love trejedy - 8 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 8

હવે આગળ, આપણે જોયું કે હાઈ સ્કૂલમાં અલગ ક્લાસ બનાવવામાં આવ્યો.

દેવ એન.સી.સી. માં જોડાવુ છે તો સ્કૂલમાં પ્રાર્થનામાં એનાઉન્સમેન્ટ થાય છે જેને ભાગ લેવો હોય તે રૂમ ન. 20 માં હાજર થવું તે રૂમ મેઈન ગેઇટની બાજુમાંથી તે રૂમ તરફ જવાતું હતું પણ બહારની બાજુથી જવાતું હતું અમે બધા ત્યાં ગયા અમારો વજન અને ઉંચાઈ માપી પણ ઉંચાઈ એક ઈચ ઘટી તો હું સિલેક્ટ ના થયો રિસેશમાં જવાનું હતું રિસેશ પુરી થઈ 15 થઈ 20 મિનિટ પછી અમેને ત્યાંથી પોટ પોતાના કલાસમાં જવાનું કીધું તો અમે તે ઓફિસે માંથી અમારા કલાસ માં જતા હતા ત્યાં મેઈન ગેઇટ પાસે પ્રિન્સિપાલ ઉભા હતા તેમને પૂછું અમે કીધું તો પણ અમને એક એક સોટી પહેલી વાર ત્યાં પડી અને અમે અમારા કલાસરૂમ માં ગયા તે પછી બધી જ જગ્યાએ ભાગ લેવાનું છોડી દીધું . અમારા સર વિવેક સર જે મારા ક્લાસ સર હતા તે સ્કાઉટ ગાઈડમાં મને રહેવાનું કીધું અને તેના કહેવાથી હું સ્કાઉટ ગાઈડમાં રહ્યો અને હવે 15 મી ઓગસ્ટ આવી અને આખી હાઈસ્કૂલમાં અમને આગળની લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા .અને મારી પરેડ પણ થઈ અમે બધા એ ધ્વજવંદન કર્યા અમારા શહેરના મામલતદાર સાહેબે ધ્વજ ફરકાવ્યો અને તે પકઝી 20 થઈ 25 જેટલા કાર્યક્રમોની વણજાર ચાલી એકથી એક ક્રાયકર્મ પુરા થતા ગયા અને પછી બધાને ચોકલેટ વેચી અને અમારો એક ગ્રુપ ફોટો પડ્યો અને બધા છુટા પડ્યા .આ પછી હાઇ સ્કૂલમાં શિક્ષક દિવસ આવ્યો પણ હવે મને કોઈ પણ વસ્તુમાં ભાગ લેવો ગળતો ના હતો મને હવે ક્રિકેટ નો શોખ હતો પણ ત્યાં વારો ના આવતો હતો .અમારા કલાસ ની ટીમમાં પણ મને સ્થાન ના મળ્યું . અને આમને આમ મારુ સપનું સપનું રહી ગયું. દીવાળી નજીક આવી અને અમારે દિવાળી વેકેશન પડ્યું .આ વખતે હવે મામાને ત્યાં મોટા થયા એટલે જતા ના હતા હવે મારા શહેરમાં જ પહેલી દિવાળી કારવાનો હતો . મારા પાપા સાથે આ વખતે હું ફટાકડા લેવા ગયો અને પાપાએ લાઇ પણ દીધા અમે મોટા થઈ ગયા હતા તો પાપાએ મોટા ફટાકડા લઇ આપ્યા હતા .અમે પહેલી વાર નવુ વર્ષ મારા ઘરે માનવવાનો હતો .મને ખુબ જ ઉત્સાહ હતો. દિવાળીની દિવસે મોડે રાત સુધી ફટાકડા ફોડ્યા અને વહેલા ઉઠી અને બધાને જગાડવા માટે ફરી વહેલી સવારે 4 વાગ્યે ફટાકડા ફોડ્યા .મારી બેન આરતી એ માસ્ત રંગોળી બનાવી હતી તેને નાનેથી જ ચિત્રકામ ગમતું હતું . તેને એક મસ્ત હાથમાં તેડીબીયર પોસ્ટર લઈને ઉભો હોય તને happy new year લખેલું તેડીબીયર બનાવ્યું હતું. અમે બધા સવારે તૈયાર થઈ મમ્મી પપ્પાને પગે લાગી તેમને અમને બધા ને 10 10 રૂપિયા આપ્યા અને અમે બધા ખુશ થઈ ગયા .અમે મારા પપ્પાના મમ્મીને પણ પગે લાગ્યા તેમને પણ અમને 10 10 રૂપિયા આપ્યા .આ નાના હતા ત્યારે પગે લાગીએ અને પૈસા મળે તે જોઈને ખુશી મળતી અને પછી બધા ભેગા થઈને ગણતા હતા કે સૌથી વધુ કોને થાય. એમ પણ મને ના થતા મારી બેનને સૌથી વધુ પૈસા આપતા અને હું મોઢું ચડાવી બેસી જતો તો મારી બેન આરતી તેના બધા પૈસા મને આપી દેતી અને હું બધા પૈસા મારા મમ્મીને આપી દેતો .અને કેટો કે જો કેટલા બધા થયા. આમ અમારી જિંદગીની ગાડી ચાલતી હતી.એક દિવસ મારા પપ્પા અને તેના બધા ભાઈઓ વચ્ચે મિલકત બાબતે ઝગડો થાય છે અને પપ્પા કાઈ પણ લીધા વગર સુખ અને શાંતિ માટે ભાડે રહેવા જવાનું નક્કી કરે છે .મારા પાપા ના એક ફ્રેન્ડ નું મકાન ખાલી હોય છે ત્યાં અમે લોકો રહેવા માટે જતા રહીએ છીએ .ભાઈ પણ હવે ધોરણ 10 માં આવી ગયો છે સાથે સાથે તે એક જગ્યાએ કામ પણ કરવા લાગે છે .તેને ભણવામાં બહુ રસ નથી એટલે તે ભણતો નથી તે ખાલી મમ્મી પપ્પાને દુઃખ ન લેગે એટલે જ ભણે છે તેને ભણવામાં કોઈ રસ નથી તેનેતો હવે કમાવા લાગવું છે.

