Chanothina Van aetle Jivan - 22 books and stories free download online pdf in Gujarati

ચણોઠીનાં વન એટલે જીવન - 22

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 22

કુટુંબમાં આવી તપશ્ચર્યા ખોડંગાયેલા સંબંધોને સવળા કરી દે. ભાઇ જ બહેન ને માળ પહેરાવે અને પારણું કરાવે. દીપ અને બે નાના ભાઇઓ તો આ પ્રસંગે જોઇએ જ. દેવ અભિલાષ અને તેના સાસરીયાને પણ આમંત્રણ અપાયુ.. આખરે માળનો દિવસ આવી ગયો.૪૫ દિવસની તપશ્ચર્યા પુરી ત્યારે ૩૦૦ તપસ્વી થી શરુ થયેલ ઉપધાન તપ પૂર્ણતાનાં આરે પહોંચ્યુ ત્યારે ૧૨૫ તપસ્વી હતા.ઘણાં તપસ્વીઓ અઢાર દિવસ અને ત્રીસ દિવસ સમાપન માં નીકળી ચુક્યાં હતા તે બધા માળ પહેરશે. રોશની એ રંગ રાખ્યો. અનુમોદના અને પ્રંસંગ ઉજવવા બધા ભાવનગર એક દિવસ પહેલા પહોંચ્યા.

તપસ્વીનાં અતિથિઓને બહુ આદર માનથી રાખ્યા. માળનાં દિવસે સવારે પારણામાં ભારે બહુમાનથી સંઘે પ્રભાવના કરી.દરેક તપસ્વીને શાલ ઓઢાડાઇ અને મિઠાઇનાં પેકટો અપાયા. જેસિકા માટે જ્વલંતે ભારે સાડી લીધી હતી તે દિવસે જેસિકા રોશની ને પારણું કરાવવાની હતી. ૨ થી ૩ હજાર માણસો નો વરર્ઘોડો નીકળવાનો હતો અને સાધુ સંતો તપસ્વીઓને ઘણુંજ માન આપતા હતા.. તેઓ એવું પણ કહેતા હતાકે આ સૌ તપસ્વી આજે માળ પહેરશે અને તેમનો મોક્ષ માર્ગ ખુલી જશે.

રોશની હેમલતાશ્રીજી મહારાજ પાસે આ ઉપધાન નિમિત્તે વૈરાગ્ય માર્ગનાં રસ્તે ચઢતી હતી. તેને વારંવાર હીનાનાં આશિષો મળતા હતા.જ્વલંતની આંતરડી ઠરતી હતી. અને સાથે સાથે હીનાની યાદે તે આર્દ્ર થતો હતો. ફોટોગ્રાફરો સૌને કચકડે મઢતાં હતાં

.બપોરે ૧૨ કલાકે માળ પહેરાવવાની હતી અગિયાર કલાકે આચાર્ય મહારાજે સૌને આશિર્વાદ આપ્યા અને દરેક તપસ્વીની ઓળખ આપીં મંત્રેલું વાસ્ક્ષેપ નાખ્યું અને માળ પહેરાવવાનો આરંભ કરાયો..

રોશની સુંદર વસ્ત્રોમાં સજજ થઈને દીપ શ્યામ શ્વેત દેવ મેક્ષ અને જેસિકા સાથે ઉભી હતી. હેમલતાશ્રીજી મહારાજે રોશની એ રચેલું કાવ્ય વાંચવા સૌથી પહેલા તેને બોલાવી.

તેણે હલક સાથે મહારાજ સાહેબને અને પોતાની માતાને પ્રણામ કરતું કાવ્ય વાંચ્યું.

હીનામા તમે અને મહારાજ્શ્રીએ સુચવેલા અરિહંત માર્ગે ચઢૂં છું મારા તમને પ્રણામ…

જ્વલંત પપ્પા તમે પણ મારા ટેકેદાર.મને રુચ્યો છે અરિહંત માર્ગ મારા તમને પ્રણામ..

શ્રધ્ધાછે હું તરી જઈશ ભવ પાર થઇને અણગાર અરિહંત માર્ગ મારા તમને પ્રણામ

છાયાએ ઉમેર્યુ

પહેરો મોક્ષમાળ સંયમ માર્ગે સંચરનારા આપ મોક્ષદર્શી મહારાજ અમારા તમને પ્રણામ

ઉજ્વલે તે છેલ્લી લીટી ફરી થી શાસ્ત્રીય રાગમાં ફરી થી ગાઈ આખો શામિયાણો તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો.

