Dil ka rishta - 21 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 21

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ, કાવ્યા અને વિરાજ, આશ્કા માલદીવ ફરવા જવાનું નક્કી કરે છે. આશ્કા આમ તો ખુશ હોય છે પણ કાવેરીબેનને એકલાં મૂકીને જવા માટે એનુ મન નથી માનતુ. પણ વિરાજ એની એ મૂંઝવણ દૂર કરે છે. અને એ સમય પણ આવી જાય છે જ્યારે એ લોકો માલદીવ પહોંચે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

(હનીમૂન કપલ માટે માલદીવ એ બેસ્ટ સ્થળ છે. ચારેતરફ પાણીથી ઘેરાયેલા આ ટાપુની સુંદરતા એની ઝીણી સફેદ રેતી અને એકદમ ભૂરુ પાણી છે. )

હોટલના રૂમમાં જઈ વિરાજ પહેલાં શાવર લેવાં જાય છે. ફૂવારામાંથી વરસતાં હૂંફાળા પાણીનો શરીર પર સ્પર્શ થતાં આખા દિવસનો થાક જાણે એક પળમાં ઉતરી ગયો. અને વિરાજનું આખું શરીર રોમાંચિત થઈ ગયું. અને એ પ્રફુલ્લિત થઈને બહાર આવે છે. વિરાજના આવતાં જ આશ્કા પણ ફ્રેશ થવાં માટે જાય છે. આશ્કાના બાથરૂમમાં જતાં વિરાજ પણ આમ જ ફ્રેશ થવાં રૂમની બહાર જાય છે.

બહાર મસ્ત ઠંડી ઠંડી હવા વહી રહી હોય છે. માલદીવના દરિયા પરથી વહેતી ઠંડી હવા એના શ્વાસમાં લઈને એ એક તાજગીનો અનુભવ કરે છે. એ જ સમયે સમર્થ પણ બહાર આવે છે. બંનેનાં રૂમ આજુબાજુ જ હોય છે તો બહાર નિકળતાં જ સમર્થ વિરાજને જુએ છે અને પાછળથી એની પીઠ પર એક ધબ્બો મારે છે. વિરાજ સમજી જાય છે કે આ સમર્થનું જ કામ છે. અને એ પાછળ ફરવા વગર જ કહે છે

વિરાજ : મને ખબર છે તું મને અહી પણ ચેનથી નથી રેહવા દેવાનો.

સમર્થ : એ તો છે જ. પણ એ કહે તું અહીં શું કરે છે.

વિરાજ : હું પણ તને એજ પૂછવાનો હતો કે તું અહીં શું કરે છે.

સમર્થ : મે પહેલાં સવાલ કર્યો તો જવાબ પહેલાં તારે આપવાનો.

વિરાજ : એ તો આશ્કા શાવર લેવાં ગઈ છે તો મને થયું થોડીવાર બહારની થોડી તાજી હવા માણું.

સમર્થ : same here.. મારે પણ એવું જ છે. પછી એકદમ ગંભીર થઈને કહે છે. યાર અમે બધાં તારે માટે ખૂબ ખુશ છે. સાચે તારી અને આશ્કાની જોડી ખૂબ જ સારી છે. તમે વિના કહે પણ એકબીજાની વાત સમજી જાઓ છો. લાગે છે કે તમે બંને એકબીજા માટે જ બન્યાં છો.

વિરાજ : મને ખબર છે તું શું કહેવા માંગે છે.

સમર્થ : હા તો પછી સમજને એ વાતને.

વિરાજ : યાર હું સમજું છું તારી વાતને. અને હું એ પણ જાણું છું કે આશ્કા મારા પ્રેમ અને સન્માનની હકદાર છે. પણ યાર હું જેટલી પણ વાર આ વિશે વિચારું છું તો લાગે છે કે મે રાહીને પ્રેમ કરું છું તો મારા હ્રદયમાં બીજા કોઈ માટે જગ્યા કેવી રીતે બને. હું આશ્કાને પ્રેમ કેવી રીતે કરી શકું.

સમર્થ : યાર આજ વાતમાં તો તું માર ખાઈ જાય છે. યાર આપણે કોઈ વ્યક્તિને પ્રેમ નથી કરતાં પરંતુ એ વ્યક્તિના વ્યક્તિત્વને પ્રેમ કરીએ છીએ. તુ જ કહે તને રાહીનો ચેહરો જોઈને પ્રેમ થયો હતો કે એનો નેચર જોઈને.

વિરાજ : of course એનો નેચર જોઈને જ તો. એની વાત કરવાની રીતભાત. એનો દુનિયાને જોવાનો નજરીયો. એની જીંદગી જીવવાની રીત. એના વિચારોથી તો મને પ્રેમ થયો હતો. પણ યાર પ્રેમ એક જ વાર થાય ને. બીજી વાર પ્રેમ કરીને મે રાહી સાથે અન્યાય તો નથી કરતો એવું મને લાગે છે.