આ બાજુ હું પણ ધોરણ 8 માં દિવાળી પછી એક દિવસ કલાસમાં પહેલી બેન્ચ પાર જ બેસતો પણ એક દિવસ અંગ્રેજી ના સર એ વગર વાંકે મને એક જાપટ મારી તે દિવસથી હું હાઈ સ્કૂલ ભણવા જતો નથી એક દિવસ મારા કાકાને ખબર પડે છે અને તે મારા પપ્પાને જણાવે છે તે દિવસ હું સાંજ સુધી ઘરે જતો નથી કેમ કે મારો ભાઈ હાઈ સ્કૂલ જઈને ચેક કરે છે તેને પપ્પાએ મોકલ્યો હતો પણ હું ત્યાં ના મળ્યો મારો ફેવરિટ તહેવાર પણ નજીક આવી રહ્યો હોય છે . મકરસંક્રાંતિ તો પાપા કહે છે કે આ વખતે હું તને દોરી નહીં પાઇ દવ એમ કહે છે ઘરે જાવ છું થોડો મેથીપાક મળે છે પાપા ના હાથનો . મકરસંક્રાંતિ જાય પછી હું સ્કૂલ જઈશ એમ પપ્પાને કહું છું ત્યાં સુધી નહીં જાવ તેમ કહું છું .મકરસંક્રાંતિ ને 3 દિવસ બાકી હતા એટલે પાપાએ કાઈ કીધુ નહીં અને તેને કીધું તારી ઈચ્છા ભણવું હોય તો ભણજે નહીં તો મારી જેમ કામ કરજે મને પાપાની વાત લાગી આવે છે . મકરસંક્રાંતિ પછી મારો ભાઈ મારી સાથે સ્કૂલ આવીને પ્રિંન્સિપાલ પાસે મૂકી જાય છે અને તે કહે છે કે હવે તું કલાસ માં જા અને હું જતો રહું છું .પછી હું મન ડેઈને ભણવા લાગુ છું મારી પરીક્ષા આવી જાય છે . સાથે સાથે મારી પહેલા મારા ભાઈ અને બહેનની પણ 10માં ની પરીક્ષા આપવાના હોય છે.

