love trejedy - 10 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 10

હવે આગળ આપણે જોયુ કે દેવના ફેમિલી બધું નવા ઘરનું કામ હાથે પતાવવા માંગે છે .

દેવનું ફેમિલી એક લોન લેવાનું વિચાર કરે છે હજી દિવાળી ગઈ જ હોય છે એક જ મહિનો થયો છે .પ્લોટ લેવાય ગયો છે અને ભાડું પણ ભરવાનું છે .તો બેય એક સાથે કેમ થાય એટલે વિચાર એવો કરે છે કે અપને ભાડું ભરીયે તેના કરતા અપને લોન લઈને પોતાનું ઘર બનાવી લઈએ તો વધુ સારું આ વાત મમ્મી અને પપ્પા કરે છે અને લોન લેવાનો વિચાર કરે છે .સરકારી બેન્ક માં દસ્તાવેજ મુકવાનની વાત કરી પણ સરકારી બેન્ક વાળાએ એવું કીધું કે તમે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય અને તમારો પગાર 15000 હજારથી ઉપર હોય તો અમે તમને લોન આપી શકીએ . હવે સરકારી બેન્કમાંથી લોન મળે તેમ નથી એટલે અમે પ્રાઇવેટ બેન્ક માં તપાસ કરીયે છીએ ત્યાં પણ આવો જ જવાબ મળે છે અને બધી જગ્યાએથી ના જ મળે છે હવે તક એવું લાગે છે કે ભગવાન પણ સાથ આપતો નથી શુ મિડલ કલાસ લોકો ને આ બધું જ સહન કરવાનું લોન માટે પણ ? સા માટે ધંધો કરતા હોય તો લોન ના મળે અરે લોન તમે આપો છો તો તમે અમને એમ જ તો નથી આપતા અમારો ઓરીજનલ દસ્તાવેજ તમારી પાસે આપીએ છીએ અમે હપ્તા ના ભરી શકીયે તો તમે જપ્ત કરી શકો છો પણ આ શુ ? મિડલકલાસ વાળાની કોઈ વેલ્યુ જ નથી.અમને બધી સરકારી અને પ્રાઇવેટ બેન્કમાંથી જાકારો મળે છે જમીન ઉપર લોન મળતી નથી.

હવે મારા ભાઈ જ્યાં કામ કરે છે તેના શેઠ કહે છે કે એક સહકારી મંડળી છે તેમાંથી તમે લોન લઈ લો અમે તેમાંથી લોન લેવાનું નક્કી કરીયે છીએ અને તેમાંથી એક લાખની લોન લઈને ઘર બનાવવાની શરૂવાત કરીયે છીએ .પહેલા અમે લોકો બધા તે પ્લોટ પાર જઈએ છીએ અને ત્યાં બાવળ અને બધું છે તે સાફ કરીયે છીએ .લોન હવે મળી ગઈ છે એટલે અમે જેટલું ઝડપથી કામ શરૂ થાય તેટલું ઝડપથી કામ સરૂ કરવાનો પ્રયત્ન કરીયે છીએ. પ્લોટ સાફ કરીને અમે પ્લોટ ની જગ્યા નું મેપ કરાવી તેના પર પાયાની છાપણી કરાવયિએ છીએ . પાયા ખોદવા માટે આપી દઈએ છીએ પાયા ખોદાય જાય છે હવે તેને બુરવા માટે વિધિવત કામ આગળ વધારીએ છીએ .બ્રાહ્મણ ને બોલાવીને પાયામાં જે મુકવાનું હોય તેની પૂજા કરાવી અને બ્રાહ્મણ એ મૂકી દીધા પછી મારા બેનના હાથે પાયા બુરવાની શરૂવાત કરાવીએ છીએ . બધો પાયા બુરવાનો સામાન આવી ગયો હોય છે કોઈને પાયા બુરવા માટેનું કહેતા નથી અમે પાંચ લોકો મમ્મી પપ્પા આરતી હિતેશ અને હું પાયા બુરવાનું કામ સરૂ કરી દઈએ છીએ .પાયા બુરવા માટે 4 દિવસ નો સમય લાગે છે અમે બધા સવારમાં 2 કલાક અને સાંજે 2 કલાક એમ બધા નવરા હોય ત્યારે આ કામ કરીએ છીએ .હું પણ હઈસ્કૂલથી આવી જાવ પછી જ બધા જઈએ છીએ .