gheri ghata books and stories free download online pdf in Gujarati

ઘેરી ઘટા

એક પીપળો જોતા જ એવું લાગે કે સો વર્ષ જૂનો હસે તેની શાખાઓ ઓ જાણે નાના થડ બની ગઈ હોય આવું એક વટ વૃક્ષ.

રોજ મૌલિક અને તેના મિત્રો તે પીપળના ઝાડ પર રમતા હતા. બધા મિત્રો તે ડાળીઓ પર સ્વિંગની જેમ ઝૂલતા. એ ઝાડની છાયા એટલી ઘટાટોપ હતી કે બધા પક્ષીઓ તેના પર બેસતા અને તેમાં તેનું રહેઠાણ પણ હતું. લોકો તે વૃક્ષ વિશે કહેતા હતા કે તે ઝાડ પર ભૂત વસે છે! લોકો તે વૃક્ષ થી દૂર રહેતા પણ આ મિત્રો ને તે વૃક્ષ વગર ન ચાલે. તેને બસ તેમાં રમવા જોઈએ.

એકવાર તે બપોરનો સમય હતો, મૌલિક સહિત તેના મિત્રો ત્યાં પીપળે પહોંચ્યા અને બધા મિત્રો ચંતાકૂકડી રમવાની યોજના બનાવી. ને બધા ચંતાકૂકડી રમવા લાગ્યા. કોઈ ઝાડ માં થડ પાછળ સંતાઈ તો કોઈ તેની શાખાઓ પાછળ તો કોઈ ઉપર પણ ચડી જતા. કોઈક વાર તો ડરાવવા નો અવાજ કાઢીને એકબીજાને ડરાવવા. આમ બધા મસ્તી થી તે ચંતાકૂકડી રમતા હતા.

એક વાગ્યા નો સમય થયો હતો પણ બધા રમીને કંટાળ્યા ન હતા, ત્યારે કોઈ એ એકે કહ્યું કે ચાલો પાણી પીવા જઈએ, મૌલિક તેને કહ્યું કે મને તરસ નથી, તમે લોકો જાઓ. બધા મિત્રો પાણી પીવા ગયા પછી, બપોરનો સમય હતો, સૂર્ય તેની માથા પર હતો. લૂ જોર-જોરથી ચાલી રહી હતી અને પવનો ગોળાકાર ફરતા ફરતા આમ તેમ આવી રહ્યા હતા!

ત્યાં અચાનક એક ગોળાકાર પવન ની ડમરી મૌલિક તરફ આવવા લાગી. તેમાં ધૂળ ઊડી રહી હતી. ઝાડ માં બધા પાંદડા લઈ તે અવાજ કરવા લાગ્યો. પવન નો અવાજ એટલો હતો કે મૌલિક તે જોઈને ડરી રહ્યા હતો. તે પવન ને કારણે તેની આંખો બંધ થઈ ગઈ હતી. ત્યારે બધા પક્ષીઓ ઝાડ પર થી ઊડી ગયા, જ્યારે મૌલિક આંખો ખોલી ત્યારે, ત્યારે તેણે જોયું મોટા ને કાળા વાળ વાળો અને ભયાનક રૂપ વાળો એક વ્યક્તિ તેની સામે બેઠો હતો. તેને જોઈ મૌલિક જમીન નીચે પડી ગયો. ને બેહોશ થઈ ગયો.

જ્યારે તેણે આંખો ખોલી, તો જોયું કે મિત્રો પાણી પીધા પછી પાછા આવ્યા હતા તે તેની ફરતે ઊભા હતા તેઓએ તેને ઉપાડીને બેસાડ્યો, જોયું તો પગમાંથી થોડું લોહી નીકળી ગયું હતું! ત્યારે તેના મિત્રએ પૂછ્યું શું થયું, તેણે કહ્યું કે મેં આ ઝાડ પર હમણાં મે એક ભૂત જોયો! બધા મિત્રો સમજી ગયા હતા કે મૌલિક અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તેઓએ કહ્યું કે તને તરસ લાગી હસે તેઓએ કહ્યું, "તમે પાણી પીતા આવો ત્યાં સુધી આપણે એક જ છીએ!" તેમની જીદને લીધે મૌલિક ને પાણી પીવા જવું પડ્યું, પણ તે કોઈપણ રીતે ડરી ગયો હતો અને તેના પગ તે હલાવી રહ્યો હતો, ને પાણી પીવા તે ચાલતો થયો.

