Reva - 3 books and stories free download online pdf in Gujarati

રેવા..ભાગ-૩

જમીને અલ્પામેમે રેવાને ખુરશી પર બેસાડી એના ચહેરા પર દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપી અને પાંચ વાગ્યે રેવાને ઘરે જવા માટે કહ્યું. "અને અલ્પામેમે કહ્યું આવતી કાલે શનિવાર છે એટલે તું પાર્લર નહીં આવતી. અને રવિવારે તને જોવા મહેમાન આવવાના છે એટલે શનિવારે રજા તારે.
અને રવિવારે હું પણ સવારમાં તારી ઘરે આવી જઈશ તારી મમ્મીએ મને કહ્યું છે."

"ઓકે માશી તમે સમયસર સવારે નવ વાગ્યા પહેલા પહોંચી જજો ચાલો હું હવે નીકળું જય શ્રી કૃષ્ણ રેવા કહી પાર્લરથી નીકળી રીક્ષા પકડી પોતાને ઘરે પહોંચી ગઈ."

અને બીજા દિવસે શનિવારે ઘરમાં સાફસફાઈ અભિયાન ચલાવી સાફસફાઈ કરી,રેવાના પપ્પા બજારે જઈ રવિવારના બપોરના ભોજનમાં જે મીઠાઈ લેવાની હતી એનો ઓર્ડર આપી આવ્યા આમ શનિવારનો દિવસ કઈ રીતે પસાર થયો એની ખબર જ ન પડી,અને રવિવારની સવાર આવી પહોંચી.

રવિવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પુષ્પાબહેન જાગી ગયા, સૌથી પહેલાં રેવાને જગાડી,વિનયભાઈને જગાડ્યા,અને છેલ્લે દીકરા સમીરને જગાડ્યો બધા ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા અને સાત વાગ્યે અલ્પાબહેન પણ આવી પહોંચ્યા,આવતાની સાથે જ પુષ્પાબહેન જોડે રસોઈ ઘરમાં નાસ્તાની તૈયારી સાથે બપોરનાં ભોજનની પણ તૈયારી કરવા લાગ્યા,બે કલાકમાં બહેનો એ મળી બધી તૈયારી કરી લીધી.

રસોડામાંથી ફ્રી થતાં અલ્પાબહેને રેવાના રૂમમાં જઈ રેવાને કબાટમાંથી પિંક અને બ્લેક કલરનો ડ્રેસ કાઢી આપ્યો અને રેવાને ડ્રેસ પહેરવાનું કહ્યું, રેવા ફટાફટ વોસરૂમમાં જઈ ડ્રેસ ચેન્જ કરી આવી,અને અરીસા સામે બેસાડી અલ્પાબહેને પહેલાં તો રેવાના બાંધેલાં વાળ ખુલ્લાં કર્યા,હેરડ્રાયર મારી આગળનાં ભાગમાં પફ વાળ્યો, પાછળ વાળ ખુલ્લાં રાખ્યાં અને ચેહરા પર આછો મેકઅપ કર્યો,હોઠ પર ગુલાબી લિપસ્ટિક, ગળામાં સોનાની ચેઇન પહેરાવી,એક હાથમાં બ્રેસલેટ, અને બીજા હાથમાં સોનેરી ઘડિયાળ પહેરાવી, અને

"અંતમાં રેવાને જોઈ બોલ્યાં મારી દીકરી કેટલી સુંદર લાગી રહી છે આટલું કહી ડ્રેશીંગ પર પડેલી કાજલની ડબ્બી લઈ એમાંથી આંગળીમાં કાજલ લઈ રેવાના કાન પાછળ એક કાળું ટીલું કરી આપ્યું હસતાં બોલ્યાં મારી દીકરી રેવાને કોઈની નજર ન લાગે."

અને થોડીવારમાં દરવાજે બેલ વાગી અને વિનોદભાઈ દરવાજો ખોલવા ગયા,"દરવાજો ખૂલતાં જ વીણાબહેન મોટેથી બોલ્યાં આટલી બધી વાર કેમ લાગી ? દરવાજો ખોલતા વિનિયા." વિનયભાઈ મોટી બહેનને પાયે લાગતા બોલ્યા કેમ છો મોટી બહેન?
"બસ મજામાં છું જો મારી સાથે આજે મહેમાન પણ લાવી છું, આ શીતલબહેન, આ એનો નાનો દીકરો રવિ અને આ મોટો દીકરો સાગર ઓળખાણ આપતાં વીણાબહેન બોલ્યાં."

"વિનયભાઈ બધાને આવકારતા બોલ્યાં બહેન ઓળખું છું, આ તો આપણાં જુના સગા આપણા વેવાઈ...આવો
જય શ્રી કૃષ્ણ પધારો સ્વાગત છે બધાનું.આમ બધા દરવાજેથી અંદર આવ્યાં અને રેવા રસોડામાં ઉભી બારીએથી નિહાળી રહી હતી,રેવાની નજર પ્રથમ સાગર પર પડી .

સાગર ખરેખર આજે કંઈક અલગ જ લાગી રહ્યો હતો દેખાવે તો એ સુંદર હતો પણ ન જાણે આજે રેવાને જોવા
સ્વયંમ કામદેવ ધરતી પર ઉતરી આવ્યા હોય એવો તો એ રૂપાળો ચેહરા પર આછી સેટ કરેલી દાઢીનું આવરણ એના ચહેરાને વધુ નિખારી રહી હતી, લીંબુના ફાડ જેવી માંજરી મોટી આંખ અને એના વાળમાં એક અનેરી ચમક અને ઉપરથી બ્લેક જીન્સ અને આસમાની કલરનો શર્ટ પહેર્યો હતો. કોઈ પણ છોકરી એક નજર જોવે તો એના મોમાંથી કદાચ સાગર હા જ પાડીદે
પણ જ્યારે રેવાની માસીએ પૂછ્યું સાગર વિસે તો રેવા એ મો બગાડ્યું કશું બોલી જ નહીં... કારણ કે રેવાને આ સગપણ કરવામાં કોઈ રસ હતો જ નહીં બસ..

(વધુ આવતા અંકે)