પાયાનું કામ પૂરું થાય છે અને મારા મામાને ત્યાથી બેલાનું ચણતર કરવાનું હોય છે તો અહીં કોઈ અમારા શહેરમાં તે કોઈ કામ કરતું નથી એટલે મારા મામા અને મારા નાના બને તે લોકોને લઈને આવે છે અને ચણતર સરું કરે છે .પણ જે બેલા મુકવા વાળો ભાઈ છે તે આવવાનો હતો પણ તે આવતો નથી એટલે હું પાપા અને ભાઈ ત્રણેય બેલા આપતા જાઈર છીએ અમે બેલા 6 ફૂટ સુધી આપીએ છીએ અને પપ્પા સિમેન્ટ નો માલ પણ બનાવે છે .મારે ધોરણ 10 માં વાંચવાની રજા પડી છે પણ હું વાંચવાનું મૂકીને ઘરના કામ માં જોડાઈ જાવ છું ઘરનું કામ લેન્ટર લેવલ સુધી પહોંચે છે અને અમે સ્લેપ ભરવા માટે નું એસ્ટીમેન્ટ કઢાવીએ છીએ પણ હવે તેટલા અમારી પાસે રૂપિયા વધતા નથી એટલે અમે ત્યાં સિમેન્ટના પતરા નાખવાનું વિચારીએ છીએ પણ તેના રૂપિયા પણ વધતા નથી .અમને આમ એક મહિનો વીતી જાય છે એક બાજુ ભાડું અને એક બાજુ એક બાજુ લોન નો હપતો પણ આવી જાય છે હવે ત્યાં રહેવા જવાનું બોવ જ કઠિન બનતું દેખાય છે મારા પપ્પા જે બિઝનેસ કરે છે તેનું એક મશીન વેચાય છબી તેની કિંમત 12000 હજાર છે .પતરા નાખવાનું કામ આગળ વધે છે પતરા લઈ પણ અવિયે છીએ . પતરા તો આવી જાય છે અને ફિટટિંગ કરવા વાળા ભાઈ પણ આવે છે ફિટીંગ ચાલુ થાય છે અને હજી 3 પતરા ફિટ થાય છે ત્યાં તે ભાઈ નીચે પડે છે અને કામ રોકાઈ જય છે .બીજા 15 દિવસ નીકળી જાય છે ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ જ બાકી રહે છે .પતરા વાળા ભાઈ આવીને પતરા ફિટ કરી દે છે અને અમે મુહૂર્ત જોઈને રહેવા જવાનો વિચાર કરી લીધો ત્યાં લાઈટ પણ નથી અને દરવાજા પણ નથી નીચે હજી રેતી જ છે એક રૂમ માં જ્યાં રહેતા હતા તે ઘરનો દરવાજો પાછળની બાજુ ફિટ કરીયે છીએ અને બીજા રૂમમાં રૂમ માં દરવાજા માં કાચી ઇટ ગોતવી દઈએ છીએ એક રૂમ માં દરવાજા પાસે કબાટ રાખી દઈએ છીએ .આવા ઘરે અમે રહેવા આવી જઈએ છીએ અને શાંતિ પણ અમને થાય છે બધાથી દુર રહેવા આવી ગયા છીએ શાંતિનો રોટલો અમને અહીં જમવા મળવાનો છે .મને હજી પણ યાદ છે મેં મારા ઘરે આવ્યો અને બીજા જ દિવસે મારે બોર્ડની પરીક્ષા સરૂ થવાની હતી તે દિવસ હજી યાદ છે અમે લોકોએ 6 માર્ચ એ ભાડે જ્યાં રહેતા હતા ત્યાંથી અમારા પોતાના ઘરમાં આવ્યા હતા તે દિવસ હજી યાદ છે .7 માર્ચ એ મારે પરિક્ષા ચાલુ થવાની હતી. બીજા દિવસે હું મારા ઘરે થી પરીક્ષા આપવા ગયો હતો .પરીક્ષા મેં મારા નવા ઘરેથી પુરી કરી. અને મારે ધોરણ 10 નું વેકેશન પડ્યું .મને ખબર હતી કે મારે પરીક્ષા બોવ સારી નથી ગઈ તો પણ મને ખબર તો હતી કે હું પાસ તો થઈ જ જઈશ .બીજી બાજુ હું પરીક્ષા આપીને મારા કાકાની શોપમાં કામ શીખવા લાગ્યો એક દિવસ ઘરે કામ હતું તો હું શોપ પર ના ગયો તો તેણે મને કામ સીખવવાની ના પાડી .હું તે દિવસ મારા પપ્પાએ માર્યો હતો ને દુઃખી નહોતો થયો એટલો દુઃખી હું તે દિવસે થયો હતો .