taras - 9 books and stories free download online pdf in Gujarati

તરસ - 9

(પ્રકરણ નવ)

હવેલીની જુની પુરાણી ડંકા ઘડિયાળમા ઘડીયાળે રાત્રીના સાડા આઠના સમયની છડી પોકારી એટલે ફિલ્મ "ખુની ઔરત"ના આગળના શુટિંગ માટે યુનિટના એક પછી એક સભ્યો હવેલીના હોલમા આવવા માંડ્યા હતા સેટપર શુટીંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. તન્વીએ અત્યારે પોતાના ચેહરા પર માત્ર હળવો મેકઅપ કર્યો હતો અને ગામઠી યુવતીના પોશાકમા તે અત્યંત સુંદર દેખાઈ રહી હતી.
સમીર શેખરની યોજના અત્યારે તન્વી અને આકાશ પર એક રોમાન્ટિક સોંગ ફિલ્માવવાની હતી જ્યારે મંદાર નતાશા અને શર્લીની ભુમિકા ત્યાર પછીના દ્રશ્યમા ફિલ્માવવાની હતી અને આજ કારણે મંદાર નતાશા અને શર્લી હજી સેટપર પહોંચ્યા ન હોતા પરંતુ અત્યારે તેમના નહી આવવાથી કોઈ ફરક પડવાનો ન હતો કારણ કે આકાશ અને તન્વીપર જે ગીત ફિલ્માવવાનુ હતુ તેમા નહી નહી તોય કલાક દોઢ કલાકતો નક્કી નીકળી જવાનો હતો એ વાતની સમીરને સારી રીતે ખબર હતી અને આથીજ તેણે ત્રણેયના સેટપર નહી પહોંચવાની નોંધ લીધી ન હોતી.
"ઓકે..! કેમરા..!..! એકશન..!..!..!
સમીરનો આદેશ ભર્યો અવાજ આખા હોલના સાંત વાતાવરણમા ગુંજી ઉઠ્યો એટલે આકાશે તન્વીની નાજુક નમણી કમરને બંન્ને હાથ વડે પકડી અને હળવે હળવે પોતાની નજીક ખેંચતા રોમાંટિક ગીતનો પોઝ આપવાનુ શરૂ કર્યુ.

* * * * *

બરાબર એજ વખતે ઉપર પોતાના કમરામા પહોંચેલ શર્લીએ પોતાના ખીસ્સામાથી પેલો નાનકડો ક્રોસ અને સમીરને તાંત્રિકે આપેલ પેલુ માદળીયુ બન્ને બહાર કાઢ્યા અને પોતાના ડ્રેસિં ટેબલના ડ્રોઅરના ખાનામા મુકી દીધા જ્યારે થોડીવાર પહેલા ફાધર લોબો જે કાળો દોરો આપીને ગયા હતા તે ફાધર લોબોના કહેવા પ્રમાણે તેણે પોતાના ગળામાજ પહેરી રાખ્યો અને મનોમન રાહત અનુભવતા "રખેને પેલો આત્મા અથવા અદ્રશ્ય વ્યક્તિ પોતાના કમરાની દિવાલ પર ફરીથી કોઇ ચિત્ર દોરી ગઇ હોય..! વિચારતા તેણે આખાય કમરામા એક નજર દોડાવી આવુ કઇ પણ અત્યારે તેની નજરે પડ્યુ
નહી એટલે તેણે નીરાંતનો શ્વાસ લીધો અને ફરી પાછી તે સમીરે આપેલ સ્ક્રિપ્ટમા લખેલ સંવાદો વાંચવામા પરોવાઇ.
જ્યારે તેના કમરાની બાજુના મંદારના કમરાને અડીને આવેલ કમરામા નતાશા પણ પોતાની હવે પછીની ભુમિકાના સંવાદો રટવામા મશગુલ હતી.

