Reva - 6 books and stories free download online pdf in Gujarati

રેવા..ભાગ-૬

માસી આથી વિશેષ હું સાગર માટે કંઈ વધુ નહીં કહી શકું.અને આમ પણ રેવા ગમે એટલી મુક્ત મને ફરીલે અંતે મળવાનું તો સાગરને જ બસ મારું પણ કંઈક આવું જ છે. અને લગ્ન કરીશ તો સાગર સાથે જ નહિતર નહીં.. હસતાં હસતાં રેવા એ માસીને કહ્યું.."

"રેવાની વાત સાંભળી અલ્પાબહેન બોલ્યાં રેવા બહુ બોલકા છોકરા સારા નહીં, વધુ પડતા બોલકા છોકરાઓને બહેનપણી (ગર્લફ્રેન્ડ) ઝાઝી હોય છે."

"અરે..! ના માસી દરેક બોલતા છોકરા સરખા નથી હોતા અને મને તો જાનકી દીદીએ સાગર વિસે મને જેટલું જણાવ્યું સાગર બિલકુલ એવો જ લાગ્યો.માસી નાહકની ચિંતા ન કરો પપ્પાને કહો વીણાફઈને કહી વાત આગળ ચલાવો રેવા એ અલ્પા માસીને કહ્યું."

"રેવાની વાત પૂરી થતાં અલ્પા માસી બોલ્યાં સારું ત્યારે ચાલ હું તારી મમ્મીને કહું લાપશીના આંધણ મૂકે આટલું બોલી રેવાના ઓવારણાં લઈ અલ્પાબહેન બેઠક રુમ તરફ પ્રયાણ કરતાં ગયાં."

"બેઠક રુમમાં જઈ અલ્પાબહેન સીધા બોલ્યાં વધાવ્યા વિનય કુમાર, વધાવ્યા પુષ્પા આપણી રેવાને સાગર પસંદ આવી ગયો.વિનય કુમાર તમે વીણાબહેનને કોલ કરી જણાવો,
મેં કહ્યું હતુંને પુષ્પા રેવા મને જણાવશે અને એનાં મનની વાત જણાવી પણ ખરી."

"અલ્પાબહેનની વાત સાંભળી પુષ્પાબહેન હરખાતાં બોલ્યાં સારું થયું અલ્પા આખરે "ઘી ના ઠામમાં ધી પડી ગયું"
મેં તો હાશકારો અનુભવ્યો રેવાને સારી બુદ્ધિ સૂઝી ખરી.
મારી ઈચ્છા તો રેવાને શીતલબહેનનાં ઘરે જ આપવાની હતી.
પણ બાપ દીકરી નાચતા હતા.રેવાના પપ્પા ચાલો મોટી બહેનને જણાવો કે અમે બે ચાર દિવસમાં સાગરનું ઘર જોવા માટે આવી રહ્યાં છીએ."

"પુષ્પાબહેનની વાત સાંભળી વિનયભાઈ મોં ફુલાવતા બોલ્યા સારું તમને મા-દીકરીને પસંદ છે તો હવે હું શું કહી શકવાનો રાત્રે મોટી બહેનને ફોન કરી જણાવી દઈશ."

આમ દિવસ આખો પસાર થઈ ગયો રાત્રે વિનયભાઈ એ પોતાના મોબાઈલ માંથી વીણાબહેનનો નંબર ડાયલ કરી ફોન લગાડ્યો."સામેથી વીણાબહેનનો અવાજ આવ્યો વીનું અમે લોકો બપોરે એક વાગ્યે આરામથી રાજકોટ પહોંચી ગયાં છીએ. તું જણાવ તને અને રેવાને છોકરો કેવો લાગ્યો ?
વીણાબહેને વિનયભાઈને પૂછ્યું."

'વીણાબહેનના પૂછેલા સવાલનો જવાબ આપતા વિનયભાઈ બોલ્યા મોટી બહેન એટલાં માટે તો તમને ફોન કર્યો છે.હું અને રેવાની મમ્મી ગુરુવારે રાજકોટ આવવાનું વિચારી છીએ,રેવાને અને એની મમ્મીને છોકરો પસંદ છે.પણ મોટી બહેન હું દીકરીનાં બાપનું હૃદય ધરાવું છું એટલી થોડી ચિંતા અને મનમાં અઢળક સવાલો પણ ઘેરી વળે છે કે બાપ ઉછરેલો છોકરો ખરાબ સંગત તો નહીં ધરાવતો હોયને..?
આટલું બોલી વિનયભાઈ અટકી ગયા.."

"અરે...! વિનિયા તારો સ્વભાવ હજુ નથી બદલ્યો નાનપણમાં પણ તું વેવલો હતો અને આજે પણ આવી વેવલી વાતો કરી તું મને ગુસ્સો ન અપાવ. જો ભાઈ આપણી જાનકી સુખી છે તો આ એનું જ કુટુંબ છે, પછી વિચારવાનું બહુ ઝાઝું ન હોય.અને પછી ઝાઝી વાતના ગાડા ભરાય ભાઈ.
તું તારી બધી ચિંતા મારા પર છોડી દે,હું બેઠી છું ને રેવાને ઉની આંચ પણ નહીં આવવા દઉં મારા પર વિશ્વાસ તો છે ને ?
તો ચાલ ત્યારે ગુરુવારે તું પુષ્પા અને રેવા અને અલ્પા મારી ઘરે આવી જજો વીણાબહેન ફોન પર કહ્યું."

"સારું મોટી બહેન તમે જેમ કહો તેમ પણ એકવાત યાદ રાખજો શીતલબહેનને જાણ ન કરતાં કે રેવા પણ સાથે આવી રહી છે વિનયભાઈ એ કહ્યું."

"સારું હું નહીં કહું બસ ચાલ હવે રાજકોટ આવવાની તૈયારી કરવા માંડ.સારું ત્યારે હવે રૂબરૂ વાત કરીશું ચાલ જય શ્રી કૃષ્ણ આટલું કહી વીણાબહેને કોલ કટ કરી નાખ્યો."

(વધુ આવતા અંકે)