બે થી ત્રણ દિવસ આમથી તેમ ભટકતો રહ્યો . એક દિવસ મારા મોટા પાપાના છોકરાને દુકાન હતી તો તેને મને તેને ત્યાં કામ શીખવા માટે આવવાનું કહ્યું હું પણ ત્યાં કામ શીખવા માટે જતો હતો . દોઢ મહિના ઉપર થયું હતું અને ધોરણ 10 નું પરિણામ પણ આવવાનું હતું ધોરણ 10 માં મારે 65 % આવ્યા મને ગણિત માં પાસ થવાની આશા ના હતી તો પણ મારે તેમાં 45 માર્ક આવ્યા હતા મને પહેલાથી સાયન્સ માં બોવ જ ઈચ્છા હતી તો અમારી હાઈસ્કૂલ માં જ ટોપર હતો તેના કરતાં 2 માર્ક જ ઓછા હતા તેને સાયન્સમાં 79 હતા જયારે મારે 77 હતા .આમ દસમા પછી બધા મિત્ર ડિપ્લોમા માં જવાની વાત કરતા હતા તે બધા સાથે મેં પણ ડિપ્લોમા માં ફોર્મ ભર્યું.મારુ મેરીટ ડિપ્લોમા માં 214 નું થતું હતું મારા બધા મિત્રને જે ફેકલટીમાં જોતું હતું તેમ તેને એડમીશન મળી ગયું પણ મને ના મળ્યું.ફરી એકવાર ભણવાની આશા તૂટી.

મારા મામા મારી સાથે અમદાવાદ એલ.ડી. કોલેજમાં આવ્યા હતા ત્યારે ડિપ્લોમાની બધી પ્રક્રિયા અમદાવાદ થતી એક જ સીટ હતી અને વચ્ચે 500 બીજા વિધાર્થી તે પણ કેમિકલમાં મારે તો કેમિકલ સાથે 36 નો અકડો હતો તો પ્રવેશ પ્રક્રિયા ત્યાં જ અધૂરી મૂકી અમે અમદાવાદથી નીકળી ગયા .ફરી મારા આ શહેર આવ્યા અને હું અને મારા મામા મારી હાઈસ્કૂલ માં એડમીશન માટે ગયા. મને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મળી પણ ગયો હતો .પણ પ્રિન્સિપાલે કહ્યું કે અમે અત્યારથી તમને મેડિકલ ગ્રૂપમાં એડમીશન ના આપીએ મને તો ગણિત ક્યાં ગમતું હતું. પણ મામા સાથે હતા એટલે કાઈ બોલી શક્યો નહીં હું મામાની જવાની રાહ જોતો હતો મારે બીજે દિવસ બપોરે હાઈસ્કૂલ જવાનું હતું મામા ને એમ કે હું બપોરે જઈશ એટલે તે સવારે નીકળી ગયા . તે નીકળી ગયા પછી મેં ઘરે વેટ કરી અને મારે નથી ભણવું તેવું કીધું તો પાપાએ કીધું તારી જેવી ઈચ્છા મને પણ દેખાતું હતું કે હું થોડી મદદ કરી શકું તો ઘરનો ખર્ચ નીકળી જાય એટલે મેં કામ કરવાની જ વિચાર કર્યો.હું સાયન્સ માં જતો નથી અને મારા મોટા પાપાના છોકરાની દુકાને કામ પર જાવા લાગ્યો .અહીંથી આખી કહાની હવે બદલાય છે. હું પહેલીવાર મિસ્ટી સાથે ધોરણ 10 પછી વાત કરું છું. મારે ધોરણ 10 માં 65 % આવ્યા જ્યારે તેને 59 % જ આવ્યા હતા હું બધું કામ કરીને એટલા આવ્યા તે વગર કામ કરીએ એટલા આવ્યા .તેના મમ્મીએ મને કીધું કે તારે સ્ટડી કરવું હોય તારે સાયન્સ કરવું હોય તો તું અહીં વલ્લભવિધાનગર આવી જા પણ મને હવે કોઈ શોખ નથી હું તેને ના પાડું છું મિસ્ટી મારી સાથે વાત કરે છે અને મને આગળ ભણવાની સલાહ આપે છે પણ હું માનતો નથી તે પણ મને ત્યાં આવી જવાની વાત કરે છે પણ હું તેને ના પાડું છું અને અમે બંને તે દિવસ પછી વાત કરતા નથી.