taras - 2 books and stories free download online pdf in Gujarati

તરસ - 2

(પ્રકરણ બે)

ચાર્લી બચવા માટે કઇ કરે એ પહેલા તો એ યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફંગોળી દિધો. અને તેની બીજીજ મિનિટે હવામા હાથ પગ ઉલાડતો ચાર્લી હવેલીના કંપાઉન્ડમા પથ્થરની બનેલી ફર્શ પર પટકાયો.
ફટાક…
જાણે કોઇ નાળિયેરની કાચળી ફુટે તેમ ચાર્લીનુ માથુ ફુટ્યુ..તો તેના બંન્ને પગ ટુટી જવાના કારણે એક બીજાની વિપરીત દિશામા કઇક કઢંગી રીતે ફેલાઈ ગયા. મિચાઉ મિચાઉ થઈ રહેલી આંખો વડે તેણે ઉપર ટેરેસ તરફ નજર કરી તો પેલી યુવતી તેને તરફડતો જોઇ વિચિત્ર રીતે હંસી અને પછી અંધારામા ગાયબ થઈ ગઈ.
નહી.! નહી..!
બચાવ...! મને કોઈ બચાવ…!
ચાર્લીએ ચિશાચિશ કરી મુકી..અને બીજી જ પળે તે પથારીમા બેઠો થઈ ગયો. તેણે જોયુ તો તે હવેલીના કંપાઉન્ડના ફર્શ પર નહી પણ પોતાના રુમમાજ પલંગ પર બેઠો હતો.તેણ એક ઘભરાટ ભરી નજર આખા કમરામા ફેરવી. ડીમ લાઇટનુ ઝાંખુ અજવાળુ આખા કમરામા ફેલાએલુ હતુ. ડર અને ઘભરાટના કારણે તેનુ આખુ શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયુ હતુ. અનાયાસ જ તેનો હાથ પોતાના માથા પર ફેરવ્યો પણ કોઇ પણ જાતની ચોટ કે ઘાવ માથામા થયો હોય તેમ તેને લાગ્યુ નહી. તો વળી તેના બન્ને પગ સહિત આખુ શરીર સલામત હતુ એટલે તેણે રાહતનો શ્વાસ લીધો. બાજુમા ટેબલ પર પડેલા જગમાથી તેણે પાણીનો ગ્લાસ ભર્યો અને એકજ ઘુંટમા આખો ગ્લાસ ગટગટાવી ગયો. હવે તેને ખાત્રી થઈ ગઈ કે તે પેલી યુવતીની પાછળ ગયો.અને તે યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફેંકી દીધો હતો તેવુ તેને ભયંકર સ્વપ્ન આવ્યુ હતુ. તેણે ઘડિયાળમા નજર કરી તો સવારના ચાર વાગ્યા હતા. વ્હેલી સવારનુ સ્વપ્નુ સાચુ પડે છે એવુ ચાર્લીએ ક્યાંક સાંભળ્યુ હતુ. આથી તેના ચેહરા પર ચિંતાની લકીરો ઉપસી આવી. પણ વળતીજ પળે તેના પોતાના મનનો આ વિચારને ખંખેરી નાંખ્યો.
"ના..ના..! ચાર્લીએ પોતાના મન સાથેજ વાત કરી. ." આતો મોડી રાત સુધી પોતે શુટીંગમા હતો અને પેલી ભયાનક યુવતીનો રોલ કરી રહેલી અભિનેત્રી તન્વીએ જે ડરામણુ મહોરુ પહેર્યુ હતુ ..અદ્લોઅદલ તેવાજ ચેહરા વાળી યુવતી પોતાના સ્વપ્ન મા આવી હતી એટલે બની સકે છે કે રાત્રે પોતે જ્યારે સુવા માટે ગયો ત્યારે કદાચ રાતના શુટિંગ વાળુ દ્રશ્ય પોતાના મન મગજ પર સવાર રહ્યુ હોય અને એજ વખતે પોતે ઉઘી ગયો હોય અને એટલે જ આવુ ભયાનક સ્વપ્ન તેને આવ્યુ હોય.
