Sky Has No Limit books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-41 

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-41
મોહીતનાં પિતા સુભાષભાઇનું દુઃખદ અવસાન થયું હતું ઘરમાં શોક અને આઘાતનો માહોલ હતો. મલ્લિકાનાં માંબાપને મોહીત રીતસર ધક્કો મારીને ઘરે પાછાં મોકલ્યાં હોય એવું વર્તન હતું. એને એનાં મનહૃદયમાં કુદરતી એમનાં માટે તિરસ્કાર થઇ રહેલો. એનું એવું જ મનમાં ઠસી ગયેલું કે પાપાનાં મૃત્યુ પાછળ કોઇને કોઇ રીતે મલ્લિકાનાં પેરેન્ટ્સ જવાબદાર છે.
મોહીતે માં ને કહ્યું "માં આમ પાપા અચાનક આપણને છોડીને ના જ જઇ શકે કંઇક તો કોઇ કારણ છે જે.. પાપાતો ખૂબ મજબૂત મનોબળવાળાં હતાં એમને તોડી નાંખનાર બળ કહ્યું હતું એ મારે જાણવું છે માં તમે આ વિધી અને તર્પણનું હું બતાવું પછી મને જણાવજો.
માં હું તમને મારાં દીલની વાત કરું છું મારાં પિતાને મારનાર "કારણ"ને હું જાણી એને સજા નહીં આપું ત્યાં સુધી એમનું સાચું તર્પણ નહીં હોય મને જે સમજ પડે છે ત્યાં સુધી મને પાપાને મારનાર કારણ અને એનાં માટેનાં જવાબદાર લોકો ખબર છે પણ હું પહેલાં જાણી જ લઇશ.
મોનીકાબહેન આંખમાં આંસુ સાથે કહ્યું "દીકરા મોહીત.. દીકરા... દીકરા.. લાગણીનાં આવેશમાં એવું કોઇ પગલું ના ભરીશ તને મારાં.. મોહીતે સાંભળ્યાં સાથેજ માં નો હોઠ પર હાથ મૂકી દીધો અને બોલ્યો "માં તમને કાંઇ નથી બોલવાનું તમને મારાં સમ છે હું તમને જ હવે બાંધુ છું તમે મને રોકશો નહીં હું એવું કંઇ નથી કરવાનો કે તમને દુઃખ થાય છતાં એવું કરીશ કે પાપાને સાચું તર્પણ થાય.
મોનીકા બહેને મોહીતનાં વિચારોને બીજી દીશામાં વાળવા કહ્યું "હું માંડીને બધીજ વાત કરીશ દીકરાં પણ તને એ પણ કહુ કે પાપાએ નવી જમીન ખરીદી હતી તે તું જાણે છે બધાંજ પૈસા ચુકવાઇ ગયાં હતાં. દસ્તાવેજ પણ થઇ ગયો હતો છતાં એ પછી નોટીસ આવી કે લીધેલી જમીનમાં કોઇ ભાગીયો હતો એણે દાવો ઠોકેલો. તારાં પાપાએ ખૂબ ચીકાશ અને ચીવટથી બધુ જ કરેલું છતાં... એ ખૂબ ટેન્શનમાં હતાં કાચી એન્ટ્રી થયાં પછી આગળની કાર્યવાહીઓ વિઘ્ન આવી ગયું હતું એ સાંજે ઘરે આવ્યાં ખૂબ જ ચિંતા સાથે.. પછી.. ત્યાંજ મહારાજ ઘરમાં આવ્યાં. અને એમની વાત અટકી પડી. મહારાજે કહ્યું "મોહીત ભાઇ પાપાનું તર્પણ કરવા માટેની વિધી હવે બધી સંપૂર્ણ થઇ છે અને વરસીવાળી લીધી છે હવે તમે તમારી શ્રધ્ધા પ્રમાણે એમની આગળ ગયા કે હરિદ્વાર તમારી માન્યતા અ પરંપરા રીત રીવાજ પ્રમાણે આગળ કરી શકો છો.
મોહીત મહારાજને પગે લાગ્યો અને માં એ મહારાજને દક્ષિણા આપીને કહ્યું "હું આપને કહેવડાવીશ ત્યારે ફરી આપ પધારજો અમે નક્કી કરીને જણાવીશું મહારાજે આશીર્વાદ આપીને વિદાય લીધી.