મૌલિક તેના મગજમાં વિચારી રહ્યો હતો કે બસ આજે હું આવતી કાલથી અહીં નહીં આવીશ. પાણી પીવા તે કૂવા પાસે પહોસ્યો હાથ માં ડોલ લીધી ને ડોલ કૂવામાં નાખી ત્યાં એક અવાજ આવતા તેના હાથ માંથી ડોલ વાળું દોરડું ચરકી ગયું ને કૂવામાં ડોલ જતી રહી. જ્યાં કૂવા પર નજર કરી તો કૂવા માં રહેલું પાણી ગોળગોળ ફરી રહ્યું હતું ને જોર થી અવાજ કરી રહ્યું હતુ.

કૂવા માં અવાજ બંધ થયો એટલે તેને કૂવા માં નજર કરી ત્યાં પેલો ચહેરો દેખાયો તે જ ભૂત હતું. ત્યાં પાછળ થી કોઈ તેને ટકોર કરી ને એ....ક્યાં છો ને ત્યાં છું કરે છે. સાંભળી ને મૌલિક થોડો ડર્યો ને કૂવા માંથી નજર હટાવી પાછળ નજર કરી ત્યાં તે ફરી ભૂત દેખાયું. મૌલિક નો તો અવાજ બંધ થયો, તેના મોટા દાંત લાંબા વાળ અને લાંબા પગ. તેની ત્વચા બળીની જેમ સળગી હતી માનવીય વ્યક્તિ એટલી ડરામણી લાગતી હતી તે માત્ર આંખો ખોલી રહ્યો હતો, મૌલિક પાસે કોઈ જીવન નહોતું, તે તરત જ મૂર્છિત થઈ ગયો. મિત્રો આશ્ચર્યચકિત થઈ મૌલિક ને જોઈ રહ્યા હતા મૌલિક આંખો ખોલી પીપળના ઝાડ નીચે સૂતો હતો, તેથી તે ભયભીત હતો અને હું અહીં કેવી રીતે આવ્યો, તે વિચારવા લાગ્યો મિત્રો મને ઊભો કર્યો ને કહ્યું તારી તબિયત લથડી છે. કે શું ?

મારી તબિયત ખરાબ નથી, મેં ખરેખર ભૂત જોયું છે! એમ મૌલિક તેના મિત્રો ને કહેવા લાગ્યો એવું બનતું હતું કે જ્યારે પણ મૌલિક ભૂત વિશે વાત કરતો, ત્યારે તે બધા કહેતા કે ભૂત નથી, પણ આજે તેનું થોડું લાગ્યું હોય તેવું લાગતું હતું. હવે 2 વાગી ગયા હતા! મિત્રો એ કહ્યું કે ચાલો આપણે ઉપરના ડાળીએ જઈએ અને તે સામેના લોકોને ડરાવીએ!

મૌલિક હજુ ભયભીત હતો પણ તે મિત્રો સાથે ડાળી પર બેસી ગયો પણ, ફક્ત ટોચ પર નહીં, પરંતુ જ્યારે તેઓ આવ્યા, બધા મિત્રો એ પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું અને ત્યાં સુધીમાં જે બન્યું તે એક પવન જેવું હતું અને બધા લોકો તેણે તેમને હલાવી દીધા લોકોને લાગ્યું કે કોઈ તેને ધ્રુજારીથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે મિત્રો સમજી ગયા કે આ ઝાડ પર એક ભૂત છે એક પછી એક ડાળ પર થી નીચે ટપકી પડ્યા અને આ જોઈ તે બધા લોકો ડરથી ભાગી ગયા છે અને બધા મિત્રો ખૂબ ખુશ હતા કે આજે અમે તેમને ડર્યા. હકીકત માં તેઓ પણ ડર્યા હતા.

