Raah - 13 books and stories free download online pdf in Gujarati

રાહ... - ૧૩

બીજા દિવસે આર્ય સમાજમાં લગ્ન વિધિ સંપન્ન થઈ જતાં રવિ અને પૂજા કાયમ માટે એકસૂત્રે બંધાઈ ગયાં. બે દિવસ ત્યાં જ રહીને વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા ગયાં. ચાર પાંચ દિવસ ફરીને પાછાં મામાના ઘરે આવીને લખનૌ જવા માટે નીકળ્યા...

આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી..... અહીંથી શરૂઆત થાય છે.... એ આગળ તમે વાંચશો... એટલે તમને જણાશે....

ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાની હોવાથી થોડો નાસ્તો અને ઘરે બનાવેલી પૂરી અને અથાણું બધું મામીએ ભરી આપ્યું હતું.. એક અઠવાડિયાથી ખૂબ દોડધામમાં પૂજા થાકી ગઈ હતી.. એને નક્કી કરી રાખ્યું હતું... ટ્રેનમાં આરામ કરી લેવાનું... સાંજના આઠેક વાગ્યા હતાં..ટ્રેન ઉપડી થોડીવાર પછી બંને જમવાનું જમી વાતો કરતાં કરતાં હસી મજાક કરતા હતા... આજુબાજુ બધાનું ધ્યાન ખેંચાતું.... જોઈને પૂજા બોલી : ' મારે આરામ કરવો છે... હું સૂઈ જઈશ.. ' બેગમાં થી શાલ કાઢી સૂઈ ગઈ... એક જ બર્થ મળી હતી.. રવિ બારી પાસે બેસીને પૂજાનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠો... પૂજા ચાલતી ટ્રેનમાંથી આવતો ઠંડા પવનની લહેરખીઓ થી રોમાંચિત થઈ તરત ઉંઘી ગઈ... રાત્રિની નિરવ શાંતિ... બહારથી આવતો ચંદ્રનો પ્રકાશ પૂજાનાં ચહેરા પર છવાયો... ચંદ્રની ચાંદનીમાં પૂજાનો ચમકતો ચહેરો રવિને રોમેન્ટિક બનાવતો હતો... મુસાફરોની ગીરદીથી પોતે પોતાને સંભાળી... પૂજાનો માસૂમ ચહેરો જોઈને રવિ બે ચાંદ એક સાથે જોવાનો કુદરતી લ્હાવો પોતાનો છે.. એ વિચારથી એક સુંદર સ્મિત એનાં ચહેરા પર આવી ગયું.. રવિ પણ સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો... એની પાછળ છોકરીઓ ખેંચાઈ આવે.... એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ રવિનું હતું.... આકર્ષક અને ઘઉંવર્ણો ચહેરો પાંચ ફૂટ છે ઈંચ લંબાઈ... મધ્યમ બાંધો... હસમુખ અને મિલનસાર સ્વભાવ... એ બધાં કારણોથી જ્યાં હોય ત્યાં મહેફિલ જામી જતી... અત્યારે પણ એ આજુબાજુ બધાનું મનોરંજન કરી રહ્યો હતો...
ટ્રેનની ગતિની સાથે સમય પણ સરકતો જતો હતો.... થોડીવારે રવિને ઊંઘ આવી જતાં એ પણ સૂઈ ગયો.....
સવાર થતાં જ ટ્રેનમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. પૂજાને આરામ થઈ જતાં એ પણ બેઠી થઈ...અને રવિને કહ્યું ... 'અરે તમે જરા પણ ઊંઘ્યા નહીં...'
' હવે તું જ આખી સીટ રોકીને આરામ કરતી હતી તો હું ક્યાંથી સૂઈ જવું ??' રવિ એ કહ્યું.
પૂજા જરાક શરમાઈ ગઈ... અને એનો ચહેરો જોઈને રવિ એકદમ હસી પડ્યો : 'હું તો મજાક કરું છું.... હું... બેઠા-બેઠા ઊંઘી ગયો હતો... '
પૂજા ફ્રેશ થઈને આવી પછી રવિએ ચા મંગાવી.. અને બંનેએ ચા-નાસ્તો કર્યો...આજનો દિવસ પણ ટ્રેનમાં જ રહેવાનું હતું તેથી બંને જણા થોડીવાર વાતચીત કરવા લાગ્યા અને રવિએ અમદાવાદ કેવી રીતે પહોંચ્યો એ બધી વિગતવાર પૂજાને કહ્યું... પૂજા પણ પોતે પહેલાં હિંમતનગર ગઈ હતી... અને પછી પોતાના ઘરે આવી હતી એ બધી વાત કરી...
બીજા દિવસે ઘરે પહોંચવાની ખુશી જ એ બંને આનંદિત કરી રહી હતી... રવિના મામાએ ત્યાં ફોન કરીને જણાવી દીધું હતું એટલે એ લોકોને પણ પ્રતીક્ષામાં જ હતાં...
બીજે દિવસે લખનૌ પહોંચ્યાં પછી રવિ અને પૂજા સીધાં ઘરે ગયાં હતાં ‌... એમનાં મમ્મીએ બંનેની વિધિવત્ સ્વાગતની તૈયારી કરી હતી....
ઘરના સર્વે અને આડોશપાડોશમાંથી પણ બધાં અભિનંદન આપવા આવવા લાગ્યાં..... થોડીક વાર માટે તો રવિ અને પૂજાની આસપાસ મેહફીલ જમા થઈ ગઈ.... થોડીવાર પછી રવિની બહેન સંધ્યા આવી એ બંનેને બધાંથી અલગ લઈ ગઈ... અને 'પહેલાં જમી લો.પછી મેળાવડો જમાવજો... ' હસતાં હસતાં કહી પોતાના મોટાભાઈ જોડે ગિફ્ટ માંગવા લાગી... રવિએ ગિફ્ટ આપવાનો વાયદો કરી એને મનાવી.... જમીને બધાં પાછાં ભેગાં થયાં.... ખૂબ મસ્તી મજાક ચાલ્યાં.... મોડી રાત્રે બધાં વિખરાયા ત્યારે સંધ્યા પૂજાને એક અલગ રૂમમાં લઈ ગઈ..... એમ તો પૂજા પહેલાં આવી ગઈ હતી... એટલે નવું નહોતું.... પણ અત્યારે એ કાયદાના હક્કથી આ ઘરની વહુ હોવાથી સંધ્યા એની હમઉમ્ર જ હોવાથી... એને બધી વિધિ પ્રમાણે કોડ પૂરાં કરવા માટે કોશિશ કરી રહી હતી.... રવિ અને પૂજા માટે આજે આ રૂમ એણે તૈયાર કરાવ્યો હતો... થોડીવારે રવિ આવ્યો... પૂજાને નવોઢાના રૂપમાં તૈયાર થયેલી જોઈ એણે ધીરેથી દરવાજો બંધ કરી... ધીરેથી પલંગ પાસે આવ્યો... એને જોઈને પૂજા ઊભી થઈ રવિને પગે લાગવા જતી હતી ત્યારે જ રવિએ એને બંને હાથથી પકડી ગળે લગાવી... આટલાં દિવસની જુદાઈ થી પ્રેમનો વરસાદ એકસાથે આજે ધોધમાર વરસવાની તૈયારી હતી એની જાણ થઈ હોય એમ આકાશમાં વાદળોના ગડગડાટ સાથે વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.... એ વરસાદમાં રવિ અને પૂજા ભીંજાઈ ગયાં....