મોહીતે માં ને કહ્યું "માં હું મેં અગાઉ કીધું એમજ હું કારણ અને જવાબદાર ને નશ્યત કર્યા પછી જ તર્પણ કરીશ એજ સારુ તર્પણ હશે.
મોનીકાબહેન સજળ નયને મોહીત સામે જોઇ જ રહ્યાં અને મોહીતનો ગુસ્સો કેવી રીતે શાંત કરવો અને એ કંઇ એવું ના કરી બેસે જ જીવનમાં તોફાન આવી દુઃખ પહોચાડે. મોહીત ગુસ્સો અને નારાજગીમાં હતો છતાં મહારાજ બહાર નીકળતાં એ બોલતો બોલતો એની માં ને વળગી ગયો અને ધુસ્કે ધુસ્કે રડી પડ્યો ક્યાંય સુધી રડતો રહ્યો અ બોલી ઉઠ્યો માં માં પાપા વિના હવે આપણે સાવ અધૂરા અને પાંગળા છીએ નિરાધાર થઇ ગયાં છીએ. ખૂબ રડ્યો માં એ રડવા દીધો.
***************
મલ્લિકા બધાં સ્ટાફને ઘરમા આવવા ના પાડી બધુ બંધ કરીને એનાં બેડરૂમમાં આવી. એ એનો બેડરૂમમાં આરામ ખૂરશી પર બેઠી. આંખો બંધ કરીને શાંતિથી વિચારવા લાગી, અચાનક જ બધું ઘણું બની ગયું છે. આમાં મેં શું કર્યું ? શું સારું કે ખોટું ? માં એ શું કર્યું ? મોહીતે શું કર્યું ? મારું વર્તન-વાચચીત કોઇ કારણ બની ગયું ?
મલ્લિકાને સાચાં વિચાર આવ્યાં એને થયું મોહીત મને અપાર પ્રેમ કરે છે ખૂબ કરે છે સામે મેં એને શું આપ્યું ? મેં જે એને આપ્યુ છે એ તો કોઇ પણ સ્ત્રી આપી શકે.... મેં શું કંઇ વિશેષ કર્યુ છે. આટલો સારો સારાં વિચારવાળો પ્રેમાળ પતિ છે મારો મને એણે પ્રેમ કરીને સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે એને મેં એની સાથે કેમ આવુ વર્તન કર્યું ? કેમ એનાં વિશ્વાસને પાત્ર ના બની શકી ? મેં કેમ આવુ કર્યુ ? હું એનાં પ્રેમને લાયક જ નથી જ્યારથી એને મળી છું ત્યારથી એણે ફક્ત મારાં સુખનો જ વિચાર કર્યો છે ક્યારેય એણે પોતાનું કે પોતાના કુટુંબનો વિચાર નથી કર્યો. અહીં ભણવાનું પુરુ થવા આવ્યુ ત્યારે એણે મને કીધુ હતું મલ્લુ સાચું કહું અહીં ભણવું હતું ભણી લીધુ પણ હું તો ઇન્ડીયા પાછા જવાનું વિચારી રહ્યો છું.
મલ્લુ મારાં માતાં પિતાનો એકનો એક દીકરો છું એમણે મારાં માટે બહુ બધું કર્યુ છે હવે ત્યાંજ સેટ થઇશ પાપાનો ધીખતો ધંધો છે છતાં એમણે કહેલું મોહીત તારે જે કરવું હોય એ કરજે પણ ભણીને પાછો આવી જજે. તને રોજ પળ પળ જોવાની ટેવ છે છતાં તારાં ઉજવળ ભવિષ્ય માટે તને પરદેશ ભણવાં મોકલેલો કારણકે દિકરાં હું એવું માનું છું કે પ્રગતિ માટે જે કહેવત છે ને અંગ્રેજીમાં કે સ્કાય હેઝ નો લીમીટ.. પણ તારાં માટે ક્યારેય સ્કાય હેઝ લીમીટ ના રહે તારી પ્રગતિ -સુખ આનંદ એશ્વર્ય મેળવવા માટે સ્કાય હેઝ નો લીમીટ થઇ જાય ક્યાંય કોઇ સીમા નહીં મર્યાદા નહીં. બસ એવું ઇચ્છું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું.
