Pretatma - 18 - last part in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમાત્મા - ભાગ - ૧૮ - છેલ્લો ભાગ

પ્રેમાત્મા - ભાગ - ૧૮ - છેલ્લો ભાગ

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત અજય ના ઘરે જાય છે ત્યારે અજય ભગવાન ની પુજા કરતો હોય છે થોડીવાર પછી ઊભો થાય છે અને ધરા ને મોહિત ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . . . . . . . . . . . .
અજય : તમે લોકો અત્યારે? બધુ બરાબર તો છે ને?
ધરા : હા ભાઈ અમે તમને એક ખુશખબરી આપવા આવ્યા છે તમે સાંભળી ને બોવ ખુશ થઈ જશો.
અજય : એમ તો જલ્દી સંભળાવ મને.
ધરા : આપણી જીંદગીમાથી મોહિની હંમેશ માટે જતી રહી હવે આપણને મોહિની નો કોઈ ખતરો નથી.
અજય : સાચે આ તો બોવ મોટી ખુશી ની વાત છે હુ રોજ ભગવાન ની આરાધના કરુ છુ કે મોહિની થી છુટકારો મળી જાય મને આજે બોવ ખુશી થઈ ધરા.
ધરા : હા ભાઈ તમારી આરાધના અને મોહિત ની યોજના કામ મા આવી ગઈ ને મોહિની જતી રહી સદાય માટે.
અજય : કઈ યોજના મને કહે જલ્દી હુ સાંભળવા માટે ખુબ જ આતુર છુ.
ધરા : હા ભાઈ એ બધુ હવે મોહિત કહેશે. મોહિત હવે આપ જ કહો ભાઈ ને!
મોહિત : હા, તે દિવસે જ્યારે તમે લોકો પાછા આવ્યા ત્યારે મને કંઈ લાગ્યુ કે કોઈ તો ટેન્શન છે તમારા લોકો ના મન મા. એટલે રાત્રે મે ધરા ને બધુ પુછ્યુ ધરા એ મને બધુ જ કહ્યુ. જે રીતે એણે મોહિની ની મદદ કરી એ સાંભળી મારા મન મા એના માટે ઈજ્જત વધી ગઈ, પણ દુ:ખ હતુ એ વાત નુ કે હુ ધરા થી હવે દૂર થઈ જઈશ. માન્યુ કે મોહિની ને હુ પ્રેમ કરતો હતો પણ એ મારુ કાલ હતી અને ધરા મારી આજ છે.
હુ દિવસ રાત ટેન્શન મા રહેવા લાગ્યો, કોઈની સાથે વાત કરવાનુ મન ના થાય બસ એક જ વિચાર આવ્યા કરે કે એવુ તો શુ કરુ કે મોહિની ને આઝાદી મળી જાય અને હુ ધરા સાથે જ રહુ. પણ મારો એક મિત્ર મારી હાલત પરખી ગયો એણે મને બોવ સમજાવ્યો પછી મે એને બધી વાત કરી. મારી વાત જાણી ને એણે મને એક સલાહ આપી. .
અજય : કેવી સલાહ આપી જલ્દી બોલો.
મોહિત : હા હા એણે મને કહ્યુ કે એ એક એવા તાંત્રિક ને જાણે છે કે એની પાસે જઈશુ તો મારી સમસ્યા નુ સમાધાન થઈ જશે. મે સમય બગાડ્યા વગર તરત જ જવા રાજી થઈ ગયો. તાંત્રિક પાસે જઈને એને બધી વાત કરી. થોડીવાર રહીને તાંત્રિકે, કહ્યુ કે કામ તો થઈ જશે પણ તમારે એમા બોવ જ સાવચેતી રાખવી પડશે હોઈ શકે એ આત્મા તમને કોઈ ને નુકશાન પણ પહોંચાડી શકે છે એટલે તમારે ધ્યાન રાખવુ પડશે. મે હા કહ્યુ પછી એમણે મને કહ્યુ કે એ આત્મા ને મારી ને જ્યા દાટવા મા આવી છે ત્યા જઈને એના શરીર ને સળગાવવુ પડશે અને પછી એની અસ્થિ વિસર્જન કરવી પડશે તો એને મુક્તિ મળી જશે. પણ મે કહ્યુ કે તરત જ અગ્નિ આપી ને અસ્થિ વિસર્જન કેવી રીતે થશે? તો એમણે કહ્યુ કે એનુ શરીર કેટલાય સમય થી જમીન મા દટાયેલુ હોવા થી અડધુ તો, પીગળી ગયુ હશે જે રહ્યુ છે એને અગ્નિ આપી દો એટલે થોડીવાર મા એની અસ્થિ ઠંડી પડી જશે પછી એને નદી મા પ્રવાહિત કરી દેજો. અને હા જે, પણ ત્યા જશે એના શરીર પાસે એટલે આત્મા ને ખબર પડશે તો એ એને રોકવાનો પ્રયાસ કરશે પણ તમારે એને ત્યા જવા થી રોકવી પડશે.