તે કમાતા કમાતા ધોરણ 10 ની પરીક્ષા આપે છે મારી બહેન પણ ધોરણ 10 ની પરીક્ષા આપે છે ભાઈ 3 વિષયના નાપાસ થાય છે અને બેન ને ધોરણ 10 માં 70 % આવે છે. મારે ધોરણ 8 માં 65 % આવે છે અને હું પહેલાથી જ ગણિત વિષયમાં નબળો હતો .તેમાં મને 50 માર્ક આવે છે .મારીબેન મારા માટે ગણિતનું ટ્યૂશન રખાવી દે છે .તે સર જ્યાં સુધી હોય ત્યાં સુધી મને ગણિત આવડે છે બહાર નીકળ્યા પછી ગમે તેટલી પ્રેક્ટિસ કરું તો પણ આવડતું નથી .ધોરણ 9 માં જે સર પાસે ટ્યૂશન માં જાવ છું તે જ અમારા ક્લાસ સર હોય છે એટલે બે વાર ગણિત રિપીટ થાય છે તો પણ નથી ફાવતું મને .ટ્યૂશન નો સમય સવારે વહેલો 6 વાગ્યા નો હોય છે .શિયાળા માં પણ વહેલું ઉઠવામાં ઘણો પ્રોબેલ્મ થતો હતો .આમને આમ હું ધોરણ 9 પાસ કરીને ધોરણ 10 માં પ્રવેશ મેળવું છું. હું જ્યારથી ધોરણ8 માં આવ્યો હતો ત્યારથી જ અમારે નવી નવી બુક આવતી હતી જૂની બુક બંધ થઈ ગઈ હતી . તો તેમાં પણ અમને ઘણો પ્રોબેલ્મ થતો હતો .ધોરણ 10 માં પણ એવું જ હતું અમારા કલાસ સર હતા તેમને ગણિતની બુકમાં તેમનું યોગદાન હતું તે બનાવવામાં .એટલે તે અમને ગણિત ભણાવી શકતા હતા પણ અમને બધાને એક વારમાં સમજમાં આવતું ના હતું ધોરણ 10 ની દિવાળીની પરીક્ષા આવી ગઈ .તેમાં તો અમને એટલો સમય ન મલ્યો પણ બોર્ડ ની પરીક્ષા વખતે અમને ઘણો સમય મળ્યો હતો .દિવાળી પહેલા મારા પાપાના મિત્રનું ઘર હતું તેને વહેચવાનું હતું તો ખાલી કરવુ પડતમયુ અને બીજી જગ્યા એ એક જ રૂમમાં અમે લોકો રહેવા માટે ગયા ત્યાં બાજુમાં જ ભેંસોને બાંધતા હતા ત્યાં આઠ થી નવ મહિના જેટલો સમય રહ્યાં અમે તે મકાન માં હું દસમા ધોરણમાં આવ્યો એટલે તરતજ રહેવા માટે જવું પડ્યું જુલાઇ મહિનો પૂરો થવાની હતો .તે મકાનમાં ગયા પછી પપ્પાની તબિયત વધુ બગડી ગઈ હતી અને તેના શરીરમાં લોહી જ ન હતું તો તેમને જૂનાગઢ દાખલ કરવા પડ્યા અને તેમનું ઓપરેશન પણ કારવાયું પડ્યું.ત્યારે આરતી મારા માસીને ત્યાં હતી તો તે પાપા પાસે જતી રહી અહીં હું અને ભાઈ જ ઘરે હતા મમ્મી કહીને ગઈ હતી કે કોઈ પણ ઘરે આવીને તેના ઘરે જમવા જવાનું કહે તો કહેજો અને ના પાડજો જો ગયા તો તમારો વારો છે .મમ્મીએ અમને પહેલેથી જ બધુ શિક્ષણ આપ્યું હતું .તે પછી કપડાં ધોવાનું હોય કે વાસણ સાફ કરવાનું કે રસોઈ બનવાનું કે પછી સજવારી કે પોતું કેમ ના કરવાનું હોય તે પણ અમે કરી લેતા .આમ પપ્પા પાસે હું અને ભાઈ જન્માષ્ટમી પછી પપ્પાની ખબર પૂછવા માટે હું અને ભાઈ જુનાગાઢ જાવા માટે નીકળી ગયા મારે 10 મુ હતું એટલે એક જ દિવસ રોકાઈને પપ્પાની ખબર પૂછીને ઘરે આવતા રહ્યા એક બાજુ ભણવાનું અને એક બાજુ ઘરે કોઈ નહીં અને ઘરનું કામ પણ કરવાનું .પપ્પાને તે 15 દિવસ પછી મામાને ત્યાથી મારા શહેર આવ્યા .ઘરે આવીને પપ્પાને 1 મહિના માટે આરામ કરવાનું કીધું હતું પણ ઘરમાં બહુ રૂપિયા ના હતા તો પપ્પાએ 15 દિવસ આરામ કરી કામ શરૂ કરી દીધું .

એક બાજુ મમ્મીનો પગાર આવતો હતો મહિને 1000 તે ઘર ખર્ચમાં જતો રહેતો અને પપ્પા જે કમાતા તેમાંથી દુધ અને કરિયાણું અમારા બધાની ફી ચોપડા અને વાપરવાના આપતા હતા હું 10 મુ ભણ્યો ત્યાં સુંધી તો અમે કોઈ એ રૂપિયા વાપર્યા જ ન હતા બધા વાપરતા હતા અને અમે જોતા હતા પણ પપ્પા કોઈ દિવસ ઘરે કોઈ વસ્તુ ની કમી પાડવા દીધી ના હતી.પપ્પા કામે લાગી ગયા અને હું પણ ભણવા લાગી ગયો મારા પપ્પાના કાકા દેશેરા ના દિવસે ગુજરી ગયા ત્યારે અમે તેમની સામે જ રહેતા હતા તો થોડા દિવસ કામ બંધ રહ્યું પપ્પા નું અને મારા માસા મારા પપ્પાના કાકા ગુજરી ગયા ત્યારે આવ્યા હતા ત્યારે તેંમને અમને પ્લોટ લેવાનું કહ્યું અને તેને કીધું કે હું તમને રૂપિયા આપીશ તમે લઈ લો અમે બધી જગ્યા એ ઘર અને પ્લોટ જોતા હતા પણ ક્યાંય ગમતા ના હતા પપ્પાને મમ્મી એક દિવસ પાપાના મિત્રની વાડીયે ગયા હતા ત્યાથી પાછા ફરતા હતા ત્યારે જેને નવું પ્લોટિંગ પડ્યું હતું તે મળ્યા તો તેને પૂછ્યું પાપાએ તો તેમને કીધું કે એક પ્લોટ છે તે તમે જોઈ લો ગમે તો લઇ લેજો એમ કહીને તે નીકળી ગયા .