મલ્લિકાને યાદ આવ્યુ કે આ બધી વાતો કરતાં કરતાં મોહીત એનાં માં પાપાને યાદ કરતો રડી પડેલો અને હું એ સમયે તો કંઇ બોલી નહીં પણ મનમાં મારાં એક પ્લાન આવી ગયેલો કે આવો હેન્ડસમ, સંસ્કારી સારો છોકરો, એકનો એક મને ક્યાં મળવાનો ? અને મેં મારી માંની ચાલ જે મારી ગળથૂથીમાં હજુ મારાં લોહીમાં હતુ અને મેં એ પ્લાન અમલમાં મૂકેલો.
મલ્લિકા અત્યારે પોતાનો અને મોહીતનો એલોકો મળ્યાં, સાથે રહ્યાં અને એ સમયે મલ્લિકાએ મોહીતને પ્રેમજાળમાં ફસાવેલો એ બધુ યાદ આવી રહ્યું હતું.
એ વખતે મલ્લિકાએ મોહીતને એનાં આંસુ લૂછીને ગળે વળગાવી કહેલુ મોહું તારી વાત સાચી છે આપણી દુનિયા જ આપણાં માં બાપ છે. મોહીત તારે જે ઇચ્છા હોય એજ કરજે હું તારાં સાથમાંજ છું હું પણ તારી સાથેજ ઇન્ડીયા આવી જઇશ મોહીતને એજ સમયે શાંત કરી દીધો અને એટલું વ્હાલ કરેલું કે મોહીતને મલ્લિકા માટે વિશ્વાસ અને પ્રેમ ઉમરેલો.
એ દિવસની સાંજનો વાર્તાલાપ બંન્ને જણાં અમેરીકામાં ન્યુજર્સીમાં શેરીંગમાં રહેતાં હતાં. પાર્ટનર હતાં ત્રીજો પાર્ટનર પણ હતો અને એની એ દિવસે નાઇટ શીફ્ટ હતી એ મોહીતનો ફ્રેન્ડ હીમાંશુ જ હતો.
મલ્લિકા વિચારી રહી કે એ પળ એ દિવસથી જ મારાં મનમાં પ્લાન બની ગયો અને હું ધીરે ધીરે કાળજી અને ધીરજથી અમલમાં મૂકી રહી હતી.
હિમાંશુ એની શીફ્ટ માટે નીકળી ગયો. મોહીત આજે ખૂબજ લાગણીભીનો હતો અને મલ્લિકાએ એનો લાભ ઉઠાવ્યો મોહીતને કહ્યું "તારે આજે કંઇજ નથી કરવાનું તું બેસ શાંતિથી હું સેન્ડવીચ અને કોફી બનાવી લઊં છું આજે વાસણ કે કંઇ સાફ નથી કરવાનું હું બધુંજ કરી લઇશ. તું આજે.... મારાં મોહું એમ કહીને મોહીતની આંખોને ચૂમી લીધી હતી.
મોહીત લાગણીશીલ તો હતો જ અત્યારે પ્રેમભીનો થઇ રહેલો. મોહીતે મલ્લિકાને કહ્યું "તું કેટલી કાળજી લે છે તારો આવો પ્રેમ મને કાયમ આપીશને ? હું તારો જ થઇને રહીશ.
મલ્લિકાને યાદ આવી રહેલુ બધુ એણે ફટાફટ કોફી અને સેન્ડવીચ બનાવીને ટીપોય પર મૂકી દીધેલી અને પછી સ્ત્રી ચરીત્ર બતાવાનું ચાલુ કરેલું.
મોહીતનાં માથામાં હાથ ફેરવતાં ફેરવતાં એને સહેલાવી રહેલી અને મલ્લિકાએ વિચાર્યુ કે મેં મારાં મનમાં નિર્ણય લઇ લીધેલો કે મોહીતને પ્રેમજાળમાં ફસાવીને અહીંજ રાખીશ નહીં જવા દઊં ઇન્ડીયા પાછો.....
એણે મોહીતને આંખો -ગાલ અને હોઠ પર ચુંબન કર્યા એની લાગણીઓને ઉશ્કેરી રહેલી સાથે સાથે અહીં કહ્યું છે સુખ-સ્વતંત્રતા અને કલ્ચર એવું બધું બોલી શાંત થઇ ગઇ કારણકે મોહીત ઉતેજીત થઇ ચૂકેલો અને મલ્લિકાએ આખરી પાસો ફેક્યો અને મોહીતનો ગળામાં ચેઇન પહેરાવી પોતાની કાઢીને અને....
વધુ આવતા અંકે ---પ્રકરણ-42