અને આ વિચાર સાથેજ ચાર્લીએ રાહતનો શ્વાસ લીધો અને ફરી ઉઘવાની કોશિશકરી.
પણ અત્યારે આવુ વિચારી રહેલા ચાર્લીને ખબર ન હોતી કે તેને આવેલ સ્વપનુ ખરેખર સામાન્ય સ્વપનુ નહોતુ. તેને ખયાલ સુદ્ધા ન હતો કે આ ફિલમ મા અભિનય કરીને તેણે પોતાના માટે કેવી ભયંકર આફત વહોરી લીધી હતી.
* * * * * *
મંદાર…! "હવે આ ફિલ્મનુ શૂટિંગ પુરુ થાય એટલે આપણે લગ્ન કરી લઇએ તો કેવુ"..? સવારના સાડા છ વાગ્યે હવેલીના મસમોટા ટેરેસ પર મંદારની લગોલગ દોડી રહેલી નતાશાએ જોગીંગ કરતા કહ્યુ.
" "હવે આજે ફરી પાછુ તને લગ્ન નુ ભુત વળગ્યુ છે.."? પોતાના ચેહરા પર ઉપસી આવેલ પરસેવાના બિંદુઓને નેપકિન વડે સાફ કરતા મંદાર બોલ્યો.. " કરી લઇશુ ડિઅર…!..! એટલી પણ શું જલ્દી છે લગ્ન ની. ?
આવુ તો તુ છેલ્લા ત્રણ વર્ષથી કેહતો આવ્યો છે.. !નતાશાએ રોષ ભર્યો છણકો કરતા કહ્યુ " અને હવે તો આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા કેરિયર પણ બનાવી લીધુ છે..!..! એટલે પેહલા આપણે શેટલ થઈ જઇએ એવા બહાના કાઢવાનો પણ તારી પાસે અવકાશ નથી..!..!
ઠીક છે ડાર્લિંગ..! હવેલીના ટેરેસ પર પાંચ છ ચક્કર લગાવીને હાંફતા હાંફતા મંદાર બોલ્યો" આ ફિલ્મનુ શૂટિંગ પુરૂ થાય એટલે લગ્ન વિશે વિચારીશું બસ.? મંદારે નતાશાના ગોરા ગોરા દુધ જેવા મુલાયમ ચેહરાને બન્ને હાથો મા ભરતા કહ્યુ અને હળવેકથી નજીક ખેંચી અને બીજીજ પળે બાહોમા ભરી લીધી.
"મંદાર…! નતાશાએ એક હળવો ધક્કો મારીને પોતાની જાતને છોડાવત કહ્યુ"" આખી રાત તો તુ મારા કમરામા હતો. .તો પણ હજુ ધરાયો નથી. .?
એટલે મસ્તીએ ચઢેલો મંદાર ફરી પાછો તેને પોતાની નજીક ખેંચવા ગયો પણ એ પેહલાજ નતાશા એ તેને ટપાર્યો..
"મંદાર…હવે મસ્તી છોડ" પોતાની જાતને સંકોરતા નતાશા બોલી .." મારે તને એક જરુરી વાત કહેવી છે..
હાં બોલ.. ! મંદારે હવેલીની ખુલ્લી છતપર વહી આવતી ઠંડી હવાની લહેરખીઓને પોતાના શ્વાસમા ભરતા કહ્યુ.
આ નવો અભિનેતા ચાર્લી તને કેવો લાગે છે. ? નતાશા એ મંદારની આંખોમા જાખતા પુછ્યુ.?
કેમ… .? અત્યારે પેહલી વાર ગંભીર થતા મંદારે પુછ્યુ.
" "તે કઇક વિચિત્ર નજરે મને જોયા કરે છે….! " નતાશા એ હવામા વિખેરાઈ ગએલ પોતાના કાળા રેશમી વાળને બંન્ને હાથો વડે બાંધતા કહ્યુ …" મેં કાલથી એ વાત નોધી છે કે તે ગંદી બિભત્સ નજરે મને જોતો હોય તેમ મને લાગ્યા કરે છે..!""
