love trejedy - 7 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 7

એક મહિના સુધી દેવ અને તેના ભાઈ બહેન ત્યાં મામાને ત્યાં રોકાઈ છે .એક મહિના સુધી રોજ નિત્યક્રમ બની ગયો હતો સવારે જાગીને નદી એ જવાનું ત્યાંથી આવીને ઘરે નાસ્તો કરીને ગામની સ્કૂલમાં ક્રિકેટ રમવા જતું રહેવાનું .બપોરે આવવાનું જમવાના સમયે જમીને થોડીવાર સુઈ ને 3 વાગ્યે ફરી ઘરની બહાર નીકળી પાદરમાં બસ સ્ટેશન પાસે ખબી દા રામવાનું. તે રમીને સાંજે 5 થઈ 6 વાગ્યે મારા નાનાજી સાથે તે રોજ જાડ ને પાણી પીવડાવવા લાઇ જતા ત્યાં ગામને પાદર ગોશાળા પાસેથી પાણી ભરીને જાડ ને પાણી પીવડાવતા આ રોજ નો નિત્ય ક્રમ સવારે સ્કૂલમાં રમતા તો ત્યાં પણ સ્કૂલની અંદર ફરતી બાજુ જાડ હતા તો સવારે ત્યાં રમતા પહેલા પાણી પીવડાવતા .ત્યારે કોઈ એક પાસે દડો લેવાના પૈસા પણ ના હતા ત્યારે અમે એક એક રૂપિયો કાઢીને બધા દડો લઈ આવતા .અત્યારે એક નાય એક સાથે સો દડા લઈ શકું તેટલા રૂપિયા છે પણ અત્યારે કોઈ રમાવવાળું મળતું નથી અત્યારે તો મામાને ત્યાં જાવ તો સવારે નીકળ્યો હોય ગાડી લઈને 10 થઈ 11 વાગ્યે પહોંચી જાવ અને પાછો સાંજે 5 વાગ્યે તો નીકળી જાવ ત્યારે તે દિવસો જ કંઈક અલગ હતા તે આખો દિવસ કેમ જતો રહેતો તે ખબર જ ન પડતી અને અત્યારે ત્યાં ગયા હોય તો ત્યાંથી નીકળવાનું બહાનું લઈને જ ગયા હોઈએ છીએ .આમ ઉનાળુ વેકેશન પૂરું થતા મમ્મી પપ્પા લેવા આવી જાય છે તે બે દિવસ રોકાઈ તેમ આવે છે અને પછી બધા એક સાથે નીકળી જઈએ છીએ .મામાને ત્યાંથી નીકળીએ ત્યારે મામાના ઘરે નાના નાની અને મામા જ બચે છે આખું ઘર સાવ શાંત થઈ જાય છે કોઈ ગુજરી ગયું હોય અને ઘરમાં શાંતિ પ્રસરી ગઈ હોય તેવું તે ઘર લાગવા લાગે છે .મામાને ત્યાં કોઈ પ્રસંગ કે દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન સિવાય બધા સાથે ભેગા મળતાં નથી આ બેજ વેકેશન એવા છે જે બધા મામા અને માસીના છોકરા ભેગા મળીને ત્યાં રહીએ છીએ .અમે બધા બપોર વચ્ચે મારા નાના મામા હું મારો ભાઈ હિતેશ મારા મોટા મામનો છોકરા બેય અને મારા માસીનો છોકરો આટલા એક રૂમમાં સુતા હોય મામા ખાટલા પર સુતા હોય અને અમે બધા નીચે સુતા હોય મામા સુઈ જાય એટલે અમે બધા ત્યાંથી એક પછી એક બહાર મામાને સુવડાવીને નીકળી જતા મામાને એમ કે અમે બધા સુતા છીએ પણ તે જ્યારે જાગે ત્યારે ખબર પડે કે આ લોકો સુતા જ નથી મારા નાની માં મારા મામાને કહેતા તું સુઈ જય એટલે આ બધા બહાર નીકળી જાય છે .ઘણી વાર તો મામા દરજીનું કામ કરતા હોય અને અમે બધા તે રૂમમાં પત્તે રમતા હોય તો ત્યાં એક ગોખલો હતો તેમાં મામા તેના મસાલો મુકતા તો તેમાંથી મારો ભાઈ મારો માસીનો છોકરો અંકિત અને મારા મામાનો છોકરો પ્રિતેશ આ બધા ચોરી ચોરીને મારા મામાના મસાલામાંથી મસાલો ખાતા શીખી ગયા .ઘણીવાર મારા મામા તેમને મસાલો લેવા મોકલે તો તેમાંથી પણ આ લોકો મસાલો ખાઈ લેતા .મારા નાના પણ પાન ખાતા તે લેવા મોકલે તો તેમાંથી પણ તે લોકો ખાઈ લેતા અથવા એમ કેતા કે કટકી પણ આપો ને નાનાજી મારા નાના પણ તે લોકોને કોરું પાન આપતા હવે તો આ બધા પણ અને મસાલો ખાવા લાગ્યા બહાર રમવા જઈએ એટલે ખિસસમાં પૈસા હોય એટલે તે ત્રણ ભેગા મળીને મસાલો લેતા અને ખાઈ પણ લેતા . તેને હોવી મામાના ગોખલામાંથી પણ મસાલો મળી રહેતો. હવે બધા વેકેશન પૂરું કરીને બધા પોતપોતાના શહેર નીકળી ગયા .હું પણ મારા શહેર આવી ગયો અને સવારે જાગીને સ્કૂલ જવાનું સારું કરી દીધું આ વખતે મારો ધોરણ 6માં 5મો નંબર આવ્યો હતો .અમારી જ્ઞાતિ માંથી પણ ઇનામ મળતું અમને તો તેમાં મારો પહેલો નંબર આવ્યો .તો મને એક બેગ એક કંપાસ એક પેડ એક પેન અને એક ચોપડો મળ્યો હતો મને ધોરણ 1લા માં શિલ્ડ મળ્યું હતું પણ હવે આ બધું મને ગમતું ના હતું હવે તો હું ભણવા ખાતર જ ભણી રહ્યો હતો .

