Reva - 11 books and stories free download online pdf in Gujarati

રેવા-ભાગ..૧૧

દિવસ વીત્યો સૂર્ય ડૂબ્યો અને ચંદ્ર સોળે કળાએ આભમાં ખીલ્યો અને રેવાના રુમમાં તે જ્યાં સૂતી હતી એની બારીએથી
બેડ પર પ્રકાશ પડી રહ્યો હતો ઘરમાં નીરવ શાંતિ હતી અને રેવા ધીમા સ્વરે એમના પ્રિયતમ સાગર સાથે વાત કરી હતી.

"સાંભળ સાગર મમ્મી હવે નારાજ તો નથીને સમજુ છું મમ્મીને ઘણું દુઃખ થયું હશે તે એ કશું બોલ્યાં તો નથીને હું પણ કાલે મમ્મીને ફોન કરી માફી માંગીશ બરાબરને સાગર રેવાએ કહ્યું."
"તને યોગ્ય લાગે તેમ કરજે બસ. રેવા પપ્પાના મૃત્યુ પછી મમ્મીનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે તને કંઈ કહે તો ખોટું ન લગાડતી ચાલ હવે રાત બહુ થઈ ગઈ છે આવતી કાલે વાત કરીશું ચલ બાઈ જય શ્રી કૃષ્ણ કહી સાગરે કોલ કટ કરી નાખ્યો.."

અને બીજે દિવસે સવારમાં રેવા પોતાના નિત્યક્રમ મુજબ દસ વાગ્યે પાર્લર જતી રહી.અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહી સાંજ ક્યારે પડી ગઈ ખબર ન પડી અને રેવા શીતલબહેનને કોલ કરવાનું ભૂલી જ ગઈ અને સાંજે નવ વાગ્યે ઘરે આવી જમી કામ કરીને પરવડી કે સાડા દસ વાગ્યે સાગર ફોન આવી ગયો. અને સાગર સાથે આજે રાતના બે વાગ્યા સુધી પ્રેમભરી વાતો કરતી રહી.રેવાને તો હવે સાગર સિવાય ક્યાં કઈ સૂઝતું ન હતું બસ રાત પડવાની રાહ જોતી જેથી સાગર જોડે પ્રેમભરી વાતો કરી શકાય અને વધુમાં વધુ સમય સાગર જોડે વિતાવી શકાય.

અને ફરી બીજે દિવસે પાર્લર ગઈ અને બપોરના જમવાના સમયે યાદ આવ્યું કે સાસુને ફોન કરવાનું ભુલાઈ ગયું અને એકવાર તો ફોન લગાડ્યો પણ કટ કરી નાખ્યો રેવા ડરતી હતી સાસુ સાથે ફોન કદી વાત કરી ન હતી. ફરી હિંમત રેવાએ ફોન લગાડ્યો.

"અને સામેથી શીતલબહેન બોલ્યાં હેલો કોણ.?"
"મમ્મી જય શ્રી કૃષ્ણ હું રેવા બોલું છું કેમ છો તમે આરામથી પહોંચી ગયાને બધા."
"જય શ્રી કૃષ્ણ તું આજે ફ્રી થઈ સારું કર્યું સાસુની યાદ આવી ખરી શીતલબહેન બોલ્યાં."

"સોરી મમ્મી હમણાં મહેમાન હતા એટલે ફ્રી ન હતી અને ઉપરથી મારે પાર્લરની જોબ માટે તમને ફોન કરવાનું રહી જ ગયું સોરી રેવા એ જવાબ આપ્યો."

"બોલ બીજું અને મારે તને એક વાત કહેવી છે તું થોડું વધુ જમતી જજે તું મારા સાગર પાસે તો લાકડી જેવી દેખાય છે બહુ નબળી છે ખાવા પર પૂરતું ધ્યાન આપતી જજે એટલે લગ્ન સુધીમાં જોડી કઈ સારી લાગે ચાલ મારે મામનો કોલ આવે છે આટલું કહી શીતલબહેને કોલ કટ કરી નાખ્યો."

અને રેવાનો મૂડ ઓફ થઈ ગયો અને પાર્લરથી વહેલી ઘરે જતી રહી. "ઘરે જઈ સાગરને ફોન કરી કહ્યું સાગર શું હું તારી મમ્મીને પસંદ નથી ? માટે તારી મમ્મીએ મારી જોડે બહુ વાત પણ નહીં કરી શું છે તું મને જણાવીશ મમ્મીએ આવું મારી જોડે વર્તન કેમ કર્યું તું મને જણાવીશ રેવાએ સાગરને પછયું."

"અરે...!! રેવા મેં તને કહ્યું તો હતુને મમ્મીનો સ્વભાવ પપ્પાના ગયા પછી થોડો આવો થઈ ગયો છે તો પ્લીઝ મમ્મીની વાત તારે મારી સાથે ન કરવીવહુનો ડ્રામા ઘરે કરજો અને બીજી વાત મમ્મીએ આપણા લગ્નનું મુહતર કઢાવી લીધું છે ડિસેમ્બરનાં પહેલાજ વિકમાં આવ્યું છે. ચાલ હું હવે બિઝી છું રાત્રે તને કોલ કરું બાઈ સાગરે આટલું કહી ફોન કટ કરી નાખ્યો.."

અને રેવા ફરી સતત એની સાસુના ખ્યાલમાં ખોવાયેલી રહી.. અને રાત્રે સાગર જોડે કલોકો સુધી વાત ચાલતી


(વધુ આવતા અંકે)