તે જુએજ ને …! મંદાર ફરી પાછો રોમેન્ટિક મુડમા આવી ગયો. " તુ છેજ એવી
માંખણના લચકા જેવી કે તને પરાણે પ્રેમ કરવાનુ મન થઈ જાય..! કેહતા ફરી મંદારે તેને પોતાના મજબુત બાજુઓમા જકડી લીધી.. એટલે કોઇ પણ સ્ત્રી પોતાની સુંદરતાના વખાણ સાંભળીને ખુશ થઈ જાય તેમ નતાશા એ પણ મનોમન હરખાતા આ વખતે મંદારની હરકતનો વિરોધ કર્યો નહી.
અને બન્ને હવેલીના ટેરેસ પરની ખુલ્લી હવામા પ્રેમ પળોને માળી રહ્યા.
એક્સક્યુઝ મી.?
અચાનક જ અવાજ આવ્યો એટલે મંદાર અને નતાશા એ એકબીજાથી અળગા થતા જોયુ તો તન્વી ત્યાં આવી પહોંચી હતી..
" "તમે બન્ને ઇશ્ક ફરમાવામાથી ફ્રી થયા હોવ તો જરાક ઘડિયાળમા જોઈ લેજો સમય કેટલો થયો છે ....! નતાશાની સાથે પહેલા પણ અમુક ફિલ્મોમા કામ કરી ચુકેલ હોવાના નાતે તેની ખાસ મિત્ર બની ગએલ તન્વીએ દોસ્તાના ભાવે બન્ને ને ટપાર્યા.
"ઓહ..નો..!" મંદાર પોતાની કાંડા ઘડિયાળમા નજર કરતા બોલી ઊઠ્યો
""સાડા આઠ થવા આવ્યા છે..!" તેણે નતાશા સામે જોતા ઉમેર્યુ. " હજુ તો આપણે નહાવાનુ છે અને બ્રેક ફાસ્ટ પણ બાકી છે..!..!
" હા…અને પછી દશ વાગ્યા સુધી મેકપ કરી તૈયાર થઈને શુટિંગ સેટ પરપહોચવાનુ છે..!..! કેહતા નતાશા ફટાફટ તૈયાર થવા પોતાના કમરા તરફ જવા નિચેની તરફ ભાગી.
એટલે. ." થેંક્યુ તન્વી..! " કેહતા મંદાર પણ નીચેની તરફ જવા આગળ વધી ગયો.
* * * *
મંદાર..! "હવે આજનુ દ્રશ્ય તારી અને નતાશા પર ફિલ્માવવાનુ છે આ દ્રશ્યમા ચાર્લી પણ રોલ ભજવસે..!..! "કેહતા દિગ્દર્શક સમીર શેખરે બધાને દ્રશ્ય સમજાવવાનુ સરુ કર્યુ.
આજનુ આ દ્રશ્ય આપણે આ હવેલીથી થોડે દુરના જંગલ તથા પહાડી વિસ્તારમા કરવાનુ છે…! ! જેમા નતાશા પહાડ ઉપરથી પડતા પાણીના ઝરણા નિચે અર્ધ નગ્ન શરીરે નહાતી હોય છે તે સમયે ચાર્લી ત્યાં આવી પહોંચે છે અને નતાશાને આ હાલતમા જોઇને પોતાના પર કાબૂ રાખી સકતો નથી અને નતાશાની ગંદી છેડતી કરે છે. અને ત્યારે જ ત્યા મંદાર આવી ચઢે છે અને નતાશાને ચાર્લીથી બચાવે છે..!..! પછી બંન્ને વચ્ચે મારા મારી થાય છે વગેરે વગેરે કહેતા સમીર શેખરે આખુ દ્રશ્ય ચીવટથી
સમજાવ્યુ
ત્યારે નતાશાએ નોંધ્યુ કે આ આખી સમજાવટ દરમિયાન ચાર્લી તેને જ ખંધાઇ પુર્વક તેને જ તાકી રહ્યો હતો.
ત્યારબાદ આખુ યુનિટ હવેલીથી થોડે દુર આવેલ ઉચા ઉચા પહાડો અને તેના પરથી નિચેની તરફ પડતા પાણીના ઝરણા અને કુદરતના ખોળે રમતા નયનરમ્ય લીલોતરી ધરાવતા જંગલો વાળા સ્થળે આવી પહોંચ્યુ.
