only you in Gujarati Love Stories by Dinkal books and stories PDF | મારો વ્હાલો તું

The Author
Featured Books
Categories
Share

મારો વ્હાલો તું


નમસ્તે મિત્રો.. લેખનકાર્ય ની અંદર આ મારો બીજો પ્રયાસ છે.. આમ જુઓ તો પ્રકાશિત થયેલી પહેલી કવિતા જેવું છે આ. ટૂંકમાં કેટલીક પંક્તિઓ.. આની આગળ પણ એક નાનકડો પ્રયાસ કર્યો છે પરંતું એ અહીં પ્રકાશિત કરી શકાય એમ નથી.. હું અહીં વ્યક્તિગત કારણોસર મારી ગમતી વ્યક્તિનું નામ નથી લખી શકતી.. પણ આ જે પણ મેં લખ્યું છે એ ફક્ત અને ફક્ત એના માટે જ છે જે મને ખૂબ ગમે છે અને જેને હું ખૂબ ચાહું છું.. પણ અમુક કારણોસર અમે બંને ક્યારેય સાથે ન રહી શકીએ એ હું જાણું છું. અને આ લખવાનુ કારણ પણ એ જ મારી ગમતી વ્યક્તિ છે.. જે પણ લખ્યું છે એ બહુ લાગણીસભર લખ્યું છે.. મારા જીવનની વાસ્તવિકતા મેં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે.. જે જે સપનાઓ મેં જોયા છે એને સાથે રાખીને એ અહીં વર્ણવ્યા છે. આશા રાખું છું કે કદાચ ગમશે આ વાંચનાર દરેક વ્યક્તિને...

********🌷***************🌷********

સાંભળ ને...

તને ખૂબ ખૂબ ખૂબ જ પ્રેમ કરું છું...

તું બહુ વ્હાલો છે મને...

તારી સાથે થોડું જીવવું હતું મારે...

મારી ખ્વાહિશો પૂરી કરવી હતી...

તારી આંખોમાં મારા માટે પ્રેમ જોવો હતો...

તારા ખભા પર માથું મૂકીને સૂવું હતું..

તારા બંને હાથો માં મારે સમાઈ જવું હતું...

તારા કપાળ પર વ્હાલ ભર્યું ચુંબન કરવું હતું જે તને એહસાસ કરાવે કે હું તારી સાથે છું...

તારી હૂંફ માં રહેવું હતું મારે...

તારી મહેક માં ખોવાઈ જવું હતું મારે ...

તારી સાથે હાથો માં હાથ પરોવીને ફરવું હતું...

તારા હથેળીઓની ગરમાહટ મેહસૂસ કરવી હતી...

દુનિયાભરની વાતો તારી સાથે કરવી હતી... તારો ધીમો અને મને ગમતો અવાજ સતત સાંભળ્યા કરવો હતો મારે...

તારી સાથે ખુલ્લા આકાશમાં જોવું હતું...

રાત્રિ ના ચાંદ અને તારા તારી સાથે જોવા હતા...

મોસમનાં પહેલા વરસાદ ની મજા તારી સાથે માણવી હતી...

વરસતા વરસાદમાં તારા હોઠોં પર મારા હોઠોં થકી હૂંફ આપવી હતી...

તારી હળવી અને મને બહુ ગમતી સ્માઈલ પર એક કિસ કરવી હતી...

ડુમસ ના ગરમ ગરમ ભજીયા એકબીજાને ખવડાવવા હતા..

મહાલક્ષ્મીની મને બહુ ભાવતી સેન્ડવીચ તારા હાથોથી ખાવી હતી...

એક કપમાંથી ગરમ ગરમ ચાહ પીવી હતી...

તારી સાથે એક તહેવાર ઉજવવો હતો...

તારી સાથે લદ્દાખ જવું હતુ મારે... જે મારો સપનાનો પ્રવાસ છે...

મારા જીવનનાં દરેક સારા અને ખરાબ પ્રસંગોમાં તારો સાથ ઈચ્છતી હતી હું...

તારી દરેક સવાર મારાથી શરૂ થાય અને તારી દરેક સાંજ મારાથી ખતમ થાય એવું હું ચાહતી હતી...

તારી સાથે એવો સંબંધ બનાવવો હતો કે જીવનના મીઠાં અને કડવા કોઈ પણ સંજોગો હોય તું મને યાદ કરે અને તને સુખ અને શાંતિ મેહસૂસ થાય...

ભલે તારાથી દૂર હોઉં પણ મનથી તું મને યાદ કરે ને હું તને ફોન કે મેસેજ કરી દઉં એવું સગપણ બનાવવું હતું...

મારી જિંદગીની દરેક ક્ષણો નો તું સાક્ષી હોય એવું જીવન જીવવું હતું તારી સાથે...

તન અને મનથી હું તારી સાથે રહેવા માંગતી હતી...

તારા થકી મારું જીવન હોય અને મારા થકી તારું જીવન અને આ કુદરત પણ આપણી સાથે હોય એવું હું ઈચ્છતી હતી...
સર્વત્ર બસ તું અને તું જ હોય એવું મારું જીવન ચાહતી હતી...

અને છેલ્લે હું એટલું જ કહીશ કે, કશું જ ના કરી શકે તો કંઇ નહિ પણ આટલું કરવાનો પ્રયત્ન જરૂર કરજે કે જ્યારે મારી જિંદગીની છેલ્લી ક્ષણો હોય ત્યારે તું મારી સામે જ હોય અને મારી સાથે જ હોય અને તારા હાથની આંગળીઓમાં મારી આંગળીઓ પરોવાયેલી હોય એવું હું ચાહું છું...

કૈલાશ ખેર નું એક ગીત મને બહુ ગમે છે એ અહીં લખી રહી છું તારા માટે...

तू जो, छू ले, प्यार से
आराम से मर जाऊँ
आजा, चंदा, बाहों में
तुझमें ही गुम हो जाऊँ
मैं, तेरे नाम में खो जाऊँ... सैयां....सैयां....