"વાઉ..! વ્હોટ અ બ્યુટીફુલ લુક ડીયર..!
પોતાના કમરાના દરવાજા તરફથી અચાનક આવો અવાજ કાને પડ્યો એટલે નતાશાએ દરવાજા તરફ નજર કરી તો ત્યાં લુંચ્ચુ લુંચ્ચુ હંસતા મંદાર ઊભો હતો.
"આજે તો તુ ગજબની ખુબસુરત લાગી રહી છો નતાશા..! મંદારે એક નશીલી નજરે નતાશાને પગથી માથાસુધી નિરખતા કહ્યુ
"જેવી છું એ તારીજ છું..! કેહતા નતાશાએ ખુબસુરત ચેહરે સરમાતા પોતાની નજરો જુકાવી લીધી.
"પણ નતાશા..! આજે તુ આટલી ખુબસુરત લાગતી હોવા છતા જેમ ચાંદમા ડાઘ હોય છે તેમ તારી ખુબસુરતીમા પણ થોડીક કમી રહી ગએલી હોય એવુ મને લાગે છે..!..!
" શું..? અત્યાર સુધી પોતાની તારીફ કરી રહેલ મંદારે અચાનકજ યુ ટર્ન લીધો એટલે નતાશાએ નવાઈભેર પુછ્યુ.
"આ તારા ગળામા પહેરેલ માદળીયુ..! મંદારે એજ રીતે દુર દરવાજામા ઉભા ઉભાજ કહ્યુ."તારા ગળામા પહેરેલ આ માદળીયુ તારી આ સુંદરતાનો દાટ વાળી દે છે નતાશા..!
ઓહ..! નતાશાએ પોતાના ગળામા પહેરાએલ માદળીયુ હાથમા લેતા કહ્યુ " આ તો આપણી સલામતી માટે આપણે પહેરવુજ રહ્યુ મંદાર...!
" શું તું પણ નતાશા..? મંદારે થોડા નારાઝ થતા કહ્યુ. " આ બધુ તો મને પેલા તાંત્રિકનુ ધતિંગ લાગેછે..! અને આ માદળીયુ તો મેં માત્ર સમીરનુ મન રાખવાજ પહેર્યુ હતુ..!..! મંદારે પોતાના ગળામા હાથ ફેરવતા કહ્યુ... જો ..! મેં તો એ માદળીયુ ક્યારનુય કાઢીને ફેંકી દિધુ છે..!…!
અરે મંદાર આ તેં શું કર્યુ.? બોલતા નતાશાના અવાજમા ધ્રુજારી વ્યાપી ગઈ." તેં શા માટે માદળીયુ કાઢી નાંખ્યુ..!..? !
ઓહ..નો. નતાશા..! મંદારે હળવો ગુસ્સો કરતા કહ્યુ " આપણે ફિલ્મસ્ટાર છીએ ફિલ્મસ્ટાર..!" કોઇ ગામડાના ગમાર લોકો નથી જે આવી બધી બેવકુફીભરી વાતોમા વિશ્વાસ કરીએ...!..!
"એ જે હોય તે..! પણ તુ પહેલા માદળીયુ જ્યાં પણ ફેંકયુ હોય ત્યાંથી પાછુ લઈ પહેરી લે..!…!
નતાશા..! તું કઇ સમજ! મેં સાંભળ્યુ છે કે આવા તાંત્રિકો તારા જેવી સુંદર સ્ત્રીઓને વશમા કરવા પણ આમ વશીકરણ વાળા માદળીયા પહેરાવે છે અને પછી તે આવી સ્ત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે..!..!
એટલે આ વખતે મંદારની વાત સાંભળી નતાશા પહેલીવાર વિચારમા પડી ગઈ.
અને આ જોઈને મંદારે પોતાના અવાજમા પ્રેમભર્યો લહેજો ભરતા કહ્યુ " હાં નતાશા..! હું નથી ચાહતો કે આવો કોઈ તાંત્રિક મારી નતાશાને મારાથી છીનવી જાય..!..!
એટલે હવે મંદારનો લાગણીભીનો અવાજ સાંભળીને નતાશા મુંજવણ મા મુકાઈ ગઈ.
શું વિચાર કરે છે નતાશા..? તારા ગળામા પહેરાએલ આ માદળીયુ પોતાની અસર બતાવે અને તુ બધુ ભુલીને મોહિનીવશ થઈ એ તાંત્રિક પાસે પહોંચી જાય એ પહેલા કાઢીને ફેંકી દે તારા ગળામાથી એ માદળીયુ..!..!
એટલે હવે આ માદળીયુ કાઢવુ કે ના કાઢવુની અવઢવમા મુકાએલ નતાશાએ કઇક વિચાર કર્યો અને હળવેથી પોતાના ગળામા પહેરેલ માદળીયુ કાઢીને નજીકના ટેબલ પર મુકી દીધુ.
એટલે અત્યાર સુધી દુર ઉભેલ મંદાર હવે નતાશાની નજીક સરકી આવ્યો અને તેને પોતાની બાહોમા ભરીને બોલી ઉઠ્યો
"નતાશા સારુ કર્યુ તેં એ માદળીયુ કાઢી નાંખ્યુ નહીતર શી ખબર તારી શું વલે થાત..!..!
હાં મંદાર..કેહતા નતાશાએ પણ તેના સુરમા સુર પુરાવ્યો.
ઠીક છે નતાશા..! મંદારે નતાશાને પોતાનાથી અળગી કરતા કહ્યુ " આપણે હવે સેટ પર પહોચવુ જોઈએ...! માટે હું નીચે જાઉ છુ ત્યા સુધી તુ પણ શર્લીને તેના કમરામાથી બોલાવીને સેટ પર પહોંચ..!..!
કેહતા મંદાર નતાશાના કમરાની બહાર નીક્ળ્યો ત્યારે તેના ચેહરા પર જીતભર્યુ હાંસ્ય રમી રહ્યુ હતુ. અને તે જોતજોતામાજ હવામા અદ્રશ્ય થઈ ગયો

