Pretatma - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - ભાગ - ૧૪

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે હેત અને રીના એ જે કર્યુ એ બધુ કબુલ કરે છે એ બીજા બધા ને મારવા જાય છે તો, મોહિની આવી જાય છે રીના મોહિની ને જોઈને ગભરાઈ જાય છે અને મોહિની ને આજીજી કરે છે કે હેત ને છોડી દે હવે જોઈએ આગળ. . . . . . .
રીના : ના મોહિની પાપ તો મે કર્યુ છે, મારા હેતે નય સજા મને આપ મારા હેત ને છોડી દે.
મોહિની : ના ક્યારેય નય મારા અને મારા મા બાપ ના હત્યારા ને હુ ક્યારેય નય છોડુ.
રીના : મારા હેતે કોઈ હત્યા ન઼થી કરી.
મોહિની : મે જોયુ છે હત્યા થતા ને તુ કહે છે તારા હેતે કશુ નથી કર્યુ, હુ એને જીવતો નય છોડુ.
રીના : ના મોહિની હત્યા હેતે નહી મે કરી છે.
મોહિની : અચ્છા તો તુ તારા હેત ને બચાવવા માટે ગુનો પોતાના માથે લેય છે એમ.
રીના : ના હુ સાચુ કહુ છુ તમે બધા અધુરુ સત્ય જાણો છો પણ સત્ય એ નથી જે તમે માનો છો બધા.
મોહિની : તો તુ જ કહે શુ છે સત્ય.
રીના : હેત ને મે જ્યારે જરુર પડી ત્યારે મદદ કરી પણ એને એ વાત ની ખબર ના પડવા દીધી કે હુ એની મા છુ અને એ મારો દિકરો છે. ધરા એ જ્યારે મોહિત સાથે લગ્ન ની વાત કરી ત્યારે અજયે સુબોધજી ને ફોન કર્યો ને બધી વાત કરી સુબોધજીના કહેવાથી અજયે મોહિત ને વાત કરી લાલચ આપી મોહિત ના ફસાયો એટલે મોહિની ને કહ્યુ એ પણ ના માની એટલે મોહિતના મા બાપ ને વાત કરી , રુપિયા ની લાલચ મા મોહિત ના મા આવી ગયા અને મોહિની સાથે ઝઘડો કરી એને કાઢી મુકી. મોહિત ને એની મા એવો ચઢાયો કે મોહિત પણ મોહિની ની ભૂલ છે એમ માનવા લાગ્યો. ત્યા સુધી તો બધુ ઠીક હતુ મે વિચાર્યુ કે ધરા ના લગ્ન મોહિત સાથે થઈ જશે અને મોહિત ને થોડા રુપિયા અને કંપનિ મા ઊંચી પોસ્ટ આપી દેશે. એટલે સુબોધજી ની બીજી બધી પ્રોપર્ટી મારા હેત ના નામે થઈ જશે. પણ આ મોહિની એ બધી બાજી બગાડી, જ્યારે એણે એમ કહ્યુ કે એને બધી પ્રોપર્ટી જોઈએ છે. આ વાત અજયે સુબોધજી ને કરી તો સુબોધજી એ કહ્યુ કે એ પોતે આવી ને મોહિની સાથે વાત કરશે અને અજય ને બહાર કંપનિ ના કામે જવા કહ્યુ આ બધી વાત હેતે સાંભળી લીધી પણ પછી ફોન મુક્યા બાદ સુબોધજી બોલવા લાગ્યા કે મારી દિકરી ની ખુશી મોહિત મા છે તો એની ખુશી માટે મોહિની જેમ કહેશે એમ કરીશ એ વાત સાંભળી ને હેત ચોંકી ગયો અને ફોન કરી બધી વાત ની જાણ કરી. પછી હેત ને મે બધી સચ્ચાઈ કહી કે હેત મારો દિકરો છે અને