ત્યારબાદ શુટીંગનુ આ બીજુ દ્રશ્ય વારંવાર રિટેક લીધા બાદ દિગ્દર્શક સમીર શેખરે ઓકે કર્યુ. પણ તેમા ચાર્લી નવોદિત હોવાને કારણે પંદર મિનિટ ના એ દ્રશ્યમા ત્રણ ચાર કલાક નિકળી ગયા. ત્યાર બાદ બપોરનુ ભોજન બધાએ ત્યાજ લીધુ.
બપોરના ભોજન બાદ સમીરે શર્લી આકાશ તથા મંદાર પર કેટલાક દ્રશ્યો શુટ કર્યા ત્યાં સુધીતો સાંજ ઢળી ચુકી.
સાંજે ઢળતાજ સમીરે આખુ યુનિટને હવે રાત્રીના ભોજન બાદ હવેલીના સેટ પર દ્રશ્ય લેવાનુ સમજાવ્યુ. અને તેમા આકાશ તન્વી અને મંદારને તેમની ભુમિકાની સ્ક્રિપ્ટ ખાસ વાંચવા કહ્યુ.
હવેલીમા આખુ યુનિટ પહોંચ્યુ ત્યારે રાત્રીના આઠ વાગી ચુક્યા હતા હવે આજનુ છેલ્લુ દ્રશ્ય અગિયાર વાગ્યા પછી ફિલ્માવવાનુ હોઈ કેમરામેન, લાઇટમેન, સ્પોટ બોય વગેરે ડિનર લિધા બાદ સેટ તૈયાર કરવામા પરોવાયા જ્યારે બાકીના કલાકારો પોતાની સ્ક્રિપ્ટ વાચવામા તો કેટલાક હવેલીના કંપાઉન્ડમા લટાર મારવા નિકળી ગયા.
સમીર શેખરે પણ કંપાઉન્ડમા બેસતા સિગારેટ સળગાવી અને આગળનુ દ્રશ્યો કઇ રીતે ગોઠવવા તે વિશે વિચારવા લાગ્યો.
* * * *
"મંદાર મેં તને કહ્યુ હતુ ને કે આ ચાર્લી એક નંબરનો ચાલુ અને લબ્બાડ માણસ છે..!
નતાશાએ આગલા દ્રશ્યની સ્ક્રિપ્ટ વાંચી રહેલા મંદાર ને કહ્યુ.
કેમ.? વળી પાછુ શું કર્યુ એ ચાર્લી ચેપ્લીને..?..? મંદારે હળવી મજાક કરી.
"તે જોયુ નહી..? " આજે સવારે પેલા મારી સાથે છેડતીના દ્રશ્ય વખતે કેવો ચોંટ્યો હતો મને..!..! નતાશા એ બપોરનુ પેલુ દ્રશ્ય યાદ કરાવતા મંદારને કહ્યુ.." અને મને તો લાગતુ હતુ એ લંપટ એક ને એક દ્રશ્યમા જાણી જોઇને વારે ઘડીએ રિટેક લેવડાવતો હતો જેથી કરીને મને અડવાનો તેને તક મળે....!..!
ના…! તારી આ વાતજ સાવ ખોટી છે..!..! મંદાર થોડો અકળાઇને બોલ્યો.
કારણ કે કોઇ પણ નવો અભિનેતા પોતાની કારકિર્દીની શરૂઆતના તબક્કે આવી વાહિયાત હરકત હરગિઝ ના કરે નતાશા..!..! "નહિતર તેની ઇમેજ બનતા પહેલાજ રોળાઈ જાય.
એટલે મંદારની આ સજજડ દલીલ સામે નતાશાએ પરાણે ચુપકીદી સેવી લીધી.