- અને
અને અત્યારે બરાબર આજ સમયે નીચે હવેલીના કંપાઉન્ડમા બેઠેલ અને નતાશાએ પોતાના ગળામા પહેરેલ માદળીયુ કાઢી નાંખ્યુ છે એ વાતથી બિલકુલ બેખબર મંદારે કાંડા ઘડિયાળમા નજર કરી અને સળગીને ખતમ થઇ ગએલ સિગારેટને પોતાના પગ નીચે કચડતા તે ઉભો થયો

* * * * *

કડડડડડડુડુડુડુમ….
ગાજવીજ અને હવા તોફાન સાથે ધોધમાર વરસાદ સરુ થવાની સાથેજ આકાશમા એક જોરદાર વિજળીનો કડાકો થયો એટલે પોતાના કમરામા બેસી રસપૂર્વક કોઇ હૉરર નવલકથાનુ પુસ્તક વાંચી રહેલ શર્લીએ ઉભા થઇ હવામા આમ તેમ પછડાતી પોતાના કમરાની બધી બારીઓ બંધ કરીને અને ફરી પાછુ પેલુ પુસ્તક હાથમા લઇ વાંચવામા પરોવાઇ.

અને ત્યાંજ તેને પોતાના કમરાના દરવાજા તરફથી અચાનક કઇ અવાજ સંભળાયો એટલે તેણે નજર ઉઠાવીને દરવાજા તરફ જોયુ અને એ સાથેજ તેના ચહેરા પર આશ્ચર્ય અને ભયના મિશ્રિત ભાવ ચિત્રાઇ ગયા.
ત્યાં પગથી માથા સુધી કાળી સાડીમા એક અત્યંત સુંદર યુવતી ઉભી હતી
અવની..! તુ…? " લથડતી જીભે શર્લી બોલી ઉઠી
હાં..! હું..!..! કેહતા તે યુવતી વિચિત્ર રીતે હંસી અને ધીમા પગલે શર્લી તરફ આગળ વધી.
પ..પ..પણ..તુ તો વરસો પહેલા મરી ચુકી છો…! આટલુ બોલતા તો શર્લીને પરસેવો છુટી ગયો.
હા..હું તો વરસો પહેલા મરી ચુકી છું…! વરસો પહેલા તે તારા મિત્ર સાથે મળીને મારા આ ખુબસુરત શરીરને ઝહેર આપી મિટાવી દીધુ હતુ..! કેહતા એ યુવતીના અવાજમા દર્દ અને આંખોમા આંશુ ઉભરાઇ આવ્યા.
પણ..પણ.. તમે આપેલા ઝહેરથી મારા આત્માને મારા ખુબસુરત જીસ્મથી ના છુટકે અલગ થવુ પડ્યુ પરંતુ મારા જીસ્મની ચાહત હજી પણ મારાથી છુટતી નથી..અને આથીજ મારો અતૃપ્ત આત્મા હજી પણ આમતેમ ભટકે છે..! પોતાના ગાલપર રેલાઇ રહેલા આંસુઓ સાફ કરતા એ યુવતી બોલી.
