ek mashum balki - 15 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 15

આજની રાત શિખા અને ભગીરથ અમારી સાથે જ રહી ગયા. મોડી રાત સુધી અમારી વાતો ચાલ્યા કરી. કોલેજની તે હસીન વાતો, જિંદગીની થોડી ખામોશી ભરી વાતોમાં સમય કયા નિકળી ગયો ખબર પણ ના પડી. પરી ને મમ્મી થોડા જલદી સુઇ ગયા હતા. મને કે શિખાને બંનેમાંથી કોઈને નિંદર નહોતી આવી રહી. થોડીવાર પછી ભગીરથ પણ સુઈ ગયો ને અમે બંને આખી રાત એમ જ બંને વાતો કરતા રહયા.

આટલા વર્ષ પછી હું ને શિખા આવી રીતે ભેગા થયા હતા. કેટલી વાતો મનને હળવું કરી ગઈ. પણ, હજું એક વાત દિલને તકલીફ આપી રહી હતી કે વિશાલ ખરેખર વિશ્વાસ કરવા લાયક રહયો હશે કે બદલી ગયો હશે. વિચારોના વહેણમાં રાત પુરી થઈ ને સવાર થયું.

સવારનો નાસ્તો કરી હું તૈયાર થઈ રહી હતી ત્યાં જ વિશાલનો ફોન આવી ગયો. બધાના કહેવાથી મે વિશાલને ઘરે જ બોલાવી લીધો. ખબર નહીં કેમ તે એક ગુનેગાર હોવા છતાં પણ તેમના માટે મને તેની પસંદગી પ્રમાણે તૈયાર થવું ગમી રહયું હતું. તેની પસંદનું રેડ ટોપ, તેના પસંદ આવે તેવી વાળની હેરસ્ટાઈલ, તેની પસંદગી મુજબનો મેકપ જે વર્ષોથી છુટી ગયું હતું તે ફરી મારી ખુબસુરતી સજાવવા માટે આવી ગયું.

હું તૈયાર થઈ બહાર નિકળી એટલે મમ્મી ખુશ થતી બોલી ઊઠી. "આટલા વર્ષો પછી તને આટલી સુંદર અને ખુશ જોવ છું. શું આ બધું તેમના માટે...?? "મમ્મીને વિશાલનું નામ લેતા પણ જાણે નફરત આવી રહી હોય તેવું લાગી રહયું.

હું કંઈ જવાબ આપું કે મમ્મીને કંઈ કહું તે પહેલાં જ દરવાજા પર બેલ વાગ્યો. હું દરવાજો ખોલવા એકદમ વ્યાકુળ થઇ દોડી, જાણે હું તેમનો કેટલા વર્ષથી ઈતજાર કરી રહી છું.

દરવાજો ખાલતાની સાથે જ મારી આખોમાં એક અનેરી ખુશી ઝળકી ઉઠી. હું તેને બે ધડી જોઈ રહી. પહેલાં કરતા તે કેટલો બદલી ગયો હોય તેવું લાગ્યું. ચહેરા પર વધેલી દાઢી, એકદમ સાદા કપડાં ને એકદમ પાતળૂં થઈ ગયેલું શરીરને જોઈ મારા ચહેરા પરની ખુશીની રેખા જાણે વિખેરાઈ ગઈ. મન થઈ આવ્યું તેમને ગળે લગાવી તેમના હાલચાલ પુછી લવ પણ એક માંની મમતા તે કરવા રોકી રહી હતી.

તે અંદર આવી સીધા જ મમ્મીના આશિર્વાદ લેવા ગયો. પણ મમ્મીએ તેને નફરતની નજર થી દુર કરી દીધો. તે શાંત કંઇ બોલ્યાં વગર સોફા પર બેસી ગયો. હું તેમના માટે પાણી લઈ ને આવી. તેમને પાણી પીધું ને પછી થોડુંક ડરતા ડરતા બોલ્યો.

"શ્રેયા, આ્ઈ એમ રીયલી સોરી હું આપણી બેટીને સંભાળી ના શકયો." તેના ખામોશ ચહેરો થોડો વધારે ખામોશ થઈ ગયો. તેની આખોમાં આસું પણ ટપકવાની તૈયારી જ કરતાં હતા ત્યાં જ મમ્મી વચ્ચે બોલી ઊઠી,

"તો શું તે માસુમને વહેંચી દીધી પૈસા ખાતર...!!" મમ્મીના અપશબ્દો તે તો ગળે ઉતારી ગયો પણ હું ના ઉતારી શકી. મારી આખો તેમને જોતા જ રડી પડી.

