Raah - 16 books and stories free download online pdf in Gujarati

રાહ... - ૧૬

રવિની આંખોમાં બંને હસતાં અને વાત કરતાં દેખાયાં.... એમના ગયાં પછી રવિ પૂજા સામે ગુસ્સાથી જોઈ રહ્યો.... પૂજાએ પાણી આપ્યું તો ગ્લાસ હાથમાંથી લઈને સીધો ઘા કરી દીધો.....
શું થયું કંઈ નહીં સમજાતાં પૂજા અવાક્ થઈ ઉભી રહી ગઈ...

આજે પ્રથમ વખત પૂજાને રવિના એક એક વ્યવહારમાં બદલાતા સ્વભાવ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવાનું શરૂ કર્યું.... એને ખબર જ નહોતી પડતી કે શા માટે થોડી થોડી વારે રવિનો સ્વભાવ બદલાઈ જાય છે... ક્યારેક તો એવું લાગતું હતું કે રવિને એનાં વગર એક મિનિટ પણ ચાલતું નહીં એટલો ગહન અને ગંભીર ઊંડાણપૂર્વકનો પ્રેમ દેખાતો હતો અને ક્યારેક હમણાં જ એને મારી ને બે કટકા કરી નાખશે એટલો નફરતનો ભાવ તેનામાં દેખાતો હતો.... આ રહસ્યમય સ્વભાવથી હકીકત સામે દેખાઈ જ નહોતી રહી... હવે નાની નાની વાતમાં ભૂલો કાઢીને એનાં સાથે ઝઘડવાનું એનાં માટે રમત વાત થઈ ગઈ હતી....

દિવસમાં બે એક વાર એવાં બનાવો અચૂક બનવા લાગ્યાં કે જ્યારે રવિ પૂજા સાથે ઝઘડતો હોય.... જેના કારણે પૂજાની મનોસ્થિતિ રવિથી દૂર અને કપાઈને રહેવા લાગી... એનાં મનની વાત રવિને ખૂલીને કંઈ પણ નહોતી શકતી અને રાત્રી પડતા જ રવિ પોતાનો સર્વાધિક હક્ક માટે પૂજા સાથે પ્રેમથી પૅશ આવતો... એ કારણથી પૂજા એનાં પ્રત્યે વધારે કપાઈને કહેવા લાગી... પૂજાના અણગમાથી રવિને એનાં ઉપર વધારે ને વધારે ગુસ્સો અને શકની માત્રામાં વધારો થતો ગયો...

ત્રણેક મહિના આમ જ પસાર થઈ ગયાં ત્યારે એક દિવસ પૂજાની તબિયત થોડી સારી ન હોવાથી આરામ કરતી હતી.... ત્યારે એની બેન સંધ્યા એનાં પાસે આવીને ધીરેથી એનાં કાનમાં કંઈક કહીને હસવા લાગી.... પૂજા શરમાઈ ગઈ.... એ વાતની ખાત્રી થતાં સંધ્યા પોતાના ભાઈ રવિ પાસે પહોંચી અને બોલી... : ' એક વાત જણાવું પણ તમારે મને ગિફ્ટ આપવી પડશે... ' રવિએ પ્રશ્નાર્થ નજરે જોયું... ' ભાઈ, તમે પપ્પા બનવાનાં છો... ' સંધ્યાએ ખુશી ખુશી રવિને જણાવ્યું... રવિનો ચહેરો ખુશીથી ચમકી ઊઠ્યો.... પણ એક મિનિટ પછી પાછો એકદમ શાંત થઈ ગયો.....