ધોરણ 7 માં શિક્ષક દિવસ આવતા અમારી સ્કૂલમાં તેની તૈયારી થવા લાગે છે હજી 15 મી ઓગસ્ટ માં પણ મેં ભાગ લીધો હતો અને ગાંધીજી વિશે અગ્રેજી માં બોલ્યો હતો .આ વખતે પણ મારે ઘણા બધામાં ભાગ લીધો હતો સ્કૂલનો પ્રિન્સિપાલ પણ બન્યો હતો .અને શિક્ષક પણ બન્યો હતો મારે તે દિવસે સ્કૂલમાં 2 પિરિયડ લેવાના હતા અને છોકરાને ભણવાના હતા પણ તે બધા ઉપર પાણી ફરી વળ્યું.કેમ કે મારા મામાને ત્યાં એક પ્રસંગ માં જવાનું હતું અને ત્યાં બધાને જવાનું હતું તો મારે આ બધી છોડીને જવું પડ્યું .ત્યારે ધોરણ 7 માં એક છોકરી હતી મને કોઈ દિવસ છોકરીમાં રસ ન હતો પણ હું જ્યારે પાછો મામાને ત્યાંથી આવ્યો ત્યારે ખબર પડી કે બધાએ તે છોકરી સાથે મારુ નામ જોડી દીધું હતું પણ પછી મને પણ ગમવા લાગી તે છોકરી તો મેં કોઈ ને કાઈ કીધું નહીં .મારો રોલ નંબર પેલો હતો અને તેનો રોલ નંબર છોકરીમાં ત્રીજો હતો તેનું નામ નેનસી હતું.હું તેને હવે લાઈક કરવા લાગ્યો હતો પણ મારા દિલની વાત ધોરણ 7 પૂરું થયું ત્યાં સુધી જણાવી ના શક્યો . ત્યારે દિવાળી ઉપર અમે બધા સાફ સફાઈ સ્કૂલ ની કરતા હતા તો તેની બહેનપણી સાથે મારા મિત્રનો ઝગડો થયો ત્યારથી ભણવાની જગ્યાએ જગડામાં નામ આવી ગયું અને તેને મારા દિલની વાત ન કરી શક્યો .આમને આમ ધોરણ સાત પૂરું થઈ ગયું.ધોરણ 7 માં મારો નંબર 8 મો આવ્યો તે છોકરીને મારા દિલની વાત કહી ના શક્યો .તે પછી ધોરણ 8 માં અમે બધા હાઈસ્કૂલમાં ભણવા માટે ગયા અમારા શહેરમાં જ હાઈસ્કૂલ હતી તે 2 કિલોમીટર દૂર હતી તો અમે બધા સાઇકલ લઈને જતા .ધોરણ 8 માં હાઈ સ્કૂલ માં એડમીશન માલી પણ જય છે અને ત્યાં નવા મિત્રો મળે છે .સરુવાતમાં એક દિવસ મારુ એક બાઇક ચાલક મારુ અકસિડન્ટ કરીને ચાલ્યો જાય છે મારી સાઈકલમાં થોડો કારચો આવે છે અને મારો હાથ મરડાઈ ગયો છે તો સીજીને દડા જેવો થયો છે 5 દિવસ સુધી તેના પર હળદર લગાવવામાં આવે છે અને પછી સારું થઈ જાય છે . આ પાંચ દિવસ મારા મિત્ર ની સાઈકલમાં હાઇ સ્કૂલ જતો ડાબા હાથમાં લાગ્યું હતું એટલે સ્કૂલ જઈને લખી તો શકતો હતો અહીં ભણતા ત્યારે બેન્ચ ના હતી પણ હાઇસ્કૂલ માં બેન્ચ હતી તો કઈ વાંધો પણ આવતો ના હતો .આમને આમ એક મહિનો વીતી જાય છે . એકદિવસ હાઈસ્કૂલમાં એવો નિર્ણય લેવામાં આવે છે કે જે વાંચી અને લખી શકતા નથી તેના માટે આખી હાઈસ્કૂલ માં ધોરણ 8 માં જેટલા વિદ્યાર્થી એ પ્રવેશ લીધો છે તેને તેના ક્લાસ સર વાંચવાનું કહેશે અને જે વાંચી નહીં શકે તેને એક અલગ કલાસમાં ભરતી કરવામાં આવશે ધોરણ 8 માં કુલ 6 કલાસ હતા તેમાંથી એક કલાસ એટલે કે 70 જેટલા વિધાર્થીને નહોતું આવડતું પણ મને આવડતું હતું એટલે મારો જે કલાસ હતો તેમાંથી મને બીજા કલાસ માં શિફ્ટ કરવામાં આવ્યો અને મારા કલાસને જ 70 વિધાર્થી વાળો કલાસ ઘોષિત કરવામાં આવ્યો.