મે કહ્યુ કે અમે સામાન્ય માણસો અમે કેવી રીતે આત્મા ને રોકી શકવાના છે? તો તાંત્રિકે કહ્યુ કે હુ એક ભભૂતિ આપુ છુ એને તમે એ આત્મા ની ચારેબાજુ ગોળ કુંડાળુ કરી દેજો એટલે એ ત્યા જ બંધાઈ જશે એ ત્યા થી નીકળી નય શકે. પણ એટલુ ધ્યાન રાખજો કે ભભૂતિ થી કુંડાળુ કરતી વખતે એ આત્મા ને ખબર ના પડે નય તો એ પલવાર મા જીવ લઈ લેશે. પછી જ્યારે જે પણ એની અસ્થિ વિસર્જન કરે એ પહેલા થોડી બાકી રહેલી ભભૂતિ એ આત્મા પર નાંખી દેજો એટલે એને મુક્તિ મળી જશે. હુ ત્યાથી એ ભભૂતિ લઈ ને ઘરે આવ્યો ને ધરા ને બધુ કહ્યુ.
અજય : બરાબર પણ તમે લોકો એ આ બધુ કર્યુ કેવી રીતે? અને મોહિની ના શરીર ને અગ્નિ કોણે આપી? એની અસ્થિ વિસર્જન કોણે કર્યુ?
મોહિત : એ, બધુ કામ રનજીતસિંગે કર્યુ. અમે પહેલે થી જ રનજીતસિંગ ને બધુ જણાવી દીધુ હતુ એ અમારી મદદ કરવા તૈયાર હતા. આજે રાત્રે અમે સુતા હતા ત્યારે મોહિની આવી અને ધરા એ મારા કહેવાથી મોહિની ને ઉશ્કેરી , મોહિની ગુસ્સા મા ધરા ને મારવા જતી હતી ત્યારે મે વચ્ચે આવી ને એને રોકી અને કહ્યુ કે હુ તને જ પ્રેમ કરુ છુ હુ તારી સાથે આવવા તૈયાર છુ એટલે મોહિની શાંત પડી પછી મે ઈશારા થી ધરા ને રનજીતસિંગ ને ફોન કરવા કહ્યુ. ધરા એ ફોન કરી ને કટ કર્યો અને પછી મેસેજ કરી રનજીતસિંગ ને જાણ કરી એટલે રનજીતસિંગ તરત જ ત્યા ગયા જ્યા મોહિની નુ શરીર દાટેલુ હતુ . આ બાજુ મે મોહિની ને વાતો મા રાખી અને સરપ્રાઈઝ આપવાના બહાને આંખો બંધ કરવા કહ્યુ એણે આંખો બંધ કરી કે તરત જ મે એની ચારેબાજુ ભભૂતિ થી કુંડાળુ કરી દીધુ અને બાકી ની ભભૂતિ મે અને ધરા એ હાથ મા રાખી. મોહિની ને જ્યારે લાગ્યુ કે એના શરીર પાસે કોઈ પહોંચ્યુ છે તો એ તરત જ ભાગવા ગઈ પણ ભભૂતિ ના લીધે એ ભાગી ના શકી અને અંદર જ તડપ્યા કરી. પછી રનજીતસિંગ નો ફોન આવ્યો, કે એ અસ્થિ વિસર્જન કરી રહ્યા છે કે અમે તરત જ હાથ મા રહેલી ભભૂતિ મોહિની પર નાંખી દીધી અને ધીરે ધીરે મોહિની નો આત્મા વિલિન થઈ ગયો અને એના થી આપણ ને છુટકારો મળી ગયો.
અજય : વાહ શુ વાત છે? ભગવાન આપણી સા઼થે તો છે કે આપણે આટલી મોટી મુસિબત થી બચી ગયા. હવે હેત ને પણ કોઈ પ્રોબ્લેમ નથી મોહિની નો ડર નથી. કેમ ધરા સાચુ ને ધરા ક્યા ખોવાયેલી છે.
મોહિત : અરે ધરા શુ થયુ શુ વિચારે છે?
ધરા : કંઈ નય બસ એ જ મન મા આવે છે કે જતા જતા મોહિની બોલતી હતી કે હુ પાછી આવીશ તમને કોઈ ને નય છોડુ. એટલે એ, વાત ની બીક લાગે છે.
મોહિત : ધરા એવુ કશુ નથી એની આત્મા ને મુક્તિ મળી ગઈ હવે એ પાછી નય આવે તુ ચિંતા ના કર.
અજય : હા ધરા મોહિત ની વાત સાચી છે. હવે બધુ સારુ થઈ ગયુ છે હવે આપણા ઘર મા ખુશીઓ જ ખુશીઓ છે. કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા. .
ધરા : હા ભાઈ સાચી વાત છે તમારી.
બધા એકબીજા સાથે ગમ્મત કરવા લાગે છે , ને અચાનક લાઈટ જતી રહે છે કોઈ ના હસવા નો અવાજ આવે છે , અને પછી સંભળાય છે કે, હુ આવીશ જરુર આવીશ. . . . . . . . . . . . . . . . . . . . . . . .
સમાપ્ત. . . . . . . . . . . . . . .
મિત્રો મારી બધી ધારાવાહિક ને આપ સહુ એ પસંદ કરી અને મને આગળ નવી ધારાવાહિક લખવા માટે પ્રોત્સાહન આપ્યુ. એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. મારી આ ધારાવાહિક આપ સહુ ને કેવી લાગી જરુર થી કહેજો. તો હવે આપ સહુ ની રજા લઉ છુ ફરી મળીશુ એક નવી ધારાવાહિક સાથે આવજો. . . . . . . .

Rate & Review

Parul

Parul 5 months ago

Payal Chavda Palodara
Thakor Fallu

Thakor Fallu 8 months ago

Zainab Makda

Zainab Makda 9 months ago

Pradip

Pradip 11 months ago