મૌલિક ત્યાંથી દોડ્યો અને તેના મિત્રો પણ તે સમયે પાછળ તેની પાછળ આવ્યો. ઘર તરફ બધાએ દોટ મૂકી ને થોડે દુર સુધી તો કોઈએ પાછળ પણ જોયું નહિ પણ આગળ નીકળી જતા મૌલિક જોયું કે તેના મિત્રો માંથી એક મિત્ર દેખાતો ન હતો, પણ તેને તે મિત્ર ને ડાળ નીચે પડતાં જોયો હતો. તેને લાગી રહ્યું હતું , તે આરામથી આવી રહ્યો હોય, બધા ઊભા રહ્યા ત્યાં જવું તો બધા ની હિંમત ન હતી એટલે તે મિત્ર ની બધા રાહ જોવા લાગ્યા

ત્યાં તેં બધા ની નજર તેના મિત્ર ના આવવા પર પડી, તે થોડો નજીક આવ્યો જોયું તો તેની આંખો લાલ દેખાતી હતી. તેને પૂછ્યું મિત્ર શું થયું છે, તે કંઈ બોલ્યો નહીં, આવી જ આંખોથી બધાને જોઈને, તે ગયો અને સીધો તેના ઘર પર ગયો અને પણ તેનો અવાજ બદલાયો હતો જ્યારે ઘરના બધા લોકોએ તેને જોયો અને કહ્યું કે તમે ક્યાં ગયા હતા ત્યારે એક મિત્ર એ આખી વાત જણાવી, પછી કાકા એ કહ્યું, હું હંમેશા ધ્યાન રાખતો હતો કે આ લોકો પીપળ પાસે નથી જતા ને, પરંતુ આ લોકો કોઈનું માને છે એટલું જ નહીં, હવે જુઓ આ કેવું છે, શું થયું હસે આને ?

હવે જાઓ અને સાધુને બોલાવો જે હનુમાનના મંદિરમાં રહે છે અને પૂજા કરે છે, તે આ વસ્તુઓમાં નિષ્ણાંત છે! તેઓ મિત્રો સાધુ ને બોલાવે છે, સાધુ ત્યાં આવી પહોંચ્યા અને જમીન ને સ્પર્શ કર્યો અને મૌલિક પાસે રાખ માંગી, ત્યારે મૌલિક તેમને રાખ આપી, પછી તેમણે કેટલાક મંત્ર બોલીને તે રાખ તેના પર ફેંકી દીધી અને કમંડળમાંથી થોડું પાણી લીધું. છૂટાછવાયા તેની માથે એટલે તે મિત્ર માથે કર્યા ત્યાં તે મિત્ર ધુજવા લાગ્યો તેણે કહ્યું કે હું નજીકના પીપળના ઝાડ પર રહેતો ભૂત છું, આ લોકોએ મને બપોરના સમયે સૂવા દેતા ન હતા. એટલે હું આના શરીર માં પ્રવેશ કર્યો. હવે તો હું કઈ નહિ જાવ.

ત્યારે સાધુ એ તેના કાન પકડ્યા ત્યાં ભૂતે કહ્યું કે તમે મારા કાન છોડી જશો તો જ હું જઈશ. અને અહી થી જતો રહીશ. સાધુ ની મંત્ર બોલવાનું ચાલુ હતું તે ભૂત હવે મિત્ર ના શરીર માંથી જઈ રહ્યો હતો. તે મિત્ર સામાન્ય થઈ ગયો જાણે કે જાણે સૂઈ જ ગયો હોય, તો સાધુ બોલ્યા, "હવે પીપળ નો ભૂત નીકળી ગયો છે, હવે તમે તે ઝાડ પર ગમે ત્યારે જઈ શકો છો!" પણ મિત્રો એ બધા ની સામે કસમ લીધી કે હવે પછી તે પીપલ પર નહિ જઈએ

જીત ગજ્જર