અને એ યુવતીની વાત સાંભળીને શર્લી થરથર કાંપી ઉઠતા પેલી યુવતીથી સલામત દુરી બનાવી રાખવા ધીરે ધીરે પાછળ ખસવા લાગી.
અને અત્યાર સુધી તુ મારાથી બચતી રહી હતી પણ..પણ હવે તારો ખેલ ખલાસ થઈ ચુક્યો છે..! બોલતા પેલી યુવતીનો ચહેરો ધીરે ધીરે બદલાવા માંડ્યો. "હવે તને ખબર પડસે કે ભરયુવાની શરીર છોડીને જવુ કેટલુ કષ્ટદાયક હોય છે..!..! ઘડીકવાર પહેલા અત્યંત ખુબસૂરત દેખાતી એ યુવતીનો સુંદર ચેહરો અત્યારે કોઈ ખોફનાક ચુડેલ જેવો બની ગયો હતો.
અને આ જોઈને પાછા પગલે પાછળ હટી રહેલ શર્લીના પગમા તેની બરાબર પાછળ રહેલ પલંગ અથડાયો અને તે પીઠભેર પલંગ પર પટકાઇ એટલે ઝહેરીલુ હાંસ્ય હંસતા એ યુવતીએ શર્લીને માથાના વાળ પકડીને પલંગ પરથી ઉભી કરી અને પોતાના બંન્ને હાથના ભયાનક પંજાઓ વડે શર્લીનુ ગળુ ભીંસવા માંડ્યુ એટલે શર્લીની આંખોના ડોળા ફાટવા માંડયા તો શ્વાસ રુંધાવાને કારણે તેની જીભ બહાર આવવા માંડી અને બીજીજ પળે તેની ગરદન એક તરફ ઢળી ગઈ. તેનુ શરીરમાંથી જીવ નીકળી જવાના કારણે તે શિથિલ થઈ ગઈ.
તેની આંખો આમજ ગભરાટના કારણે ફાટેલી ને ફાટેલીજ રહી ગઇ.
ઓકે..! કટ..!
હવેલીના નીચેના એક કમરામા આ આખુય દ્રશ્ય શુટ કરી લીધુ એટલે સમીર શેખર કટ..નો નિર્દેશ કર્યો એટલે કેમરામેને કેમરો બંધ કર્યો અને આખોય કમરો લાઇટોથી ઝઞમગી ઉઠ્યો
નતાશા.! હવે ગળુ છોડ મારૂ…! શર્લીએ પોતાની ઢળી પડેલ ગરદન સીધી કરતા કંઇક અચરજ ભરી નજરે નતાશા ભણી જોતા કહ્યુ. પણ શર્લી કંઇક વધુ બોલે એ પેહલાજ નતાશાએ હતુ એટલુ જોર ભેગુ કરીને શર્લીનુ ગળુ દબાવ્યુ એટલે શર્લી તરફડી ઉઠી એટલે સમીરની સાથે મંદાર અને યુનિટના અન્ય સભ્યોનુ ધ્યાન પણ હવે શર્લી થતા નતાશા તરફ ખેંચાયુ.