"શું કામ આવું કર્યું તે.....???મે તેમને તારા ભરોસે મુકી હતી. તારાથી નહોતી સચવાઇ એમ તો મને આપી દેતો. પણ નહીં, તને તો પૈસાની ભુખ હતી. એકવાર વિચાર તો કરી જોયો હોત કે ત્યાં તેમની હાલત શું થશે....??મે તેમને જોઈ છે તેવી હાલતમાં, તું વિચારી પણ નહીં શકે કે તેમની જિંદગી સાથે તે શું કર્યું છે." હું તેમની પાસે બેસી રડી પડી. મારામા આટલી હિમ્મત નહોતી કે હું તેમની સામે ઊચો અવાજ કરી વાતો કરું.

"પરી તારી પાસે છે......???" તેનો ખામોશ થયેલો અવાજ ખાલી આટલું જ પુછી શકયો.

"તે કયાં છે તે તને ખબર હોવી જોઈએ, શ્રેયા તેને તારી પાસે મુકી આવી હતી." મારા પહેલાં જ મમ્મીએ તેમને જવાબ આપી દીધો.

"શું થયું હતું.....વિશાલ...??"

"શ્રેયા, તને હજું પણ લાગી રહયું છે કે તેને કંઈ નથી કરયું." મમ્મીનું આમ વચ્ચે બોલવું મને ના ગમ્યું.

"પ્લીઝ મમ્મી, તું થોડિકવાર ચુપ રહીશ. બોલ વિશાલ."

"લોકો કહે છે તે વાત સાચી નથી. તું જાણે છે ને પરી મારા માટે શું છે.....?? હું ખુદ તે વાતથી હેરાન શું કે તેમની હાલત કેવી હશે." આટલું બોલતા જ તેમની આખો આસુંથી છલકાઈ ગઈ.

હું તેમની નજીક જ્ઇ બેસી ગઈ. મને તેની આખોમાં સાફ દેખાય રહયું હતું કે તે કેટલી તકલીફથી ગુજરી રહયો છે. મારો હાથ તેમના હાથ પર મુકયો ને તેને આસવાસન આપતા મે પુછ્યું " મને તારી વાત પર વિશ્વાસ છે...શું તું મને પહેલાંથી બધું જણાવી......???"

મારો વિશ્વાસ તેમના માટે કેટલો જરૂરી છે તે મને તરત જ તેનો ચહેરો જોતા સમજાય ગયું. તેમને મારી સામે નજર ફેરવી ને વાતની શરુયાત કરી.

"તારા ગયા પછી સંજયને મે જેલમાંથી છોડાવી લીધો. મને લાગ્યું કે શિખાના સુસાઈટનું કારણ ખાલી સંજય જ હતો કેમકે તે જેલમાં હતો. તેના કારણે શિખા ખુશ નહોતી. પણ હકિકત કંઈ અલગ જ બની કે જે વાત તું કહેતી હતી તે જ સત્ય હતી. મે શિખાની ખુશી ખાતર ફરી સંજયની સાથે તેમના લગ્ન કરવાનું વિચાર્યું પણ જેમાં તેમની ખુશી હતી જ નહીં તે વાત તે કેવી રીતે સ્વિકારી શકે. તેમને મને કોઈ વાત ના જણાવતા જ ઘરેથી નિકળી ગઈ. મે કોશિશ કરી તેમને ગોતવાની પણ તે ના મળી. હું તારી સાથે આ વાત કરવા માગતો હતો ત્યાં જ સંજય તે દિવસે મારી પાસે આવ્યો ને મને ધમાકાવી ગયો 'જો હું તારી સાથે કોઈ પણ સંબધ રાખું તો આપણી બેટી પરીની જિંદગી તે ખરાબ કરી દેશે. ' હું ડરી ગયો ને મે તને કોઈ વાત ના કરવાનું વિચારી લીધું. "

વાતો કરતાં કરતા તેની આખમાં ઝરમર તો આવી જ જતા હતા તે મે અનુભવ્યું. હું તેની વાત ધ્યાનથી સાંભળી રહી હતી.