અત્યારે હવે રાત્રીના અગયાર વાગી ચુક્યા હતા એટલે ફિલ્મ " ખુની ઓરત" ના ત્રીજા તબક્કાના શુટિંગ માટે યુનિટના તમામ સદસ્યો ફરી પાછા હવેલીના હૉલમા ભેગા થયા. આખોય હોલ મોટી મોટી લાઇટો ને લીધે સોનાની જેમ જઞમગી રહ્યો હતો. એટલે દિગ્દર્શક સમીર શેખરે ફરી એક વખત બધા અભિનેતાઓને રહીર્સલ કરાવ્યુ
આ દ્રશ્યમા મંદાર અને નતાશા પર પેહલા એક હોટ ગીત ફિલ્માવવાનુ હતુ અને ગીત પુરુ થએ બન્ને જૂદા પડે અને મંદાર બહાર જતો રહે અને અડધી રાત્રીએ નતાશા પોતાના ઘરના બેડરૂમમા એકલી હોય
અને ત્યારે જ તન્વી પેલી ભયાનક યુવતીનુ
મહોરુ પહેરીને આવે છે અને તેને જોઈને નતાશા ડરી ઘભરાઇને ચિશાચિશ કરી મુકે છે.
આમ આખુ દ્રશ્ય સમીર શેખરે ધ્યાન પુર્વક બધાને સમજાવ્યુ.
અને લગભગ પોણા કલાકની મહેનત પછી બે ત્રણ રીટેક લીધા બાદ માંડ પેલા હોટ સોંગનુ દ્રશ્ય સમીર શેખરે ઓકે કર્યુ અને ત્યાર બાદ પોણો કલાક નતાશા અને તન્વીના મેકઅપ પાછળ થયો. અને ત્યાર બાદ નુ દ્રશ્ય પુરુ કરતા કરતા રાત્રીનો એક વાગી ગયો.. વાસ્તવમા આખા દિવસના થાકને કારણે તન્વી અને નતાશા દ્રશ્યમા વાસ્તવિકતા લાવી સકતી ન હતી. વારંવાર રિટેક લીધા બાદ આખરે છેલ્લુ દ્રશ્ય સમીર શેખરે ઓકે કર્યુ ..અને ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો.
"હવે કાલે આપણે સવારે બાર વાગ્યે આગળના દ્રશ્ય આપણે આજ વાળા સ્થળે પહાડો પર જ ફિલ્માવવાનુ છે...! "" સમીરે પોતાના માથા પરથી હેટ ઉતારતા કહ્યુ. આજે બધા ખુબ થાકેલા છો એટલે કાલે દશની બદલે બાર વાગ્યાનો સમય મે નિર્ધારિત કર્યો છે…!..!માટે બધા પોતપોતાની સ્ક્રિપ્ટ બરાબર યાદ કરી લેજો અને સમયસર સેટ પર પહોચી જજો કેહતા સમીરે બધાને જવાનો ઇશારો કર્યો.
એટલે બધા પોતપોતાના કમરા તરફ જવા રવાના થયા.
* * * *
અત્યારે રાત્રીના દોઢ વાગવા આવ્યો હતો
આકાશના કમરાની બરાબર બાજુમા આવેલા પોતાના કમરાનો દરવાજો શર્લીએ ખોલ્યો અને પોતાની બેગમાથી નાઇટ ડ્રેસ હાથમા લઇ ફ્રેશ થવા સીધી જ બાથરૂમ મા ઘુસી. પંદર મિનિટ માજ તે નહાઇને બહાર નીકળી અને સુવા માટે પોતાના પલંગ તરફ જવા આગળ વધી ત્યાંજ તેની નજર પલંગની બરાબર સામે આવેલ દિવાલ પર પડી અને તે ચોંકી ગઇ.
ત્યાં લાલ કલરના લોહી જેવા રંગથી એક નાનકડુ ચિત્ર દોરેલુ હતુ..અને ચિત્રમા જાણે કોઇ વ્યક્તિ પહાડની ટોચ પરથી નિચે પડી રહી હોય તેવુ દર્શાવાયુ હતુ. અને તે ચિત્રની નિચે લખ્યુ હતુ…..

શર્લી….! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી ને ચાલી જા.

(વધુ આવતા અંકે)
* * * *

એસ.એસ સૈયદ
વ્હાલા વાંચક મિત્રો આ નવલકથા વિશેનો તમારો અમુલ્ય પ્રતિભાવ અચુક આપસો

sarfrazkadri50589@gmail.com