#KNOWN - 18 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 18

"એને હું કોઈ પણ ભોગે મારાથી અલગ નહીં થવા દઉં." અનન્યા મનમાં વિચારતી રહી અને ફરી તે આદિત્યના હોઠો પર કરડેલા ભાગ પર પોતાના બેઉ હોઠોથી આદિત્યનું દર્દ અને રક્ત ચૂસતી રહી...
થોડીવાર બાદ અનન્યા દૂર થઇ.

"વાઉં!! યાર તારી કીસમાં તો જાદુ છે બાકી. મને દુખતું બિલકુલ મટી ગયું. એન્ડ થેન્ક્સ ફોર અમેઝિંગ કીસ." આદિત્ય પોતાના હોઠે આંગળી ફેરવતા બોલ્યો.

"એમાં કેમ થેંક્યુ.... આજથી અનન્યા ફક્ત તારી જ છે અને મારું શરીર પણ તારું જ છે. તો પ્રેમમાં આવી ફોર્માલિટી ના કરવાની હોય ઓક્કે મિસ્ટર આદિત્ય રાજપૂત."

"તને મારી સરનેમ ક્યાંથી ખબર?? મેં તો કીધી નહોતી કદાચ... " આદિત્ય આશ્ચર્યભાવે બોલ્યો.

"તારા વિશે સરનેમ શું બીજું કેટલુંય જાણું છું." અનન્યા આદિત્યને આંખ મારતાં બોલી.

"ઓક્કે મેડમ રાખો ઇન્ફો... એમ પણ હવે સાથે રહેવાનું જ છે તો જાણી જ લો મને પૂરેપૂરો. સાચું કહું તો મને હજુ વિશ્વાસ નથી આવતો કે તું મારી આટલી જલ્દી ગર્લફ્રેન્ડ બની ગઈ-"

"ગર્લફ્રેન્ડ નહીં લાઈફ પાર્ટનર!!" અનન્યા સહેજ ગુસ્સામાં આદિત્યની વાત કાપતા બોલી.

ત્યાંથી બંને મોલમાં ગયા અને પાછા ગાડીમાં ગોઠવાયા.

"હું તો થાકી ગયો યાર!! તું કેટલી શોપિંગ કરે છે!!બાયધવે તારી પાસે આટલા મની ક્યાંથી આવે છે?? તે મને પેય પણ કરવા ના દીધું!!" આદિત્ય ઊંડો શ્વાસ છોડતા બોલ્યો.

"હું ઘરે બેઠા કમાઉ છું. લે બધું જાણી લેવું છે તારે નહીં !! હવે બોલ ક્યાં જઈશું??" અનન્યાએ નેણ નચાવતા પૂછ્યું.

"હોટેલમાં લઇ લઉં?? "

"હા, લઇ લે."

"અરે હું તો મજાક કરતો હતો. તું પણ ને... "

"નો બટ આઈ એમ સિરિયસ." અનન્યા ગંભીર સ્વરે જ બોલી.

"આર યુ સ્યોર??" આદિત્ય પણ સિરિયસ થતા બોલ્યો.

"જસ્ટ જોકિંગ.. તને જ્યાં ઠીક લાગે ત્યાં લઇ લે." અનન્યા કાંઈક સમજીને આવું બોલી.

"આપણે મારા ઘરે જઈએ. હું તને મારી મોમ સાથે મળાવીશ. કાલનું તારું કીધું ત્યારની ખુશ થઇ ગઈ છે." આદિત્ય ઉત્સાહિત સ્વરે બોલ્યો.

"ઓક્કે મળી લઉં ચાલ તારી મોમ સાથે." અનન્યાએ મન વગર હા કહી.

આદિત્યએ કારને સીધી બાંદ્રા રોડ પર જવા દીધી.
એક મોટા આલીશાન બંગલા આગળ કાર ઉભી રહી. અનન્યાએ જોયું તો તેની આંખો પણ બંગલાની સુંદર કલાકૃતિ જોઈને ખુશ થઇ ગઈ.