"પરીની જિંદગીને સારી બનાવવા હું બંને તેટલો તેની સાથે રહેવાની કોશિશ કરતો. તે પાંચ વર્ષની થઈ ત્યાં સુધી ના સંજય ઘર સુધી આવ્યો ના હું તેમને મળ્યો. પણ તેમની નજર મારી ઉપર જ રહેતી. પરીના સ્કુલનો પહેલો દિવસ હતો ને હું તેમને સ્કુલ મુકવા ગયો. રસ્તામાં મને સંજય મળ્યો. મારી સાથે મારપિટ કરવા લાગ્યો ને ફરી આવી મને ધમકાવી ગયો. જો હું તેમને મારી પ્રોપર્ટી ના આપું તો તે પરીની જિંદગીને ખરાબ કરી દેશે. હુ ત્યારે શું કરું મને કંઈ સમજાતું ના હતું. મે વિચાર્યુ કે જો પ્રોપર્ટીથી મારી પરી સલામત રહી શકતી હોત તો હું તેમને પ્રોપર્ટી આપી અહીંથી બીજા શહેર જતો રહું."

"તે શું કામ તને ધમકાવી રહયો હતો...??"

"તેમનો બદલો....પુરો કરવા તે પરીની પાછળ પડયો હતો. "

"તેમનો બદલો...!!"

"તે તેમને જેલ મોકલ્યો તેનો બદલો તે પરીને આપવા માગતો હતો. "

"તો આ વાત કોઈને બતાવી શકતો હતો ને....!!"

"કોઇને બતાવ્યું તેનું જ તો પરિણામ છે પરીથી દુર થવાનું. તે દિવસે મે પ્રોપર્ટી પર સહી ના કરતા પોલીસને ઇનફ્રોમ કર્યું. મને થોડીખબર હતી કે પોલીસ પણ તેની સાથે જ મળેલ હશે. તે દિવસે તે સીધો પોલીસને લઇ ને ઘરે આવ્યો. આખા શરીરે લોહી લુહાણ બની. તેમને મારા પર આરોપ લગાવ્યો કે મે તેમની મારપિટ કરી જેના કારણે તેમની આ હાલત થઈ. પોલિસે મને ગુનેગાર સમજી જેલમાં પુરી દીધો."

તેમની આખોમાંથી આસું વહી ગયા. આ વખતે મમ્મી પણ તેમની આ લાગણી ભર્યા ચહેરાને જોઈ રહી. હું તેમની લાગણીને સમજવાની કોશિશ કરી રહી હતી ને તેમને વાતની આગળ વધારી.

"કદાશ ત્યારે તું કે શિખા મારી સાથે હોત તો હું બે ગુનેગાર સાબિત થઈ શકત પણ એવું ના બની શકયું. હું એકલો આ લડત ના લડી શકયો ને તે પરીને લઇ દૂર ચાલ્યો ગયો. ત્યારે મમ્મી પપ્પા કોઈ ના હતું. તે લોકો તો શિખાની સાથે જ આ ઘરને છોડી જતા રહયા હતા એક આશ્રમમાં. શાયદ તેને પણ શિખાની જેમ જ હું જ ગલત લાગ્યો. " તે થોડીવાર મારી સામે એમ જ જોતો રહયો. જાણે તેને મારી મદદની જરૂર હતી.

" શ્રેયા, મારે તારી મદદ જોઈએ છે. હું એકલો કંઈ નહીં કરી શકું. પ્લીઝ આપણી બેટીના કાતિલને પકડવામાં મારી મદદ કરી તું....??? " હું તેને કંઈ કહું તે પહેલાં જ પરી અને શિખા બંને રૂમમાંથી બહાર આવ્યાં.

શિખાની આખોમાં આસું હતા ને પરી તો દોડતી જ વિશાલના ગળે લાગી ગઈ હતી. કેટલા વર્ષનો આ મિલાપ જાણે લાગણી અને પ્રેમ બંને તરસ્યો બન્યો હોય તેમ બંને બાપ- બેટી કયાં સુધી એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આ વાર્તા જયારે એક દમ જ એન્ડ પર આવી ગઈ છે ત્યારે શું શ્રેયા વિશાલનો સાથ આપશે કે તેને જ દોશી ઠેરાવી દેશે...???શું વિશાલે જે કંઈ પણ કહયું તે સાચું હશે કે મન ઘડત કાહાની..??શું ગુનેગારને તેમની સજા મળશે કે શ્રેયા લાગણીના આવેશમાં આવી બધું ભુલી જશે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"