સમર્થ : ના યાર એવું બિલકુલ નથી. અન્યાય ત્યારે કહેવાય જ્યારે રાહી હયાત હોય અને એની હાજરીમાં તું બીજા કોઈને પ્રેમ કરે. અને " हम एक बार जीते हैं, एक बार मरते है, और प्यार भी एक बार ही होता है " આ ડાયલોગ ફક્ત મૂવીમા સારા લાગે. માનવીનું મન એટલું ઊંડુ છે કે એની તાગ આપણે ક્યારેય નહી મેળવી શકીએ. અને આપણાં હ્રદયમાં કોઈને પ્રવેશવાથી રોકી પણ ના શકીએ. હું એવું નથી કહેતો કે તું રાહીને સંપૂર્ણપણે ભૂલી જા. પણ તારા હ્રદયમા આશ્કા જે સ્થાન લઈ રહી છે એને ના રોક. રહી વાત અન્યાયની તો આશ્કા પ્રત્યેના તારા પ્રેમને નજર અંદાજ કરીને તું આશ્કાને અન્યાય કરી રહ્યો છે.

વિરાજ : સમર્થના છેલ્લા વાક્યને સાંભળી વિરાજ આંખો પહોળી કરી એની તરફ જુએ છે.

સમર્થ : આમ આંખો કાઢીને જોવાની જરૂર નથી. અમને બધાંને ખબર પડી ગઈ છ કે તું પણ આશ્કાને પસંદ કરવાં લાગ્યો છે. યાર તને કહું છું. પોતાનાં દિલની અવાજ સાંભળ અને એને રોક નહી. એને એ મેહસુસ કરવાં દે જે એ મેહસુસ કરવા માંગે છે. અને એ એહસાસને તું પણ મેહસુસ કર.

સમર્થની વાત સાંભળી વિરાજ બીજી તરફ ફરી હસવા લાગે છે.

સમર્થ : યાર મને પ્રોમિસ કર કે તું આશ્કાને તારા જીવનમાં એનું સ્થાન આપશે. આપણે જ્યારે પાછા જઈશું ત્યાં સુધી તું આશ્કાને પોતાનાં દિલની વાત કરી દેશે.

વિરાજ : પણ યાર આશ્કાના મનમાં મારાં પ્રત્યે પ્રેમ નહી હોય અને ખાલી સન્માન જ હોય તો ?

સમર્થ : અરે બુધ્ધુ એની આંખોમાં તારા પ્રત્યેનો પ્રેમ સાફ સાફ દેખાય આવે છે. હવે તું મોડું ના કરતો પોતાની ફીલીંગ કહેવામાં. અને એની શરૂઆત આજથી જ કરી દે. અને એ વિરાજને ઘક્કો મારીને એના રૂમ તરફ ઘકેલે છે.

વિરાજના રૂમમાં જતાં સમર્થ પોતાની જાતને જ કહે છે, સમર્થ બેટા વિરાજને તો સમજાવી દીધો હવે કાવ્યાને કોણ સમજાવશે ક્યારની એ રાહ જોતી હશે. અને એ પણ એના રૂમમાં જાય છે.

આ તરફ વિરાજ પણ એના રૂમમાં જાય છે ત્યારે જુએ છે તો આશ્કા પણ નાહીને આવી ગઈ હોય છે. બેબી પીંક કલરની સાર્ટીનની નાઈટીમા એની કમનીય કાયા ખીલી રહી હોય છે. વિરાજ એની તરફ જુએ છે અને જોતો જ રહી જાય છે. આશ્કા પણ એની તરફ જુએ છે. આજે એને પહેલીવાર વિરાજની આંખોમાં પોતાને માટે પ્રેમ નજર આવે છે. આશ્કા પલંગ પર બેસી ક્રીમ લગાવી રહી હોય છે. વિરાજ એની નજીક જાય છે અને એના ચેહરા પર આવેલી લટને કાન પાછળ કરી એના ગાલ પર ચૂંબન કરે છે અને કહે છે, તું બહું જ સુંદર લાગી રહી છે. વિરાજના હોઠોના સ્પર્શથી આશ્કાના ગાલ ગુલાબની પાંખડી જેવાં લાલ થઈ રહે છે. વિરાજ આશ્કાના હાથમાંથી ક્રીમની ડબ્બી લઈ ટેબલ પર મૂકે છે. અને એને પલંગ પર સૂવડાવી દે છે. એને બ્લેન્કેટ ઓઢાવી એના કપાળ પર હળવું ચૂંબન કરી ગુડ નાઈટ કહી લાઈટ સ્વીચ ઓફ કરી એની જગ્યા પર સૂઈ જાય છે.

વિરાજના આમ વર્તન કરવાથી આશ્કા હજી પણ હોશમાં ના આવી હોય એમ તંદ્રા મા જ હોય છે. પછી જ્યારે એને એહસાસ થાય છે કે વિરાજ પણ એને પ્રેમ કરવાં લાગ્યો છે ત્યારે એ ખુશીના મારી બ્લેન્કેટને એકદમ કસકસાવીને પોતાની છાતીએ વળગાડીને હસવા લાગે છે. જે વિરાજ પણ સાંભળે છે. અને એ પણ હસવા લાગે છે.
" વણકહ્યો એકરાર આજ નયનોમાં થઈ ગયો,
પ્રેમ જે હતો મનમાં એ આંખોથી છતો થઈ ગયો.. "

** ** **

વધું આવતાં ભાગમાં

- Tinu Rathod - Tamanna