Sky Has No Limit - 37 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-37

પ્રકરણ-37
મોહીતે જવાની તૈયારી કરી લીધી. નીકળતાની છેલ્લી ઘડીએ પોતાનાં બેડરૂમમાં જઇને બાથરૂમમાં કોઇ છૂપાવેલી સ્વીચ ચાલુ કરી આવ્યો. એણે પછી બહાર આવીને બધાની સામે જોયુ અને કહ્યું "હું નીકળું.. પણ.. તમને બધાને આમ અધૂરા પ્રોગ્રામે મૂકી જવું ગમતું નથી પણ બીના એવી બની છે કે... હું નીકળુ અને એણે મલ્લિકાની સામે જોયું.
મલ્લિકાનો ચહેરો ઊતરી ગયેલો હતો એને અહીં એકલા રહેવાની પીડા હતી કે.. ? પણ મોહીત હસતાં હસતાં કહ્યું આ તારો ફોન હવે મારા કાપમનો નથી લે રાખ હું પાછો ફોન કરુ તો ઉપાડજે.. સ્વીચ ઓફ ના થાય ધ્યાન રાખજે.
હિમાંશુએ કહ્યું "મેં જોઇને ફલાઇટ તેં આપેલાં કાર્ડથીજ બુક કરાવી લીધી છે. બધાને ઘરે રહેવા કહીને એ બંન્ને નીકળ્યાં મોહીત પાછો ફરીને પોતાનાં સ્ટાફને મેરી-જોસેફને કહ્યું ટેઇક કેર ઓફ મેમ અને છેલ્લે મલ્લિકાને કહ્યું ટેઇક કેર પ્લીઝ અને પછી એની સામે જોયા વિના નીકળ્યો. હિમાંશુએ કાર બહાર કાઢી ત્યાં સુધી મોહીતે સીક્યુરીટી મોર્ટીનને સૂચના આપી અને બોબને એણે એક મેસેજ લખી દીધો. અને એને ખાસ સૂચના લખીને મોકલી અને લખ્યુ પછી એ ફોન કરશે.
ગાડીમાં બેસતાં ફાલ્ગુનને બધાને મોહીતે બાય કીધુ અને ગાડી એરપોર્ટ જવા માટે સડસડાટ નીકળી ગઇ.
મોહીતનાં ગયાં પછી થોડો વખત સાવ જ શાંતિ પથરાઇ ગઇ. માહોલ જોઇને સમજ્યુ મેરીએ મલ્લિકાને પૂછ્યુ મેમ કોફી કે કંઇ બનાવું ? પીવી છે ?
મલ્લિકાએ હસતાં ચહેરે કહ્યું "યસ મેરી પ્લીઝ બધાનાં માટે બનાવ અને બધાંજ પાછા ડ્રોઇંગ રૂમમાં આવીને બેઠાં. મોહીત અને હિમાંશુ વિનાં જાણે મૌન પથરાઇ ગયું.
ફાલ્ગુને કહ્યું "અચાનક જ ખરું થઇ ગયુ મોહીતનાં પાપાને સારુ થઇ જાય એજ પ્રાર્થના અને બધાએ હાં માં હાં મેળાવી અને શિલ્પા બોલી પ્રાર્થના જરૂર સાંભળશે ભગવાન.
મલ્લિકા મનમાં વિચારી રહી.. હજી એને એવોજ વિચાર આવી ગયો કે હાંશ પાપાએજ જાણે બચાવી એમની બિમારી.. મારે કામ આવી ગઇ.
ત્યાંજ મેરી બધાં માટે કોફી બનાવીને લઇ આવી.
બધાંએ કોફીને ન્યાય આપ્યો. ફાલ્ગુને ટીવી ચાલુ કર્યું અને એમાં હીન્દી ન્યૂઝ ચાલુ કર્યાં. બધાંની નજર ટીવીમાં પરોવાઇ ગઇ. કોફી પીતાં પીતાં બધાં ઇન્ડીયાનાં ન્યૂઝ જોઇ રહ્યાં. દરેક મોટાં મેટ્રો સીટીમાં મેટ્રો ટ્રેઇન શરૂ થઇ ગઇ છે એવાં બધાં ન્યૂઝ સાંભળી સોનીયા બોલી "હાંશ ઇન્ડીયા પણ હવે અપડેટ થઇ રહ્યું છે સારું છે.
બધાંએ ઘણાં સમયે સોનીયાનો અવાજ સાંભળ્યો ફાલ્ગુને પણ એનાં તરફ જોયું પણ કંઇ બોલ્યો નહીં પછી મલ્લિકાએ બધાંને ટીવીમાં બીઝી જોયાં એ ઉભી થઇ ફોન લઇને પોતાનાં બેડરૂમમાં આવી.