સમીરે ફિલ્મની વાર્તામા નતાશાના શરીર મા અવની નામની યુવતીનો આત્મા પ્રવેશી પોતાના ખુનનો બદલો લે છે એવુ દર્શાવા નતાશા શર્લીનુ ગળુ દબાવીને મારી નાંખે છે એવુ દ્રશ્ય ફિલ્માવ્યુ હતુ. પરંતુ દ્રશ્ય ઓકે થઇ ગયા પછી પણ નતાશાએ શર્લીની ગરદન છોડી ન હતી.
નતાશા આ શું કરે છે તુ.? આ નતાશાને શું થયુ છે…? વિચારતા મંદાર અને અને સમીર બંન્ને શર્લીને નતાશાના હાથમાંથી છોડાવા આગળ વધ્યા તો આ દ્રશ્ય જોઈ તન્વી પણ ચોંકી ઉઠી પણ સમીર કે મંદાર હજુ તો નતાશા પાસે પહોંચીને શર્લીને તેના હાથમાથી છોડાવે એ પહેલાજ નતાશાએ એક હાથે શર્લીની ગરદન પકડેલી રાખતાજ બીજા હાથે પોતાના ચેહરા પર પહેરેલ પેલી ભયાનક યુવતીનુ મહોરુ ખેંચીને દુર ફેંકી દિધુ એટલે નતાશાનો અસલી ચહેરો હવે દેખાયો પણ.., પણ અત્યારે નતાશાનો ખુબસુરત ચહેરો પહેલાની જેમ ખુબસુરત ન હતો. પેહલા જેવી માસુમિયત અત્યારે તેના ચેહરા પર જળકતી ન હતી. અત્યારે તેની મોટી ખુબસુરત આંખો અંદરથી લાલ લોહી જેવા રંગની દેખાઇ રહી હતી. તેની આંખોમા ખુન્નસ દેખાઇ રહ્યુ હતુ. તો તેના ચહેરાની અને હાથની નસો પણ અત્યારે ઉપસી આવી હતી. તો કઇ કેટલાય દિવસોથી બિમાર હોય તેમ તેની બંને આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા તેણે બંન્ને હાથે શર્લીની ગરદન ભીંસતા ચેહરો ઘુમાવીને પોતાની તરફ આગળ વધી રહેલ મંદાર અને સમીર તરફ જોયુ
"ત્યાંજ ઉભો રહી જા સમીર…! અચાનકજ નતાશાએ ખુબજ ઉંચા અવાજે ત્રાડ પાડી. એટલે સમીર, મંદાર,તન્વી અને આકાશની સાથે યુનિટના બધાજ સભ્યો નતાશાનો અવાજ સાંભળીને ચોંકી ઉઠયા.
કારણ…?
કારણ કે એ અવાજ નતાશાનો ન હતો…!
એ અવાજ નતાશાના ગળામાંથી નીક્ળ્યો જરુર હતો..! પણ એ અવાજ નતાશાનો નહી પણ કોઈ અન્ય સ્ત્રીનો હતો..
હાં..! નતાશાનો અવાજ અત્યારે પહેલાની જેમ સામાન્ય ન હતો. પણ તેના અવાજનો રણકો બદલાઇ ગયો હતો. તેના અવાજની સાથે કોઈ અન્ય સ્ત્રીનો જાણે ગળામાંથી નીકળતો હોય તેવો ખોખરો અને કર્કશ અવાજ પણ નીકળી રહ્યો હતો.
અને આ જોઈને સમીર અને મંદાર આઘાત અને આશ્ચર્યથી અવાચક થઈ ગયા બંન્નેના આગળ વધી રહેલ પગલા ત્યાંજ સ્થિર થઈ ગયા.

