ek bhut ni madad books and stories free download online pdf in Gujarati

એક ભૂતની મદદ

રોજ ની જેમ આજે પણ દિવ્યેશ કોલેજ માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો. બસ આજે લેટ પડી હતી. એટલે તે ટાઈમ પાસ માટે મોબાઈલ માં ગેમ રમી રહ્યો હતો.

ત્યારે અચાનક એક છોકરો દિવ્યેશ પાસે આવ્યો અને કહ્યું કે મારે થોડા રૂપિયાની જરૂર છે, કૃપા કરીને તમે મને પચાસ રૂપિયા આપી શકો, ? તેણે હું તમને આ રૂપિયા આવતી કાલે આપીશ. દિવ્યેશ વિચાર્યું કે ચાલો પચાસ રૂપિયા મારી પાસે લઈ ને શું કરશે. કદાચ તેને જરૂર હસે એટલે તે માંગી રહ્યો હસે.

પૂછ્યા વિના તેને પચાસ રૂપિયા આપ્યા ત્યાં બસ આવી આવી એટલે દિવ્યેશ કોલેજ જવા નીકળ્યો. અને તે છોકરો પણ પચાસ રૂપિયા લઈ નીકળી ગયો. દિવ્યેશ ઘણા વિચાર આવ્યા છોકરો બહુ સારો હતો અને કપડાં પણ કેટલા મસ્ત સફેદ પહેર્યા હતા છતાં તેને કેમ પચાસ રૂપિયા ની જ કેમ જરૂર પડી હસે. આ વિચારતો વિચારતો દિવ્યેશ એક રાહત તો અનુભવી રહ્યો હતો કે મે એક મદદગાર ની તો મદદ કરી છે.

બીજે દિવસે કોલેજ જતો હતો ત્યારે તે જ છોકરો દિવ્યેશ મે મળ્યો અને તેનો આભાર માનીને પચાસ રૂપિયા પરત આપ્યા. દિવ્યેશ જ્યારે છોકરાને તેનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેનું નામ રાજેશ છે અને ત્યારે દિવ્યેશ પણ તેનું નામ કહ્યું દિવ્યેશ તેને પૂછ્યું કે તમને ગઈકાલે પચાસ રૂપિયાની કેમ જરૂર પડી, ત્યારે રાજેશે કહ્યું કે મારે વૃદ્ધ માતાની દવા ખરીદવી હતી અને તે જ દિવસે તે દવાની જરૂર છે, તેથી તેણે મારી પાસેથી મદદ માંગી અને મેં તમને મદદ માટે કહ્યું.

દિવ્યેશ રાજેશને કહ્યું કે તું ખૂબ સારો છોકરો છો અને તમે કોઈને જાણ્યા વિના તે વૃદ્ધ માતાની મદદ કરી, તો રાજેશે કહ્યું કે તમે પણ કંઇ જાણ્યા વિના મારી મદદ કરી છે અને તમે પણ સારા વ્યક્તિ છો.

તે દિવસે રાજેશે દિવ્યેશ કહ્યું હતું કે તમારે મને એક વધુ મદદ કરવી પડશે, તમે મારી સાથે એક જગ્યાએ આવો, દિવ્યેશ કહ્યું ક્યાં જવાનું છે. અને શા માટે જવાનું છે. ત્યારે તેને કહ્યું તમે ત્યાં મારી સાથે આવો પેલા મકાન માં જવાનું છે ને ડરો નહિ તમારે બસ એક મદદ જ કરવાની છે. દિવ્યેશ રાજેશ પાછળ પાછળ તે મકાન પાસે ગયા.

મકાન પાસે જતા કહ્યું આ ઘર મારા ઘર જેવું જ છે. તો ચિંતા કરશો નહિ દિવ્યેશ તે મકાન માં પહોંચ્યો, તે ઘર પહોંચતા જ તેણે એક વૃદ્ધ મહિલા ને જોઈ અને તેણે નમસ્કાર કર્યા અને દિવ્યેશે રાજેશને જોયો. તે એક ફોટો માં હતો ને તે ફોટો રાજેશ નો હતો ને તેની પર માળા ચડાવેલી હતી. આ જોઈ દિવ્યેશ તો સ્તબ્ધ થઇ ગયો.

દિવ્યેશ તે તરત તે ઘરે થી બહાર નીકળી ગયો અને દિવ્યેશ ને રસ્તા માં રાજેશ મળ્યો. દિવ્યેશ કહ્યું કે તમે મારી સાથે કેમ મજાક કરો છો અને તમે મને તમારા ઘરે લઈ ગયા અને તમે કેમ ત્યાં ન આવ્યા પછી રાજેશે કહ્યું હું જીવતો નથી, દિવ્યેશ કહ્યું મજાક ન કરો. તમે જે સાચું હોય તે કહો.

ત્યારે રાજેશે કહ્યું, "હું સત્ય કહું છું અને તે અચાનક એક ડરામણા-ચહેરાવાળા માણસમાં ફેરવાઈ ગયો. દિવ્યેશ આ બધું જોઈને ડરી ગયો અને તેની પાસેથી ભાગવા લાગ્યો. પછી તેણે કહ્યું દોસ્ત, મને છોડો નહીં અને મારી મદદ કરો." દિવ્યેશ ત્યાંથી સીધો ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાંની સાથે જ તે સૂઈ ગઈ અને જાગતાંની સાથે જ રાજેશ મારી સામે બેઠો હતો, તેણે દિવ્યેશ ને કહ્યું, કૃપા કરીને મારી મદદ કરો, હું તમારી મદદ માંગું છું. દિવ્યેશ રાજેશને કહ્યું કે તમે ભૂત છો અને હું તમને કઈ મદદ કરીશ, હું પણ તમારી થી ડરું છું.

રાજેશે કહ્યું ડરશો નહીં હું તમને નુકસાન નહીં કરીશ. રાજેશના ડરથી દિવ્યેશ તેને પૂછ્યું કે શું કરવું. રાજેશે તેને કહ્યું કે હું તમને આખી વાત જણાવીશ. હું એક મહિના પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને ત્યારથી મારો આત્મા ભટકી રહ્યો છે. કૃપા કરીને તમે મારી અપૂર્ણ ઇચ્છા પૂર્ણ કરો, પછી દિવ્યેશ કહ્યું હું શું કરી શકું.

રાજેશે કહ્યું કે દર રવિવારે તમે વૃદ્ધ મહિલાને દવાઓ ખરીદવા અને કાળજી લેવામાં મદદ કરવા જાવ, જેથી તે જીવી શકે.

રાજેશે કહ્યું, તમારે પચાસ રૂપિયામાં દવાઓ ખરીદી વૃદ્ધ મહિલા ની મદદ કરવાની છે, દિવ્યેશ કહ્યું, હું તે બરાબર કરીશ. રાજેશે તેને વૃદ્ધ મહિલા સાથે પરિચય આપ્યો અને કહ્યું કે આ મારી દાદી છે.

દિવ્યેશ રાજેશની સમસ્યા સમજી અને મદદ કરી, દિવ્યેશ તે વૃદ્ધ માતા દવા પણ ખરીદી અને તેની સંભાળ લીધી અને તે વૃદ્ધ માતા રાજેશને મારામાં જોઈ શકતી અને મને રાજેશ કહેતી. થોડા સમય પહેલા વૃદ્ધ દાદીમાનું નિધન થયુ. અને રાજેશની આત્માને પણ શાંતિ મળી ગઈ.

જીત ગજ્જર