ઘરમાં બધાંના કહેવાથી રવિ પૂજાને ડોક્ટર પાસે લઇ ગયો.. ડોક્ટરે પૂજાને ચેક કરી અને વાતની પુષ્ટિ કરી કે તમે માતા-પિતા બનવાના છો... અત્યારે ત્રણ મહિના થયા છે.... અને સમયે સમયે ચેક અપ માટે આવવાનું જણાવ્યું....આટલી ખુશીની વાતથી પૂજા આનંદિત થઇ ઉઠી.... રવિને ફક્ત ઘીમેથી સ્માઈલ કરતાં જોઈને પૂજાને એક અજાણ્યો ડર લાગ્યો.... તે છતાં એણે ધીરેથી રવિને પૂછ્યું : ' તમે ખુશ નથી રવિ ??? ' રવિએ એને કોઈ જવાબ આપ્યો નહીં.... એથી પૂજા વધારે ચિંતિત થઈ...... પણ હવે એ ગમે તે પ્રકારે ખુશ રહેવા માંગતી હતી.... અને વધારેથી વધારે આધ્યાત્મિક વાતાવરણમાં પોતાને રાખવા માંગતી હતી.... એટલે ઘરનાં કામથી પરવારીને પૂજા સારી આધ્યાત્મિક પુસ્તકો વાંચતી... અને રવિના સમજાય નહીં એવાં વ્યવહારથી દૂર રહેવા લાગી.... જેનાં કારણે એ બંને વચ્ચે દૂરી વધુ પહોળી થઈ ગઈ... અને રવિના શંકાશીલ સ્વભાવમાં પૂજાની નાનામાં નાની વાતો શક માં ફેરવાતી ગઈ...
આમ જ સમય પસાર થતો ગયો.... પૂજા હવે રવિ સાથે વાત કરવા પણ ડરવા લાગી હતી.... એને રવિ સાથે વાત કરવી હોય તો એનાં અજાણ્યા ચહેરા નાં જ દર્શન થતાં.... એ જોઈને મનની વાત મનમાં જ દબાવી પ્રભુનાં સાનિધ્યમાં જ પોતાનું સુખ શોધીને ... એમાં જ મસ્ત રહેતી.... તે છતાં ઘરની દરેક જવાબદારી પૂરી કરતી..... ઘરનાં દરેક સભ્યોને એમનાં સમયાનુસાર દરેક વસ્તુ તૈયાર રાખતી હતી.... ઘરનાં બધાં જ પૂજાથી ખુશ હતાં..... ફક્ત રવિને જ ફરિયાદો હતી.... એ પણ પોતાની ખોટી કલ્પનાથી જ... બીજો એક મહિનો પસાર થઈ ગયો... આ દરમિયાન પૂજાને રવિ સાથે ફક્ત જમવા ને નાસ્તા સિવાય કોઈ પણ પ્રકારની વાત થઈ નહોતી.... ત્યારે એક દિવસ...

પૂજા પોતાનું વાંચન વાંચીને રવિ સાથે વાત કરવા ગઈ...
પૂજા : ' રવિ આપણે ક્યારે ડોક્ટર પાસે જઈશું... ??? '
અરીસા સામે માથું ઓળતા બોલ્યો....... રવિ : ' કેમ મારું શું કામ છે ?? '
પૂજા હસીને... : ' તમારે તો આવવું જ પડે ને... !!!! '
રવિ એનાં સામું જોઈને બોલ્યો : ' એક વાત સાચું સાચું કહેજે.... એનાં કાન પાસે મોં રાખીને કહ્યું.... આ બાળકનો પિતા કોણ છે ??? તારાથી ભૂલ થઈ ગઈ હોય તો પણ કહી દે..... હું કંઈ જ નહીં કહું.... સાચું કહે .. સંજય છે કે હરિપ્રસાદ ???? '
પૂજા આ સાંભળી અવાક્ થઈ એની સામે પથ્થર બનીને જોઈ રહી.... એને રવિ પોતાના પર આટલો અવિશ્વાસ ધરાવે છે જાણીને જ આઘાત લાગ્યો હતો...... એનાં મોં માંથી અવાજ પણ નીકળ્યો નહોતો.... ફક્ત ને ફક્ત રવિને જ પતિ સ્વરૂપે જોતી..... અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતી પૂજાનાં સ્વાભિમાન ના લીરા ઉડાવતાં રવિ માટે માન નો નાશ થયો.... પૂજા ત્યાં જ ઢળી પડી..... રવિએ એને પલંગ ઉપર સૂવડાવી પાણી છાંટ્યું... સંધ્યા પણ આવી.... થોડીવારે પૂજાએ આંખો ખોલી.... પણ એ આંખો હવે પથ્થરની બની ચૂકી હતી..... હાસ્ય ત્યાંથી વિલીન થઈ ગયું હતું.... પૂજાએ હવે આજીવન પ્રભુનાં ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરી લીધું હતું....
તે છતાં પૂજાનાં મન ઉપર એની એટલી બધી અસર થઈ હતી કે.... સાંજે છતની અગાશીમાંથી નીચે કૂદી પડવાથી પોતાના અસ્તિત્વનો નાશ થાય તો કૂદી પડવા તૈયાર થઈ ગઈ..... અને અગાશીમાં થી નીચે નજર કરી...