તો વળી નતાશાનો અવાજ સાંભળીને આકાશ પણ ચોંકી ગયો તેને ચાર્લીની લાશ સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ. તેને યાદ આવ્યુ કે તે રાત્રે ચાર્લીની લાશના મોઢે પણ આવોજ ખોખરો અને કર્કશ અવાજ નીકળ્યો હતો.
સમીર..! બચાવી સકતો હોયતો બચાવી લે શર્લીને..! કેહતા નતાશાએ ખુન્નસભરી નજરે સમીર તરફથી ચહેરો ઘુમાવીને શર્લી તરફ જોતા બોલી " શર્લી..! મે તને દિવાલ પર લખાણ લખીને ચેતવી હતી પણ તેં મારી વાત માની નહી અને પેલા ચર્ચના ફાધર પાસે તુ દોડી ગઇ...! " પણ તુ મને ઓળખતી નથી શર્લી.., આવા કઇ કેટલાય ફાધર અને બાવાઓને મે યમલોક સિધાવી દિધા છે..!..!
આટલુ બોલતા નતાશાએ શર્લી જાણે નાનકડી ઢીંગલી હોય તેમ ગળુ પકડેલુ રાખતાજ હવામા એક જ હાથે અધ્ધર કરી એટલે શર્લીને લાગ્યુ કે તેનો ખેલ ખલાસ થઈ ચુક્યો છે. નતાશાએ તેને એવી રીતે અધ્ધર કરી હતી કે તેના બંન્ને પગ હવે હવામા ઝુલી રહ્યા હતા. અત્યારે નતાશામા કોઈ શકિતશાળી પુરુષ જેટલી તાકાત આવી ગઈ હતી.
"મંદાર જલદી કઇ કર નહિતો શર્લી મરી જસે..! મોટેથી બોલતા સમીર નતાશા તરફ દોડ્યો તો તેની સાથે આકાશ અને મંદાર પણ શર્લીને બચાવવા દોડ્યા પણ એ ત્રણેય નતાશા પાસે પહોંચે એ પહેલાજ નતાશાએ પોતાનો ચેહરો ફેરવી ત્રણેય તરફ મારી નાખવાની નજરે જોયુ અને એજ પળે જાણે વાવઝોડુ ફુંકાયુ હોય તેમ ત્રણેય હવામા પાંચ છ ફુટ ઉચે ઉછળ્યા અને પાછળની તરફ ફેકાયા. "ધમ..ના મોટા અવાજ સાથે જમીનપર પછડાયા. સમીરનુ માથુ પાછળ દિવાલ સાથે ભટકાતા તેની આંખો સામે અંધારીયા આવી ગયા..તો આકાશ અને મંદાર પણ પીઠભેર પછડાવાને કારણે બંન્નેને સારી એવો મુઢ માર વાગ્યો હતો. ત્રણેની આવી હાલત જોઈ યુનિટના અન્ય સભ્યોમાથી હવે કોઈ પણ આગળ આવવાની હિંમત કરી સક્યુ નહી. સમીર, મંદાર અને આકાશ માંડ માંડ બેઠા થઈ લાચાર નજરે શર્લી સામે જોઇ રહ્યા.
" હાહાહા…હાહાહા…! અને ત્રણેયની આવી હાલત જોઈ નતાશા ખડખડાટ હંસી પડી ને તેણે શર્લી તરફ જોયુ તો શ્વાસ રુંધાવાને કારણે તેન શરીર ઢીલુ થવા માંડ્યુ હતુ.
અને એક ઝહેરીલુ હાંસ્ય હસતા તેણે પુરા જોર અને જોશ સાથે પાછળની તરફ હવામા અધ્ધર ઉછાળી અને તેની સાથેજ હવામા ફંગોળાએલ શર્લીનુ માથુ પાછળ પાંચ છ ફુટ દુર રહેલ દિવાલ સાથે પછડાયુ
"ફટાક..ના અવાજ સાથે જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહેલ શર્લીની આંખો સામે અંધારુ છવાઈ ગયુ અને બીજીજ પળે જમીન પર પટકાઇ ગઇ અને તેની નાક અને મોમાથી લોહી નીકળીને જમીન પર રેલાવા માંડ્યુ.અને આ જોઈને આખાય કમરામા નતાશાનુ જીતભર્યુ હાંસ્ય ગુંજી ઉઠ્યુ.
એજ વખતે " નહીઇઇઇઇઇ.. ના અવાજ સાથે તન્વીની ચીશ પણ ગુંજી. તેની નજર સામે તેના કમરાની દિવાલ પર દોરેલ પેલુ ઢિંગલીઓ વાળુ નાનકડુ ચિત્ર તરવરી ઉઠ્યુ. અને સાથેજ તેને પોતાને ઉલ્લેખીને લખેલ ધમકી ભર્યુ લખાણ પણ યાદ આવી ગયુ..નતાશાએ જે રીતના શર્લીની ગરદન દબોચી હતી અદ્લોઅદલ તેવુજ ચિત્ર તેના કમરાની દિવાલ પર દોરેલ હતુ અને તન્વી થરથર કાંપી ઉઠી. અને તેને સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો કે હવે પછી મરવાનો વારો તેનો છે.

(વધુ આવતા અંકે)





* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com