મલ્લિકા બેડરૂમમાં આવીને ચારે બાજુ ચકોર નજર કરી પણ કંઇ અજુગતું કે નવુ લાગ્યુ નહીં. એણે વિચાર્યુ મોહીત બાથરૂમ જવા જ આવ્યો હશે પછી એ ચેર પર બેઠી અને ફોન ચેક કર્યો એણે ફોનમાં રેકર્ડ કરેલાં પોતાનાં ફોન કોલ્સ જોયાં.. ચેક કર્યાં તો ફાઇલ ઝીરો બતાવતી હતી એમાં કોઇ રેકોર્ડીંગ હતું જ નહીં.
મલ્લિકાને આર્શ્ય થયું કે કોઇ રેકોરડીંગ જ નથી થયુ તો મોહીત જૂઠ્ઠુ બોલ્યો ? એણે કંઇ સાંભળ્યુ જ નથી ? બહાર ફોનમાં ચેક કર્યુ તો ફોન કોલ રેકોડીંગ સેટીંગ જ હતું એને થયું તો પછી રેકર્ડ થયેલાં ફોનની ડીટેઇલ્સ કયાં ? મોહીતે સાંભળી ડીલીટ કરી હશે ?
થોડી ફડક પેઠી.. પણ પછી સ્વસ્થ થઇ કે મોહીત ડીલીટ શા માટે કરે ! પુરાવો રાખે નહીં ? કંઇ નહીં જે હશે એ જ્યારે પડશે એવાં દેવાશે.
મલ્લિકાએ રૂમમાં રહેલા ફ્રીઝમાંથી બીયર ટીન કાઢ્યો અને મોઢે માંડ્યો ક્યાં બોલીને ચીલ્ડ બીયર પીધો - ટીન પૂરો કરીને એ પાછી બહાર આવી.
ત્યાંજ ફાલ્ગુને કહ્યું "મલ્લિકા, હિમાંશુ આવે એટલે અમે લોકો ઘરે જવા નીકળીએ.. એની રાહ જ જોઇએ છીએ ખૂબ મજા આવી ખૂબ મજા કરી.. બાકીતો આવું બધું ચાલ્યા કરે એમ કહીને વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કરવા માંડ્યો.
મલ્લિકાએ કહ્યું કોઇને નાસ્તો કે કંઇ બીજું જોઇએ છે બધાં જવાબ આપે ત્યાંજ હિમાંશુ પાછો આવી ગયો એણે કહ્યું "મોહીત ફલાઇટમાં બેસી ગયો હશે હું એને ડ્રોપ કરીને પાછો આવી ગયો. અને એણે સ્વસ્થ થતાં કહ્યું આજે ખૂબ જ ઠંડી છે બહાર કારમાં હીટર ચાલુ હતું છતાં જાણે અસર જ નહોતી રહીં ઘરે આવીને સારું લાગે છે.
ફાલ્ગુને કહ્યું "હિમાંશુ હું તારી જ રાહ જોઇ રહેલો હું પાછા જવાનું વિચારી રહ્યો છું. તારો શું પ્રોગ્રામ છે ? તો શું ઘરે પહોંચી જવાય કાલથી જોબ ચાલુ થઇ જશે.
હિંમાશુએ કહ્યું "ઓકે ડન ચાલ હું પણ નીકળુ છું શિલ્પાનો અહીંજ રોકવાની છે ચિંતા નથી. આપણે નીકળીએ.
મલ્લિકા બધુ સાંભળી રહેલી એ કંઇ બોલી જ નહીં. ત્યાંજ શિલ્પાએ કહ્યું "હિમાંશુ તમે રોકાઇ જાવને પ્લીઝ તમે લીવ મૂકી દોને બે દિવસ રહી સાથે રહીએ આમ પણ મલ્લિકા એકલી છે.
હિમાંશુ પ્હેલાં સાંભળી રહ્યો પછી મલ્લિકાની સામે જોયું તો મલ્લિકાએ પણ ખોટો ખોટો પણ ભાવ દર્શાવતા કહ્યું હાં મૂકોને લીવ વારે વારે ક્યાં અવાવાનુ છે ? કંપની રહેશે પછી વ્યવહાર દર્શાવતાં કહયું "ફાલ્ગુનભાઇ તમે પણ રોકાઇ જ જાવને ઘણાં સમયે ભેગા થયાં છીએ ભલે મોહીત નથી પણ હું તો છું ને. રોકાઇ જાવને કાલે બધાં સાથે જ જતાં રહેજો એમ ચાલાકીથી કહી દીધુ કે શિલ્પા લોકો પણ જાય તો પણ વાંધો નથી ખોટો ખોટો આગ્રહ એનો ચાડીજ ખાતો હતો. પણ..