આદિત્ય અને અનન્યા ઘરમાં પ્રવેશ્યા. અનન્યાને અંદર આવતા જ બેચેની જેવું લાગવા લાગ્યું પણ તેણે આદિત્યને આ વિશે કળવા ના દીધું.

"લુક અનન્યા, આ છે મારું નાનકડું ઘર અને તું બનીશ આ ઘરની માલકીન." આદિત્ય હાથ પહોળો કરીને અનન્યાને સંબોધતા બોલ્યો.

"તારી મોમ!!"

"યપ જસ્ટ વન સેકન્ડ... મોમ મોમ વ્હેર આર યુ?? સી હુ ઇસ કમિંગ?? " આદિત્ય આખા ઘરમાં બૂમો મારતો આંટાફેરા કરવા લાગ્યો.

એટલામાં આદિત્યની મોમ શીલા આવી.. આદિત્ય તેમને જોઈને ખુશ થઇ ગયો અને વળગી પડ્યો. અનન્યા માટે આ વિચિત્ર ઘટના બની હતી કેમકે તે તેની આસપાસ રહેલી દરેક આત્માઓ વિશે જોઈ અને જાણી શકે એમ હતી પરંતુ તે જાણતી હતી કે આદિત્યની મોમ એક પ્રેત બનીને આ ઘરમાં રહી રહી છે તો એ પ્રેત અનન્યા પોતે કેમ નથી જોઈ શકતી?? !!!
અનન્યા પોતાની તમામ શક્તિ લગાવી દે છે શીલાને જોવામાં પણ તેની કોઈજ શક્તિ આ ઘરમાં કામ નહોતી આવી રહી કદાચ....

આદિત્ય તેની મોમને લઈને અનન્યા પાસે આવે છે.

"અનન્યા તને કદાચ મોમ નહીં દેખાતા હોય પણ એ મારી એકદમ બાજુમાં ઉભા છે. મોમની ડેથ થયાં બાદ હું એક અઘોરી પાસે ગયો હતો. તેઓ ખૂબજ સારા હતા.તેમણે જ મને આજીવન આ ભેટ આપી. હું હંમેશા મોમને જોઈ શકીશ અને તેમનો પ્રેમ મેળવી શકીશ પણ-"

"પણ વણ છોડ અને અનન્યાને પાણી તો આપ. એ પહેલીવાર ઘરે આવી છે." આદિત્યની મોમ શીલાએ આદિત્યની વાત કાપતા કહ્યું.
આદિત્ય તરત પાણી લેવા માટે ગયો.

"શું હું તમને કયારેય નહીં જોઈ શકું??" અનન્યાએ ડાફોળીયા મારતાં સવાલ કર્યો.

"હું ઈચ્છું તો તું પણ મને જોઈ શકીશ પણ એ માટે તારે તારી યોગ્યતા મને બતાડવી પડશે." શીલાએ ખુશ થતા કહ્યું.

"મારી યોગ્યતા મારે તને સોરી તમને બતાવવાની કાંઈ જરૂર નથી. આદિત્ય જાણે એટલું ઇનફ છે." અનન્યાએ રુક્ષ સ્વરે કહ્યું.

"તારો માસુમ ચહેરો જોતા જ હું સમજી ગઈ હતી કે તારા એ મુખોટા પાછળ કોઈ બીજો જ ચહેરો છે. બોલ શું કરવા આવી છું આદિની લાઈફમાં??" શીલાએ પણ ગુસ્સામાં કહ્યું અને તેના પડઘા આખા હોલમાં ગુંજી રહ્યા હતા.
એટલામાં આદિ આવ્યો.

"વ્હોટ હેપન્ડ મોમ?? કેમ આટલા ઘાટા પાડો છો?? અનન્યા શું થયું??" આદિત્યએ ગંભીર થઈને પૂછ્યું.