ધરા સુબોધજી ની દિકરી છે. સુબોધજી ના પાપ ની સજા મે ભોગવી કે મારા દિકરા થી દૂર રહી પણ મારા દિકરા ના હાથ માથી બધી પ્રોપર્ટી જતી રહે એ મારા થી સહન ના થયુ અને અમે એક પ્લાન બનાવ્યો કે સુબોધજી અહી આવશે અને ફાર્મહાઉસ તરફ જશે તો, રસ્તા મા અમે એમનો અકસ્માત કરાવી દઈશુ. પછી હેત મોહિની સાથે બધી વાતચીત કરશે. અને એવુ થયુ પણ મોહિની એના મા બાપ ને મળવાની જીદ કરી એટલે હેત એને જુની ફેક્ટરી એ લઈને આવ્યો, અને મોહિની ને બહાર ઊભી રાખી અંદર આવ્યો અને મારી સાથે બધી વાત કરી ત્યારે અમે ફક્ત મોહિની ની જ હત્યા કરવાના હતા પણ હેત ને મોહિની ની હત્યા કરવા જતા જોઈ શ્રાપ આપવા લાગ્યા જે મારાથી સહન ના થયુ અને મે એમને ગોળી મારી દીધી. ત્યારે મોહિની બધુ જોઈ ગઈ એને એમ કે એ અજય છે પણ ના તો એ અજય હતો ના તો હેત એ હુ હતી હેત તો મોહિની ને મારવા બહાર જતો રહ્યો હતો. મે અને હેતે એક જ જેવા કપડા અને મોઢે માસ્ક અને હેટ પહેરી હતી એટલે મોહિની ઓળખી ના શકી. પણ હત્યા મે કરી છે અને મોહિની ની ચીસ સાંભળી ત્યારે મને ખબર પડી કે મોહિની બધુ જોઈ ગઈ છે એ ભાગવા જતી હતી એટલે મારા માણસો ને ઈશારો કરી મોહિની ને પકડી લાવવા કહ્યુ અને એને પકડવા માણસો દોડ્યા પણ ત્યા સુધી મે મોહિની પર ગોળી ચલાવી દીધી અને મોહિની નો કેસ પુરો.
રનજીતસિંગ : શુ દીમાગ છે તમારુ રીનાજી દિકરા ના મોહ મા તમે હત્યા નુ પાપ કરી બેઠા પણ તમે એ ભૂલી ગયા કે ભગવાન કરેલા કર્મો ની સજા ગમે તે રુપ મા આપે જ છે. પણ મને એ વાત ખબર ના પડી કે સુબોધજી બચી ને દુબઈ કેવી રીતે આવી ગયા.
રીના : અકસ્માત તો કરાયો તો, જ અમે પણ થોડીવાર પછી કોઈ ટુર બસ ત્યાથી જતી હતી એમણે મદદ માટે ની ચીસ સાંભળી બસ ઊભી રાખી ને બધા એ જોયુ તો કાર મા સુબોધજી લોહી લુહાણ પડ્યા હતા અને ચીસો પાડી રહ્યા હતા. એમણે જ સુબોઘજી ને દવાખાને પહોંચાડ્યા સુબોધજી ને જ્યારે સારુ થયુ ત્યારે એમણે તરત જ દવાખાને થી અજય ને ફોન કર્યો અને બધી વાત કહી પણ જ્યારે એમને અજયે એમ કહ્યુ કે મોહિની અને એના માતા પિતા ગાયબ છે મળતા નથી એટલે એમણે દુબઈ જવાનુ નક્કી કર્યુ. આ વાત પછી મે હેત ને કરી પણ અમારા મન મા એમ હતુ કે ધરા અને મોહિત ની વચ્ચે નો કાંટો હતો મોહિની નામ નો એ તો, નીકળી ગયો હવે તો પ્રોપર્ટી નો કોઈ ખતરો નથી એટલે અમને શાંતિ વળી. પણ સુબોધજી દુબઈ ગયા ને એમણે પ્રોપર્ટી ધરા ના નામે કરવા ની વાત કરી એટલે નાછુટકે અમારે એમને પણ રસ્તામાથી હટાવવા પડ્યા.