હિમાંશુએ એ ખોટો આગ્રહ પણ પકડી રાખ્યો અને બોલ્યા ફાલ્ગુન રોકાઇ જાને યાર કંપની રહેશે લીવ મૂકી દેને કાલની આપણે આમે ને આમેય પરમ દિવસે સીધા જોબ પર જ હાજર થઇ જઇશું.
મલ્લિકાએ આવતી કાલનું કીધું પણ હિમાંશુને પરમદિવસે વહેલી સવારનું જ નક્કી કરી નાંખ્યુ અને મલ્લિકાનું કંઇ બોલવાનું રહ્યુ જ નહીં પછી હિમાંશુ કહ્યું પરમદિવસે આપણે જરૂર નીકળી જઇશું પણ મોહીતનાં અને મલ્લિકાનાં આગ્રહ અને ઇચ્છાથી શિલ્પા તો અહીં જ રોકાશે.
મલ્લિકાનાં પેટમાં જાણે ઉકળતું તેલ રેડાયું છતાં એણે હસતું મોટું રાખીને કહ્યું "હાં હાં સારુને એવું પણ ચાલે".
હિમાશુને મોહીતે એરપોર્ટ પર આપેલી સુચના અને ચર્ચા યાદ આવી ગઇ. મોહીતે કહેલુ "દોસ્ત હિમાંશુ હવે તો ક્યાંય કશુ અંગત નથી અમારાં સંબંધોનું પણ બધુ સ્પષ્ટ બધાને સમજાઇ ગયું છે કંઇ છૂપાવાનુ નથી. પછી થોડુંક થૂંક ગળે ઉતારીને કહ્યું "મલ્લિકાની કંપની માટે શિલ્પાને એની સાથે રાખજે પ્લીઝ તને ફાવે તો તું પણ રોકાજે જો તારે જવું પડે એવું હોય તો જ જજે. મને એ ગમશે કે તું શિલ્પા-મલ્લિકાની સાથે રહે.
દોસ્ત તારે સરકારી નોકરી છે ચિંતા નથી તારી પાસે કાયમ લીવ બચાવેલી હોય છે એનો ઉપયોગ કરી લે ને. હું તને ફોન કરતો રહીશ. ત્યાં બાકીની મેં વ્યવસ્થા બધી જ કરેલી છે કોઇ ચિંતા નથી જ.
મલ્લિકા ડીસ્ટર્બ છે એનું ધ્યાન રાખવું પડે એવું છે હિમાંશુ એમ મોંઘમ સૂચના આપીને ગર્ભિત રીતે કહી દીધુ.
એ યાદ કરતાં હિમાંશુ બોલ્યો મારે તો લીવ પડી છે ચિંતા નથી... મલ્લિકા આટલો આગ્રહ કરે છે તો હું અને શિલ્પા બંન્ને રોકાઇ જઇએ છીએ. ફાલ્ગુન તું પણ રોકાઇ જાને સારું રહેશે.
ફાલ્ગુને કહ્યું "કાલનો દિવસ હું રોકાઇ જઊં છું પછી તો મારે જવુ જ પડશે.. એક કહીને બધાં રીલેક્સ થયાં.
હિમાંશુએ જોસેફને કહ્યું "જોસેફ બે ચીલ્ડ બીયર લાવ અને બે-બે ટીન લાવજે. ખૂબ ચીલ્ડ હોય છે બીયર બરફ જેવાં એક પીશુ ત્યાં બીજું હૂંફાળુ થશે અને જોસેફ હસતો હસ્તો લેવાં ગયો.
મેરી નાસ્તો લઇને આવી અને હિમાંશુ અને ફાલ્ગુન બીયર પીવાનો ચાલુ કર્યો.
શિલ્પા કહે તમે લોકોએ તો તમારુ શરૂ કરી દીધુ હવે અમે ત્રણ શું કરીએ ? ખરા છો તમે તો ? હમણાં મોહીતભાઇ હોય તો પહેલાં અમારું વિચારે પછી એમનું તમે લોકો તો તમારુ કરીને બેસી ગયાં.
ત્યાંજ મલ્લિકાનાં ફોનમાં ફોન આવ્યો સામે એની માં હતી એણે કહ્યું મોહીતનાં પાપા ખૂબ સીરીયસ છે એ આવવા નીકળ્યો ? નહીંતર...
વધુ આવતા અંકે -- પ્રકરણ-40