"આદિ મેં તારી મોમને ખાલી એટલું કીધું કે આઈ લવ યુ પણ તેઓ મને જેમ મન ફાવે એમ બોલવા લાગ્યા." અનન્યા ખોટા આંસુ સારવા લાગી.
તેને જોઈને આદિત્ય તેને ગળે વળગાડીને ચૂપ કરાવવા લાગ્યો. આ જોઈને શીલાનું હૃદય ભરાઈ આવ્યું અને તે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.
આદિત્યને અચાનક શીલાની યાદ આવતા પાછળ જોયું તો શીલા નહોતી એટલે તેણે એ પરિસ્થિતિમાં અનન્યાને જ ચૂપ કરાવવાનું ઉચિત માન્યું.

તે અનન્યાને લઈને પોતાના રૂમમાં આવ્યો. અનન્યાએ પણ પોતાના આંસુ રોકી લીધા. આદિત્યએ અનન્યાને પોતાના રૂમમાં બધી એન્ટિક વસ્તુઓનું કલેક્શન બતાવવા લાગ્યો.

"અનન્યા તને ખબર છે મને નાનપણથી એન્ટિક વસ્તુઓનો શોખ રહ્યો છે. મોટા થયા બાદ મારી મહેનતથી મેં આ બધું વિકસાવ્યું છે. ભારતની પુરાણ સમયની ચીજવસ્તુઓમાં તો મને ભરપૂર શોખ છે.

આ જો આ વેદવ્યાસે લખેલ મહાભારતનું છેલ્લું પાનું

આ છે રાજતરંગીની પુસ્તકની લિપિ ઉકેલવાની રીત"

આ સાંભળીને અનન્યાના ચહેરા પર એક ચમક આવી ગઈ .

"આદિ મને પણ તારી જેમ એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ છે પણ મને લિપીઓ ઉકેલવામાં ખુબ અઘરું પડે છે." અનન્યાએ પણ ખોટો દેખાવ કરતા કહ્યું.

"અનન્યા લિપિ ઉકેલવી કોઈ સરળ વાત નથી. લોઢાના ચણા ચાવવા બરાબર છે. પહેલાના સમયમાં કોઈ વિદ્યા અને માહિતીનો દુરુપયોગ ના કરે એ હેતુથી તેની લિપિ અલગ ભાષામાં કંડારી દેતા તેમજ ઘણા વિદ્વાન લોકો તેને અભિમંત્રિત કરી દેતા."

"તો એના વિશે જાણી ના શકાય??" અનન્યાએ આશાજનક ચહેરે આદિત્ય સામું જોયું.

"જાણી શકાય. બિલકુલ જાણી શકાય બસ એની માટે હોંશિયારી વાપરવી પડે." આદિત્યએ આંખ મારતાં કહ્યું.

"તારી પાસે એવું કાંઈ નથી જેનાથી આપણે ધારીએ એમ કરી શકીએ??" અનન્યાએ હાથે કરીને એવો સવાલ કર્યો.

"તને કેવી રીતે ખબર કે હું આવીજ કાંઈક શોધમાં છું??" આદિત્યએ ચોંકતા સવાલ કર્યો.

"મેં તો બસ એમજ કહ્યું. મને નથી ખબર તું શું કરી રહ્યો છું." અનન્યાએ જાણીને પણ અજાણ્યા બનીને જવાબ આપ્યો.
આદિત્ય ઉભો થયો અને ખાનામાંથી એક ભારે પુસ્તક બહાર પાડ્યું.

"આ જો અનન્યા આ પુસ્તક કોઈ મારા ઘરની બહાર મૂકી ગયું હતું. મારા એક પ્રોફેસર જોડેથી જાણવા મળ્યું કે આ પુસ્તક વિનાશક સાબિત થઇ શકે એમ છે તેમજ ખૂબજ રહસ્યમય પુસ્તક છે. પણ તે ખુલી જ નથી રહ્યું. તેને ખોલવા મંત્ર બોલવો પડે છે."

આ સાંભળીને અનન્યા નિરાશ થઇ ગઈ. તેને એમ હતું કે આદિત્યએ આ પુસ્તકનું લોક ખોલી જ નાખ્યું હશે. તેણે પોતેજ આ પુસ્તકને આદિત્યના ઘરની બહાર રાખ્યું હતું.

"પણ એક ખુશખબરી છે... તેનો મંત્ર મને ખબર પડી ગયો છે.....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)