Reva - 9 books and stories free download online pdf in Gujarati

રેવા..ભાગ-૯

અરે..!! પાગલ એમાં થેંક્યું કહેવાની કોઈ જરૂર જ નથી દોસ્તીમાં નો સોરી નો થેન્ક્સ અને આમ પણ મારું બધું તારું જ છે યાર... તું મને પહેલી નજરમાં જોતાં ગમી ગઈ હતી એટલે તો જાનકી ભાભીને કહી સગપણની વાત ચલાવી તારી જોડે સગપણમાં બંધાવવા, સાતજન્મ સુધી તારી સાથે જોડાવવા માટે યાર.સાગરે રેવાને કહ્યું.."

"સાગરની વાત સાંભળી રેવા બોલી જાનકી દીદી તારા ખૂબ જ વખાણ કરતાં હોય છે અને ખરેખર તું એવો જ છે
મારા સપનાના રાજકુમાર જેવો જ શું કહું વધુ તારા વિસે મારી પાસે શબ્દો નથી યાર. સાગર તું મને આજીવન આજ રીતે ચાહીશ ને ? બોલ ચૂપ કેમ થઈ ગયો ?

"અરે..!! તું કંઈ બોલવા દે તો બોલુને... યાર તો સાંભળ તારા સવાલનો જવાબ આજીવન તો નહીં પણ તારી સાથે સાત ભવનો સંગાથ મારે જોઈએ છે માટે કેટલી વાર તારા પપ્પા સુધી આપણી સગાઈની વાત ચલાવી અને તું પૂછે છે તું મને આજીવન ચાહીશ ને..? અને હવે ન પૂછતી કે તું મને કેટલો પ્રેમ કરે છે સાગરે રેવાની વાતનો જવાબ આપતા કહ્યું."

"ઓકે સાગર ચાલ આજે ટ્રાવેલિંગ કરી બહુ થાકી છું હવે કાલે વાત સારું ચાલ બાઈ જય શ્રી કૃષ્ણ આટલું કહી રેવાએ કોલ કટ કરી નાખ્યો.."

અને બીજા દિવસથી તો વિનયભાઈ દોડાદોડીમાં લાગી ગયા કારણકે સગાઈ માટે મહેમાનો આવવાને હવે ચવુદ દિવસ બાકી રહ્યાં હતાં. અને પુષ્પાબહેને પણ કોલ કરી અલ્પાને બોલાવી ઘરની સંપૂર્ણ સાફસફાઈ કરવા માટે બોલાવી લીધી અને રેવા એ આજથી બ્યુટી પાર્લર જઈ બ્યુટી ટ્રીટમેન્ટ શરુ કરાવી દીધી. કારણકે રેવાને સુંદર દેખાવું હતું.આમ જોત જોતામાં ચવુદ દિવસ કઈ પસાર થઈ ગયા એની ખબર જ ન પડી.

અને આખરે રેવાની સગાઈનો દિવસ આવી પહોંચ્યો.
સવારે નવ વાગ્યે મહેમાન આવી પહોંચ્યા. ચા નાસ્તો કરી અગીયાર વાગ્યુંનું સગાઈનું મૂહરત હતું. પહેલા સાગરને બાજોઠ બેસાડ્યો અને પછી અલ્પાબહેન રૂમમાંથી રેવાને લઈ આવ્યાં અને રેવાને બાજોઠ બેસાડી.

"સાગરના મમ્મી કંકાવટી હાથમાં લઈ ખભે ચૂંદડી રાખી કંકાવટીમાં આંગળી બોળી રેવાના કપાર પર ચાંદલો કરવા જઈ રહ્યાં હતાં."કે અણગમો પ્રગટ કરતાં રેવાની બાજુમાં બેઠેલા રેવાના નાની બોલ્યાં
બહેન સુકનનો ચાંદલો તમારી મોટી વહુ એટલે કે અમારી જાનકી કરે તો..?"

"નાની ની વાત સાંભળી શીતલબહેન તરત જ ગુસ્સામાં આવેશમાં આવી જઈ બોલ્યાં સાગરના પપ્પા હાજર નથી એટલે તમે આવ્યું બોલ્યાં ને.. ? પણ મારી એક વાત કાન ખોલી સાંભળી લો સાગરની મમ્મી તો હું છું જ અને સાગરના પપ્પા પણ હું જ છું.અને આવા ડોશી શાસ્ત્રમાં હું બિલકુલ નથી માનતી આટલું કહી શીતલબહેને કંકાવટી નીચે મૂકી દીધી."

"અને બીજી તરફ સાગર બાજોઠેથી ઉભો થઈ સીધો બોલ્યો રેવાને ચાંદલો કરશે તો મારી મમ્મી જ નહીં તર ચાલો મમ્મી આ સગપણમાં મને કોઈ રસ નથી."
"અને બીજું રેવાના ફફડી ગયેલા મમ્મી પપ્પા શીતલબહેન અને સાગર સામે હાથ જોડી ઉભા રહ્યા બન્ને સાથે બોલ્યાં બહેન મારી મા વતી અમે બન્ને માફી માંગી એ છીએ. તમે મારી દીકરી સામું જોવો જોવો કેવી રડી રહી છે."

"શીતલબહેનને કશું જ બન્યું નથી એવો ભાવ મનમાં રાખી રેવાના રડતા મમ્મી પપ્પાના હાથ પકડી બોલ્યાં અરે..! વેવાઈ વેવાણ માફી ન માંગો અને સાગર તું બાજોઠે બેસી જા દીકરા ચાલો મને કંઈ ખોટું નથી લાગ્યું બોલતાં કંકાવટી હાથમાં લઈ રેવાને કપાળે સુકનનો ચાંદલો કરી હસતા મોઢે ગીત ઉપાડ્યુ મારા નખના પરવાળા જેવી ચૂંદડી..
(વધુ આવતા અંકે)