આ સમયે દુઃખી બે જણ હતા અભિલાષ અને દેવ. અભિલાષની સોનાની ખાણ જતી રહેતી હતી જ્યારે દેવ હજી નાસમજ હતો….મમ્મી તેને માટે અલભ્ય થતી જતી હતી.

આચાર્ય શ્રીજીએ જાહેરાત કરી આ ઉપધાન તપનાં ઉજવણા સાથે રોશની બહેન મુમુક્ષુ બની સંયમ વ્રત સ્વિકારશે…અને સંઘ ઉપકારી કાર્યો કરશે.

માળ પહેરાવવાનો પ્રસંગ શુભ રીતે ઉજવાઇ ગયો દીપ અને જેસીકા ઉદાસ હતા પણ જાણતા હતા કે રોશનીની જિંદગી અને તેનો સ્વભાવ હવે સમાજ ઉત્થાનનાં માર્ગે જાય તે શ્રેષ્ઠ હતું.

સૌથી કઠીન કાર્ય હતું કેશલોચન નું..

હેમલતાશ્રીજી એ ગુરુ તરીકે આ કાર્ય કરવાનું હતું.તેમની મુખ્ય શિષ્યાઓ સાથે એક પછી એક વાળની લટો નો લોચ કરતા હતા.સમતાભાવથી ખેંચાતા વાળનું દરદ સહન કરતા મોક્ષદર્શી (રોશની)મહારાજ એવો ભાવ ભાવતા હતા કે મને સંસાર રુપી દળદળમાંથી આ સાધ્વીજીઓ ખેંચીને બહાર કાઢે છે.લોહી નીતરતું માથુ અને વેદનાથી સભર લોચન ક્રીયા ૧૫ મીનીટ્માં પુરી થઈ. આ ક્રિયા દર છ મહીને થવાની હતી.રોશની પીડા સહન કરી ગઈ.પણ તેને ચક્કર આવતા હતા તેથી ગુરુ મહારાજે તેના બોડા માથા ઉપર હાથ ફેરવ્યો.. અને શાતા થાય તેવા ઉપચારો પ્રયોજ્યા.

ચોમાસુ બદલાવાનું અને સર્વે સાધ્વીજીઓએ થાણું બદલવાનું. એટલે કે રહેવાનું સ્થળ બદલવાનું. ચોમાસુ આ વખતે પાલીતાણા થવાનું હતું તેથી પગપાળા ચાલતા પાલીતાણા જવા માટે તૈયારી કરવાની હતી. ચાલવા માટે પગમાં ચંપલ નહીં તેથી મોં સુઝણુ થાય અને નીકળવાનું…સાથે લાકડી અને બે કે ત્રણ પાતરા એક પછેડી અને અભ્યાસ નાં ચોપડા.વિગેરે હાથે અને સાથે લઇને ચાલવાનું. નવકારનો જાપ અને ગુરુજી જેમ કહે તેમ કરવાનું. ભાત પાણીનો જો જોગ હોય તો ત્યાં ટુંકો વિરામ નહીતર તરસ લાગે ત્યાં ઉકાળેલુ પાણી પીને જાત સાથે જાત્રા ચાલુ રાખવાની. આ સમય દરેક સાધુ સાધ્વીનો આંતર મંથન નો હોય છે.જ્યાં ભુલ થઈ ત્યાં ખમાવવાના અને જ્યાં મદ કર્યો ત્યાં મિચ્છામી દુક્કડમ કરવાનું. આ લગભગ રોજ જ કરવાનું અને કર્મો ખપાવવાનાં અને સહેજ સ્વસ્થ થયા ત્યાં નવકાર ગણવાનાં. એક એવો તબક્કો આવે જ્યાં શ્વાસોચ્છ્શ્વાસમાં નવકાર આવી જાય.

હીનાનાં મૃત્યુ સમયે જે ઝાટકો અનુભવ્યો હતો લગભગ તેજ તીવ્રતાનો ઝાટકો મુમુક્ષુપણા (સાધ્વીપણાનાં) નાં સ્વિકાર કરતી રોશનીનાં ઓઘા સ્વિકાર વખતે લાગ્યો હતો. તેને લાગ્યુ હતું કે તેની જિંદગીનો મોટો ભાગ તેનાથી છુટી રહ્યો હતો. રોશનિનું બેંક બેલેંસ સાધ્વીજી વયાવચ્ચ ફંડ ખાતે કલ્યાણજી આણંદજી પેઢીમાં જમા થઈ રહ્યું હતું,

*****