અજય : વાહ રે ઔરત! તારા જેવી એક જ સ્ત્રી હોય ને તો કોઈ ને દુશ્મન ની પણ જરુર નથી અરે મે તો સપના મા પણ નય વિચાર્યુ કે જે બહાર થી આટલી નાદાન દેખાય છે એ અંદર થી આટલી કપટી નીકળશે. અરે પ્રોપર્ટી ધરા ના નામે થતી કે હેત ના નામે શુ ફરક પડવાનો હતો હેત પણ આ ઘર નો જ સભ્ય છે ને આ ઘર નો, જ દિકરો છે ને.
રીના : હા પણ એને બધી વાત મા ધરા સામે હાથ ફેલાવવા પડે એ મને મંજુર ન હતુ.
ધરા : ભાભી જેમ તમે અને ભાઈ એ મારા સગા ના હોવા છતા મને સગી દિકરી ની જેમ ઉછેરી એમ હેત પણ મારો દિકરો જ હતો ને! જે મારુ છે એ હેત નુ પણ છે તો એમા હાથ ફેલાવવાની વાત ક્યા આવી.
રીના : કહેવુ સહેલુ છે ધરા પણ મારો હેત છુટ થી તો પ્રોપર્ટી નો ઉપયોગ તો ના જ કરી શક્તો ને.
મોહિની : બસ બોવ થયુ હવે રીના તને અને તારા હેત ને હુ નય છોડુ તમે પ્રોપર્ટી ની લાલચ મા અમારી હત્યા કરી નાંખી તને કોઈ ના જીવ ની કંઈ કિંમત જ નથી?
રીના : ના મોહિની મારા દિકરા ને છોડી દે.
એવુ કહેતા કહેતા રીના હાથ જોડતી ધરા બાજુ જાય છે ધરા ને પકડી ને એની ગરદન પર ચાકુ રાખી દેય છે.
રીના : ખબરદાર જો કોઈએ મારા દિકરા ને અને હાથ લગાવ્યો છે તો હુ આને પણ જાન થી મારી નાંખીશ.
મોહિની : મારી નાંખ પણ હુ તમને નય છોડુ આજે જે કરવુ હોય એ કરી લે તુ.
અજય : ના મોહિની થોભી જા ધરા એ તને બહેન માની છે તારી આટલી મદદ કરી છે અને તુ એની મદદ નો બદલો એની જાન થી આપીશ થોભી જા. . . . . . .
મોહિની અજય ની વાત માની રોકાઈ જાય છે. પણ આંખ ના એક ઈશારે એવો પવન ફૂંકાય છે કે રીના અને ધરા ફેંકાઈ જાય છે રીના ના હાથ માથી ચાકુ છુટી જાય છે દિવાલ મા અથડાવાથી રીના ને વાગે છે. ધરા ઊભી થઈ ને દોડી ને અજય પાસે આવતી રહે છે. મોહિની આંખના પલકારે સીધી રીના પાસે પહોંચી જાય છે રીના કંઈ કહે એ પહેલા જ મોહિની એની ગરદન મરોડી ને એની હત્યા કરી નાંખે છે. પછી એ હેત સામે જુએ છે.
હેત : મોહિની હુ તારો ગુનેગાર નથી હત્યા તો મારી મા એ કરી મે નય અને તુ એમની હત્યા કરી ચુકી છે મને છોડી દે મને જવા દે હુ તારા હાથ જોડુ છુ.
મોહિની : ભલે હત્યા તે નથી કરી પણ તે આ પાપ મા સાથ તો આપ્યો જ છે ને હુ તને નય છોડુ.
હેત : ડેડ મને બચાવી લો હુ ગુનેગાર કે હત્યારો નથી.
અજય : અરે દિકરા તુ જાતે જ આ પાપ મા ધકેલાયો છે અને હવે જો હુ તારી મદદ કરુ તો હુ પણ પાપી ગણાઈશ અને મને એવા દિકરા ની જરુર નથી કે જે કોઈ ની હત્યા નુ કાવતરુ રચે એના કરતા બેઔલાદ હોવુ સારુ.
ક્રમશ: . . . . . . . . . . . .