજુ કરતા કહ્યુ. " એથી બની સકેછે તે આવી ડરામણી કહાની બનાવીને તને ડરાવવાની કોશિશ કરી રહી હોય જેથી તુ ડરી ઘભરાઇને વિચલિત થઈ જાય અને તેની સીધી અસર તારા આ ફિલ્મના અભિનય પર પડે...!…!..!
અને બીજી વાત..! "કેહતા તન્વી પેહલી વાર થોડી ગંભીર બની.. "એ વાત પણ બની સકે કે કોઈ આ ફિલ્મ બનતી રોકવા માગતુ હોય અને તેણે જ આમ શર્લીના રુમમા જઇ આવુ ચિત્ર દોરી સીધી અથવા આડકતરી રીતે શર્લીને આ ફિલ્મમાંથી હટી જવાની ચેતવણી આપી હોય…!…!…!
"પણ..તો પછી તે આપણને આમ બોલાવવા દોડી આવી હતી ને આપણે તેના કમરામા ગયા ત્યારે એ ચિત્ર આપણને કેમ ન દેખાયુ...?..?
બીજી વાત કોઇ શા માટે આ ફિલ્મ બનતી રોકવા માંગે..?..?
"હા…નતાશા. .! તન્વીએ મુઝવણ ભર્યા ચેહરે કહ્યુ. " મને પણ એજ વાત સમજ નથી આવતી જો શર્લી સાચુ બોલી રહી હોય અને ખરેખર એણે દિવાલ પર દોરેલુ ચિત્ર જોયુ હોય તો પછી આપણને એ ચિત્ર કેમ દેખાયુ નહી..?…? "એ આપણને એ ચિત્ર જોવા બોલાવી લાવી એટલા સમયમા એ ચિત્ર કોઇ સાફ તો નજ કરી શકે..?..? "અને બની શકે છે કે તે નહાવા ગઇ એ દરમિયાન કોઇ તેનો રુમ ખુલ્લો જોઇ ઘુસી ગયુ હોય અને તેણે આ ચિત્ર દોર્યુ હોય અને જેવી શર્લી નહાઇને બહાર આવી ત્યારે એ વ્યક્તિ કમરામાજ ક્યાંક સંતાઇ ગઇ હોય અને ચિત્ર જોઇ ગભરાએલી શર્લી તેના રુમની તપાસ કર્યા વિનાજ આપણને બોલાવવા દોડી આવી હોય અને આ તક નો લાભ લઈ પેલી વ્યક્તિએ ઝડપથી એ ચિત્ર દિવાલ પરથી મિટાવી દીધુ હોય અને પછી પાછળની બારીમાંથી કુદીને બહાર નીકળી ગઇ હોય…!…!…!
હંમમમ..! "પરંતુ આ આપણો તર્ક માત્ર છે…! નતાશાએ ખીન્ન સ્વરે કહ્યુ.." સાચી હકીકત શું છે તે માત્ર શર્લીજ કહી સકે..!…!

"નતાશા..! ગમે તેમ પણ આપણે આ મુદ્દે શર્લી સાથે ગંભીરતાથી વાત કરવી જોઈએ..!…! " બની સકે છે ચાર્લીનુ મૃત્યુ અને શર્લી કહે છે તેમ તે પેલા ચિત્ર વાળી વાત જોગાનુજોગ ન પણ હોય..!…! બની સકે છે કે શર્લી સાચુ કહેતી હોય…!…!..! કારણ કે ચાર્લીનો અકસ્માત થતા જોઇ જે રીતે શર્લી ચીશ પાડી ઉઠી હતી એ બધી વાતો એકજ ઇશારો કરી રહી છે કે હોય ના હોય શર્લી કદાચ સાચુ બોલી રહી હોય…!…!…!

* * * *
આકાશ અને મંદાર હવેલીથી ખાસ્સે દુર આવેલ ભરતપુર ઞામની હોસ્પિટલમા પહોચ્યા ત્યારે રાત્રીના બાર વાગીચુક્યા હતા એટલે ત્યા તેમની રાહ જોઈને ઉભેલા કોન્સ્ટેબલ તેમને ચાર્લીની લાશનો પોસમોર્ટમ રીપોર્ટ આપ્યો અને ત્યારબાદ હોસ્પિટલના મડદાઘરમા લઇ જઇ અમુક જરુરી કાગળો પર મંદારની સહી કરાવીને પછી તેણે બાજુમાજ સ્ટ્રેચર પર સફેદ કપડૂ ઓઢાડીને પડેલી ચાર્લીની લાશનો કબ્જો સોંપ્યો. અને ત્યાર બાદ કોન્સ્ટેબલ ત્યાથી રવાના થઈ ગયો.
આકાશ. ..! હું જરા વૉશરુમ જઇને આવુ છુ..પછી આપણે લાશને લઇને નીકળ્યે ત્યાં સુધી તુ બેસ..!કેહતા મંદાર હોસ્પિટલના ઉપરના માળે આવેલ વોશરુમ જવા આગળ વધી ગયો.
ઠીક છે. ..! કેહતા આકાશે એક લાંબુ બગાસુ ખાધુ અને ઉંઘ ઉડાડવા સિગારેટ સળગાવતા આસપાસ નજર દોડાવી અત્યારે રાત્રીના સાડા બાર વાગ્યે આખી હોસ્પિટલ મા ભયાનક સન્નાટો છવાએલ હતો..અને આમ પણ મડદાઘર છેક પાછળ ના ભાગે હોઇ અહિયા બિલકુલ સુમસામ લાગતુ હતુ. ગામડાની આ હોસ્પિટલમા રાત્રીના સમયે ભાગ્યેજ કોઈ દર્દીઓ આવતા. અને જે કોઈ ગણ્યાગાઠ્યા દર્દીઓ એડમિટ કરાએલા હોય તેમના વોર્ડ અને હોસ્પિટલના સ્ટાફ રુમ બધુ છેક આગળની તરફ હતુ. અને સ્ટાફ મા પણ રાત્રે ફકત એક નર્સ અને એક પટાવાળા સિવાય ભાગ્યેજ કોઈ મળે.
સિગારેટનો એક ઉંડો કશ લેતા આકાશ ધુમાડો હવામા ઉડાડતા ચાર્લીના મોત વિશેજ વિચારી રહ્યો હતો ત્યાંજ તેને પાછળથી કઇક સળવળાટ સંભળાયો એટલે તેણે ચમકીને પાછળ નજર કરી અને એ સાથેજ તેનુ હ્રદય એક ધબકારો ચુકી ગયુ.
પાછળ સ્ટ્રેચર પર સુવડાવેલ ચાર્લીની લાશ ધીરે ધીરે બેઠી થઈ રહી હતી.
આકાશના હાથમાંથી સિગારેટ નિચે પડી ગઈ. .અને તે પાછળ ફરી મુઠ્ઠીઓ વાળીને ભાગવા ગયો પણ એ પેહલાજ બેઠી થઈ ચુકેલી ચાર્લીની લાશે વિજળીની ઝડપે આકાશના હાથનુ કાંડુ પકડી લીધુ. અને આકાશની સામે ચેહરો ઘુમાવીને એ લાશ
ખોખરા અને કર્કશ સ્ત્રીના અવાજ મા બોલી ઉઠી.
" આકાશ..! જીવતા રહેવુ હોયતો આ ફિલ્મ છોડી દે...!


(વધુ આવતા અંકે)


* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com