pratishodh. - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ૭

તે મોન્ટીની બાહો માં હતી...બંનેની આંખો એકબીજાની આંખોમાં પરોવાયેલી, બન્ને એકબીજાના દિલના વધતા જતા ધબકારાઓ સાંભળી અને મહેસૂસ કરી શકતા હતા. આટલી નજીકથી તેણે રૂપાલી ના મુલાયમ ગાલ અને ગુલાબી હોંઠોને પહેલી વાર જોયા. એની નમણી કાયા પર.. કમર પર મોન્ટીના હાથ જાણે જામી જ ગયા. એકદમ ફિલ્મી સીનની જેમ મોન્ટી એ તેને જમીન પર પડતા તો બચાવી લીધી પણ એ પોતે તેના પ્રેમમાં પડી ગયો.
(કચરાંપોતાં વાળા માસી અંદર આયા ને ખોંખારો ખાધો ત્યારે બન્ને જણા અચાનક જ ભાનમાં આવ્યા હોય તેમ એકમેક થી અવળા થયા ને મોન્ટી તેમને કહેવા લાગ્યો..શું માસી ફર્શ ભીનું હોય ત્યારે આ કેબીન નો દરવાજો બંધ કરીને જાવ..આ મેડમ હમણાં પડતાં પડતાં બચ્યા. અંદર થી તો એ માસી નો આભાર જ માની રહ્યો હતો ને બહાર થી એ સફાઈ આપી રહ્યો હતો..કેમ કે માસીના કારણે જ તેણે આજે આટલા સમય થી જોડે કામ કરતી રૂપ નુ રૂપ નજરો થી માણ્યું હતું.)
ઓફિસે થી સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે જુલી તૈયાર થઈને તેની રાહ જોઈ રહી હતી..મોન્ટી ને આવેલો જોઈને તે ખુશ થઇ ગઈ ને પૂછવા લાગી : “આજે બહુ બીઝી હતો મોન્ટુ...ભૂલી ગયો આજે શું છે? ચાલ જલ્દી ફ્રેશ થઇ ને તૈયાર થઇ જા...”
મોન્ટી જુલી તરફ જોતાં જ અચંબામાં પડી ગયો ને એને યાદ આવ્યું કે આજે તો તેણે જુલી ને ફિલ્મ જોવા માટેની પ્રોમીસ કરી’તી.
તેણે જુલી નો હાથ પકડ્યો ને એને કહેવા લાગ્યો: “જુલી માય સ્વીટહાર્ટ, સોરી... હું ભૂલી ગયો. આજે બહુજ બીઝી હતો કામમાં.. ને સખત થાક્યો છું,પ્લીઝ કાલે જઈએ?!”
જુલી પ્રેમથી એના ગાલ પર વહાલ કરતા બોલી: “કઈ નહિ.. કાલ જઈશું.. તુ ફ્રેશ થઇજા આપણે જમી લઈએ.”
“સોરી ડાર્લિંગ.. તું જમી લે પ્લીઝ..!! હું ખૂબ જ થાક્યો છું. હોપ યુ ડોન્ટ માઈન્ડ?”
આટલા સમય પછી આજે પહેલી વાર એવું બન્યું હતું કે મોન્ટી એ જુલી ને જમવાની ના પાડી અને એકલા જમવાનું કહીને રૂમમાં જતો રહ્યો. જુલી તેના વગર ક્યારેય જમતી નહતી..તેણે પણ જમવાનું ટાળ્યું અને રૂમ માં જઈને જોયું તો મોન્ટી સુઈ ગયો હતો..તે પણ તેની બાજુમાં સુવાનો પ્રયત્ન કરી રહી હતી. બીજા દિવસે સવારે જુલી એ મોન્ટી ને કહ્યું કે આજે મારી ફ્રેન્ડ શીલુ ને ત્યાં જવાની છું, તો મને આવતા રાત પડી જશે. તું જમી લેજે અને હા મને બહુ મિસ ના કરતો.. આટલું બોલી તે મોન્ટી ના ગાલ પર પ્રેમ ભર્યું ચુંબન કરીને ડ્રાઈવર ને ગાડી કાઢવાનું કહી બહાર નીકળી ગઈ.
શીલુ નામ ની જુલી ની કોઈ ફ્રેન્ડ છે એવી આજે મોન્ટી ને પહેલી વાર ખબર પડી..પણ તેને કોઈ પરવાહ જ નહતી.. તે પણ ઓફિસે જવા માટે નીકળી ગયો. મોન્ટી ની કાર ની પાછળ દૂર એક કાર તેનો પીછો કરી રહી હતી.તેને આ વાત ની જરાય જાણ ન હતી. તે પોતાની ધૂનમાં જ કાર ચલાવી રહ્યો હતો. તે ફેક્ટરીના ઝાંપા પાસે પહોંચ્યો, એક સુંદર છોકરી ત્યાં તેની રાહ જોઇને ઊભી હતી મોન્ટી એ અંદર થી બેઠા બેઠા કાર નો દરવાજો ખોલ્યો ને પેલી છોકરી અંદર બેસી અને તે કાર ફેક્ટરી માં જવાની જગ્યાએ બહાર રોડ તરફ પાછી ફરી અને સડસડાટ દોડી રહી. તેની કાર નો પીછો કરી રહેલી જુલી એ પણ તેમની પાછળ કાર દોડાવવા કહ્યું. હાઈવે પાસે આવેલી એક મોટી હોટેલ ના ગેટ તરફ તે કાર વળી. જુલી પોતાની કારમાં બેઠા બેઠા દૂર થી આ બધું જોઈ રહી હતી.
તેને ડ્રાઈવર ને કાર પાછી ઘરે વાળવા કહ્યું. મોન્ટી ને બીજી છોકરી સાથે જોઈને તેને આઘાત લાગ્યો હતો. તે પોતાના રૂમ માં જઈને ખુબ રડી. તે તેના ડેડી ને ફોન કરીને મોન્ટીએ કરેલા દગા વિશે બધું જણાવી દેવાની ઈચ્છા સાથે તે ફોન પાસે પહોચી અને સામે થી જ ફોન થી ઘંટડી રણકી..જુલી એ આંસુ લૂછતાં અવાજ સરખો કરતા માંડ હેલો બોલી શકી..એટલી હદ સુધી તે રડી હતી. અમુક સેકન્ડ પછી તેના હાથમાંથી ફોન છૂટી ને નીચે પડ્યો અને તે જોર જોરથી રડવા લાગી.
રાવ સિંહ તેના મેડમનો અવાજ સાંભળી દોડી ને આવ્યો ત્યારે જોયું તો જુલી મેડમ જમીન પર બેસી ને જોર જોર થી રડી રહ્યા હતા. તે રૂમમાં પ્રવેશ્યો અને ધીમા સ્વરે પૂછ્યું : “મેડમ, શું થયું?”
જુલી તેને જોતા તૂટેલા સ્વરે કહ્યું : “...રા...વ...સિંહ...રાવ...સિંહ... ડે...ડી...ડેડી...નથી રહ્યા... ડે........ડી.........” તે ચીસ પોકારી ઉઠી. તે ઉભી થઇ ને કાર ની ચાવી લઇ ને દોડી..અને જાતે જ કાર ચલાવી ને એના ડેડી ના ઘરે જવા નીકળી ગઈ.

(ક્રમશ:)